Sunday, 30 October 2016

વિકાસનું વળગણ નરેન્દ્ર મોદીને ભલે હોય, વિકાસનો રસ્તો 57 અબજપતિ દેવાદારો પાસે છે



ધનતેરસના દિવસે દોસ્તોના મેસેજ આવતાં હતા કે આવતા વર્ષે આપનું સ્વીસ બેન્ડમાં એકાઉન્ટ હોય... એવી શુભકામના...દેશના સૌથી મોટા ટેક્સપેયર બનો એવી શુભકામના....

મનોમન થતું હતું કે 30 તારીખ આવે એટલે હું ને મારી પત્ની બેન્ક એકાઉન્ટના આંકડા જોઇએ છીએ પણ ક્યાંય વધતા દેખાતા નથી. આ દોસ્તોની શુભચ્છા જલ્દી સાચી પડે તો સારૂં...આટલુ વિચારતા ઇન્ટરનેટ પર સમાચારો અને દેશ દુનિયાની હલચલ જોતો હતો. કારણ કે બીજા દિવસની નોકરીમાં શું કરવાનું? એનો ડે પ્લાન આપવાનો હતો. અચાનક મારી નજર એક સમાચાર પર પડી કે આ દેશમાં 57 લોકો એવા છે કે, જેમણે બેન્કમાંથી 85,000 કરોડની લોન લીધી છે અને બેન્ક પૈસા ઉઘરાવવા પાછળ પડી છે. પણ પૈસા આવતા નથી.

 આ સમાચાર વાંચીને હું પસ્તાયો. પોતાની જાતને કોસવા લાગ્યો કે, 30 વર્ષના પત્રકારત્વમાં દરેક ક્ષેત્રનું રિપોર્ટિંગ કર્યું પણ બેન્કમાંથી લોન લઇને પરત કેમ ન કરવાની કળાનું રિપોર્ટિંગ કેમ ન કર્યું. કારણ કે આ એવા લોકો છે જેમણે 600 કરોડથી વધુની લોનો લીધી છે અને આરામથી દેશમાં રહે છે.

 એમનાથી પરેશાન એક આત્માએ કોર્ટમાં પિટિશન કરીને બેન્કોને પૈસા પરત અપાવવાની વાત કરી અને કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને પૂછ્યું કે, ભાઇ આ એવા કેવા લોકો છે? જે 85000 કરોડ રૂપિયાની લોન લઇને બેઠા છે પણ હપ્તા ભરતાં નથી અને તમે એના નામ કેમ જાહેર નથી કરતાં ? રિઝર્વ બેન્કે આ સત્તાવન (આમાંથી સત્તાવાન કેટલા છે તે ખબર નથી) અબજોપતિ દેવાદારના નામ જાહેર કરવા માટે સમય માગ્યો. આ સમયમાં 57માંથી એક વિજય માલ્યાનું જ નામ જાહેર થયું છે. બીજા મહાનુભાવોના નામ જાહેર થયા નથી. અને રિઝર્વ બેન્ક નામ જાહેર કરે તો પણ શું? પૈા પાછાં આવવાની કોઇ ગેરંટી છે ખરી? પબ્લિકના આ 85,000 કરોડ પાછા લાવવાના છે ખરા?

જ્યારથી મેં આ સમાચાર વાંચ્યા છે, ત્યારથી હું ખૂશીનો માર્યો આ 57 લોકોને શોધું છું. આ લોકો ભારતમાં હોવા છતાં બેન્કોને મળતા નથી. આની જગ્યાએ જો કોઇ  વખાનો માર્યો મધ્યમ વર્ગનો મજબુર હોત તો વ્યાજખોરે ત્રાસ આપીને પૈસા વસૂલી લીધા હોત. ખેડૂત હોત તો જમીનદારે પૈસા વસૂલી લીધા હોત, કે મહેસૂલી અધિકારીઓ ગાળિયો કસ્યો હોત, આથી એમને પાંચ સાત લાખ રૂપિયા માટે આત્મ હત્યા કરવી પડે છે.

પણ આ 57 લોકોનું તો ખરેખર સન્માન કરી ગુરૂપદે સ્થાપવા જોઇએ. એમની પાસે ક્રેશ કોર્સના સેશન રખાવવા જોઇએ કે, બેન્કમાંથી લોન લઇને ઓડકાર ખાધા વિના તેને કેવી રીતે પચાવી શકાય? અરે, બિચારા ખેડૂતો કે બેન્કમાંથી લોન લઇને ઘરના ઘરનું સપનું જોનાર મારી જેમ હપ્તેથી કાર લેનારને આ કિમિયો બતાવ્યો હોત તો? તો ગામડામાં એકે ય ખેડૂત ગરીબ ન હોત. મારા જેવા મધ્યમવર્ગીય લોકોને દર મહીને ઇએમઆઇ ભરવા કે બાળકને ભણાવવા માટે એજ્યુકેશન લોન લેવી ના પડે.

રિઝર્વ બેન્કે ખરેખર આ લોકોના નામ જાહેર કરી જ દેવા જોઇએ. જેથી નોકરિયાત, મધ્યમ વર્ગના લોકો લોન લઇને નાનો ધંધો કરતાં લોકો કાર અને હોમ લોનના હપ્તા ભરતા લોકો, એમની પાસેથી ટ્યુશન લઇ શકે. એમની સલાહ પ્રમાણે લોન લઇ પૈસા ચાવી જઇ શકે.

આ 57 લોકોના ક્લાસ દેશભરમાં શરૂ કરવા જોઇએ. ગરીબ ખેડૂત કે લોનના હપ્તા ન ભરી શકવાને કારણે કાર જપ્ત થતાં, કે બેન્ક દ્વારા જપ્ત કરાયેલી પ્રોપર્ટીવાળા લોકોની સ્થિતિ ટી.વી પર બતાવવીએ છીએ. એના બદલે આ 57 જણાની આલીશાન અને વૈભવી જીવનશૈલી બતાવવી જોઇએ. જેથી લોન લઇને ઘર બનાવનાર કાર લેનારને, નોકરીની ચિંતા ન રહે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા ન રહે. અને ડરી ડરીને ઇમાનદારીથી બેન્કના હપ્તા ભરતા લોકોનો આત્મવિશ્વાસ વધશે અને સામાન્ય લોકોની જીવનશૈલીનો વિકાસ પણ થશે. કારણ કે સરકાર બહાના કાઢીને આ 57 લોકો સામે ત્વરિત કાર્યવાહીના નામે કાનૂની પ્રક્રિયાના બહાના હેઠળ સમય કાઢે છે. એના કારણે લોન લઇને નહીં ચૂકવનારની કાનૂની આંટીઘૂંટીમાં બે પેઢી તરી જશે. આ 57 લોકો પાસેથી પૈસા કઢાવવામાં સરકારને આટલો સમય લાગતો હોય તો આ 57 અબજોપતિ દેવાદારોના માર્ગદર્શન પછી સંખ્યા કરોડોમાં થશે અને જીવન ધોરણ પણ સુધરી જશે...અને લોકો ઇએમઆઇના સ્ટ્રેસમાંથી બહાર નીકળી જશે.

 નવા વર્ષે આ લેખ વાંચીને જે રડશે તે પસ્તાશે અને જે તાત્કાલિક લોન લેવા જશે તે રાજા થઇ જશે. એટલે મને ધનતેરસના દિવસે મળેલી શુભકામના સાકાર કરવા હું સત્તાવનનું સરનામું શોધું છું અને મને મળે તો તમને પણ આપવાનો વાયદો જરૂર કરૂં છું.
 નૂતન વર્ષાભિનંદન

18 comments:

  1. Lakhyu chhe saru, ghanu j saras, pan mathala ma NARENDRA MODI nu nam kejrival ni jem levani jarur nahoti, a 57 jana jemne karodo ni loan lai ne money return nathi karta a badha a nehru gandhi khandaan na shashan ma j paisa lidha chhe, avu na hoi ske k a money ma amnoooo................ ????

    ReplyDelete
  2. 😀😀. Starting a crash course isn't a bad idea at all !! There will always be enough aspirants to subscribe !!

    ReplyDelete
  3. i think these all culprit are blased by our corrupt politicians not by GOD ,,it can happened only in our country ,, mr, MODI bluffing to bring black money back form foreign banks but he need to exercise to trace out these people and get money back form them by any ways,,,JO BAGAL ME HE UNKO TO PAKDO BAAD ME VIDESHI BANK KI SOCHO ,,,

    ReplyDelete
  4. After reading this blog there are chances to increase list of defaulters at least from 57 to 5700 in near future. Not bad idea to set up a new start up. Let us see who is lucky for No. 58?

    ReplyDelete
  5. In near future banks will be defaulters and defaulters will land money to the banks.

    ReplyDelete
  6. In near future banks will be defaulters and defaulters will land money to the banks.

    ReplyDelete
  7. As politicians always protect all kind of defaulters they are are protecting this 57 defaulters. Small person always about defame and always try to replay loans. for this 57 arabpatis not to pay loan is fame. They are not paying and living lavish life style so media talks about them so its fame for them. People follow them so let's try to be like that and enjoying all media cameras....This is a reality of India...Dont pay and enjoy lavish life so people will follow you.

    ReplyDelete
  8. સતાવન ને બેંક મા પૈસા ભરાવડાવવા સરકાર ની છપ્પન ની છાતી જોઈએ બાકી તો સરકાર મા આલિયા માલિયા અને જમાલિયા જ છે

    ReplyDelete
  9. સતાવન ને બેંક મા પૈસા ભરાવડાવવા સરકાર ની છપ્પન ની છાતી જોઈએ બાકી તો સરકાર મા આલિયા માલિયા અને જમાલિયા જ છે

    ReplyDelete
  10. सो मे से सतावन बेइमान फिर भी मेरा देश महान।

    ReplyDelete
  11. सो मे से सतावन बेइमान फिर भी मेरा देश महान।

    ReplyDelete
  12. I agree with Hemant Patel comment.

    ReplyDelete
  13. Though I don't see any thing wrong about title as it elaborate Modi's vison n what are obstacles.
    જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
    સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.

    ReplyDelete
  14. Bank loan devadiya ni history ni detail jaher janata ni same avavi joiye, Bhargavbhai apna Aa {to the point }mate Abhinandan.

    ReplyDelete
  15. મોદી ના રાજ માં પત્રકારો સ્વતંત્રતા મળી કે તમે લોકો લખી શકો છો. આતો વષોઁ થી ખાઇ ને બેઠા છે.
    મોદી ખાતો નથી અને ખાવા દેતો નથી.

    ReplyDelete
  16. Saheb... Aa 2 divas pahela mara ghar mate "EMI" thi microwave lidhu chhe enu shu karu....??? 😂😂

    ReplyDelete
  17. i got 58th name is Yogesh Thakkar. JALSA karo yaar

    ReplyDelete