Wednesday, 19 October 2016

સાહેબ, રોજ સાંજે સૂરજ નહીં, અમારી જીંદગી ઢળતી જાય છે...




ગોંડલ મહારાજ ભગવતસિંહજીનો બ્લોગ લખાયા પછી ઘણાં બધા ફોન કોલ્સ આવ્યા. એમાં મુખ્યત્વે રાજકારણીઓના ફોન હતાં. ઘણાંએ સરકારી પૈસાનો વ્યય નહીં પણ લોકો માટે જ પૈસા ખર્ચાય છે તેવો દાવો કર્યો....ઘણાંએ એવી દલીલ કરી કે સ્ટેટ ગેસ્ટ બોલાવી સરકાર બીજેથી ઇન્વેસ્ટમેન્ટ લાવીને રોજગારી વધારે છે. તમે ઇતિહાસના નામે કિસ્સા ટાંકી બીજાને ટાર્ગેટ બનાવો છો..પણ તમે શું કર્યું ? તમે કેટલું ગુજરાત બદલ્યું? એવું પણ કહ્યું..
આવા ફોન અને સવાલોએ મને વિચારતો નહીં પણ ફ્લેશ બેકમાં જવા મજબુર કરી દીધો. પત્રકારત્વમાં કેટલાંય રિપોર્ટ પર પગલાં લેવાયાં. ગરીબો દુઃખીને ફાયદો થયો, ક્યાંક ભ્રષ્ટાચાર રોકાયો....પણ બધુ લખવા બેસીએ તો આત્મશ્લાઘા ગણાશે..અને મને પોતાના વખાણ ફાવતા નથી. પણ મને એક આખી રાત ઊંઘવા નહીં દીધેલા કેવલ રાઠોડના વોટ્સ અપે આ બ્લોગ લખવા મજબુર કર્યો છે.
પોતાના હક માટે ભુજમાં લડી રહેલો દલિત યુવાન આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. સફાઇ કામદારોના હક માટે લડી રહ્યો છે. પણ લાલ લાઇટવાળી ગાડીમાં ફરતા નેતાઓને કાનમાં જુ નથી રેંગતી, ત્યારે વિચાર આવ્યો છે કે પ્રોગ્રેસિવ ગણાતા ગુજરાતમાં દલિતોની હાલત કેવી છે...પાલનપુરના પત્રકાર નરેશ ચૌહાણનો ફોન હતો કે, સાહેબ સાત વર્ષથી અહીંના દલિતો ગામ છોડીને રહે છે..પણ પૂછનાર કોઇ નથી.
મને આ વાતે વિચારતો કરી દીધો. ઉનાના દલિતોને ચાર ચાબખાં પડ્યાં એની પીડા મને થઇ રહી હતી...પણ 35 પરિવાર રસ્તા પર રહે છે એની મને કેમ ખબર ન પડી.? હું કેમેરામેન સુબોધ વ્યાસ સાથે પાલનપુર જવા નીકળ્યો. રસ્તો આખો વિચારતા ક્યાં ચાલ્યો ગયો તેની ખબર પણ ન પડી. અમે નરેશ સાથે પાલનપુરથી ડીસા થઇને સોડાપુર ગામ જવા નીકળ્યા. એ પછી એક ગામમાં જતા હતાં..નરેશ સાથે વાત ચાલુ હતી.
આ 35 દલિત પરિવાર પર ડીસાના ગડા ગામમાં 2011માં અત્યાચાર થયો હતો. પહેલેથી જ ગામમાં બહિષ્કારનો ભોગ બનેલા આ દલિત પરિવારના 21 વર્ષના છોકરાને ઉચ્ચ જાતિના લોકોએ પછાત જાતિનો હોવાથી મારી નાંખ્યો હતો...દલિતોએ પોલિસ ફરિયાદ કરી તો પોલિસે આપસી રંજીશમાં ખુન થયાની ફરિયાદ નોંધી...અને દલિતોની જિંદગી અહીંથી નર્ક થઇ ગઇ. ફરિયાદ નોંધાયા પછી આ દલિતોને જાનથી મારી નાંખવાની ધમકી તો મળી જ પરંતુ દીકરીઓને ઉઠાવી જવાની ધમકીઓ મળી....ફરીથી સત્તાવાળાઓ સામે રાવ નાંખી...પણ બહેરા કાને દલિતોનો અવાજ અથડાઇને પાછો આવ્યો. ગામમાં જીવવું મુશ્કેલ થઇ ગયું. અનાજ શાકભાજી મળતા બંધ થઇ ગયા.
થાકીને આ દલિતો ડીસાની મામલતદાર કચેરી સામે રહેવા આવી ગયા. પણ કાંઇ ફેર ના પડ્યો. ઝૂંપડા બાંધીને આ દલિતો અહીં રહેતા હતાં. ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ શરૂ કર્યોને ગજવામાં બચેલી ગાંધી છાપ નોટો પણ ખલાસ થઇ ગઇ અને ગાંધીગીરી પણ નાકામિયાબ થઇ ગઇ. પણ 2012માં ચૂંટણી આવતી હતી. આ દલિતોને મકાન આપવાની લાલચ આપીને નજીકના સોડાપુર ગામની સીમમાં પુનઃવસન કરાવ્યું...અનેક વચનો અપાયા હતાં. અડધી દિવાલો ચણાઇ..બે વર્ષ નીકળી ગયા...પણ કાંઇ ના થયું. 2014ની ચૂંટણીમાં ફરીથી ગાંધી છાપ કાગળિયા એટલે કે પૈસાની રાહતનો વાયદો થયો. મકાન બનાવવાનું અડધું કામ શરૂ થયું. દલિતો ફરી શાંત થયા, આશા હતી કે, હવે તો ઘર બનશે. 2014ની ચૂંટણી પૂરી થઇ ગઇ પણ ઘર બન્યાં નહીં...ઊભી દિવાલો જ બની હતી.
એક તો તેઓ બીજા ગામમાં વસતા હતાં અને બીજું બંડખોર દલિત હોવાની છાપ પડી જતાં કોઇ કામ આપતું ન હતું. રોજ ઘરડાને છોડીને દસ વર્ષથી માંડીને 50 વર્ષના પુરુષ સ્ત્રી અને બાળકો મજૂરીએ નીકળી જાય છે. પેટની આગને ઠારવાની મથામણ કરે છે. ભેગા મળી અડધામાંથી અડધો રોટલો અને ગોળ ખાઇ દિવસો કાપે છે. અમે સોડાપુર પહોંચ્યા તો દલિતોની વસતિ જોઇ. પહેલીવાર લાગ્યું કે સોડાપુરમાં પુનઃવસનના નામે દલિતો કરતાં મારા દોસ્ત રણધીરસિંહના કૂતરા વધારે સુખી છે. બણબણતી માખીઓ વચ્ચે રોટલો ખાતો અર્ધનગ્ન બાળક, લાજ કાઢી બે કિલોમીટર દૂર જઇને પાણી લાવેલી બાઇઓ કપડાં ધોતી હતી. રસ્તાના કાદવ કિચડ પર ચાલવું પણ અઘરૂં હતું. પણ દલિતો માટે તો આ રોજનું હતું.
આ દલિતો પહેલા મને અને મારા કેમેરામેનને ગાડીમાંથી ઉતરતા જોઇ સરકારી માણસો સમજ્યા...મકાનના હપ્તા આપવા આવ્યા હશે એમ માની થોડી સાફ સુથરી જગ્યા પર ખાટલો ઢાળ્યો. બે ત્રણ ખૂરશીને પાઘડી ખોલીને સાફ કરી...વાતનો દોર કેમ શરૂ કરવો એ સમજાયું નહીં, નરેશે મોરચો સંભાળ્યો...એમને સમજાવ્યા કે ટી.વીમાંથી આવ્યા છે...તમારી તકલીફની વાત કરવા...એમના ચહેરા પરથી નૂર ઉડી ગયું. પણ ગામમાં દીકરીઓ પર થતા અત્યાચારથી બચવા બધુ છોડીને આવ્યા પછી પાઇ પાઇ માટે મોહતાજ હોવાની વાત કરી. ઇન્ટરવ્યુ પત્યા પછી સ્ટીલની રકાબીમાં ગોળમાંથી બનાવેલી ચા પીવડાવી, બધાએ પ્રેમથી અમને વળાવ્યા.
આખા રસ્તે હું વિચારતો રહ્યો કે, આટલા વર્ષથી જેમને ન્યાય નથી મળ્યો એમને હું ન્યાય અપાવી શકીશ...ગરીબોની વ્યથા અને લાચારીનું મારા શબ્દોમાં થયેલું નિરુપણ કોઇ અધિકારીના દિલને સ્પર્શી ગયું અને તેમને માટે સરકાર તરફથી જીવન જીવવા માટે ચાલે એટલો સામાન અને મકાન બાંધવાનો ત્રીજો હપ્તો મળ્યો...અને બીજા સામાન મળ્યાં પણ સામાન આપવા ગયેલા અધિકારી મીનરલ વોટરની બોટલો સાથે એ.સી. ગાડીમાં ગયા હતાં. મને આ વાતની જાણ નરેશ ચૌહાણે કરી ત્યારે એક જ વાતનો અફસોસ થયો કે, હું ભગવતસિંહજીની જેમ બધાને ન્યાય અપાવી શકું એમ નથી પણ કાંઇક મદદ તો કરી શક્યો છું. સવારથી ફોન કરીને રાજકારણીઓની ટીકા કેમ કરો છો ? એમ કહેનારા એ તમામ રોડપતિમાંથી કરોડપતિ થયેલા નેતાઓને એટલું જ કહેવાનું મન જરૂર થાય છે કે, સોડાપુરના દલિતો મનમાં તમને એટલું તો જરૂર કહે છે કે, ''જબ સે હમ તબાહ હો ગયે હૈ...તબ સે આપ જહાંપનાહ હો ગયે હૈ''.....પણ 2017ની ચૂંટણીમાં નેતાઓ આ દલિતોને સોડાપુરમાં સ્વર્ગ બનાવી આપે તો આ બીજાની તબાહી પર શહેનશાહી ભોગવનાર નેતાઓ સામે કદાચ ફરિયાદ કરવાનો અવકાશ નહીં રહે.
(પૂરક માહિતિ અને તસ્વીરઃ નરેશ ચૌહાણ)




27 comments:

  1. સૂરજ નહીં તૌ કઇ નહીં...કોઈ નાં અંધારા માટે કોડિયું બની શકીએ તૌ ય અંધારુ તો જાય જ.
    પ્રધાનો નો સી આર ભરાય કે પરફોર્મન્સ બોનસ હોય તો હિસાબ રહે ને ??
    આશા રાખીએ આજના આ બ્લોગ ની ધાર્યા કરતાં સરી અસર પડે અને પરિણામ સારુ આવે. ...- દીપક અંતાણી

    ReplyDelete
  2. Bhargavbhai lachari na aava kissa garib ane bhala bhola sajjan loko ne hathiyar upadva majbur kare che ne kyado tene gunegar samji puri de che aa desh ma jeni lathi teni bhes kehvat chale che janta janardan e have rasta par utrvu padse baki to chor lutara aadesh ane deshvasi o ne foli khase

    ReplyDelete
  3. We want to change & we can..

    ReplyDelete
  4. Bhargav Bhai,tamari aa vyathayukt lekh ni asar padshe j.Mane e samjaatu nathi k ame koi pan operation Karie chhie tyaare body ni andar darek patient ma anatomy same hoy chhe,to pachhi aa' varnvyavsthaa' kyaanthi kavi?

    ReplyDelete
  5. मर जाये तो नामो-नसब पूछता नहीं ,
    मुर्दों के सिलसिले में बहोत मेहरबाँ है शहर !

    (नसब=गोत्र)

    ReplyDelete
  6. Mane a nthi samjatu k elections aave tyre aa loko km chup rahe chhe... elections hoy tyre gam ma koi pn politician ne entry j aapvi na joie.. toj aa loko ni shan thekane aavshe...

    ReplyDelete
  7. Mane a nthi samjatu k elections aave tyre aa loko km chup rahe chhe... elections hoy tyre gam ma koi pn politician ne entry j aapvi na joie.. toj aa loko ni shan thekane aavshe...

    ReplyDelete
  8. Wah Bhargav. Darek blog vanchti jau chhunu em-ema Tara mate nu maan vadhtu Jay chhe. I hope aa blog thi netao ane sarkari babuoni ungh udse....

    ReplyDelete
  9. Wah Bhargav. Darek blog vanchti jau chhunu em-ema Tara mate nu maan vadhtu Jay chhe. I hope aa blog thi netao ane sarkari babuoni ungh udse....

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. ખુબ સરસ ભાર્ગવભાઇ, આભાર..

    દુનિયા માં ભારત જ એક એવો દેશ છે કે જ્યાં 6743 કરતા પણ વધુ જાતિઓ છે, મિત્રો જાતિ તો જાનવર માં હોવી જોઇએ માણસ માં નહિ. જો આપણે સૌ સાથે મળી ને જાતિ વ્યવસ્થા ખતમ કરી ફક્ત ભારતીય બનીશું તો આપણા દેશ ને વિશ્વ માં મહાસત્તા બનતા કોઈ નહિ રોકી શકે.

    કારણ કે અત્યારે મોટા ભાગના લોકો અંદરો અંદર ફક્ત જાતિઓને કારણે જ લડી રહ્યા છે. માટે આ નકામા ઝધડાઓ બંધ કરીએ અને આપણે સૌ દેશ ના વિકાસ અને પ્રગતિ માટે સાથે મળી ને ભારતીય બંધારણ અનુસાર સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય પર આધારિત સમાજ અને રાષ્ટ્ર નું નિર્માણ કરીએ.


    જય ભારત...

    ReplyDelete
  12. આવી સ્ટોરી ટીવી ઉપર કેમ બતાવતા નથી ?
    ભાગઁવભાઇ !
    આવી સ્ટોરી બતાવશો તો તમને મન:સુખ મળશે

    ReplyDelete
  13. KHUB supdar.vat lie Avoch...cogruchlasn for grat Dosie. Wark u Dan

    ReplyDelete
  14. KHUB supdar.vat lie Avoch...cogruchlasn for grat Dosie. Wark u Dan

    ReplyDelete
  15. KHUB supdar.vat lie Avoch...cogruchlasn for grat Dosie. Wark u Dan

    ReplyDelete
  16. Boss you are doing a speechless job for all that person who are help less ..... hats off

    ReplyDelete
  17. Umda patrakaritva no parichay 👌

    ReplyDelete
  18. भार्गव भाई आपकी पत्रकारिता का जवाब नही पर ऐसी बातों को जनता के सामने उजागर करने से ही उन पीडित परिवारों को न्याय मिलेगा आप कूछ ऐसा करो की यह सारी बात दुनिया के सामने आजाय तो आपको भी उन लॉगों का आशीर्वाद मिलेगा
    जय हिन्द

    ReplyDelete
  19. भार्गव भाई आपकी पत्रकारिता का जवाब नही पर ऐसी बातों को जनता के सामने उजागर करने से ही उन पीडित परिवारों को न्याय मिलेगा आप कूछ ऐसा करो की यह सारी बात दुनिया के सामने आजाय तो आपको भी उन लॉगों का आशीर्वाद मिलेगा
    जय हिन्द

    ReplyDelete
  20. આજે પણ છત વગર અડધી ચણાયેલી દીવાલો વચ્ચે દલિતો પૂછે છે અમારો શું વાંક?
    શિયાળો સામે છે ચૂંટણી પણ સામે છે.......

    ReplyDelete
  21. આજે પણ છત વગર અડધી ચણાયેલી દીવાલો વચ્ચે દલિતો પૂછે છે અમારો શું વાંક?
    શિયાળો સામે છે ચૂંટણી પણ સામે છે.......

    ReplyDelete
  22. Good piece... Points to ponder... Bhargav,do keep this up...��

    ReplyDelete
  23. Good piece... Points to ponder... Bhargav,do keep this up...��

    ReplyDelete