Tuesday, 25 October 2016

ચોળાફળીવાળાએ કહ્યું કે ભાઇ, 50ના છૂટ્ટા આપો અને નરેન્દ્ર મોદી બઘવાઇ ગયા


વાત છે 1984 પછીની,..1984માં ભાજપની સંસદમાં માત્ર બે  સીટ આવી હતીઅને ગુજરાતમાં ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યો હતો.  અરસામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ જીત્યું પકડ મજબુત થતી જતી હતી , એવામાં 1988માં બોફોર્સ કાંડ આવ્યો. કોંગ્રેસના વળતા પાણી હતાં. ગુજરાતમાં પણ કોંગ્રેસ માટે રોષ હતો.ચીમનભાઇ પટેલનું જનતાદળ અને ભાજપે ભેગા થઇને ચૂંટણી લડવાનું નક્કી કર્યું

1989નો સમય હતો. પ્રચાર પ્રસારનું કામ  વખતે નરેન્દ્ર મોદી લઇને આવતા હતાં.મોદીએ અમદાવાદના ભૂતપૂર્વ મેયર આસીત વોરા પાસે ભાજપ તરફી અને કોંગ્રેસ વીરોધી. ગીતો ગવડાવ્યા હતાં. અને એની ઓડિયો કેસેટ બનાવીને બહાર મૂકી. સ્ટ્રેજીમાં માસ્ટર એવા મોદીએ પહેલા એ કેસેટ અંબાજી, પાવાગઢ, બહુચરાજી જેવા ધાર્મિક  સ્થળો પર  મોકલાવી.

ભજનો જોડે  ગીતો વાગતા અને પોપ્યુલર થયા  અરસામાં ગુજરાતમાં પરચૂરણની  તંગી શરૂ થઇ હતી. 50 પૈસામાં અડધી ચ્હા મળતી હતી. એએમટીએસમાં 40થી 50 પૈસાની ટિકિટ મળતી હતી. અને એ સમયે બે રૂપિયાની નોટનું ચલણ બહુ ચાલતું હતું. નરેન્દ્ર મોદીએ ઇનોવેટિવ આઇડિયા કાઢ્યો. બે રૂપિયાની નોટ પર ભાજપનો સિક્કો રબર સ્ટેમ્પથી છાપીને બજારમાં મૂકો એટલે નોટ રોજ બરોજના ચલણમાં ફરતી થાય અને લોકોની નજરમાં કમળ ખીલે.
હું એ વખતે જૂનિયર પત્રકાર. આ સ્ટ્રેટેજી સમજવા માટે નરેન્દ્ર મોદી સાથે બેઠો હતો. એ મને સમજાવતા હતાં કે, નરેન્દ્ર મોદી મને સમજાવતા હતા કે, વધુ ઓડિયો કેસેટ ધાર્મિક સ્થળે વાગે એટલે પ્રચાર થાય. મધ્યમ વર્ગના લોકોમાં બે રૂપિયાની નોટોનું ચલણ વધારે હોય. એટલે કમળ રજિસ્ટર થાય. વગેરે, વગેરે...આદેશ છૂટેલો હતો કે, બે રૂપિયાની નોટ દરેક કાર્યકરે ભાજપની ઓફિસમાં જમા કરાવવી. લોકો બે રૂપિયાની નોટ ભાજપ ઓફિસમાં જમા કરાવતા હતા અને તેના પર સિક્કા વાગતા હતાં.
એ વખતે ભાજપ ઓફિસની સામે ઇમ્તિયાઝ ચા વાળો ચા વેચતો હતો. અને બાજુમાં ચોળાફળીની લારી લઇને નાથુભાઇ ઊભા રહેતા હતાં. બધા એમને ઓળખે. ભાજપની ઓફિસમાં ભીડ હતી,.એટલે અમે ટેલિફોનના રિસેપ્શનની પાસે ખૂરશી નાંખીને વાત કરતાં હતાં. ત્યાં ચોળાફળીવાળો નાથુ આવ્યો. નરેન્દ્ર મોદીને સાહેબ કહ્યું... અને ટેલિફોન ઓપરેટર પાસે ગયો..અમે ત્યાં જ બેઠા હતાં. એણે ઓપરેટરને કહ્યું કે ભાઇ 50ના છૂટ્ટા આપ ને ઘરાકી બહુ છે. પેલી બેની નોટોનો ઢગલો કર્યો છે લાવ જલ્હી. નાથુએ જેવા છૂટ્ટા માગ્યા કે નરેન્દ્ર મોદીના ચહેરાનો રંગ ઉડી ગયો. અને બઘવાઇ ગયા કે, ઇનોવેટિવ આઇડિયા ચોળાફળીમાં ગયો. પણ સ્માર્ટ મોદીએ હસીને કહ્યું કે, જો હવે આ નોટો 25 જણાના હાથમાં જશે.
આવી જ ડિમાન્ડ કેસેટની હતી. લોકો ઓડિયો કેસેટ લઇને ફિલ્મની ધૂન પર બનેલા સટાયર ગીતો સાંભળતા. પણ કાર્યકર ગાડીમાં વગાડવા કેસેટ માગે ત્યારે નરેન્દ્ર મોદી બઘવાઇ જતા કે હા પાડવી કે ના પાડવી..?
1990માં ગુજરાતમાં વિધાનસભાનું ઇલેક્શન આવ્યું. હવે ભાજપના પગમાં જોમ હતું. લાકસભામાં કાઠું કાઢ્યું હતું. એટલે ભાજપના ટી શર્ટની વહેંચણીની શરૂઆત થઇ હતી. દરેક ઉમેદવાર કાર્યકર્તાને ચીઠ્ઠી લખીને ટી શર્ટ આપવાનું કહેતો હતો. ખર્ચ વધુ હતો એટલે ભાજપ કાર્યાલયના શાણા કાર્યાલય મંત્રી પરેશમામા સામે બીજી ચીઠ્ઠી લખી આપતા કે ફલાણાં ઉમેદવાર 150 ટી શર્ટ લઇ ગયા છે એમાંથી 50 ટી શર્ટ આપવી. પણ ટી શર્ટ અને કેસેટના તાયફાએ મોદીને મુંઝવી નાંખ્યા હતાં.
એ પછી ભાજપ અને જનતા દળની યુતિ તૂટી. ચીમનભાઇની સરકાર કોંગ્રેસના ટેકાથી ચાલતી હતી. ચીમનભાઇ સી.એમ. હતાં. એમની ચેમ્બર કાયમ ખુલ્લી રહે. હું એ વખતે ચીમનભાઇ વિરુદ્ધ અભિયાનમાં લખતો...પણ એમને એમનો વિરોધ ન હતો.ભીડમાં પણ બેસાડી ચા પીવડાવતા હતાં. એવામાં એક કાર્યકર જામનગરથી આવ્યો, ભારે ગુસ્સામાં હતો. એણે કહ્યું કે, સાહેબ આ ના ચાલે. મે તમારી ચૂંટણીમાં કામ કર્યું છે..અને જામનગરમાં આપણા ઘૂઘરાની લારી ચાલે છે. તમે ય ખાધા છે. પેલો પોલિસવાળો હટાવવાની વાત કરે છે. એ પીએસઆઇને ફોન કરો કે લારી આપડી છે..હેરાન ના કરે.
ચીમનભાઇ હેબતાઇ ગયા કે હવે મારે લારી સાચવવા ફોન કરવાના કે સરકાર ચલાવવાની. પણ એમણે શાંતિથી બેસાડીને એને ચા પીવડાવી રવાના કર્યો...પણ હવે મને સમજાય છે કે રાજકારણીઓની હાલત કેવી કફોડી થતી હશે. આ અરસામાં ચીમનભાઇના માનસપુત્ર અને શિક્ષણ મંત્રી કમ હોમ મિનિસ્ટર નરહરિ અમીનનો રૂતબો હતો. નરહરિભાઇ જોડે જૂના સંબંધો...એન્ટિ ચેમ્બરમાં બેસીને કોઇને ય પૂછ્યા વિના ચા અને નાસ્તો મગવવાનો હક હતો. હું એમની વિરુદ્ધમાં પણ ઘણું લખતો. પણ દોસ્તી અને પત્રકારત્વ અલગ રહેતા. એક દિવસ હું એમની ચેમ્બરમાં બેઠો હતો. એક કોંગ્રેસી એક લબરમુછિયા છોકરાંને લઇને આવ્યા. એ જમાનામાં કોમ્પ્યુટરથી એડમીશન થતા ન હતાં. મિનિસ્ટર ફોન કરે એટલે એડમિશન થઇ જાય. કોંગ્રેસના ટેકાથી સરકાર ચાલે એટલે કોંગ્રેસવાળાનું કામ કરવું પડે એવો ઘાટ હતો. પણ નરહરિ અમીન અસલ પટેલ...રોકડું પરખાવે. પણ કોંગી નેતા હતાં એટલે શાંતિથી વાત સાંભળતા હતાં. એમણે પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે. કોંગી નેતાએ ફિલ્મી સ્ટાઇલમાં પહોળા થઇને કહ્યુ કે, આ આપણો કોંગી કાર્યકર છે. એને અમદાવાદની એક પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન અપાવવાનું છે. એ કોલજમાં 80થી 85 ટકાએ એડમિશન મળતું હતું. અને એ છોકરાને 45 ટકા જ હતાં.
નરહરિભાઇ માર્કશીટ જોઇને વિચારમાં પડી ગયા કે આવું તો કેમ થાય. એમણે કહ્યું કે, બીજી કોલેજમાં એડમિશન કરાવી આપું. અહીં અઘરૂં નથી પણ છોકરાની જીદ હતી કે, ચોક્કસ કોલેજમાં જ એડમિશન લેવું. નરહરિભાઇએ શાંતિથી પૂછ્યું કે, એ કોલેજમાં જ એડમિશન લેવાનું કારણ શું...અહીં સ્કોલર છોકરાઓ હોય છે.. તું નહીં ભણી શકે.
એણે ધડાક દઇને કીધું કે બોસ મારી ગર્લફ્રેન્ડને ત્યાં એડમિશન મળી ગયું છે. નરહરિ અમીને ડબ્બીમાંથી મસાલો કાઢ્યો...મોઢામાં મૂક્યો અને વાળની લટ હલાવીને કહ્યું કે, અલ્યા લખોટા મારે ય હેમામાલિની જોડે પરણવું હતું. પણ બાપાએ નીતા જોડે પરણાવ્યો ને જાવું છું ને. (નીતા એમની પત્નીનું નામ છે.) છાનો માનો ભણ અને પ્રેમલા પ્રેમલી ભૂલી જા.
નરહરિના જવાબથી પેલો છોકરો કેટલો ડોફરાયો હશ તે ખબર નથી. પણ હું હસવાનું રોકી ન શક્યો. 1990થી1995ની વિધાનસભામાં રાજકારણીઓની રમૂજો પણ અજબ હતી.  સમયે વિધાનસભામાં રિસેશ પડે. એટલે ધારાસભ્યો નાસ્તો કરવા કેન્ટીનમાં આવે. એ વખતે પકા પકી ભૂલીને દરબાર ધારાસભ્યો એક ખૂણામાં નાસ્તો કરતાં હતાં. એ સમયે ધારાસભ્યને 70 રૂપિયા વિધાનસભાનું એલાઉન્સ મળતું હતું. અને નાસ્તામાં ચાર કે પાંચ રૂપિયાની પ્લેટ મળતી હતી. રોજ આ દરબાર ધારાસભ્યો ખૂણામાં બેસીને નાસ્તો કરે. મારા પરમ મિત્ર એવા પાંચ છ પટેલ વાણિયા ધારાસભ્યો સાથે અઠવાડિયામાં બે ચાર વાર હું પણ નાસ્તો કરવા જતો હતો. એક દિવસ અમને મસ્તી સુઝી એટલે કેન્ટીનના વેઇટરને બુમ પાડી, એ બાપુ ટેબલ સાફ કરો, પોતુ મારો ગંદુ છે. સામેના સોફામાં બેઠેલા દરબાર ધારાસભ્યો અમારી સામે  જોતા હતાં. આંખમાં ગુસ્સો હતો. પણ અમે હસતા હતાં. એટલે કાંઇ બોલ્યા નહીં. પણ મૂળ દરબાર એટલે જવાબ તો વાળવો પડે. એમણે ટેબલ પર નાસ્તો ઢોળ્યો અને ટેબલ ગંદુ કર્યું અને વેઇટરને બુમ પાડી કે, એ ય પટેલ, આ કેટલું ગંદુ છે..સાફ કર, પોતુ મારો.
વેઇટર બધુ કામ મૂકીને દોડતો આવ્યો. એણે કહ્યું કે જુઓ સાહેબ પટેલ નહીં કહેવાનું. હું દરબાર છું. પટેલ કહેશો તો સાફ નહીં કરૂં.  અમે ખડખડાટ હસી પડ્યાં. પણ અમારૂ બિલ દરબાર ધારાસભ્યોએ જ ચુકવ્યું.
પણ સૌથી કફોડી સ્થિતિ અમરસિંહ ચૌધરીના સમયમાં શિક્ષણ અને પોર્ટ (બંદર) ખાતાના પ્રધાન હસમુખ પટેલની થતી હતી. એમને એક છાપાંના રિપોર્ટર સાથે વાંધો પડી ગયો. એ રિસાયા. હસમુખભાઇએ મનાવ્યા પણ માન્યા નહીં. શિક્ષણના પ્રશ્નો હતાં. એટલે રોજ રિપોર્ટીંગમાં જવું પડે. એ પત્રકાર ક્યારેય શિક્ષણપ્રધાન ન લખે...અને તેમનો પોર્ટ વિભાગ હતો એટલે એમનું નિવેદન રોજ શિક્ષણખાતાના સમાચાર હોય તો પણ  બંદરપ્રધાન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, કરીને જ સમાચાર લખે. રોજ છાપાંમાં બંદરપ્રધાનુ હસમુખ પટેલ છપાય. હસમુખ પટેલે એક દિવસ હળવી ટકોર કરતાં કહ્યું કે ભાઇ, તમે બંદર પ્રધાન લખવાના બદલે બંદરખાતાના પ્રધાન લખો. એ પત્રકારે કહ્યું કે શિક્ષણ પ્રધાન લખું તો વાંધો નથી, હું બંદરપ્રધાન જ લખીશ. થાકીને હસમુખભાઇએ કહ્યું કે, ભલે હું બંદરખાતું છોડીશ અથવા તો પૂંછડી ઉગાડવાનું ઓપરેશન કરાવીશ. હવે ખુશ?..આમ છતાં એ હસમુખ પટેલનું નામ આવે ત્યારે બંદરપ્રધાન લખવાનું છોડતા ન હતાં.
આવું જ કંઇક કેશુભાઇ પટેલ સાથે થયું હતું. એકવાર શાંત મૂડમાં કેશુભાઇ સાથે ગુફતગુ કરતાં કરતાં અમે ગાંઠિયા ખાતા હતાં. કેશુભાઇ પટેલ મુખ્યપ્રધાન અને આઇટી સેક્શન લોંચ કરેલું. બિમલ શાહ એનો જોર શોરથી પ્રચાર કરતાં હતાં કે હવે યુગ આઇટીનો છે. ડોટ કોમનો જમાનો છે. ડોટ કોમ વગર કાંઇ ચાલે નહીં. વગેરે વગરે છાપામાં રોજ કાંઇને કાંઇ છપાતું રહેતું હતું.
કેશુભાઇ સાથે 1999માં નાસ્તો કરતાં હતાં. ત્યાં ભાજપના એક કાર્યકર આવ્યા. ભારે મૂંઝવણમાં હતાં, ચ્હા પીધી અને કેશુભાઇને પૂછી જ લીધું કે બાપા આપણે આટલા વરહથી રાજકારણમાં સીએ, દરબાર, પ્રજાપતિ, ઠાકોર, પટેલ એવી ઘણીય કોમ જોઇ સેપણ ગુજરાતમાં આ ડોટ કોમ કઇ જાતિની સે,? આઇટીની વાતકરી રહેલા કેશુભાઇની હવા ખરાબ થઇ ગઇ.
આવું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે થયું હતું. સાબરકાંઠાના પ્રવાસે ગયેલા ગામમાં વરસાદ પડ્યો હતો. અને એ પલળી ગયા. ગામના સરપંચ દરબારે એમને ભીના કપડાં બદલાવરાવ્યા. અને ભૂપેન્દ્રસિંહને એમની સાઇઝથી બમણી સાઇઝના કપડાં પહેરાવી અમદાવાદ મોકલ્યા. જ્યારે ભાજપની ઓફિસ ખાનપુર આવ્યા ત્યારે બાપુ હેંગર પર કપડાં લટકાવીને ફરતાં હોય એવી હાલત થઇ ગઇ હતી.
છેલ્લે નરેન્દ્ર મોદીની ઘેટી ક્યાં ફસાઇ હતી તેની વાત કરીએ, નરેન્દ્ર મોદી ગૌરવયાત્રા લઇને ગુજરાતભરમાં ફરવા નીકળ્યા હતાં. એમના ભાષણો ચાલતા અને તાળીઓના ગડગડાટ થતાં હતાં. કાર્યકર્તા ઉત્સાહમાં હતાં. સભા મોડી થાય તો એક નેતાને બોલવાની જવાબદારી આપી હતી. જેથી ઓડિયન્સ પકડાઇ રહે અને સભા મોડી થાય તો વાંધો નહીં બે ભાષણ સાંભળી એ નેતાએ કહ્યું ચાલો આપણે આગળ જઇએ એટલે ભીડ ન નડે. એ નેતા મને આગળ લઇ જઇને બે સભા સ્થળ છોડી ત્રીજી જગાએ લઇ ગયાં. અહીં માઇક મળ્યું એટલે તેઓ મચી પડ્યાં. મોદી જે પાંચ મુદ્દા પર ભાષમ કરવાના હતાં તેમાંથી ત્રણ તો ભરડી નાંખ્યા હતાં. મોદી આવ્યા અને ભાષણ કર્યું તો તાળીઓ ના પડી. પણ ભાજપના બીજા નેતાઓને ખબર પડી ગઇ એટલે એ નેતા નજરબંધ થઇ ગયાં અને મોદીની બીજા ભાષણમાં ઘેટી ફસાતા ફસાતા બચી ગયા હતાં.
પણ આવા બધા છબરડામાં એક વખત મારી ઘેટી એવી ફસાઇ હતી કે, કાપો તો લોહી ના નીકળે. 2006માં ઝી ગુજરાતી ચાલુ હતું. અચાનક અમારા ચેનલ હેડ એ કહ્યું કે ચાર દિન કે બાદઅપને શરદ પૂર્ણિમા કે ગરબા હૈ, મોદી કો બુલાઓ,
મેં કહ્યું કે ના થાય, શિડ્યુલ પહેલેથી ગોઠવાયું હોય, પણ એમની જીદ હતીં. મે ફોન કરીને ટાઇમ લીધો. એ દિવસે અમારી મુંબઇ ઓફિસથી જાહેર ખબર વિભાગનો હેડ પણ અમદાવાદ આવેલો. એ ગુજરાતી જાણે..એટલે એ કહે કે હું જોડે આવું...મે કહ્યું ચાલો.
અમે ગાંધીનગર ગયાં. નરેન્દ્રભાઇએ ચા નાસ્તો મગાવ્યો. મેં કહ્યું કે ચાર દિવસ પછી અમારા ગરબા છે, આપ આવો તો સારૂં. મોદીએ શાંતિથી કહ્યું કે ભાર્ગવ એક મહીના અગાઉથી પ્રોગ્રામ ફિક્સ હોય છે. જોઇ લઇએ. ટાઇમ સેટ થતો ન હતો. એમણે કહ્યું કે ફરી બીજા કોઇ વખતે રાખીએ, પ્રોગ્રામ ફિક્સ છે. મેં કહ્યું ઠીક છે પછી આપણે કોઇ પ્રોગ્રામ કરીશું. નરેન્દ્ર મોદીએ કહ્યું, સોરી, પણ હું આવીશ. મોદી વાક્ય પૂરૂ કરેતે પહેલા મારી સાથે આવેલા જાહેરાત વિભાગના હેડ એ ફાઇલ કાઢીને કહ્યું કે ના આવો તો કાંઇ નહી પણ આ જાહેરખબર વિભાગની ફાઇલ પર સહી તો કરી દો.
મને કાપો તો લોહી ના નીકળે એવી હાલત થઇ ગઇ. મોદીએ મારી સામે જોયું, મેં કહ્યું હું જાઉં છું., કહીને નીકળી ગયો. પણ જાહેરખબર હેડ મને પૂછતો રહ્યો કે, યાર તુમને સાઇન કરવાયા હોતા તો કામ બન જાતા. અમે ગાડીમાં બેસી ગયાં.....જો રોડ પર હોત તો એક પથરો તેના માથા પર જરૂર મારત પણ રાજકારણીઓની જેમ અમે પણ ક્યારેક ફસાઇ જઇએ છીએ.

26 comments:

  1. क्या कमाल का ब्लॉग लिखते हो भाई लाजवाब

    ReplyDelete
  2. Bhargav mane Barbara yaad chhe k hasi hasi ne pet dukhe ava prasango mari hajri ma pan ghana banela chhe, a badha lakh ne bhai, politician loko ni thekdi udavama patel bhayda ni jem lakh, lakhva ma vaniya nai thavanu bhai.

    ReplyDelete
  3. Wah bhargavbhai politicians ni ramuj vanchi maja pan aavi ane saathe sandesh pan mali gayo.

    ReplyDelete
  4. આવું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે થયું હતું. સાબરકાંઠાના પ્રવાસે ગયેલા ગામમાં વરસાદ પડ્યો હતો. અને એ પલળી ગયા. ગામના સરપંચ દરબારે એમને ભીના કપડાં બદલાવરાવ્યા. અને ભૂપેન્દ્રસિંહને એમની સાઇઝથી બમણી સાઇઝના કપડાં પહેરાવી અમદાવાદ મોકલ્યા. જ્યારે ભાજપની ઓફિસ ખાનપુર આવ્યા ત્યારે બાપુ હેંગર પર કપડાં લટકાવીને ફરતાં હોય એવી હાલત થઇ ગઇ હતી.
    I NAd.bapu on same pogram

    ReplyDelete
  5. આવું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે થયું હતું. સાબરકાંઠાના પ્રવાસે ગયેલા ગામમાં વરસાદ પડ્યો હતો. અને એ પલળી ગયા. ગામના સરપંચ દરબારે એમને ભીના કપડાં બદલાવરાવ્યા. અને ભૂપેન્દ્રસિંહને એમની સાઇઝથી બમણી સાઇઝના કપડાં પહેરાવી અમદાવાદ મોકલ્યા. જ્યારે ભાજપની ઓફિસ ખાનપુર આવ્યા ત્યારે બાપુ હેંગર પર કપડાં લટકાવીને ફરતાં હોય એવી હાલત થઇ ગઇ હતી.
    I NAd.bapu on same pogram

    ReplyDelete
  6. આવું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે થયું હતું. સાબરકાંઠાના પ્રવાસે ગયેલા ગામમાં વરસાદ પડ્યો હતો. અને એ પલળી ગયા. ગામના સરપંચ દરબારે એમને ભીના કપડાં બદલાવરાવ્યા. અને ભૂપેન્દ્રસિંહને એમની સાઇઝથી બમણી સાઇઝના કપડાં પહેરાવી અમદાવાદ મોકલ્યા. જ્યારે ભાજપની ઓફિસ ખાનપુર આવ્યા ત્યારે બાપુ હેંગર પર કપડાં લટકાવીને ફરતાં હોય એવી હાલત થઇ ગઇ હતી.I witnas

    ReplyDelete
  7. આવું શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે થયું હતું. સાબરકાંઠાના પ્રવાસે ગયેલા ગામમાં વરસાદ પડ્યો હતો. અને એ પલળી ગયા. ગામના સરપંચ દરબારે એમને ભીના કપડાં બદલાવરાવ્યા. અને ભૂપેન્દ્રસિંહને એમની સાઇઝથી બમણી સાઇઝના કપડાં પહેરાવી અમદાવાદ મોકલ્યા. જ્યારે ભાજપની ઓફિસ ખાનપુર આવ્યા ત્યારે બાપુ હેંગર પર કપડાં લટકાવીને ફરતાં હોય એવી હાલત થઇ ગઇ હતી.I witnas

    ReplyDelete
  8. Moston your Story I witnas I PRUD Visangar man

    ReplyDelete
  9. Moston your Story I witnas I PRUD Visangar man

    ReplyDelete
  10. ભાર્ગવ ભાઈ, આટ આટલાં અનુભવ શેર કરવા આભાર

    ReplyDelete
  11. Sir, can't stop laughing. Khub maja padi . Thank you!!

    ReplyDelete
  12. Sir, can't stop laughing. Khub maja padi . Thank you!!

    ReplyDelete
  13. Chalo rajkaranio kai kam to lagya..

    ReplyDelete
  14. Enjoyed the story of politicians and patrakar in a vary lightway.

    ReplyDelete
  15. આ વાત પેલી વાર વાયી

    ReplyDelete
  16. આ વાત પેલી વાર વાયી

    ReplyDelete
  17. આ વાત પેલી વાર વાયી

    ReplyDelete
  18. Vaah bhargavbhai khub ramuji anubhavo vagolya...aa channel head kon hata?

    ReplyDelete
  19. પ્રજા છે કે એમ કરવું પડે.

    ReplyDelete
  20. પ્રજા છે કે એમ કરવું પડે.

    ReplyDelete
  21. Very easy to judge others from outside. Really interesting experiences you have had, without having any office your name and status can be exploited

    ReplyDelete