હું દર શનિવારે હનુમાનજીના મંદીરે દર્શન કરવા જાઉ છું. કાર ઘરેથી નીકળીને
મંદીરે જાય છે. ટ્રાફિક સિગ્નલ પર કાચ ખખડાવીને ભીખ માગતા બાળકો કાયમ જોવા મળે છે.
હું ભીખમાં પૈસા નથી આપતો, મને ગંદા ગોબરા છોકરાઓની સૂગ નથી, પણ એમની ભીખ માગવાની
વૃતિ પર ગુસ્સો છે.
અલબત્ત મે ક્યારેય એમની મજબુરી સમજવાનો પ્રયાસ નથી કર્યો. પણ ગયા મહીને એક
ટ્રાફિક સિગ્નલ પર આવા જ ભિખારીને એક માણસ ખૂણામાં લઇ જઇને સમજાવી રહ્યો હતો. બે
વખત સિગ્નલ ખૂલતા સુધી ઊભું રહેવું પડ્યું. ત્યાં સુધી પેલો માણસ ભિખારી છોકરાની
સાથે ખૂણામાં ઊભો ઊભો તેની સાથે વાત કરતો રહ્યો હતો. મારી નજરમાં એ માણસ આવી
ગયો...પણ એવામાં ફરી ટ્રાફિક સિગ્નલ ખૂલ્યું અને હું નીકળી ગયો. મંદીરેથી દર્શન
કરીને ફરી એ જ સિગ્નલ પર પાછો આવ્યો. એ જ સિગ્નલ પર ફરી ગાડી ઊભી રહી. એ માણસ
ભિખારી છોકરાને ચા અને મસકાબન ખવડાવી રહ્યો હતો. મેં કાર સાઇડમાં લઇને ખૂણાંમાં
ઊભી રાખી અને તેને જોતો રહ્યો હતો. પછી એ ભિખારી છોકરા પાસે ગયો, અને મળવાનું
નક્કી કર્યું. મને ડર હતો કે પેલો માણસ આ છોકરાને ફોસલાવીને ઉઠાવી જવાની પેરવી તો
નહીં કરતો હોય ને ? હું પેલા ભિખારી
છોકરાને મળ્યો. મે એને પૂછ્યું કે આ કોણ હતો.? પહેલા તો એણે
વાત ન કરી. મેં એને ભીખમાં દસની નોટ આપી. એણે અચકાતા કહ્યું કે એ માણસ છેલ્લા એક
મહીનાથી આવે છે અને મને ભીખ માગવાનું છોડીને ભણવાનું કહે છે. મફત ભણાવવાનું અને
ચોપડીઓ આપવાનું કહે છે. પણ રોજ ભીખ માગીને 50 રૂપિયા કમાઉ છું, તો ભણવા કેમ જાઉ ?
ઘરે બધા પૈસાની રાહ જોતા હોય છે. સાહેબ ભણવું એના કરતાં
કમાવવું વધારે સારૂં. મે એને પૂછ્યું અહીં દરરોજ આવે છે? એણે કહ્યું કે શનિવારે અહીં આવી ભીખ માગુ છું
અને એ આવે છે. મે એને કહ્યું કે હવે આવે તો એડ્રેસ લઇ લેજે. હું શનિવારે આવીશ .એમ
કહી બીજા દસ રૂપિયા આપ્યા. એની આંખમાં ચમક આવી. મેં કહ્યું આવતા શનિવારે 30 રૂપિયા
આપીશ . એડ્રેસ લઇ લેજે. ભણવા આવવું છે એવું એને કહીશ તો એ તને એડ્રેસ આપશે.
બીજા શનિવારે સાંજે નિયમ મુજબ મંદીરે જવા નીકળ્યો. ટ્રાફિક
સિગ્નલ પેસા છોકરાને શોધ્યો તો એ મળ્યો પણ પેલો માણસ ન હતો. મે એને 30 રૂપિયા
આપ્યા અને એડ્રેસ પૂછ્યું. એણે કાગળની ચબરખી આપી. એ અઠવાડિયે કામના કારણે ભીખારીએ
આપેલા એડ્રેસ પર જવાયું નહીં. બીજા શનિવારે ફરી એ છોકરાને શોધ્યો તો એ જડ્યો નહીં.
દર્શન કરી પાછો આવ્યો. રવિવારે રજા હશે એમ માનીને ગયો નહીં. પણ મગજમાં વિચાર
ઘુમરાતો હતો કે, આને મળવું છે.
બે દિવસ પછી ફ્રીલાન્સર પત્રકાર કલ્પેશ મોદી મારી દિકરી
કવનીને ભાવતી ફૂલવડી લઇને આવ્યો. અમે બેસીને ચ્હા પીતા હતાં. મે એને વાત કરી.. મોદીએ
કહ્યું ચલોને જઇએ. સ્ટોરી કરીશું. તરત જ અમે સુબોધ વ્યાસને ઓફિસેથી સાથે લઇ લીધા.
સાંજે ચાર વાગ્યે સ્કૂલ શોધતા શોધતા ત્યાં પહોંચ્યા. પતરાંના શેડમાં લાલ ડ્રેસ
પહેરેલા 40 જેટલાં છોકરાં ગણિત ભણી રહ્યાં હતાં. એમના ટીચર વર્ષા પાઠક અમને જોઇને
વિચારમાં પડી ગયા...અમે કોણ છીએ એની ઓળખાણ આપી. એમણે આવો કહી પાણી આપ્યું, અને
કહ્યું કે સાહેબ જોડે વાત થઇ છે ?
હું એ ભાઇને જોયે ઓળખતો હતો પણ નામની ખબર ન હતી. ક્લાસ પર
નજર કરી તો પેલો ભિખારી છોકરો ક્લાસમાં લાલ ટી શર્ટ પહેરી બેઠો હતો. એને મે
બોલાવ્યો અને નામ પૂછયું ત્યાં સુધીમાં ટીચરે ફોન કર્યો અને એમના સાહેબ સાથે વાત
કરાવી. મે એમને કહ્યું કે મારે આવા બાળક પર સ્ટોરી કરવી છે...ઝી ન્યૂઝમાં બતાવવી
છે. એ તૈયાર થયા પણ શરત મૂકી કે ક્યાંય મારુ કે ટ્રસ્ટનું નામ ન બતાવતા. જેને જે
પૂછવું હોય એને મળીને વાત કરો...ઇન્ટર્વ્યુ કરો...વાંધો નથી. હું બહારગામ છું. પણ
મારા ટીચર બધુ કહેશે.
સિગ્નલ પર મળેલા છોકરાને મળીને મે એને પૂછ્યું કે તું રોજના
50 રૂપિયા છોડીને અહીં ભણવા કેમ આવ્યો? એણે કહ્યું કે જે સાહેબ મને મળવા આવતા હતાં તે
મારા ઘરે મારા માબાપને ઝૂંપડે પણ મળતા હતાં. મારા બાપા દારૂ પી પડ્યાં રહેતા. મા
મજૂરી કરી પૈસા કમાતી અને અમે ભીખ માગીને....બાપ તૈયાર ન હતો એટલે બે મહીના
સમજાવીને અમને સ્કૂલમાં દાખલ કર્યાં. અહીં ચોપડી, સ્કૂલ ડ્રેસ અને ખાવાનું મફત મળે
છે અને ગુરૂવારે રજા હોય છે. બાકી શનિવારે નવથી રાતના પાંચ સુધી અહીં રહીએ છીએ.
હવે ભીખ નહીં માગીએ પણ ભણીને તમારા જેવા સાહેબ થઇશું.
આ વાતે મને વિચારતો કરી મૂક્યો કે કેટલી બધી ધીરજથી
ભીખારીને માણસ બનાવવા મહેનત કરાય છે. બીજા છોકરાઓએ વાત કરી, ઘણાં છોકરાઓએ કહ્યું
કે, અમે અહીં ભણવા આવીએ તો અમારા મા બાપ અહીં ઝગડો કરવા આવે છે. ભીખ માગીને પૈસા
નથી આવતા...પણ સાહેબ અમને શાંતિથી સમજાવે છે. અમારામાંથી ઘણાં દસમું પાસ થયા છે.
નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે પતરાંના શેડમાં ચાલતી આ
સ્કૂલમાં 60 છોકરાં ભણે છે. એમણે ભીખ માગવાનું છોડી દીધું છે. છોકરાઓ રોજના 50
રૂપિયાની ભીખ છોડીને ભણે છે. પણ સરકાર આ સંસ્થાને મદદ કરતી નથી. અહીંના ટ્રસ્ટી
લોકો દોસ્તોના ડોનેશનથી સ્કૂલ અને હોસ્ટેલ ચલાવે છે...ભીખારીઓને ભણાવે છે.
સ્ટોરી કરીને બહાર નીકળ્યા પછી દરેક ટ્રાફિક ક્રોસિંગ પર
છોકરાઓને જોઉંને સ્કૂલ યાદ આવે છે. સરકાર રિબિન કાપીને ઉદ્ઘાટન કરવાનો ઉદ્યમ છોડતી
નથી. દિવ્યાંગોને સાઇકલ આપી દોડતા કરવામાં કોણ આગળ એની દોડ લગાવે છે...પણ લાલ લાઇટ
પાસે ભીખ માગનાર સામે કોઇ જોતું નથી.
નવરાત્રિના દિવસોમાં બાળકોને મળ્યો હતો. આજે રવિવારે પરિવાર
સાથે ખરીદીએ નીકળ્યો હતો. દીકરી કવની નવી નવી કાર શીખે છે, પાર્કિંગ કરતાં આવડતું
નથી, દુકાન સામે ગાડી પાર્ક કરી. મને એ વખતે ટ્રાફિક સિગ્નલ યાદ આવ્યું. હું એમને
ખરીદી કરતાં મૂકી ચાલતા ટ્રાફિક સિગ્નલ પર જોવા ગયો...ભીખ માગનારામાંથી બીજા બે
જાણીતા છોકરાંના ચહેરા ન દેખાયા. ત્યાં દીકરી કવનીનો ફોન આવવા લાગ્યા કે કેટલી વાર
? કપડાં સિલેક્ટ કર્યાં છે તે તમે જુઓ...એટલે લઇ
લઇએ, પછી ટ્રાફિક વધી જશે.
એ મને શોધતી બહાર આવી. ટ્રાફિક સિગ્નલ પાસે ભિખારી છોકરાઓની
વચ્ચે બેસીને એમને ચ્હા બિસ્કીટ ખવડાવતા જોયો
એનું મોં આશ્ચર્યથી પહોળું થઇ ગયું કે ભિખારી પર ગુસ્સો
કરતાં પપ્પા ભિખારી છોકરાંઓ વચ્ચે બેઠા છે? મેં પૈસા
ચુકવ્યા. અમે ચાલતા ચાલતા દુકાને જતા હતાં..એના સવાલોનો દૌર ચાલુ થયો...ત્યાં કેમ
બેઠા? શું કરતાં હતાં? બહારનું ખાવાનું
નથી તો પણ ગંદી જગ્યાએ ખાવા બેઠા?
વગેરે...વગેરે...મે એને દુકાનની બહાર આખી યે વાત કરી.
એનો ચહેરો બદલાઇ ગયો...એણે તરત જ કીધું કે, પપ્પા આ દીવાળીએ
આપણે કપડાં નહીં ખરીદીએ...એ એ સ્કૂલમાં આપણે કપડાં અને પુસ્તકો આપીશું. દરેક
છોકરાઓને એક એક કિલો મીઠાઇ આપીશું...
મેં એને શાંતિથી સમજાવ્યું કે, બે 60 કિલો મીઠાઇ આપવાના
પૈસા મારી પાસે નથી પણ આપણે એક બાળકનો ભણવાનો ખર્ચ ઉઠાવીશું. એ તરત બોલી કે, તમારા
પગારમાંથી એક બાળક, મમ્મીના પગારમાંથી એક બાળક અને મારી ઇન્ટર્નશીપના પૈસામાંથી એક
બાળક ભણાવીશું. દીવાળીની ખરીદી કેન્સલ.....
મને થયું કે મારી પાસે 60 બાળકોને એક એક કિલો મીઠાઇ આપવાનાં
પૈસા હોત તો દરેકને એક એક કિલો મીઠાઇ આપત...પણ ત્રણ બાળકોને ભણાવવાનું નક્કી કરી
અમે ઘર તરફ ખરીદી કર્યા વગર પરત આવતા એટલું તો નક્કી કરી જ લીધું કે, છેલ્લા 12
વર્ષથી દીવાળીના ફટાકડા નહીં ફોડીને એ પૈસા વૃદ્ધાશ્રમમાં આપીએ છીએ. એમ હવે આ
દીવાળીથી દર વર્ષે અમે ત્રણ જણા ત્રણ છોકરાં ભણાવવા દત્તક લઇશું.
પણ આ વર્ષે 60 કિલો મીઠાઇ નહીં આપી શકવાની અશક્તિએ મને દીવાળીની
ખરીદી કરતાં લોકોને જોઇ કોઇકે મોકલેલી કવિતાના ચાર શબ્દો યાદ આવી જાય છે.
જેની પાસે તું છે એને તારી કદર નથી. અને
તારી જેને કદર છે... એની પાસે તું નથી...
.એ રૂપિયા તું પણ માણસ જેવો છે....
એટલે જ આપણે કારમાં
બેસીને ગંદા ગોબરાં ભીખ માગતા છોકરા જોઇએ છીએ...
નોંધઃ સંસ્થાના સંચાલકની
વિનંતિને ધ્યાન રાખી અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે ચાલતી સંસ્થા અને
તેના સંચાલકનું નામ નથી લખ્યું.
(તસ્વીરઃ કલ્પેશ
મોદી)

કાંઇ બોલવા જેવું નથી.... સ્પિચલેસ
ReplyDeleteકાંઇ બોલવા જેવું નથી.... સ્પિચલેસ
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteNaranpura railway crossing pase garib balkoni school vise janyu hatu pan bhargavbhai aa school na trustee o balko ne abhyas karava mate mahina o sudhi samjavi temne gandki ma thi bahar lave che te j moti vat che salam che eva loko ne
ReplyDeleteVAAH manvta ni pArab haju chalu chhe
ReplyDeleteJarur chhe Bhargavbhai ane Kavni jevi Taras ni.beautiful.will visit and try to contribute.
VAAH manvta ni pArab haju chalu chhe
ReplyDeleteJarur chhe Bhargavbhai ane Kavni jevi Taras ni.beautiful.will visit and try to contribute.
બહારથી કડક દેખાતો મારો મિત્ર અંદરથી કેટલો કોમળ,લાગણીશીલ છે,તે આજે ખબર પડી.ગૌરવ છે આવા મિત્ર બદલ.
ReplyDeleteબહારથી કડક દેખાતો મારો મિત્ર અંદરથી કેટલો કોમળ,લાગણીશીલ છે,તે આજે ખબર પડી.ગૌરવ છે આવા મિત્ર બદલ.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteAava amuk trust game gam hoi to garib mela youva j na pade
ReplyDeleteKavni ne abhinandan
अरे साहिब..यूँ ना झांको गरीब की झोली मेँ!!!
ReplyDeleteहजारोँ ख्वाहिशेँ यहाँ बे'लिबास रहती हे!!!!!
દિલીપ છાબરા DC ના નામે પ્રચલિત છે જે કોઈપણ ગાડી ને પોતાની ડિઝાઇન કરીને ગાડી બજાર મા મૂકી કરોડો કમાય છે અહીં ભિક્ષુક બાળકો ને સમજાવીને ભણાવીને સમાજ મા મુકાય છે ભિક્ષુક કરોડપતિ તો નહિ પણ પગભર થશે અને પાંગળો સમાજ સ્વસ્થ થશે તેવી આશા
ReplyDeleteદિલીપ છાબરા DC ના નામે પ્રચલિત છે જે કોઈપણ ગાડી ને પોતાની ડિઝાઇન કરીને ગાડી બજાર મા મૂકી કરોડો કમાય છે અહીં ભિક્ષુક બાળકો ને સમજાવીને ભણાવીને સમાજ મા મુકાય છે ભિક્ષુક કરોડપતિ તો નહિ પણ પગભર થશે અને પાંગળો સમાજ સ્વસ્થ થશે તેવી આશા
ReplyDeleteદિલીપ છાબરા DC ના નામે પ્રચલિત છે જે કોઈપણ ગાડી ને પોતાની ડિઝાઇન કરીને ગાડી બજાર મા મૂકી કરોડો કમાય છે અહીં ભિક્ષુક બાળકો ને સમજાવીને ભણાવીને સમાજ મા મુકાય છે ભિક્ષુક કરોડપતિ તો નહિ પણ પગભર થશે અને પાંગળો સમાજ સ્વસ્થ થશે તેવી આશા
ReplyDeleteદિલીપ છાબરા DC ના નામે પ્રચલિત છે જે કોઈપણ ગાડી ને પોતાની ડિઝાઇન કરીને ગાડી બજાર મા મૂકી કરોડો કમાય છે અહીં ભિક્ષુક બાળકો ને સમજાવીને ભણાવીને સમાજ મા મુકાય છે ભિક્ષુક કરોડપતિ તો નહિ પણ પગભર થશે અને પાંગળો સમાજ સ્વસ્થ થશે તેવી આશા
ReplyDelete
ReplyDeleteस्कूल शिक्षा कि ये सिस्टम को सलाम।
Very well. Classic subject.
ReplyDeleteમાણસ વેચાય છે...
સાહેબ...
કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે...
Aane j sachu vidhyadaan kehvay... Baki sarkar game tetla shala praveshotsav kre, ema kai thavanu nthi... Heart touching story sir...
ReplyDeleteAane j sachu vidhyadaan kehvay... Baki sarkar game tetla shala praveshotsav kre, ema kai thavanu nthi... Heart touching story sir...
ReplyDeleteCHAY PITAPITA AAVICHAR STORY KARVA NO AAVYO ANE PAHOCHYA TO EMJ HATU KE DHAKKO PASE PAN MARA GURU NIRNAY KAPOOR SIR NI SHIKH KAAM AAVI KE PAHELA PAHOCHO AAPOAAP KAM THAI JASE ANE STORY THAI .TYA AA BHIKSHUK BALAKO NI LIFE JANI NE PAN AVAK THAI GAYA ANE HAVE TEMPE IPS ANE DHIRUBHAI AMBANI BANI BIJA BHIKSHUK BALAKO NE BHIKH MANGAVA MATHI BAHAR KADHAVA 6. SALAM AA BALAKO NE....ANE AA KARY KARNARA TRUSTY ANE SHIKSHAKO NE....
ReplyDeleteCHAY PITAPITA AAVICHAR STORY KARVA NO AAVYO ANE PAHOCHYA TO EMJ HATU KE DHAKKO PASE PAN MARA GURU NIRNAY KAPOOR SIR NI SHIKH KAAM AAVI KE PAHELA PAHOCHO AAPOAAP KAM THAI JASE ANE STORY THAI .TYA AA BHIKSHUK BALAKO NI LIFE JANI NE PAN AVAK THAI GAYA ANE HAVE TEMPE IPS ANE DHIRUBHAI AMBANI BANI BIJA BHIKSHUK BALAKO NE BHIKH MANGAVA MATHI BAHAR KADHAVA 6. SALAM AA BALAKO NE....ANE AA KARY KARNARA TRUSTY ANE SHIKSHAKO NE....
ReplyDeleteGood story I will visit and also do adoption
ReplyDeleteExcellent Article Sir..Very inspiring for others including me..Thank you!!!
ReplyDeleteDada superb story..very good efforts done by trust. i am requesting to tell trustee to share their efforts with other people. As per my experience donors always looks for good trusts. please share your work so more children can get benefit from your trust.
ReplyDeleteSuberb
ReplyDeleteSuberb
ReplyDeleteBhargav. Agree with you....ek garib 6okrani javabdari mari.....
ReplyDeleteBhargav. Agree with you....ek garib 6okrani javabdari mari.....
ReplyDeletehates off sir ,, if i can do any thing let me know or give me direction to help them out,if i can do i m obliged ,,,
ReplyDelete