Tuesday, 29 November 2016

નોટબંધી એટલે દેશપ્રેમનો વાયદો....ખુલ્લી આંખોથી સપનાં જોવાનો કાયદો

સવારે ઘરની નીચે ઓફિસની કારની રાહ જોઇને ઊભો હતો. મારા ઘરની  નીચે કોર્નર પર રીક્ષાવાળાઓ ઊભા રહે છે. એમાંથી એક જણ આવ્યો, ઓફિસે છોડી દઇ સાહેબ ? મે ના પાડી.તો એણે કહ્યુ કે છુટ્ટાની ચિંતા ના કરો સાહેબ, પછી લઇ લઇશ....મે પૂછ્યું અલ્યા ધંધો કેવો ચાલે છે ? એણે કહ્યું કે 40 ટકા ધંધો ઘટી ગયો છે. પણ થોડા દિવસમાં કર ચોરો પાસેથી કાળુ નાણું તો બહાર આવશે. વાંધો નહીં...ચલાવી લઇશું.
આવું જ મારો કામવાળો કહે છે. સાહેબ તકલીફ તો પડે છે, પગાર આવતા મહીને આપશો તો પણ ચાલશે. પણ ચોર લોકોના પૈસા બહાર આવશે. આપણાં ફ્લેટમાં ફલાણાના ઘરમાં પલંગ નીચે રોકડાં રૂપિયા પડ્યાં છે. દીવાળીની સફાઇ કરી ત્યારે જોયા હતાં. રૂપિયાના કાગળિયા થઇ જશે. ત્યારે એમને ખબર પડશે. મારો દૂધવાળો, શાકવાળો, મને આખાય મહીનાથી ઉધાર શાક અને દૂધ આપે છે. છાપાવાળો 800 રૂપિયાનું બિલ માગતો નથી. પણ પીવાનું પાણી લઇને આવતો મિનરલ વોટરના બાટલાવાળો છોકરો જીદ લઇને બેઠો કે પૈસા તો રોકડામાં જ લઇશ.

 ઘરની સામે મારા દોસ્ત રાજા શર્માની ટ્રાવેલ્સની ઓફિસમાંથી 800 રૂપિયા લઇને આપ્યા કારણ કે મારા ઘરની એકદમ સામે આવેલા ચાર એટીએંમ કેટલાય દિવસથી બંધ જ છે. નોકરીના કારણે લાઇનમાં ઊભા રહી પૈસા ઉપાડવાનું પણ પોસાય એમ નથી.

હવે ડેબિટ કાર્ડ ગમવા લાગ્યું છે. કારણ કે થોડી મોટી ખરીદી થઇ ગઇ હોય તો ડેબિટ કાર્ડથી પેમેન્ટ થઇ જાય છે. પણ સતત વિચાર આવે છે કે, આવી જ રીતે પૈસા ફરતા નહીં રહે તો સિવિલ વોર થઇ જશે. પણ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓના ચૂંટણીના પરિણામો જુદા જ આવ્યા. શાકભાજી સડી ગયા. ફળ બગડી ગયા. ખેડૂતોને એપીએમસીમાંથી નાણાં ન મળ્યાં પણ ભાજપ જીતી ગયું. એક આશાએ કે પૈસા નથી પણ તકલીફ દૂર થશે.

કોફી શોપમાં ગપ્પાં મારવા બેસતા દોસ્તો કહેવા લાગ્યા...યાર બધુ કેશલેસ કરવાનો પ્રયાસ છે. એટલે હવે કાળું નાણું બંધ થઇ જશે. પણ કેશ લેસથી કાળું નાણું બંધ થઇ જશે ? આ એક જ રામબાણ ઇલાજ છે?
હું નરેન્દ્ર મોદીનો વિરોધી નથી, પણ મને થયું કે, દુનિયાના વિકસીત દેશોમાં લગભગ બધે જ કેશલેસ સિસ્ટમ છે. તો કાળા નાણાંની શું સ્થિતિ છે? લાવો જરા ડેટા શોધીએ.....દેશ વિદેશના આંકડા શોધતા સમય તો લાગ્યો પણ આંકડા જોઇને મારા રૂવાંડા ખડા થઇ ગયાં. અમેરિકા જેવા વિકસીત દેશોમાં લગભગ બધુ જ કેશ લેસ છે. પણ વર્ષે 30થી 32 લાખ કરોડના ટેક્સની ચોરી થાય છે. ભારતની જેમ અમેરિકામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે તેને ઇન્ટરનલ રેવન્યુ સર્વિસીઝ  એટલે કે આઇઆરએસ કહેવાય છે. આ ડિપાર્ટમેન્ટના અહેવાલમાં લખ્યું છે કે 2008થી 2010ના ગાળામાં 458 અબજ ડોલરની ટેક્સની ચોરી થઇ છે. ભારતીય રૂપિયામાં આ ટેક્સ ચોરીનો આંકડો 30 લાખ કરોડની આસપાસ થાય છે.

તો વળી ફ્રાન્સમાં દર વર્ષે 60 અબજ યુરો એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 11 હજાર કરોડની ટેક્સ ચોરી થાય છે. માત્ર જાપાન એવો દેશ છે કે જ્યાં ટેક્સ ચોરી ઘટી છે. પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ બધા જ દેશોમાં કેશ લેસ ટ્રાન્ઝેક્શન હોવા છતાં ટેક્સની ચોરી થાય છે. બધુ જ કોમ્પ્યુટરાઇઝ્ડ છે અને સાઇબર ક્રાઇમ થાય નહીં તેના માટે તકેદારી છે. છતાં ય અહીં કાળું નાણું ફર્યા કરે છે. આપણે કેશ લેસથી કાળું નાણું રોકવાનો વાયદો કરીએ છીએ. બેન્કમાં ખાતું થોડો સમય ઓપરેટ ન થાય તો બેન્કવાળા ડોરમેન્ટ ખાતા તરીકે નાંખી દે છે અને ફરી કેવાયસીના ચક્કરમાં રીતસર તપાવે છે. છતાં બેન્કોમાં બેનામી એકાઉન્ટ છે. આવા કાળાં નાણાં બેનામી એકાઉન્ટોમાં પડ્યાં રહે છે.

કાળાં નાણાં શેર બજાર, સોના અને રિયલ એસ્ટેટમાં સમાઇ જાય છે. જમીનોમાં કાળા નાણાં રોકાય છે પણ ત્યાં કોઇ સર્જિકલ સ્ટ્રાઇકનું નામ લેતું નથી. બધુ જ કેશલેસ કરવાથી અર્થતંત્રને વ્યવહારોમાં સરળતા મળે તો પણ ગતિશિલતા નહીં મળે. આનું સીધું ઉદાહરણ છે અમેરિકા...આ વિકસિત દેશમાં 30 ટકા લોકો જોડે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ આજની તારીખે પણ નથી. એટલે કે આ લોકો નિર્ધન છે. હવે ભારતમાં આવા લોકોની સંખ્યા કેટલી તે વિચારો....ગરીબોને ભારતમાં જ નહીં અમેરિકામાં પણ કાર્ડ નથી અપાતા...ત્યાં કેશલેસ શું કરાવશે?

કેટલાક લોકો નોટબંધી પર રાષ્ટ્રવાદનું રેપર ચઢાવીને તકલીફોને રૂપાળી દેખાડે છે. પણ સરકારની નિર્ણયના અમલની જોરશોરથી જાહેરાત માટે આવતા લોકોને કોણ પૈસા આપે છે ? ફૂડ પેકેટ કોણ પહોંચાડે છે? લાઇનમાં ઊભા રહેતા લોકો માટે મંડપ ખૂરશીના પૈસા કોણ આપે છે? કોના દાનથી પૈસાનો ધૂમાડો થાય છે? એનો કોઇ જવાબ નથી.પરંતુ મારા તમારા જેવા મધ્યમ વર્ગના નોકરિયાતની કાર કે સ્કૂટરનો કે ઘરનો હપ્તો ક્યાંથી ચુકવાય છે તેનોસંપૂર્ણ હિસાબ પોતાની પાસે છે. દેશના 85 હજાર કરોડની લોન લઇને ઓડકાર પણ નહીં ખાનાર 57 જણાં સામે ધીમી કાર્યવાહી, કે શેરબજારમાં કે ખોખા કંપનીઓમાં છુપાયેલા નાણાંનો હિસાબ માગનાર કોઇ નથી. આ સંજોગોમાં મોટા ભાગનો કેશલેસ વ્યવહાર કરનાર વિકસીત દેશમાં ઇનકમટેક્સની ચોરી રોકી શકાતી નથી તો અહીં ક્યાંથી રોકાશે. એ સમજાવવા દેશનો કોઇ અર્થશાસ્ત્રી તૈયાર છે ? કોઇ અર્થશાસ્ત્રી પાસે આનો જવાબ છે. જી, ના પૈસાનું રોટેશન બંધ થયું અને બજારમાં પૈસા નથી ત્યારે આ નોટબંધી આપણા અર્થતંત્રને થયેલા અપચાને દૂર કરવા માટે કેશ લેસ સિસ્ટમ જાણે હવાબાણ હરડેની ગોળી હોય અને અર્થતંત્રનો અપચો દૂર કરવાનો દાવો કરી રહેલા દરેક જણ કદાચ પહેલી ડિસેમ્બરે ખાલી ગજવા સાથે ગાલિબનો એક શેર જરા બદલીને એવું તો જરૂર કહેતો હશે કે .....
"બદલવા દે મેરે નોટ એ ગાલિબ....
યા વો જગહ બતા દે, જહાં કતાર ના હો.."
કારણ કે હવે ઔડી, મર્સીડીઝ, અને સ્કૂટરવાળાં પણ 100ની નોટ શોધે છે...ત્યારે જૂની નોટમાં ગાંધીનો ગાલ ડાબી બાજુ હતો અને નવી નોટમાં ગાંધીજીનો ગાલ જમણી બાજુ છે. આ વખતે ગાંધીજીને એક પછી બીજા ગાલ પર પણ અર્થતંત્રનો તમાચો ખાવા તૈયાર રહેવું પડશે...કારણ કે આ દેશપ્રેમ નો મામલો છે...નહીં કે નોટબંધીનો....

24 comments:

  1. Very well written Bhargav but how many will accept this? People just want to live in the make believe world and the marketing and propaganda is done so well that by the time people will realise lot of damage would have been done. Lets hope for the best just like those millions who blindly believe in it. Mera Bharat Mahan bhale kar diya jay pura kangal...

    ReplyDelete
  2. Very well analysed Bhargavbhai...Market it people understand what they want... Hahahaha...Badhu aryana rudan nakkamu Che.

    ReplyDelete
  3. બહુ દિવસે ધમાકેદાર એન્ટ્રી... વિષય અનુરૂપ સરસ માહિતી સાથેનો આર્ટિકલ.. મજા આવી વાંચવાની...


    બસ આમજ લખતા રહો...

    ReplyDelete
    Replies
    1. કેશ લેશ એ ગાલિબ કેશ તો ગાયબ હે

      Delete
  4. વાહ ભાર્ગવ ભાઈ વાહ.

    ReplyDelete
  5. વાહ ભાર્ગવ ભાઈ વાહ.

    ReplyDelete
  6. Good Article. As you are aware the man behind the demonetisation Mr. Anil Bokil himself has clearly point out two major things, 1. Govt. has selectively opted the scheme and 2. Govt. came out without full preparations.
    I think economic stagnancy will ruin the market and eventually it will affect life of citizens.
    We can hope for the best.
    Today we have to see the daily changes coming to sustain economy of country.

    ReplyDelete
  7. Bhargavbhai, jyare loko carpet bombing ne surgical strike mani ne raji raheta hoy tyare tamari munjhvan samjhi shakay chhe

    ReplyDelete
  8. Bhargavbhai, jyare loko carpet bombing ne surgical strike mani ne raji raheta hoy tyare tamari munjhvan samjhi shakay chhe

    ReplyDelete
  9. વાહ ભાગૅવભાઇ ગાંધીજી ના ગાલ બદલવાથી કાળુનાણુ બદલાઈ ગયુ કાળુ સફેદ થઈ ગયુ

    ReplyDelete
  10. વાહ ભાગૅવભાઇ ગાંધીજી ના ગાલ બદલવાથી કાળુનાણુ બદલાઈ ગયુ કાળુ સફેદ થઈ ગયુ

    ReplyDelete
  11. Modi saheb ne kok samjaavo k zaad upar zeri fal aavtu hoy to aakhu zaad kapvu pde, Aam kai bdha fal zaad upar thi niche utari levathi kai fer padvano nthi...

    ReplyDelete
  12. Nice article.A common man suffered a lot in Notebandhi.

    ReplyDelete
  13. Bhargav Bhai, Really Very Nice Artical, You Analysed Very Well, But We Can Only Say : Let's Hope For The Best.

    ReplyDelete
  14. India Is Of The People , By The People And For The People , Lines Are Always Given To INDIANS In Varsai , And Today Many In Standing Lines Are Saying That
    Jaha Hum Khade Hote Hai , Line Waha Se Shru Hoti Hai...BhargavSir Jordar Article

    ReplyDelete
  15. India Is Of The People , By The People And For The People , Lines Are Always Given To INDIANS In Varsai , And Today Many In Standing Lines Are Saying That
    Jaha Hum Khade Hote Hai , Line Waha Se Shru Hoti Hai...BhargavSir Jordar Article

    ReplyDelete
  16. ભાર્ગવભાઇ..
    બહુ ઝીણું કાંતવા જેવું નથી..
    ફક્ત બેંકો માં એન પી એ ને કારણે પૈસાની અછત અને યુ પી ઇલેક્શન..આ બે જ કારણ.. બાકી બધું કપડાં પેહરાવવા જેવું !

    ReplyDelete
  17. After 8th you saw common men problems, please have a look & check those who have hell lots of money in cash lying in water tank. Then you will realise important of demonetisation!
    My friend who is psychiatric Dr. had got boom in his business 😊 really.
    This is very bold & calculated step.
    Please stop ✋ spreading negative thoughts.

    ReplyDelete
  18. ભાર્ગવ આપણા દેશ માં ૯૩% વ્યાપાર કેશ માં થાય છે. જેનો ટેક્ષ દેશ ને મળતો નથી. જો બધો જ વ્યવહાર કેશ લેશ થાય તો દેશ ને કેટલો ટેક્ષ મળે ? તેનો હિસાબ મિડિયા વાળા તથા તમારા માલિકો ને પણ નહિ આવડે કોઈ અર્થશાસ્ત્રી ને પુછવુ પડશે.
    મોદી મર્દ છે એટલે નોટબંધી લાવી શકે !
    ભ્રષ્ટાચાર કઈ સરકારે વધાર્યો ?
    દેશ મા ભ્રષ્ટાચાર કઈ સરકારે ઘુસાડ્યો ?
    આગડ ની સરકારો એ માણસો એ હંગવા (સંડાસ) કયાં જવું એ પણ નહોતુ શિખવાડ્યું !
    એ પણ મોદી એ અમિતાભ ને લઈ શિખવાડવું પડે છે !!
    મિડિયા વાળા ને ખબર નહિ હોય કે
    આગડ ની સરકારો એ " મેરા ભારત મહાન " બનાવ્યું !!!!
    કારણ કે ભારત ની રેલવે માં સંડાસ માં @@@ ધોવાનો ડબલું સાંકડ થી બાંધવુ પડે છે !!!
    આ દેશ ને સુધારવો હશે તો મોદી ને ૨૫ વષઁ રાજ કરવું પડશે.

    ReplyDelete
    Replies
    1. Bhai mansukh, hu jetli var india aavu ne atli var loko ni vato( india a america ne pachhadi didhu) . mane atlo gusso ane daya banne aavta k aa badha ne kevi rite samjavu k aa badha nalayak, nirlajj, papi, dusht, duratma, kamina, kutta, bevfa, congresi o ni chungal ma thi desh kyare bahar aavse !! pan hve mane aasha chhe k dhime dhime amuk loko na magaz ma thi congress nu bhut niklse, duniya kya chhe ane aa congressi a desh kai guter ma nakhyo hto a dhime dhime khabar padse atle sau saravana thase ne aa congress na namnu bhut niklse.

      Delete