Monday, 3 October 2016

ગાંધીજીના હ્રદય સુધી ગયું છે કોણ? સિવાય કે ત્રણ ગોળીઓ?


ઘણા દિવસના ગેપ પછી આજે ફરીથી બ્લોગ લખવા માટે મારા ભત્રીજા વિધાને મજબુર કર્યો. ...મધરની નાદુરસ્ત તબિયત...ભારત પાકિસ્તાનની બોર્ડરના પ્રવાસોનો થાકઆ બધાએ મને આળસું બનાવી દીધો હતો. પણ માત્ર ભત્રીજાઓ અને ભાણિયામાં એટલી બધી તાકાત છે કે મને ફરી એનર્જી આપી શકે છે. હૈદરાબાદથી આવેલા મારા ભત્રીજા આયૂષ વિધાન અને ભાણિયા યુગ સાથે અમદાવાદમાં રખડી રહ્યા હતાં. નાના યુગના તોફાનો અને વિધાનના સવાલો મને નવી તાકાત આપી રહ્યા હતાં. વેગનઆરમાં ફરતા ફરતાં એ મર્સીડીઝ કે ઓડી જેવી મોટી કાર જોઇને ખુશ થઇ જાય...મારી ભારત પાકિસ્તાન બોર્ડરની સ્ટોરીનો વિડિયો જોઇને એણે સવાલ કર્યો કે મોટા પપ્પા હાઉ કેમ આઉટ ફ્રોમ ટીવી ? મને હસવું આવ્યું પણ 10 વર્ષના મારા ભત્રીજાનો સવાલ વાજબી હતો. હું એને ઓ.બી. વાન જોવા ઓફિસે લઇ ગયો. ત્યાં નીચે ડી.સીની શોપ જોઇને કહ્યું મોટા પપ્પા સ્પોર્ટ્સ કાર જોવી છે....એ બતાવી..પછી હાર્લી ડેવિડસનનો શો રૂમ જોયો...બાળકો ખુશ થયા. મને થયું કે આ નવી જનરેશન પાસે કેટલું નોલેજ છે. ?
એને ટેટું બનાવવું હતું. મારા ઘર પાસે ટેટુ બનાવવા લઇ ગયો...જાત ભાતના ટેટુની ડિમાન્ડ જોઇને હું વિચારતો થઇ ગયો. બદલાયેલા આર્થિક સામાજિક પરિબળે નવી જનરેશનને કેટલી બદલી છે મે ટેટુના પૈસા ચુકવતા ચુકવતા નોટ પર ગાંધીજીનો ફોટો બતાવી સહજ રીતે પૂછ્યું...વિધાન યુ નો ગાંધીજી ? એનો નિર્દોષ જવાબ હતો. યસ, મોટા પપ્પા હી બ્રોક ધ સોલ્ટ લો એન્ડ ફાઇટ ફ્રોર ફ્રીડમ. મેં પૂછ્યું યુ વોન્ટ ટુ નો ગાંધી આશ્રમ ? એની આંખમાં ચમક આવી ગઇ. એણે તરત ફતવો બહાર પાડી દીધો. નો મૂવી...નો ફૂડ્સ..લેટ્સ ગો ટુ ગાંધી આશ્રમ...
હું બચ્ચા ટીમને લઇને ગાંધી આશ્રમ તરફ જઇ રહ્યો હતો. આખા રસ્તે એમણે ગાંધીજી વિેશે વાંચેલી વાતો કરી. ગાંધી આશ્રમ બતાવ્યો. એને સૌથી વધુ નવાઇ લાગી...મોટા પપ્પા સચ એ બીગ મન ઇટિંગ ઇન એ સ્મોલ બાઉલ એન્ડ મેટલ પ્લેટ ?ચરખો નવી વાત હતી. એણે સીધુ પૂછ્યું હાઉ હી સ્પીન ખાદી ?
મારી પાસે જવાબ ન હતો કારણ કે મેં પોતે ક્યારેય ખાદી કાંતી નથી કે રેટિયો ચલાવ્યો નથી. હું બચ્ચા પાર્ટીને આશ્રમની સામે આવેલા ઇમામ મંઝીલમાં ખાદી કેમ વણાય એ બતાવવા લઇ જતો હતો ત્યાં ખાદી વણાતી જોઇ. મોટા ભત્રીજા આયૂષે મને પૂછ્યું મોટા પપ્પા કેન આઇ ટ્રાય ? હું મુંજાયો....જો એને બેસાડીશ અને તાર તૂટશે અને ખાદીનો તાકો ખરાબ થશે. મે એને સમજાવ્યું કે આમાં બે હાથ અને બે પગનો એક સાથે ઉપયોગ કરી ખાદી વણાય. એને પણ સમજાયું કે આ ખાવાના ખેલ નથી.
ખાદી બનતી જોયા પછી મારા નાના ભત્રીજાના સવાલો વધી ગયા...અમે દાંડી પૂલ જોયો...પછી જશુબેનના પિત્ઝા ખાતા ખાતા ગાંધીજીની વાતો કરતા હતાં. મે હરિજનની વાત કરી. એણે તરત જ રોકીને કહ્યું કે વોટ ઇઝ હરિજન? સવાલનો જવાબ કેમ આપવો તે સમજાયું નહીં. મે કહ્યું આપણી સ્ટ્રીટ ક્લીન કરે એ હરિજન. વિધાને તરત કહ્યું કે યસ આઇ વીલ કોલ માય સ્કૂલ સ્વીપર હરિજન. મે તરત જ કહ્યું નો નેવર યુઝ ધીસ વર્ડ ફોર હીમ.
પણ હું વિચારતો થઇ ગયો. આજની જનરેશન માટે ગાંધીજી એક સબજેક્ટ બની ગયા છે. અમારી પેઢી માટે ગાંધીજી ચર્ચાનો અને બલિદાનનો વિષય હતો. પણ રાજકારણીઓ માટે ગાંધીનગર જવાનો રસ્તો...કહેવાતા એનજીઓ માટે થીસીસ, રીસર્ચ અને અલગ અલગ ભાષામાં ભાષાંતર કરવાનો ધંધો...વાત આટલેથી અટકતી હોત તો ઠીક હતું. ગાંધીજી માર્કેટિંગનો નવો રસ્તો બની ગયા છે...સ્વદેશીના નામે ચીજ વસ્તુ વેચવી, ગાંધીવિચાર અને ગાંધી ગીરી પર ફિલ્મના નામે ખણખણિયા પાડવા..ખાદીના ડિઝાઇનર ડ્રેસના નામે વેપલો કરવો...
દલિતોમાં વણકર, ચમાર, જેવા ભાગલા પાડી વોટનું ડિવિઝન કરવું. દલિતના નામે સેક્યુલર કહેવડાવવું... ગાંધી વિચારના નામે લોકોને ગધેડા બનાવવા.... ખાદી પરનુ ડિસ્કાઉન્ટ ઓછું કરવું. ગાંધી જયંતિ પર ખાદી ખરીદવાની અપીલ કરી દેવી...પણ એકવીસમી સદીમાં ગાંધી વિચારને જુદા જુદા પેકેજમાં પેક કરી વોટ બટોરવા. કારણ કે જે દેશ સોય પેદા કરી શકતો ન હતો તેને પગભર કરવા સ્વદેશીની ચળવળ કરીને ખાદીને પ્રોત્સાહન આપ્યુ હતું... એને સ્વાવલંબનના નામે સ્ટાર્ટ અપનું નામ આપી નોકરી આપવામાંથી છૂટવાનો રસ્તો કરવો....જેથી સરકારને રોજગારી ઊભી કરવાની જવાબદારીમાંથી છટકી જવાય.. જાતે ધંધો કરવાની સલાહનો પ્રચાર કરવો...
સ્વચ્છતા અભિયાનના નામે બે દિવસ ઝાડું પકડી ફોટા પડાવવા..અને ગાંધીને અનુસરવાનો આનંદ લેવો અને લેવડાવવો...સ્વદેશીના નામે પોતાનું માર્કેટિંગ કરી લેવું. ગાંધી વિચારને સાયકોલોજી સાથે જોડી ગાંધીગીરી લાવવી...પણ કેટલા લોકો ગાંધીજીના દિલ સુધી પહોંચી શક્યા છે? એ સવાલનો જવાબ જડતો નથી. ખાદી વણાતી જોઇ મારી દિકરી કોઇને ગિફ્ટ આપવા માટે પી.એફના પૈસા ખર્ચીને ખાદી બનાવતા ધીમંત બઢિયાના ત્યાંથી ખાદી ખરીદે છે. બ્રાન્ડેડ કપડાંની વચ્ચે તેની પાસે ખાદીના કપડા છે. પણ હું જરાય દંભ વિના કહું છું કે મારી પાસે ખાદીનું એક શર્ટ નથી. ગાંધીજી વિશે વાંચ્યા અને સમજ્યા પછી હું પણ ગાંધીજીના દિલ સુધી પહોંચી શક્યો નથી...ત્યારે એક વાતનો અફસોસ થયા કરે છે કે, નશાબંધી માટે લડેલા ગુજરાતમાં દારૂ છૂટથી મળે છે. અને ગાંધીજીની તસવીરવાળી નોટથી ખરીદાય છે. કાળું જાહેર કરનારની પાસેથી 45 ટકા ટેક્સ લઇ તેને રૂપાળું કરી અપાય છે. તિજોરીમાં બંધાઇ રહેલા ગાંધીજી પરથી ધૂળ હટાવી ગાંધીજીવાળી નોટો જાહેર કરી સત્ય માટે મરી ગયેલા માણસના ફોટાથી તે ચોખ્ખો થાય છે...ત્યારે એક વાત યાદ આવે છે કે ગાંધીજીના હ્રદય સુધી પહોંચ્યું છે કોણ ? માત્ર ત્રણ ગોળીઓ જ ? ન હું, ન તમે કે ન આવનારી પેઢી...
(નોંધઃ રેખાચિત્રઃ સંજય દવે....શિર્ષકઃ દીપક અંતાણી, તસ્વીરઃ કવની પરીખ)

31 comments:

  1. સુન્દર ,,આત્મ નિરીક્ષણ કરવા મજબૂર કરે તેવી સરલ ભાષા,, કડવી સત્યતા નો નિખાલસ સચોટ કથન.
    ગાંધી કોમોડિટી નાં રૂપે જ વ્યાપ્ત છે.જેને અનુકુળ આવે તેં રીતે ઉપયોગ કરે...આદર્શો પણ સગવડ઼િયા ..હે રામ..!!

    ReplyDelete
  2. સુન્દર ,,આત્મ નિરીક્ષણ કરવા મજબૂર કરે તેવી સરલ ભાષા,, કડવી સત્યતા નો નિખાલસ સચોટ કથન.
    ગાંધી કોમોડિટી નાં રૂપે જ વ્યાપ્ત છે.જેને અનુકુળ આવે તેં રીતે ઉપયોગ કરે...આદર્શો પણ સગવડ઼િયા ..હે રામ..!!

    ReplyDelete
  3. ખૂબ સરસ.... સાચું....કોઈ ને રસ નથી. આઝાદ હવામાં જ જન્મેલી પેઢી ને આઝાદી નું જ મૂલ્ય નથી. સ્વચ્છતા,કરચોરી,ભ્રષ્ટાચાર ...ગાંધીજી એ કહ્યુ જ હતુ કે "આ લડત થી દેશ આઝાદ થશે જ...પણ એથી ય મોટી લડત, દેશ ને આંતરિક દુષણો થી આઝાદી અપાવવાની છે." આ જ સમજણ અને દીર્ઘ દ્રષ્ટિ થી એમણે અસ્પૃશ્યતા, સ્વચ્છતા, સ્વાવલંબન અને સત્ય ...વગેરે પર પણ સ્વરાજ જેટલું જ જોર આપેલું. ...પણ અફસોસ...હે રામ ...

    ReplyDelete
  4. ખૂબ સરસ.... સાચું....કોઈ ને રસ નથી. આઝાદ હવામાં જ જન્મેલી પેઢી ને આઝાદી નું જ મૂલ્ય નથી. સ્વચ્છતા,કરચોરી,ભ્રષ્ટાચાર ...ગાંધીજી એ કહ્યુ જ હતુ કે "આ લડત થી દેશ આઝાદ થશે જ...પણ એથી ય મોટી લડત, દેશ ને આંતરિક દુષણો થી આઝાદી અપાવવાની છે." આ જ સમજણ અને દીર્ઘ દ્રષ્ટિ થી એમણે અસ્પૃશ્યતા, સ્વચ્છતા, સ્વાવલંબન અને સત્ય ...વગેરે પર પણ સ્વરાજ જેટલું જ જોર આપેલું. ...પણ અફસોસ...હે રામ ...

    ReplyDelete
    Replies
    1. આ અંનૉન હું દીપક અંતાણી છું. શીર્ષક ક્રેડિટ ભલે આપી, પણ... મે ય કોઇક નું ફોરવર્ડ કર્યું છે. મારુ નથી.

      Delete
    2. આ અંનૉન હું દીપક અંતાણી છું. શીર્ષક ક્રેડિટ ભલે આપી, પણ... મે ય કોઇક નું ફોરવર્ડ કર્યું છે. મારુ નથી.

      Delete
  5. એક્દમ સાચું કહ્યુ સર...


    આવુ સચોટ નિરૂપણ કસાયેલી કલમ જ કરી શકે..

    ReplyDelete
  6. Very nice Bhargavbhai. Simple articulation yet very effective !!

    ReplyDelete
  7. સરળ શબ્દો મા ગાંધી દર્શન ..ખૂબ સરસ સર ..

    ReplyDelete
  8. ગાંધી વિચાર ને અપનાયા પછી જ ખબર પડે કે ગાંધીજી શું હતા

    ReplyDelete
  9. ગાંધી વિચાર ને અપનાયા પછી જ ખબર પડે કે ગાંધીજી શું હતા

    ReplyDelete
  10. भार्गवभाई,
    खरेखर,आम जुओ तो साची रीते "गांघी"ना ह्रदय सुघी कोई पहोच्युं होय तो ते फक्त " गोड्से" नी त्रण गोळीओ ज हती,अने त्यार पछी अनिच्छाए पैसा/प्रशंसा/प्रचार नु माघ्यम बनी गया छे "बापू",
    खास कहेवानुं के क्रेडीट लेवा मांटे "गांघी" नहोता आप्या,खेर अंते अही पण क्रेडीटनुं कारण पण "गांघी" बन्या...!!!
    आभार मारा रेखाचित्र ना कलेकशन "धोडीया नी दोरी"मांनु आ रेखाचित्र छे ।

    ReplyDelete
  11. સર, વિધાનની ગાંધી આશ્રમ જોવાની ઉત્કંઠા ગમી.... બાકી બાળકો અને વાલી માટે તો હેંંગઆઉટની યાદીમાં ગાંધીઆશ્રમ તો જવલ્લે જ હોય....આપનું લખાણ અને અભિવ્યક્તિ હંમેશાંની જેમ સરળ અને એટલું જ રસપ્રદ

    ReplyDelete
  12. Bhargav bhai please say vichar you you gujarati

    ReplyDelete
  13. Please say vidhan yo yo gujarati

    ReplyDelete
  14. Bhargav bhai please say vichar you you gujarati

    ReplyDelete
  15. If pujya Gadhiji is still watching he would have said,"Jaga એમાં મને મળતી નથી એમાં નવાઈ શી?
    હજી મારા હૃદય કરતાં જગત આ બહુ જ નાનું છે ." Well written blog.

    ReplyDelete
  16. આધુનિક ભારતમાં મોંઘવારીથી ગાંધી (ચલણ) મૂલ્યવાન બન્યા છે ને ગાંધીવિચાર સસ્તા.

    ReplyDelete
  17. BHAI VIDHAN BHALE AAPE GANDHIJI NE JOYA NATHI PAN TEMNA VICHAR TARAF AAPNU DHYAN6 TEJ MOTI VAAT 6.....YO YO....GUJU......NOT HARISING JO AAJ KE BACHXHO KO BIGADTA HAI......

    ReplyDelete
  18. BHAI VIDHAN BHALE AAPE GANDHIJI NE JOYA NATHI PAN TEMNA VICHAR TARAF AAPNU DHYAN6 TEJ MOTI VAAT 6.....YO YO....GUJU......NOT HARISING JO AAJ KE BACHXHO KO BIGADTA HAI......

    ReplyDelete
  19. નેતા બન્યા ગાંધી વાદી પણ શુ કામનું
    ગાંધીવાદ ની જગ્યા અે જતીવાદી બની ગયા
    ગાંધી ના ગુજરાત આજે અે પણ શરાબી બની ગયા

    ReplyDelete
  20. નેતા બન્યા ગાંધી વાદી પણ શુ કામનું
    ગાંધીવાદ ની જગ્યા અે જતીવાદી બની ગયા
    ગાંધી ના ગુજરાત આજે અે પણ શરાબી બની ગયા

    ReplyDelete
  21. I think, the title, the question, raises lot of questions in ones mind. Simply superb blog. Thx to Aayush and Yug.

    ReplyDelete
  22. ભાર્ગવ ભાઇ બિલકુલ સાચી વાત છે
    ગાંધીજીના નામે ગઠીયા તરી ગયા

    ReplyDelete
  23. ભાર્ગવભાઇ સાચી વાત છે ગાંધીજીના નામે
    ગઠિયા તરી ગયા. ...

    ReplyDelete