Tuesday, 4 October 2016

નપાણિયા ગામડાઓના પાણીદાર લોકો


ભારત પાકિસ્તાન બોર્ડરથી રિપોર્ટિંગ કરીને પરત આવ્યો...રિપોર્ટ ફાઇલ કર્યો..વખણાયો..ખુશ હતો. પણ થાક ભરેલો હતો એટલામાં એક પત્રકાર દોસ્ત ઘરે આવ્યો....વાતો થતી હતી...મેં કહ્યું સરહદો ફર્યો છું પણ હજુ સાંતલપુર બાજુ પાણી નથી.
વર્ષોથી આવું જ છે એ લોકો મહીને મહીને ન્હાય છે. એણે તરત કહ્યું...સ્ટોરી કરવી જોઇએ ને..સરહદી વિસ્તારની...તકલાફની..
અચાનક મારી કમાન છટકી...મેં કહ્યું મારૂં ટીવી પાકિસ્તાનમાં દેખાય છે. અહીંની સરહદની સમસ્યા દેખાડું એટલે લોકોની સિમ્પથી જીતવાનું એ લોકો માટે સરળ સાધન બની જાય. 2001ના ભૂકંપમાં પાકિસ્તાને આવું જ કર્યું હતું. કચ્છમાં ઢગલાબંધ સહાય મોકલી..લોકોની સહાનુભૂતિ મેળવી સ્લીપર સેલ બનાવવાની કોશિશ કરી હતી. એ લોકો ભલે સફળ ન થયા પણ આઇબીનો રિપોર્ટ આ વાત કહે છે. સરહદની સમસ્યાઓ દેખાડી પાકિસ્તાન માટે હું રસ્તા આસાન કરવા માગતો નથી એટલે આ વખતે તકલીફોની સ્ટોરી નથી કરી. એ મારી વાત સાથે સહમત થયો ત્યારે મારી નજર સામે સરહદી ગામડાઓમાં દેશ માટે નાનપણથી લોકોનું ઝનૂન નજર સામે આવવા લાગ્યું.
હું સાંતલપુર ચા પીવા બેઠો હતો ને અચાનક અવાજ આવ્યો...સાવધાન...વિશ્રામ.મને નવાઇ લાગી કે આર્મીના જવાન જેવો અવાજ અઆને બૂટની ધડબડાટી ? અમે ત્યાં જવા નીકળ્યાં અને આંખો પહોળી થઇ ગઇ. 12થી 15 વર્ષના છોકરાંઓ બીએસએફના ડ્રેસમાં લશ્કરી જવાન જેવી ટ્રેનિંગ લઇ રહ્યાં હતાં. હું અને સુબોધભાઇ અચંબિત થઇ ગયા. સુબોધલાલનો કેમેરો કામે લાગી ગયો. અને શુટિંગ શરૂ કર્યું. સાંતલપુર પોલિસ સ્ટેશનના પીએસઆઇ આર.આર ગઢવી, જે.પી. સોલંકી અને રાકેશભાઇ ટ્રેનિંગ આપી રહ્યા હતાં.
બાળકોમાં આર્મીની ટ્રોનિંગ લેવાનો ગજબનો ઉત્સાહ હતો. 365 દિવસ ચાલતી ટ્રેનિંગમાં આજુબાજુના ગામડાના છોકરાંઓ પણ ટ્રેનિંગ લેવા આવતા હતાં. એમના મા બાપ હોંશે હોંશે ટ્રેનિંગ લેવા મોકલતા પણ ખરાં. અહીં આર્મી જેવી હાર્ડ ટ્રેનિંગ ચાલતી હતી. ઓબસ્ટેકલ દોડ, ઇજાગ્રસ્તોને ઉંચકવા, દુશ્મનોનો સામનો કરવા, ઝૂડો, કરાટે, યોગ પ્રાણાયામની ટ્રેનિંગ ચાલતી હતી. પી.એસ.આઇ આર આર ગઢવી પૂરી શિસ્તથી તાલીમ આપી રહ્યા હતાં. એક પણ બાળકની ભૂલને ચલાવી લેતા ન હતાં. બાળકોનું સરહદ બાળ-સુરક્ષાદળ બનાવી રહ્યા હતાં.
બે કલાકની ટ્રેનિંગ પછી ગઢવીએ પોતાના પૈસે બાળકોને લિંબુ પાણીનું એનર્જી ડ્રીંક આપ્યું. મેં બાળકોના ઇન્ટર્વ્યું કર્યા તો આશ્ચર્ય થયું. દરેક બાળક કહેતો હતો કે સ્કૂલ છૂટે એટલે અમે અહીં આવીએ છીએ. પાકિસ્તાની સૈનિક આવે તો પૂરી તાકાતથી ખદેડીશું. બે કલાકની કડક મહેનત પછીના આ ઝઝબાએ મને બે ઘડી વિચારતો કરી મૂક્યો.
શહેરમાં વિડિયોગેમ, કોમ્પ્યુટર, પોકેમોન ગોની ગેમમાં અટવાતો આ ઉંમરનો બાળક ગેમ જીત્યાનો આનંદ લે છે. એને દેશથી વધુ નવી ગેઇમ, આઇફોન, મોબાઇલની ગેમમાં રસ છે...અને આપણે કોફી શોપમાં બેસીને સરહદી તનાવના સમયે દરેકને લશ્કરી તાલીમ આપવી જોઇએ એવી વાર્તા માંડીએ છીએ. પણ આપણાં બાળકને એનસીસીમાં પણ નથી મોકલતા. ત્યારે સાંતલપુરના પોલિસ સ્ટેશનના અધિકારી સરહદ વિસ્તારમાં દેશપ્રેમી બાળકો તૈયાર થાય એ માટે પોતાના ખિસ્સા ખાલી કરે છે. પોતાનો અડધો પગાર બાળકોને દેશપ્રેમની તાલીમ આપવામાં વાપરે છે. મેં આર. આર. ગઢવીને પૂછ્યું કે હું સવારથી તમને શોધું છું પણ તમે ક્યાંય ના મળ્યાં. અહીં સરહદ પર તનાવ છે અને અહીં છોકરાઓને ટ્રેનિંગ આપો છો ?
ગઢવીએ કહ્યું કે મારુ આખું ખાનદાન પોલિસમાં છે. સવારે સાત વાગ્યાથી ચેકિંગમાં છું. વહેલી સવારે ચાર વાગ્યે ઘરે જાઉં છું પણ સાંજે ટ્રેનિંગ માટે અહીં આવું છું. મારે અહીંના સરહદી વિસ્તારમાં 56ની છાતીવાળા સૈનિક પેદા કરવા છે. પછ અહીં કદાચ પોલિસની પણ જરૂર નહીં રહે. ત્યારે ખરેખર એમ થયું કે ગઢવી કદાચ એવું કહેવા માગે છે કે, એ સરહદના લોકો, તમે બાકાત હો તો હું શૂન્ય થઇ જાઉં. પણ તમે પીઠબળ હો તો હું એકલો સૈન્ય થઇ જાઉં.

(તસ્વીરઃ મનુભાઇ ઠક્કર)

35 comments:

  1. Very nice and touching article.

    ReplyDelete
  2. Very nice and touching article.

    ReplyDelete
  3. पत्रकारे पजेशीव होवानी साथे साथे "पोजीटीव" होवु पण एटलु ज जरूरी छे,सरहदी विस्तारनां लोकोनी गमे तेवडी तकलीफो होवा छतांय ज्यारे वात "वतन"नी आवे त्यारे पोताना व्हालसोया बाळकने सुरक्षानुं कठीन शिक्षण आपता पण अचकाता नथी,
    भणतर भले होय ओछु,जेनु गणतर देशदाज प्रगटावे छे, पीवाना पाणीनी ज्यां तकलीफछे त्यां पहेलो प्रश्न पादर (सीम)नो समजेछे,घन्यछे आवा सरहदी गामोमां वसता देशप्रेमीओने,प्रेरणादाई स्टोरी,
    सलाम छे ए जाबांज बाळकोने...!!

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. Bhargavbhai balko na zanun no artical vanchi chaati fuli gai

    ReplyDelete
  6. Darpok ne y nidar banvani prerna ape ne tena manas ma desdaz na bij ropi de tevo write-up 6....badhte chalo parikh sab

    ReplyDelete
  7. Darpok ne y nidar banvani prerna ape ne tena manas ma desdaz na bij ropi de tevo write-up 6....badhte chalo parikh sab

    ReplyDelete
  8. BHAI SANTALPUR MA PANI NO PRASHN VARSO THI ETLOJ PRASHN PADOSI DESH GADDAR PAKISTAN NO PAN 6. MAATEJ AHI NA BALAKO PAN TEMNE FADEDI DEVA MAJBUT 6. TEMNI AA TRENING ETALIJ JARURI 6 JETALI AARMI (JAVAN) NE BORDER PAR DUSMAN DESH NA JAVANO NE MATE HOY 6.
    AA TRENING KHAS YDDH VAKHATE PUBLIC E KHAS SU KARVU ANE KEVI RITE RAHEVU TE SHIKHAVE 6. JE CITY VISTAR MA CIVIL DEFFENC NU KAM HOY 6 PAN HAL MA AAVA MAHOL MA E KYA 6 KE CIVIL DEFFENC SU 6 TE AA PUBLIC NE KHABAR PAN NATHI ANE THEN GOV.BUDGET KYAY VAPRAO JAY 6.
    BHAI SANTALPUR NI PRAJA ANE TRENING AAPNAR NE SALAM....SAT SAT......

    ReplyDelete
  9. BHAI SANTALPUR MA PANI NO PRASHN VARSO THI ETLOJ PRASHN PADOSI DESH GADDAR PAKISTAN NO PAN 6. MAATEJ AHI NA BALAKO PAN TEMNE FADEDI DEVA MAJBUT 6. TEMNI AA TRENING ETALIJ JARURI 6 JETALI AARMI (JAVAN) NE BORDER PAR DUSMAN DESH NA JAVANO NE MATE HOY 6.
    AA TRENING KHAS YDDH VAKHATE PUBLIC E KHAS SU KARVU ANE KEVI RITE RAHEVU TE SHIKHAVE 6. JE CITY VISTAR MA CIVIL DEFFENC NU KAM HOY 6 PAN HAL MA AAVA MAHOL MA E KYA 6 KE CIVIL DEFFENC SU 6 TE AA PUBLIC NE KHABAR PAN NATHI ANE THEN GOV.BUDGET KYAY VAPRAO JAY 6.
    BHAI SANTALPUR NI PRAJA ANE TRENING AAPNAR NE SALAM....SAT SAT......

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. ભાગઁવભાઇ,મે 1966 માં સાંતલપુર તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં નોકરી કરી છે.32 કીમી પગે ચાલીને જતા.ન બસ સેવા,ખારા તેલ તરતું હોય તેવું પાણી,ન કોઈ જમવાની લૉજ.આજે પણ એ લૉકો ખુમારીથી જીવે છે.શાબાશ મારા ભાઈ.

    ReplyDelete
  13. ભાગઁવભાઇ,મે 1966 માં સાંતલપુર તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં નોકરી કરી છે.32 કીમી પગે ચાલીને જતા.ન બસ સેવા,ખારા તેલ તરતું હોય તેવું પાણી,ન કોઈ જમવાની લૉજ.આજે પણ એ લૉકો ખુમારીથી જીવે છે.શાબાશ મારા ભાઈ.

    ReplyDelete
  14. દેશદાઝની ભાવના વ્યકત કરતો આ આર્ટિકલ બોર્ડર પર વસવાટ કરતા તમામ નાગરિકો માટે પ્રેરણાદઇ છે.. આવુ તમામ બોર્ડર પોલીસ મથકોમા થવું જોઈએ.. નવરાત્રીમાં સુંઇગામ મા 5 ઇંચ વરસાદ થયો છે.. રણમા પાણી ફરી વળ્યું છે તેમ પાકિસ્તાનના મલિન ઇરાદાઓ પર પણ પાણી ફરી વળે તેં જરુરી છે... જય હિન્દ

    ReplyDelete
  15. દેશદાઝની ભાવના વ્યકત કરતો આ આર્ટિકલ બોર્ડર પર વસવાટ કરતા તમામ નાગરિકો માટે પ્રેરણાદઇ છે.. આવુ તમામ બોર્ડર પોલીસ મથકોમા થવું જોઈએ.. નવરાત્રીમાં સુંઇગામ મા 5 ઇંચ વરસાદ થયો છે.. રણમા પાણી ફરી વળ્યું છે તેમ પાકિસ્તાનના મલિન ઇરાદાઓ પર પણ પાણી ફરી વળે તેં જરુરી છે... જય હિન્દ

    ReplyDelete
  16. भार्गव भाई आपतो हमेशा देश भक्ति मैं डूबे रहते हो यह बात पूरी दुनिया जानती हैं पर आपकी दुर की सोच ओर देश के प्रति आपका प्यार तो वाकई कबेले तारीफ हैं मैं आपको सलाम करता हूँ

    ReplyDelete
  17. દેશ ભક્તિ ની અેક લાઇન પણ લોકો મા નવી ક્રાંતિ લાવે છે

    ReplyDelete
  18. દેશ ભક્તિ ની અેક લાઇન પણ લોકો મા નવી ક્રાંતિ લાવે છે

    ReplyDelete
  19. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોમાં કેટલો મોટો ફર્ક છે જેને આપે સચોટ રીતે દર્શાવ્યો છે.. એટલે જ કદાચ શહીદી વહોરવાનું સપનું ગ્રામ્યનાં બાળકો, શહેરનાં બાળકો કરતાં જલદી સાકાર કરી લે છે..

    ReplyDelete
  20. Bravo Villagers
    Touchy
    Relevante on Current Situation 👍

    ReplyDelete
  21. Sir,khub j inspiring articl che. Thank you!!!

    ReplyDelete
  22. આજે હું ગર્વ અનુભવુ છુ મેં મારા દિકરારને આવીજ લશ્કરી તાલીમ 3 વર્ષ સુધી આપી છે રાધનપુર સૈનિક સ્કુલ મા ત્યાર બાદ 2 વર્ષ અમદાવાદ રાઇફલ ક્લબ મા તાલીમ આપાવી છે જ્યારે દેશ માટે કામ આવશે ત્યારે હું મારું સૌભાગ્ય સમજીસ જય હિન્દ

    ReplyDelete
  23. આજે હું ગર્વ અનુભવુ છુ મેં મારા દિકરારને આવીજ લશ્કરી તાલીમ 3 વર્ષ સુધી આપી છે રાધનપુર સૈનિક સ્કુલ મા ત્યાર બાદ 2 વર્ષ અમદાવાદ રાઇફલ ક્લબ મા તાલીમ આપાવી છે જ્યારે દેશ માટે કામ આવશે ત્યારે હું મારું સૌભાગ્ય સમજીસ જય હિન્દ

    ReplyDelete
  24. શબદો ની અંકુશરેખા વડે થયેલુ સરહદ નુ વિવરણ.રાજન રાજ.

    ReplyDelete
  25. Aa balako ne salam
    Pramod gadhvi

    ReplyDelete
  26. Aa balako ne salam
    Pramod gadhvi

    ReplyDelete
  27. I am proud to be ex-cadet of an army school. "Sainik School Radhapur" I got good education same Gujarat board syllabus and additional physical fitness training , drills, pareds, military training and sports. I am proud and glad to say that yes I am an Army deciplined person.

    ReplyDelete
  28. ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
    કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો
    Dedicated to all children of sarhadi village and thanks to Bhargav to come up with this information,well written as well.

    ReplyDelete
  29. Bhargavbhai તમને મેં મિત્ર તરીકે વધારે દેખેલા છે.media માં તો master છો જ પણ તમારી લેખક તરીકે ઓળખાણ! -અચંબામા પડી ગયો! અત્યંત આનંદ અને ગર્વ થયો! તમારી શૈલી સરળ અને શીરાની જેમ ગળે ઉતરી જાય છે.વર્ણન તાદ્રશ્ય થાય છે. થોડા માં ઘણું કહી જાઓ છો.All the best! please keep it up!

    ReplyDelete
  30. Bhargavbhai તમને મેં મિત્ર તરીકે વધારે દેખેલા છે.media માં તો master છો જ પણ તમારી લેખક તરીકે ઓળખાણ! -અચંબામા પડી ગયો! અત્યંત આનંદ અને ગર્વ થયો! તમારી શૈલી સરળ અને શીરાની જેમ ગળે ઉતરી જાય છે.વર્ણન તાદ્રશ્ય થાય છે. થોડા માં ઘણું કહી જાઓ છો.All the best! please keep it up!

    ReplyDelete
  31. JAY HIND ,,, ava aneko GHADHVI SAHEBO ne karane aapne surakshit ane slamat chhiye ,,aa khumari ane deshprempela DILHI AC cabin ma bethela o ne na khabar pade ,, ene to shahido na kafan par pan rajniti karvi chhe

    ReplyDelete