Thursday, 6 October 2016

પાકિસ્તાની માછીમારોઃ ફોન છે...પૈસા છે...કુહાડી છે...પણ માછલી પકડવાની જાળ નથી...



ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક સાચી હતી કે ખોટી એના ઉપર ચારે તરફ બહસ છેડાયેલી છે. આ સ્ટ્રાઇક સાચી છે કે ખોટી એ વામાં પડ્યા કરતાં બીજી ઓક્ટોબરથી આવી રહેલા ગુજરાત બોર્ડરના સમાચાર ખરેખર ચોંકાવી દેનારા છે.
બીજી ઓક્ટોબરે આખો દેશ ગાંધી જયંતિ મનાવી રહ્યો હતો ત્યારે સમાચાર આવ્યા કે પોરબંદર પાસે કોસ્ટ ગાર્ડ઼ે નવ પાકિસ્તાની સાથે એક બોટ પકડી છે. ચાર ઓક્ટોબરે સમાચાર આવ્યા કે ભારતીય જળ સીમામાં પાકિસ્તાની બોટ આવી રહી છે. તો પાંચમી ઓક્ટોબરના સમાચાર ફરી હચમચાવી જ નહીં ખળભળાવી મૂકે એવા હતાં કે જખૌથી આગળ પાકિસ્તાની બોટ પકડાઇ એમાં નવ પાકિસ્તાની સવાર હતાં.
સુરક્ષા એજન્સીઓ એમને પાકિસ્તાની માછીમાર કહે છે. પણ એમના ઇન્ટ્રોગેશન પાકિસ્તાનની નિયત પર ઘણી શંકા ઊભી કરે છે. કારણ  કે પોરબંદર પાસે પકડાયેલી બોટમાં ત્રણ પાકિસ્તાની વીસ વર્ષની આસપાસના છે, એમની પાસેથી એક સેલ ફોન પકડાયો છે. મોહમ્મદ સોહીલ સૈયદ પાસેથી મોબાઇલ ફોન પકડાયો છે. મોહમ્મદ તૈયબ સૈયદ પાસેથી બાંગલાદેસી કરન્સી પકડાઇ છે પરંતુ બંનેના શરીર પર માછીમારોના જેવા નિશાન નથી. સામાન્ય રીતે માછીમારોના હાથ દરિયામાંથી જાળ ખેંચવાના કારણે કડક થઇ જતા હોય છે. પણ આ બંનેના હાથ સોફ્ટ છે. એમના પગના તળિયા પણ સોફ્ટ છે. દરિયામાં રહેવાના કારણે માછીમારોના પગના તળિયા પણ કડક થઇ જતા હોય છે. આમ છતાં પણ તેમના શરીર પરની આ નિશાનીઓ આ લોકો માછીમારો હોવાની વાત અંગે શંકા ઉપજાવે છે. એટલું જ નહીં દરિયામાં સેલ ફોન ચાલતા જ નથી તો સેલફોન સાથે કેમ લાવ્યા? આ સવાલોના જવાબો જડતા નથી અને સુરક્ષા એજન્સીઓ રિમાન્ડ ચાલતા હોઇ જાજુ કાંઇ કહેવા તૈયાર નથી. આ બધા માછીમારો હોવાનો રાગ આલાપી રહ્યા છે. જો આ પાકિસ્તાની માછીમાર હોય તો બાંગ્લાદેશી ચલણ કેમ રાખી હતી? આ સવાલ પકડાયેલા માછીમારોની નિયત પર શંકા ઉપજાવે છે.
અધૂરામાં પૂરૂ પાંચમી ઓક્ટોબરે પકડાયેલા માછીમારો એનાથી વધી શંકા ઊભી કરે છે કારણ કે ભારત પાકિસ્તાનની સીમા પર આવેલા જી પિલ્લર નંબર 43 પરથી વધુ એક બોટ પકડાઇ છે અને કોટેશ્વરથી માત્ર 15 કિલોમીટર દૂર ચૌહાણનાળાના પાબેવારી ક્રીકમાંથી પકડાઈ છે.
પાકિસ્તાનની આ લાકડાની બોટ 'અલરશીદ' આટલે નજીક સુધી કેવી રીતે પહોંચી. ?  એ સવાલ છે. કારણ કે સરક્રિકથી કોરીક્રીક થઇને અહીં પહોંચી શકાય છે. અને અહીં 24 કલાક પેટ્રોલિંગ ચાલે છે. આ નવ માછીમારોમાંથી માત્ર બે જ 25 વર્ષના છે અને બાકીના વીસ કે તેથી ઓછી વયના છે. આ બોટમાંથી બાંગ્લાદેશી કરન્સી નથી મળી, 280ની પાકિસ્તાની કરન્સી મળી છે અને 14 પેન્સિલ સેલ મળ્યાં છે. દરિયામાં પેન્સિલ સેલનું શું કામ એ તો સુરક્ષા એજન્સીની પણ સમજની બહાર છે. આ નવ પાકિસ્તાની પાસેથી નવ હુક, આઠ કુહાડી અને પાવડા મળ્યાં છે. આ જોતા દરિયામાં કયું ખેદાકમ કરવાનું હતું ? તે સમજાતું નથી. બોટમાં પાણીના દસ કેરબા, 9 કિલો ચોખા, 15 કિલો લોટ, અને અઢી કિલો ઘી મળ્યું છે. ત્યારે કેટલાક સવાલો સ્વભાવિક રીતે જ જાગ્યા વિના રહેતા નથી કે, આ પાકિસ્તાનીઓ જો ખરેખર માછીમાર હોય તો દરિયામાં ખોદકામ કરવા કુહાડીને પાવડા લાવ્યા હતાં ? દરિયામાં ફોનનું ટાવર ન પકડાય તો કોની સાથે વાત કરવા ફોન લાવ્યા હતાં. ? ટોર્ચ ન હોવા છતાં પેન્સિલ સેલનું શુ કામ હતું?નવ જણાને એક મહીનો ચાલે એટલો ખોરાક શા માટે લાવ્યા હતાં ?
સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે, પાકિસ્તાની માછીમારોના નામે પકડાયેલા એકેય પાસે માછલી પકડવાની જાળ મળી નથી, તો એ માછીમાર કેવી રીતે કહેવાય? આ નાના બાળકને પણ ગળે ઉતરે તેવી વાત નથી. છતાં હાલ પૂરતા સુરક્ષા એજન્સીના બારે પ્રહર ગવાતા પાકિસ્તાની માછીમારો પકડ્યાનો રાગ સાંભળવો પડે છે. પરંતુ બીએસએફના અધિકારી દબાતા અવાજે એટલું તો કહે છે કે, ક્રિકના વિસ્તારમાં ઝાડી ઝાંખરાં બહુ હોય છે એટલે કુહાડી અને પાવડા હોવાની શક્યતા છે. નવ ગાદલા અને એક મહીનો ચાલે તેટલો ખોરાક બતાવે છે કે, આ લોકો અહીં રેકી કરવા આવ્યા હોય. અને કચ્છના સ્લીપર સેલના સંપર્કમાં હોઇ શકે. કારણ કે, મુંબઇ હુમલામાં બોટ પોરબંદરના રસ્તેથી ગઇ હતીં. ત્યારે પોરબંદર અને કચ્છથી પકડાયેલા પાકિસ્તાની માત્ર માછીમારો હોવાની સંભાવના ઓછી છે. કારણ કે એમની પાસે માછલી પકડવાની જાળ જ મળી નથી. બોટમાં કરચલા મળ્યાં છે. માછલીઓ નથી મળી, આ જ બાબત નવી શંકા ઊભી કરે છે. એટલે આ પાકિસ્તાનીઓ ભારતમાં ઘુસવાની રેકી કરી રહ્યા હતા કે કેમ?  રેકી કરી હોય તો માહિતી તો આપી જ હશે અને બોટમાં રાખેલી જીપીએસ સિસ્ટમથી રસ્તો ટ્રેક થયો જ હશે. આ જોતા ગુજરાત પર ખતરો ટળ્યો નથી. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે, પાકિસ્તાન સામી છાતીએ વાર કરી શકતું નથી. પણ સુરક્ષા એજન્સીઓની આળસ જોતા એક વાત તો નક્કી જ છે કે, પાકિસ્તાને હુમલો કરવાની રીત બદલી છે. ખંજર બદલ્યા છે, પણ આપણે ક્યાં પીઠ બદલી છે? 


પૂરક માહિતી : સુરેશગીરી ગોસ્વામી 

24 comments:

  1. ખરેખર વિચારવા જેવી વાત છે સર જી......

    ReplyDelete
  2. गुजरातनी दरीयाई सीमा सौथी लांबीछे,तेमां ठेक ठेकाणे अनेक छींडाछे,1993 मुंबई ब्लास्टमां वपरायेलो RDX मुंबई गोसाबाराथी मुंबई पहोच्यो होवानी वात थायछे ते गोसाबारा तो रीतसर आजे पण "बोडी-बामणीनां खेतर माफक खुल्लो पट पड्योछे,कोई पण वगर इच्छाए पण लटार मारी जतुं रहे तो गंघ सुघ्घाना आवे तेवी अनेक जग्याओ छे,वात रही क्रीकनी तो गुजरातनी दरीयाई सीमा उपर पांच क्रीकछे त्यां पेट्रोलिंग थायछे पण जमीनी,पाणीमां बोट लईने जती मरीन पोलीस पासे स्टाफनी केटली तंगीछे ते विषय भारे चिंताजनक छे,जेथी पकडाय शुं ने बतावाय शु नी वच्चे दयनिय सीमासुरक्षानी परिस्थीती छे ।एटले जे दिवसे कोई धटना धटसे त्यारे भोगववानुं प्रजाने भारे ना पडे तेनी व्यवस्था आपना आर्कटीकल द्वारा उठेला सवाल ने व्याजबी गणावेछे,अने तेनुं सोल्युसम खुब अनीवार्य छे...!!!

    ReplyDelete
  3. Very excellent informative news#alert is require

    ReplyDelete
  4. SAB SE PAHALE COMMENT LIKHANE WALA JOBHI SAMAJ KA HO AUR USI SAMAJ KE KISI KO BURA LAGE VESA NAHI LIKHANA CHAIYE KYU KI JO SANJAY DAVEJI NE LIKHAHI KI "...." USI VAKYA PE GUJARAT KE SADGÀT AUR KHADIA KE ASHOK BHATTJI NE VIDHAN SABHA ASSAMBLY ME MAFI MANGAI THI.....YAD HOGA TO KYU SAMAJ ME DUSAREKO TAKLIF HO VESA LIKHE....

    ReplyDelete
  5. SAB SE PAHALE COMMENT LIKHANE WALA JOBHI SAMAJ KA HO AUR USI SAMAJ KE KISI KO BURA LAGE VESA NAHI LIKHANA CHAIYE KYU KI JO SANJAY DAVEJI NE LIKHAHI KI "...." USI VAKYA PE GUJARAT KE SADGÀT AUR KHADIA KE ASHOK BHATTJI NE VIDHAN SABHA ASSAMBLY ME MAFI MANGAI THI.....YAD HOGA TO KYU SAMAJ ME DUSAREKO TAKLIF HO VESA LIKHE....

    ReplyDelete
  6. Real journalism. Superb article.

    ReplyDelete
  7. સાવધાન ઇન્ડિયા

    ReplyDelete
  8. સાવધાન ઇન્ડિયા

    ReplyDelete
  9. સુપર આર્ટીકલ છે....

    ReplyDelete