Tuesday, 18 October 2016

બાપુએ બિલ આપ્યું અને ગાંધીજી ગુસ્સે થયા

ગાંધીજી અને ગુસ્સો....આખીય વાતને ક્યારેય એક બીજા સાથે જોજનો સુધી સંબંધ હોય એ વાત માન્યામાં ન આવે પરંતુ આ વાસ્તવિકતા છે.
1915માં ગાંધીજી જયારે દેશમાં આવીને ભારત ભ્રમણ કરતાં હતાં. ગાંધીજી પોતાના પોટ્રેટ બનાવવાનો એક આનો લેતા હતાં અને આ એક આનો આઝાદીની લડાઇ માટે જમા કરાવતા હતાં. ગાંધીજીની સાદગીના કારણે એ જ્યાં જતાં ત્યાં કોઇ એમની પાસેથી પૈસા લેતું ન હતું. દેશી રજવાડાં પણ એમને સ્ટેટ ગેસ્ટ તરીકે માન સન્માન આપતા હતાં... ગાંધીજી અને એમના સાથીઓનો ખર્ચ ઉઠાવતા હતાં.
આ અરસામાં ગાંધીજી ગોંડલ સ્ટેટમાં ગયા હતાં. એમનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત પણ થયું. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એમને સન્માન આપીને સ્ટેટના ગેસ્ટ બનાવ્યા અને ગાંધીજી એમના રસાલા સાથે ગોંડલ રોકાયા. એક દિવસ, બે દિવસ, આંઝાદીની લડાઇ માટે મીટિંગો ચાલી એટલે ગાંધી રોકાયા હતાં અને સ્ટેટ ગેસ્ટનું સન્માન પણ મળતું હતું. ત્રીજા દિવસે પણ ગાંધીજીની મીટિંગોનો દૌર ચાલુ રહ્યો. લોકો મળવા આવતા પણ ગાંધીજીનું કામ પત્યું નહીં. ચોથા દિવસે પણ ગાંધીજી ગોંડલમાં રોકાયા. એમની મિટિંગોનો દૌર ચાલુ રહ્યો. મીટિંગ પતાવી ગાંધીજી સુવા માટે જતા હતાં ત્યારે ગોંડલ સ્ટેટનો માણસ આવ્યો અને ગાંધીજીને ગોંડલમાં રોકાવાનું બિલ આપ્યું. પાંચમાં દિવસે બીજું બિલ આવ્યું.
બિલ જોઇ ગાંધીજી નારાજ થયા. એમને ખરાબ લાગ્યું. છઠ્ઠા દિવસે ગાંધીજી અને ગોંડલના મહારાજા વચ્ચે મિટિંગ યોજાઇ, પણ ગાંધીજીને મહારાજાએ પેલું મોકલાવેલું બિલ ખટકતું હતું. એમણે મહારાજા ભગવતસિંહજીને કટાક્ષ કર્યો કે, મહારાજા હોવા છતાં તમારી કરકસર સારી છે.
શાણાં ભગવતસિંહજી બાપુને ગાંધીજીનો કટાક્ષ સમજતા વાર ન લાગી. એમણે ગાંધીજીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બાપુ મારા સ્ટેટનો નિયમ છે કે સ્ટેટ ગેસ્ટ તરીકે અમે ત્રણ દિવસ જ મહેમાનગતિ કરીએ છીએ. બાકી પ્રજાના ટેક્સના નાણાં અમે આવી રીતે ન વાપરીએ, ગાંધીજીના ચહેરા પર પહેલી વાર આશ્ચર્ય આવ્યું કે, દેશ માટે હું લડું છું...મારી પાસેથી કોઇ પૈસા લેતુ નથી અને લડવા માટે પૈસા આપે છે...અને આ રાજા મારી પાસેથી પૈસા માગે છે.
ભગવતસિંહજી આ આખીય વાત પામી ગયા...એમણે ગાંધીજીને કહ્યું કે, તમે જ્યારે દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો સામે લડતા હતાં ત્યારે તમને ભારતથી પૈસા આવતા હતાં. ...કોઇ અજાણ્યો માણસ આ નાણાં મોકલતો હતો..એની ક્યારેય તપાસ કરી છે ખરી....?
ગાંધીજીઐ કહ્યું કે ના....ભગવતસિંહજી બાપુએ કહ્યું કે, એ અજાણી વ્યક્તિ હું છું. મારા પૈસા આપને મોકલતો હતો. પણ પ્રજાના ટેક્સના પૈસે હું તમને ત્રણ દિવસથી વધુ સ્ટેટ ગેસ્ટ નહીં રાખી શકું. કારણ કે, પૈસા પ્રજાના છે મારા નહીં.  
અલબત્ત આ ઘટના પછી ગાંધીજીના ત્રણ દિવસ બાદના રોકાણ પેટેના ખર્ચના બિલ ગોંડલના રાજવૈધ અને એક વેપારીએ ચુકવ્યા હતાં. પણ ભગવંતસિંહે બિલ તો વસૂલ કર્યું જ હતું.
એ પછી ગાંધીજીએ અનેક જગ્યાએ કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં કરેલી સત્યાગ્રહની લડાઇમાં ભગવતસિંહના નાણાં ન હોત તો લડાઇ શક્ય ન બનત. પણ, ભગવતસિંહજીએ વસુલેલા બિલનો ઉલ્લેખ નહોતા કરતાં. પરંતુ ભગવતસિંહજી નિયમોના મામલે માત્ર ગાંધીજી માટે કડક હતાં એવું ન હતું. એમના પરિવારજનો માટે પણ સમાન કાયદો રાખતા હતાં.
એમના મહેલમાં એક બગીચો હતો. આ બગીચામાં નિયમ હતો કે, ભગવતસિંહજીના આદેશ વગર પાંદડું તોડી ન શકાય. પણ એકવાર એમના દીકરા નટવરસિંહે માળી જોડે કેળાની લૂમ તોડવાની જીદ કરી. પણ માળીએ બાપુનો નિયમ બતાવી ના પાડી....તો નટવરસિંહે માળીને તમાચો ચોડી દીધો અને કેળાની લૂમ તોડાવી. સાંજે ભગવતસિંહજી બગીચામાં લટાર મારવા નીકળ્યા ત્યારે કેળાની લૂમ તૂટેલી જોઇ અને કારણ જાણ્યુ..એટલું જ નહીં, પોતાના પુત્ર નટવરસિંહને હુકમ નહીં માનવા બદલ સજા કરી.
ભગવતસિંહજી પ્રજા અને પોતાના વચ્ચે ક્યારેય ભેદભાવ કરતાં નહીં. એટલે જ એમના પાટવી કુંવર ભોજરાજસિંહને દારૂની લત પડી તો એમને પણ રાજ્યની હદપાર કરી દેતા હતાં.
આજના જમાનામાં પ્રોગ્રેસિવ અને પ્રજાના હામી નેતાની વાત થાય છે પણ ભગવતસિંહજી જેવો પ્રજા પ્રેમ કોઇનો ય ન હતો. ગોંડલ સ્ટેટના દરેક ગામમાં પોલિસ સ્ટેશન હતાં. એ જમાનામાં ગોંડલ સ્ટેશનમાં ફોન હતાં. રોજ રાત્રે એ ગોંડલમાં સબ સલામત છે કે નહીં એ જાણ્યા પછી રાત્રે અગિયાર વાગ્યે ભોજન લેતા હતાં. વાત આટલેથી અટકતી નથી. એક વાર ગોંડલની વિધવા બ્રામણનો પુત્ર ખોવાઇ ગયો. વિધવાના આંખમાં આંસુ રોકાતા ન હતાં. ભગવતસિંહજીએ આદેશ કર્યો કે, ગમે તે ભોગે બાળક ને શોધી લાવો. અને દોઢ દિવસે બાળક સહી સલામત મળ્યું ત્યાર પછી ભગવતસિંહજીએ ભોજન લીધું હતું.
એમની સંવેદના અહીંથી જ અટકતી નથી. તે પ્રાણીઓ પ્રત્યે પણ એટલા જ સંવેદનશીલ હતાં. ગોંડલમાં એ જમાનામાં સૌથીવધુ પશુધન ગોંડલમાં હતું. એ વખતે ખેડૂતો સિંચાઇ માટે કોશથી પાણી ખેંચવા માટે બળદોનો ઉપયોગ કરતાં હતાં. બળદો પાસેથી વધુ કામ લેતા અને દોરડું ઘસાતા તેમનું ગળું છોલાઇ જતું અને સોજો આવી જતો હતો. આવા ખેડૂતોને સજા કરતાં જેથી પ્રાણીઓને પણ કષ્ટ ન પડે.

અહિંસા અને અનુશાસનના આગ્રહી ભગવતસિંહજીએ શિક્ષણ પ્રથા માટે દરેકે દરેક ગામમાં સ્કૂલ ખોલાવી હતી. જેથી શિક્ષણનું પ્રમાણ વધે. પણ પ્રવેશોત્સવ કે ગુણોત્સવ ન્હોતા કરતાં. અનુશાસન અને પ્રજાના પૈસા વેડફાતા બચાવવા માટે ગાંધીજીને બિલ આપનાર ભગવતસિંહજી ના હોત તો કદાચ ગાંધીજીની આઝાદીની ચળવળનું બાળમરણ થયું હોત. પણ ઇતિહાસના પાનાંમાં ભગવતસિંહ બાપુનું નામ ગાંધીબાપુ સાથે જોડાયું નથી. એટલે જ સત્તરવાર સ્ટાર્ચ કરેલી ખાદી પહેરી ફરતાં નેતાઓ માટે ગાંધીજી ગાંધીનગર જવાનો રસ્તો બની ગયા પણ ભગવતસિંહજી 60 વર્ષ રાજ કર્યા પછી પણ ઇતિહાસના પાનાંમાં ક્યાં ખોવાઇ ગયા એની ખબર નથી. પણ ઇતિહાસવિદોને તો એટલું જ કહેવું પડે કે, ઇતિહાસમાં નામ લખવાનું મુમકિન ન હોય તો બંને છેડે ‘’……….’’ અવતરણ મુકો...કોઇક તો એ અવતરણમાં ભગવતસિંહજીનું નામ મુકશે. કારણ કે, બાપુને બિલ આપનાર એક સાચો બાપુ હતો….

44 comments:

  1. A VAT no kyay puravo K kyay thi sabiti mali sake em hoy to ani Hu story lakhva mangu chhu

    ReplyDelete
  2. A VAT no kyay puravo K kyay thi sabiti mali sake em hoy to ani Hu story lakhva mangu chhu

    ReplyDelete
  3. વર્તમાન સમયમા પણ આવુ હોય તો કેટલું સારુ થાય...
    પણ અત્યારનાં રાજા (નેતાઓ)......

    ReplyDelete
  4. વર્તમાન સમયમા પણ આવુ હોય તો કેટલું સારુ થાય...
    પણ અત્યારનાં રાજા (નેતાઓ)......

    ReplyDelete
  5. તમારો લેખ અને આજની પરિસ્થિતિ માં બોજ ફર્ક દેખાઈ છે , એવું કઈ કરો કે પરિવર્તન આવે સાહેબ

    ReplyDelete
  6. તમારો લેખ અને આજની પરિસ્થિતિ માં બોજ ફર્ક દેખાઈ છે , એવું કઈ કરો કે પરિવર્તન આવે સાહેબ

    ReplyDelete
  7. We all have bhagavatsinhji and gandhiji inside..we should do small good things to like them in real world....GOD is in detail...such articles will surely highlight good practices and enlighten people..

    ReplyDelete
  8. વાહ.. આવી પ્રજા કર્તવ્યપારાયણતા આજના નેતાઓમાં હોય તૌ દેશમાં સોનાનો સુરજ ઉગે..

    ReplyDelete
  9. વાહ.. આવી પ્રજા કર્તવ્યપારાયણતા આજના નેતાઓમાં હોય તૌ દેશમાં સોનાનો સુરજ ઉગે..

    ReplyDelete
  10. વાહ ભાગઁવભાઇ મહારાજા ભગવતસિંહજી એક આદર્શ રાજવી હતા.કાશ.....આજના સમયમાં તો આધુનીક રાજવીઓ પ્રજાના પૈસે જ ઠાઠમાઠથી જિવેછે.

    ReplyDelete
  11. વાહ ભાગઁવભાઇ મહારાજા ભગવતસિંહજી એક આદર્શ રાજવી હતા.કાશ.....આજના સમયમાં તો આધુનીક રાજવીઓ પ્રજાના પૈસે જ ઠાઠમાઠથી જિવેછે.

    ReplyDelete
  12. ગોંડલ પ્રદેશ એ સમયની smart city કહેવાતું. ભગવત્સિંહ પ્રજાના હિતેચ્છુ અને લોકલાડીલા રાજા હતા

    ReplyDelete
  13. ગોંડલ પ્રદેશ એ સમયની smart city કહેવાતું. ભગવત્સિંહ પ્રજાના હિતેચ્છુ અને લોકલાડીલા રાજા હતા

    ReplyDelete
  14. ખરેખર તમારો લેખ બહુ જ અદભૂત લાગ્યો તેમ ઈતિહાસનું એ પાનું બતાવ્યું છે કે જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. એ બદલ આભાર

    ReplyDelete
  15. ખરેખર તમારો લેખ બહુ જ અદભૂત લાગ્યો તેમ ઈતિહાસનું એ પાનું બતાવ્યું છે કે જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. એ બદલ આભાર

    ReplyDelete
  16. Aa praveshotsav ane gunotsav na name praja na paise taagaddhinna karti aa sarkar ne shikshan ni kai padi j nathi...

    ReplyDelete
  17. Aa praveshotsav ane gunotsav na name praja na paise taagaddhinna karti aa sarkar ne shikshan ni kai padi j nathi...

    ReplyDelete
  18. વાહ...સરદાર પટેલ પછી આ બીજા એવા માણસ નો કિસ્સો સાંભળ્યો. અત્યારે તો everything is fare in love, war and politics. એવું છે. રાજકારણીઓ હવાઈ મુસાફરી અને આ સ્ટેટ ગેસ્ટ વાળું અમલ કરે કે પ્રજા નાં ટેક્સના નાણાં ને આમ સાચવે તો ...?? ... સ્માર્ટ સિટી ને બદલે સ્માર્ટ મૂલ્યો ની જરૂર છે. ભારત ની સાચી ઓળખ અને સંસ્કાર જ આ મૂલ્યો માં છે..... સરસ અને સમય ને અનુરૂપ જાણકારી. ....- દીપક અંતાણી

    ReplyDelete
  19. Superb. Aavi itihaas na panao ni bahar rahi gayeli vaato lai aavva mate kharekhar dhanyavaad ne patr chho. Keep it up 🖒

    ReplyDelete
  20. Superb. Aavi itihaas na panao ni bahar rahi gayeli vaato lai aavva mate kharekhar dhanyavaad ne patr chho. Keep it up 🖒

    ReplyDelete
  21. Excellent & very interesting blog.
    As if you are saying"મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો…"

    ReplyDelete
  22. Superb. Aavi itihaas na panao ni bahar rahi gayeli vaato lai aavva mate kharekhar dhanyavaad ne patr chho. Keep it up 🖒

    ReplyDelete
  23. Superb. Aavi itihaas na panao ni bahar rahi gayeli vaato lai aavva mate kharekhar dhanyavaad ne patr chho. Keep it up 🖒

    ReplyDelete
  24. આજે તો લાશો પર રાજકારણ રમાય છે. ક્યા ધર્મ ની લાશ છે એ જોઇ રાહત ની રકમ અપાય છે. પ્રજા ના ટેક્ષ ના પૈસા નો બેફામ અક્ષમ્ય દુરઉપયોગ એ આજ ની હકીકત છે. આપણે ખરેખર વિકાસ કર્યો છે !!!!!!

    ReplyDelete
  25. ભગવત સિંહ સાચા અર્થ મા "રાજા" કહેવાય

    ReplyDelete
  26. ભગવત સિંહ સાચા અર્થ મા "રાજા" કહેવાય

    ReplyDelete
  27. KHUB GRAT VAT MUKIECHA BAGV BHAI COGRUCHLASN.

    ReplyDelete
  28. KHUB GRAT VAT MUKIECHA BAGV BHAI COGRUCHLASN.

    ReplyDelete
  29. Bhagwatsinh ane bhargav....banne dhan rasi na jatak.bhagwatsinh temna niyamo ne shisht vade surajya,sushashan aapi shkya em bhargav pan eni kalm dwara aajna shashako ne sushashan ne surajya nu bhan karave tevi subheccha..keep it up bhai

    ReplyDelete
  30. Bhagwatsinh ane bhargav....banne dhan rasi na jatak.bhagwatsinh temna niyamo ne shisht vade surajya,sushashan aapi shkya em bhargav pan eni kalm dwara aajna shashako ne sushashan ne surajya nu bhan karave tevi subheccha..keep it up bhai

    ReplyDelete
  31. Sir, Aa vaat pehli vaar janva mali.. Very informative article. Congratulations and Thank you!!!

    ReplyDelete
  32. રાજકારણઆને સીખવા જેવીછે કાહાની અભિનંદન

    ReplyDelete
  33. રાજકારણઆને સીખવા જેવીછે કાહાની અભિનંદન

    ReplyDelete
  34. ભગવતસિંહજીને, લાખો સલામ પણ ઓછી પડે

    ReplyDelete
  35. ભગવતસિંહજીને, લાખો સલામ પણ ઓછી પડે

    ReplyDelete
  36. Kathiyawadi raja o aava anek prajalakshi karyo mate janita hata

    ReplyDelete
  37. Bhai Shuparb. Sathe Ek Request ke Bhavnagar na Last Raja Maharaj Krishnakumar sihji Vise Pan lakho to mja aabse Praja vatsal Ane Sauthi Phelu state India ma AApnar Great King.

    ReplyDelete
  38. Bhaga Bapani Aukat nathis Beritish sarkar ni raja vagar gandhiji ni sathe waat kari na sake, Rajahatha for murakh praja. bakri jewa hata koi ae bharat ni swatantra ma bhag nathi llidho.

    ReplyDelete