વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં નવસારી જતો હતો ત્યાં એક દોસ્તનો ફોન આવ્યો કે,
યાર...દિકરાને કઇ લાઇનમાં
મુકવો જોઇએ ? ભાર્ગવભાઇ સલાહ
આપો ને. એન્જિનિયર થયેલા છોકરાઓ રખડે છે અને ડોક્ટર બનાવવાની સાલી હેસિયત નથી. એમ
થાય કે, બે નંબરના ધંધે
ચઢાવી દઉ, સાલી રૂપિયાની
ધૂળધાણી તો નહીં.
મિત્રના આ ફોને
મને વિચારતો કરી મૂક્યો. વાત તો સાચી છે ડોક્ટર બનવું હોય તો મીનીમમ રૂ. 25થી 30 લાખનો ખર્ચો..એન્જિનિયર કે એમબીએ થવું હોય તો પાંચથી છ
લાખનો ખર્ચો. અને પછી સારા પગરાની કોઇ ગેરંટી નહીં. વિચારતો હતો કે દોસ્તને શું
સલાહ આપવી ? ત્યાં નવસારી
પહોંચ્યા, પી.એમની વિઝિટના
પાસની પળોઝણ ચાલતી હતી ત્યાં બીજા પત્રકાર મિત્રો સાથે ચા પીતા પીતાં ગપ્પા મારતા
હતાં. ત્યાં વાત નીકળી કે સુરત પાસસેના વરેલીમાં લઠ્ઠા કાંડ થયો છે તેમાં કેટલા
મર્યા? અને દારૂનો ધંધો
કેવી રીતે ચાલે છે? ત્યારે વાત કરતાં
કરતાં ખબર પડી કે, વગર ઇન્કમટેક્સ
રિટર્ન ભર્યે લખપતિ થવનાનો સારો રસ્તો ક્યો?
લીકર વેચીને
લખપતિ થવામાં જબરી કેરિયર છે. સામાન્ય નોકરી લેવા જાવ તો માલિક ક્વોલિફિકેશન પૂછે.
પરંતુ તમારે ગુજરાતમાં ક્યાંય દારૂનો ધંધો કરવો હોય તો લખપતિ બનવું આસાન છે.
મિત્રો પાસેથી મળેલી માહિતિ પ્રમાણે આ કેરિયર બનાવવી સહેલી છે.
ભણતરઃ....આ
ધંધાની શરૂઆત કરવા માટે ભણતરની જરૂર નથી. માતર પૈસા ગણતા આવડતું હોય તો ાસાનીથી આ
ધંધામાં કિંગ થઇ શકાય છે. અહીં ગ્રેજ્યુએટની ડીગ્રીની જરૂર નથી. પરંતુ તમે શારિરિક
રીતે થોડા સશક્ત હોવા જરૂરી છે.
ત્યારબાદ તમારે
આસપાસના લોકલ પોલિસ સ્ટેશનમાં પોલિસ અધિકારીના લીકરના સ્પેશિયાલિસ્ટ કોન્સ્ટેબલનો
સંપર્ક ગોઠવવો પડે. જેને પોલિસની ભાષામાં વહીવટદાર કહે છે. આ વહીવટદારના આશિર્વાદ મેળવ્યા પછી મંદીરમાં
જેમ પૂજાપો ચડાવો છો તેમ આ વહીવટદારને પૈસાનો ચઢાવો ચડાવવાનો રહે છે.
વહીવટદારનો
સંપર્ક થઇ ગયા પછી તમારે જાજુ કશું કરવાનું રહેતું નથી. ડેકીવાળું એક સ્કૂટર કે
સેકન્ડ હેન્ડ કાર ખરીદવાની રહે છે. આ કાર કે સ્કૂટરમાં તમે દારૂના હેરાફેરી
આસાનીથી કરી શકશો. દારૂની એક બેટલ પર આસાની થી હેરફેર કરી શકો છે. અને એક બોટલ પર 100થી 200 રૂપિયા આસાનીથી કમાઇ શકાય એમ છે.
અલબત્ત અહીં એક
ધ્યાન રાખવું પડે કે. જે તે વિસ્તારના વહીવટદારને તમે પુજાપો ચઢાવ્યો હોત તેની
ટેરિટરીમાંથી બહાર ન નીકળી શકો. પણ ઓફિસમાં પંચીગ ટાઇમની ઝંઝટના રહે. જો ધઁધાનું
વિસ્તરણ કરવું હોય તો બીજા પોલિસ સ્ટેશનના બીજા વહીવટદારને શોધી તેના પેટનો ખાડો
કેટલો ઊંડો છે તેટલા રૂપિયા ઠૂંસવા પડે. ધંધો વિસ્તરતો જાય એટલે
મલ્ટી લેવલ માર્કેટિંગની જેમ દારૂની હેરાફેરી માટે હાથ નીચે નાની ઉમરના માણસો
રાખવા પડે, એને લેપટોપની
બેગમાં દારૂની બાટલીઓની ડોર ટુ ડોર ડિલિવરી કરવા રોકવા પડે, આમ તમે ખુદ આ બિઝનેસથી બીજાને પણ રોજગારી આપી
શકો.
આ ધંધાની બીજી
મહત્ત્વની ખાસિયત એ છે કે, તમારા મોબાઇલ પર ખાસ કોડવર્ડ બનાવવા પડે. એટલે અહીં દારૂની હેરાફેરી માટે છગન
જેવા શબ્દનો ઉપયોગ થાય છે. એટલે કે દારૂ પીધા પછી મગજમાં છ ગન (બંદૂકો) ફૂટતી હોય
એવો અહેસાસ થાય છે. એટલે કોડવર્ડ છગન વપરાય છે. છગનની અટકના કોડવર્ડ પરથી દારૂની
બ્રાન્ડ નક્કી થાય છે. છગન પરમાર એટલે મધ્યમ કક્ષાનો દારૂ હોય, જેમ કે બ્લેન્ડર સ્પ્રાઇડ, છગન પટેલ અને ટીચર્સ જેવી બ્રાન્ડ હોય તો છગન
વાણિયા કોડ વર્ડ વપરાય છે. સ્કોચ માટે છગન બ્રાહ્મણ કોડવર્ડ વપરાય છે. તો પછી અને
વોડકા માટે છગન નાગર શબ્દનો કોડવર્ડ વપરાય છે. કારણ કે મોટા ભાગે નાગર કાળો નહીં
ગોરો જ હોય છે. એટલે આ શબ્દનો પ્રયોગ થાય છે.
તમારે આ ધંધાની
શરૂઆત કરતી વખતે મોબાઇલમાં દારૂની બ્રાન્ડ સાથે છગન નામની સાથે અટક બોલવાની જેથી
ગ્રાહક સમજી જાય અને એ પ્રમાણે ઓર્ડર આપે. પરંતુ હવે એકવીસમી સદીમાં ધંધાની સ્ટાઇલ પણ બદલાઇ છે. બ્રાન્ડેડ કપડાં સાથે
કારમાં આવતો બૂટલેગર હવે ઘરે દારૂની ડિલિવરી કરે તો તે ગિફ્ટ પેકમાં કરે છે. જેના
કારણે અડોશ પડોશમાં કોઇને શંકા ન જાય અને આસાનીથી દારૂની હેરાફેરી થઇ શકે.
ગુજરાતમાં
છાશવારે દારૂની રેડ પડતી હોય છે. પરંતુ જો પોલિસને નૈવેધ બરાબર ચઢાવ્યું હોય અને
ભક્તિ બરાબર કરી હોય તો ચિંતાને કોઇ કારણ નથી. કેમકે રેડ પાડતા પહેલા જ તમને જાણ
કરી દેવામાં આવે છે કે બે ચાર જણાન દારૂ સાથે પકડવા પડશે.
અહીં તમારે બે
ચાર જણાની એવી ફોજ રાખવી પડે જે દારૂ સાથે પકડાઇને પોલિસ સ્ટેશને જવા માટે તૈયાર
હોય. આ ફોજ પોલિસની દારૂની રે઼ડ પડે ત્યારે હાજર હોય અને બે દિવસ જેનું ચક્કર
કાપીને હવા ફેર કરી પરત આવી કામે લાગી જાય છે. અહીં અગત્યની વાત એ છે કે, તમારે પોલિસની સાથે સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દીવ દમણથી દારૂ લાવનારા લોકો સાથે ખાસ
સંબંધો રાખવા પડે. જેથી તમને સસ્તા ભાવમાં 27 ટકા ગાળેલો દારૂ
મળી જાય અને પોલિસને સાચવવા માટે આપવાના
પૈસાનું માર્જિન બની રહે. એટલે જ ટેક્સ ભરાયા વિનાનો દારૂ જે રાજ્યમાં દારૂબંધી
નથી એના કરતાં ગુજરાતમાં સસ્તો મળે છે.
પોલિસની રહેમનજર
હોય તો આ ધંધામાં બરકતે ય ઘણી છે. કારણ કે નેવુંના દાયકામાં મેકડોવેલ કંપનીએ સૌથી
વધુ દારૂ ખરીદનાર માટે મારુતિ કાર આપવાની સ્કીમ કરી હતી. એ વખતે દેશના બીજા કોઇ
રાજ્યમાં એટલે દારૂ નહોતો ખરીદાયો કે કોઇ મારુતિ કાર જીતી શકે. પણ ખેડાનો બૂટલેગર
આ કાર જીતી ગયો હતો. કારણ કે ગુજરાતમાં શુદ્ધ પાણી પીવું હોય તો તમે
મોહતાજ છો. ઘરે આર.ઓ પ્લાન્ટ નંખાવવા પડે કે મીનરલ વોટરના બાટલા મગાવવા પડે છે.
પરંતુ દારૂ આસાનીથી મળી જાય છે. એટલે જ ગુજરાતના દર દસમાંથી છ માણસ એવું કહે છે કે,..... તું આજે ય મારી એ
તરસ છે, ...ગમે તેવી તોય તું બોટલ સરસ છે.
(નોંધઃપોલિસની
રહૈમનજરથી થઇ શકતા આવા વ્યવસાયિક માર્ગદર્શન આપતા રહીશું.)

G8
ReplyDeleteLavya....lavya....here by,you are officially appointed as a carrier guide from gov.of guj....ha..haa
ReplyDeleteભાર્ગવ ભાઈ..
ReplyDeleteનાતિક લખનવી નો એક શેર ....
गदाये-मयकदा था अब हूँ शैखे-हरम 'नातिक',
कहीं ऐसा न हो पहचान ले कोई यहाँ मुझ को !
(गदाये-मयकदा =मयकदे का भिखारी)
(हरम=मस्जिद)
ભાર્ગવભાઇ ..
ReplyDeleteહજુ એક 'રિયાજ ખૈરાબાદી' નો શેર...
हम हैं गदाये-मयकदा हम को कमी नहीं ,
सब कुछ हमारे घर है खुदा का दिया हुआ !!
(गदाये-मयकदा =मयकदे का भिखारी)
हम हैं गदाये-मयकदा हम को कमी नहीं ,
ReplyDeleteसब कुछ हमारे घर है खुदा का दिया हुआ !!
(गदाये-मयकदा =मयकदे का भिखारी)
ભાર્ગવભાઇ ..
ReplyDeleteહજુ એક 'રિયાજ ખૈરાબાદી' નો શેર...
हम हैं गदाये-मयकदा हम को कमी नहीं ,
सब कुछ हमारे घर है खुदा का दिया हुआ !!
(गदाये-मयकदा =मयकदे का भिखारी)
વ્યવસાયિક માર્ગ દર્શન ટંકશાળ ખોલો
ReplyDeleteવ્યવસાયિક માર્ગ દર્શન ટંકશાળ ખોલો
ReplyDelete👌 ખૂબ સરસ જાણકારી આપી આભાર
ReplyDelete👌 ખૂબ સરસ જાણકારી આપી આભાર
ReplyDeleteઆ દેશામા માત્ર બે અેવા ધંધા છે જેમા નુકશાન કિયારળે જતુ નથી અને નફો પણ ખૂબ મોટો હોઇ છે ન કોઈ રિટન ભરવાનું હોઇ છે ન કોઈ હિસાબ ન કોઈ અેકાઉન્ટ લખવાની જરૂર છે અે ધંધો છે 1દારૂનો અને બીજો છે જુગાર માત્ર પોલીસ અધિકારી ની રહેમ નજર હોઇ તૉ આધંધો ધમ ધોકાર તમે 50લાખ ખર્ચી તમારા બાળક ને ડોક્ટર કે અેન્જીનર બનાવો પણ તેની કોઈ ગેરંટી નથી કે તેનો ધંધો ચલે આ દેશ મા જુગાર રમી હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે તૉ સામે જુગાર રમારનાર લોકો રોડ પરથી કરોડ પતિ થઈ ગયા છે દારૂના કારણે લાખો પરિવારો બરબાદ થઈ ગયા છે પણ દારૂ વેચનાર અને તેનોં હપ્તાઓ લેનાર કરોડ પતિ થઈ ગયા છે દારૂ અને જુગાર મારફતે કોઈ લતીફ બની જાય છે અને પછી તેને ડોન નુ બિરુદ મલે છે હૂ અેક વાર ચાણસ્મા શહેરમા ઊભો હતો ત્યા અચાનક ફોન આવ્યો કે પોલીસ અને બુટ્લેગર વચ્ચે મારામારી થઈ છે હૂ ત્યા પૌહ્ચૌ તૉ ખબર પડી કે પોલીસે જવાબી ફાયરિંગ કર્યુ છે જેમા ત્રણ બુટ્લેગર ને ગોલી વાગી છે જેમાથી એક નુ મોત થયુ છે જોકે આ કામગીરી બાદ બુટ્લેગરના સમાજ ના લોકો દ્વારા સરકાર પર દબાણ કર્યુ અને લાશ ને અંતિમવિધિ કરવાની ના કહી દીધી તેમની માઁગ હતી કે જે પોલીસ અધિકારી અે અહી રેડ કરી છે તેના સામે કેશ થાય જોકે ફરજ પર ના પોલીસ અધિકારી ને સસ્પેન્ડ કરી દેવાયો આજે પણ મને અે વાતનો અફસોસ છે કે દારૂ તે અધિકારી ને સાચિ ફરજ બજાવવા ની સજા મલી હતી જોકે આજે પણ આ બુટ્લેગર ના પરિવાર નો દારૂ નો ધંધો ખૂબ ફૂલો ફ્લાયો છે અને કોઈ પોલીસ અધિકારી અહી રેડ કરવા જતુ પણ નથી સરકારી જમીનમાં બજાર ની મધ્યમા હ્ડ્ડા ધમ ધમે છે
ReplyDeletePolice ni parlaor Chaltu vyvstha tantra Etle lequier tantra.police pan car nu tyre joine ketli peti daru bharyo chhe te jani levani kothasuj dharave chhe
ReplyDeleteVery nicely put Bhargavbhai. Jordaar !!
ReplyDeleteવાણિયા ના પેંગડા માં પગ નહિ ઘાલવાનો.
ReplyDeleteધંધો અેમની મોનોપોલી છે.
અને ઇમાનદાર પત્રકાર પાસે થી ધંધા ની સલાહ લેવાય ?
અક્કલ નો ઓથમીર કહેવાય !
ઇમાનદાર પત્રકાર પોતે ઢસરડો મુકી ને ધંધો ન કરે !
Sir, pehli vaar aava codeword vali language aa field ma khabar padi
ReplyDeleteSir, pehli vaar aava codeword vali language aa field ma khabar padi
ReplyDeleteWo Teri yad thi, ab yad aaya!
ReplyDeleteKem bhai, have haj karva jao chho, 100 chuhe ma....ke!
Jem chale chhe em chalva do ne.
At the end of a day more money 💵 will go from comman men.
Coman man 👨 pocket
ReplyDeleteभार्गवभाई,
ReplyDeleteआपना आजना ब्लोग उपर कमेन्ट करवीनी ईच्छातो नहोती,पण थयुं के कमेन्ट नही करीने हुं क्यांक आ राज्यना विकाष ने अविरत आगळ वघारता लोकोनो विरोघीछुं तेवु लागवु स्वाभाविक छे,कारण के आपनी वातने कोईपण रीते कोईपण व्यक्ति समजी शके ते रीते स्पष्ट छे के कोण कहेछे के गुजरात राज्यमां "लधुउघ्योगो" प्रत्ये ओरमायुं वर्तन करवामां आवेछे ?आपना ब्लोग मुजब अगर खुब ओछा रोकाणे "लाखोपति" थई जवातुं होय तो पछी विकाष करती "गतिसील" सरकार नो वांक शु ? आथी वघारे ते करे पण शुं ? आट आटली सगवड पछी तमे "लाखोपती" थाव के न थाव सरकार अने तंत्र करे पण शु...!!?
Good 1
ReplyDeleteGood 1
ReplyDeleteSahi Pakde Hai Sir...
ReplyDeleteSahi Pakde Hai Sir...
ReplyDeleteअच्छा है फिर एक बुटलेगर विश्व विद्यालय भी खुलवा दो
ReplyDeleteअच्छा है फिर एक बुटलेगर विश्व विद्यालय भी खुलवा दो
ReplyDeleteBhargavbhai
ReplyDeleteLaghu udhyog tarike Manyata malvu joie
👍👍👍👍👍
Bhargavbhai
ReplyDeleteLaghu udhyog tarike Manyata malvu joie
👍👍👍👍👍
Jordar
ReplyDeleteYes, I understood the sarcasm which you want to convey. Still we fools hope that our govt. will actually understand the grief of students and their parents. This blog is a brilliant try by you on behalf of society.
ReplyDeleteInformative, interesting and shocking! Nicely narrated.
ReplyDeleteChhalla ghana dashka I thi Gujarat ni aa NAGN VASTAVIKTA chhe chhata pan sarkar ne teni kai padi nathi.
ReplyDeleteHA JYARE SURAT LATTHHA KAND THAI TYARE "JAVABDARI" nibhavi le chhe
ભાર્ગવ, તેં પીને બ્લોગ લખ્યો લાગે છે.... તારે નવસારી જવાની શું જરૂર હતી... સરદારમાં કટિયો અને પિયુષ ધોબીની જ વાત કરી દેવી હતી ને....લીકરથી લખપતિ તો નવસારીનો વાણિયો થઇ ગયો પણ કટિયો અને પિયુષ તો કરોડપતિ બન્યા .... તે બન્નેની કમાણી જોઇ ગુજરાતના લતિફ(ભાઇ)ને પણ ઇર્ષા થઇ... એક દિવસ ખેલ પાડી દીધો.. પિયુષિયાનું એમ્બેસેડર કારમાં અપહરણ કરાવ્યું..... પિયુષે તો ચાલુ ગાડીએ વાત કરી - શું જોઇએ છે.... વાત કરવો... લતિફે સાત પેટી માંગી.... લખુડી તલાવડી આવે ત્યાં સુધીમાં પેટીઓ પહોંચાડાઇ... બોલ ભાર્ગવ હવે ધોબીથી શિખીશ કે નવસારી ફરી આંટો મારીશ.....લિતફનો સબડિલર લતિફ કરતા વધારે પેટીઓ ઉતારતો તે વાત લતિફને ઘણા વખત પછી ભાન થયું....કારણ લતિફ કોટની અંદર ( જુનું અમદાવાદ)માં ધંધો કરતો... પિયુષિયો નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં... ફેર ત્યાં પડી ગયો....કટિયો અને પિયુષ પહેરેઓઢે ચુસ્ત ગાંધીવાદી... ખાદીના સફેદ આરવાળા ઇસ્ત્રીટાઇટ કપડા પહેરે... પ્રબોધભાઇ પણ ઝાંખા પડી જાય..( હવે એ ના પૂછતો કે આ પ્રબોધભાઇ કોણ? - આપણા તત્કાલિન પૂર્વ ગૃહપ્રધાન)....મીનરલ વોટર પીને લખી રહ્યો છું.. વધારે નથી લખવું.
ReplyDeleteMaharshi, I hope Bhargav introduce me to you.
ReplyDeleteIam waiting to see him around!