Wednesday, 14 September 2016

અમદાવાદમાં પાકિસ્તાની ડોક્ટરને જખ્મો જીવાડી રહ્યાં છે, બાકી સરકાર તો એને રમાડી રહી છે...


એક સવારે મે મારા પત્રકાર દોસ્ત ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટર અરવિંદ શર્માને ફોન કર્યો. યાર , ક્યા કર રહે હો?..અરવિંદે કહ્યું, સર...મે એક ડોક્ટર કો ઢૂંઢ રહા હું,  વો ડોક્ટર હોને કે બાવજુદ જૂતા બેચ રહા હૈ...ઔર મિલ નહીં રહા હૈ. મને એટલું યાદ હતું કે સરદારનગરમાં પાકિસ્તાનથી આવીને વર્ષોથી લોકો રહે છે. અમે બંને ત્યાં તપાસ કરવા નીકળ્યા. પૂછતા પંડિત થવાય, પણ અમારે તો મેડિસિનનો પંડિત શોધવાનો હતો. થોડી મહેનત પછી એ મળી ગયો. 52થી  53 વર્ષનો આ ડોક્ટર મળ્યો, ત્યારે હું હૈરાન રહી ગયો. પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારના કારણે એ પાકિસ્તાન છોડીને ભારત આવી ગયો છે. પાકિસ્તાનમાં હિન્દુસ્તાની પત્ની, બહેન અને દીકરીઓની અસ્મત લૂંટાતી જોઇને દ્રવી ઉઠ્યો હતો. મોટી થતી દિકરીઓ અને સુંદર પત્નીની ચિંતા સતાવતી હતી. ડોક્ટર હોવાને કારણે અડધી રાત્રે પણ લોકો દવા લેવા આવતા પ્રેટકીસ ધમધોકાર ચાલતી હતી. નાણાંનો ફ્લો આવતો હતો. પણ પાકિસ્તાની ડોક્ટરની પત્ની અને કૂમળી દીકરી પર અહીંના પાકિસ્તાનીઓની નજર ખરાબ હતી.
ડોક્ટર સતત મુંઝાતો હતો કે શું કરવું ? 10 વર્ષ પહેલા નક્કી કર્યું કે, હવે પાકિસ્તાનમાં રહેતા બીજા હિન્દુઓની મા બહેન, દિકરીઓની ઇજ્જત ખતરામાં છે. તો પાકિસ્તાન છોડી દેવું અથવા ભારત જતા રહેવું. ડોક્ટર હતાં અને ભણેલા પણ હતાં ભારતના વિઝા મેળવી અહીં રહેતા સગાઓ સાથે વાત કરી બધુ આટોપી ભારત આવવાનું નક્કી કર્યું. પાકિસ્તાનમાં બનાવેલી મિલ્કત અડધાભાવે વેચી ભારત આવવાનું નક્કી કરી લીધું, ઘરેણાં બનાવ્યા અનૈ વિઝા મળતા ભારત આવી ગયા. અહીં આવીને સગાને ત્યાં રહ્યાં.
પણ ખુદ્દાર ડોક્ટરને બીજાના મોહતાજ રહેવું મંજૂર ન હતું. એણે અમદાવાદમાં ડોક્ટરી શરૂ કરવા માટે નક્કી કર્યું. દવાખાના માટે મકાન ભાડે લેવા નીકળ્યા, પણ સાચું બોલવું ભારે પડ્યું. એમણે કહ્યું કે પાકિસ્તાનથી આવ્યો છું. તો  લોકોના નાકના ટેરવા ચડવાં માંડ્યા. કોઇ દવાખાના માટે જગ્યા આપવા તૈયાર ન હતાં. બીજી બાજુ દિકરીને ભણાવવાની હતી. એને સ્કૂલમાં એડમીશન મળી ગયું. પણ ડોક્ટરને પ્રેકટીસ કરવા ના મળી. પાકિસ્તાનથી દાઝીને આવેલા ડોક્ટરે હિંમત ન હારી. સરકારી નોકરી માટે મદદ માંગી. વળી કરમની કઠણાઇ, પાકિસ્તાનની ડીગ્રી જોઇને સરકારી બાબુઓએ તેની સામે દુશ્મનની જેમ જોવા માંડ્યાં. એની ફાઇલ એક પછી એક ટેબલ પર ફરતી થઇ ગઇ. પણ કોઇ સરકારી બાબુ એના પર મંજૂરીની મહોર મારવા તૈયાર ન હતો. આમ છતાં ડોક્ટર હિંમત ન હાર્યો. એણે દિલ્હીના દરવાજા પણ ખખડાવ્યા. ત્યાંથી પણ બહેરા કાને અવાજ અથડાઇને ના ના પડઘા પડતા રહ્યાં. એની કાકલુદી પીગળી જતી હતી. બીજી બાજુ પાકિસ્તાનથી લાવેલા ઘરેણાં અને પૈસા ખતમ થવા માંડ્યા હતાં. કારણ કે એ બેન્કમાં પણ પૈસા મૂકી શકતો ન હતો. બેન્કમાં એકાઉન્ટ ખોલાવી શકતો ન હતો. કારણ કે તે પાકિસ્તાની હતો.
હિન્દુ હોવા છતાં ભારતનો પ્રેમ દિવસે દિવસે એને ગરીબ કરી રહ્યો હતો. ઉપરથી આઇબી અને પોલિસની ઇન્કવાયરી અને દર વર્ષે ભારતનો વિઝા મેળવવા માટે દિલ્હીના દ્વાર ખખડાવવામાં ધીરે ધીરે ખિસ્સુ ખાલી થઇ રહ્યું હતું. પોતે ડોક્ટર હોવા છતાં બેકાર ફરી રહ્યો હતો. હવે ઘરંમાં ખાવાના સાંસા પડવા માડ્યા. કાંદાને રોટલી પર ગુજારો શરૂ થયો, એના ય પૈસા ખૂટી ગયા. વુારંવાર પોલિસની ઇન્કવાયરી. દિલ્હીના દોડા ધક્કા ગજવામાં એવા કાણાં પાડી રહ્યા હતા કે  વિઝાની ફી ભરવાના તો ઠીક ખાવાના પૈસા પણ ન હતાં. પોલિસની ઇન્કવાયરી માટે છાશવારે પોલિસ સ્ટેશન ચાલતા જતા ચપ્પલ ઘસાઇ ગયા હતાં. પમ ભણેલો હોવા છતાં કામ તો ન મળ્યું. અને ઉપરથી પોલિસ ક્યારે પાકિસતાન ફેંકી દેશે એનો ડર હતો. છેવટે સૌની દયા ખાઇને સરદારનગરમાં ચપ્પલની દુકાનમાં નોકરી મળી. સ્ટેથોસ્કોપ અને દવાઓના ડબલાં છોડી, એ ડોક્ટર પોતાનું ગુજરાન ચલાવવા લોકોના પગનું માપ લઇને જૂતા પહેરાવે છે.
લોકોની ના઼ડી પકડી બ્લડપ્રેશર માપતાં અને સ્ટેથોસ્કોપથી લોકોના દુઃખ દૂર કરતાં ડોક્ટરને હવે ગળામાં પોતાની ડોક્ટરીનું સર્ટિફિકેટ ભરાવી લોકોના જૂતા માપવા પડે છે. લોકો સાજા થવાથી તેમના પગ પકડતા હતાં હવે એ પેટનો ખાડો પુરવા લોકોના પગ પકડી રહ્યા છે. પણએને પાકિસ્તાનથી પાછા જવાનો અને ગરીબી સાથે લડવાનો અફસોસ નથી. એક હિન્દુ તરીકે હિન્દુસ્તાનમાં જીવવું છે. પણ જીવવાની કશ્મકશ એને હજુ સુધી પીગળાવી શકી નથી. પાકિસ્તાન પાછા જાય તો તેને જૂની જાહોજલાલી પાછી મળી શકે એમ છે. પણ હિન્દુસ્તાન માટેનો એનો પ્રેમ હજુ અકબંધ છે. એટલે પાકિસ્તાન જવા તૈયાર નથી. એ લોકોને મોંઘા જૂતા પહેરાવે છે. મોંઘા જૂતા ખરીદનાર વગદાર લાગે તો પોતાનું દાક્તરીનું સર્ટિ બતાવીને મદદ કરવા કાકલૂદી કરે છે.
એની કાકલૂદી જોઇ મને થયું કે, હિન્દુ ધર્મ પ્રત્યેના પ્રેમે એને દરિદ્રતા આપી છે. પણ એની કમર તોડી નાંખી નથી. પરંતુ પાકિસ્તાનથી સાથે લાવેલા સ્ટેથોસ્કોપ, બીપી માપવાના મશીન પર ચઢેલી ધૂળ સાફ કરતાં કદાચ હિન્દુના હામી બની ખૂરશી પર ઠેકડો મારીને બેઠેલા રાજકારણીઓ માટે મનમાં એવું તો જરૂર કહેતો હશે કે, હિન્દુસ્તાન માટેના અમારા દિલની સફર તો કરી જુઓ કોઇક દિવસ....હિન્દુ હોવાના ઘા થી દિલમાં પડેલા ખાડામાં અમે પ્રેમના ફુલો વાવ્યા છે. પણ ભૂલથી મારા વેચેલા જૂતા પહેરી એના પર પગના મૂકતા.............
(નોંધઃ પહેલેથી ઝલીલ થયેલા ડોક્ટરને વધુ પીડા ન પહોંચાડવા તેનું નામ અને તસવીર મૂકી નથી.)


  

33 comments:

  1. ધ્યાનથી વાંચવું: પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓ 'કાફીર..હિન્દુ..ઇન્ડિયન..' છે.ભારતમાં વસતા પાકિસ્તાની હિન્દુઓ ' પાકિસ્તાની' છે.અને હા,જાસૂસીનું લેબલ બંને દેશો માં લાગે છે.ધોબી
    કે કુત્તા..

    ReplyDelete
  2. સમય બડા બલવાન
    નહી મનુષ્ય બલવાન

    ReplyDelete
  3. Aama mane kaakludi no meaning na samjhayo����
    Pan aa Doctor sathe j b thayu a bau j khotu che. Aa political leaders khaber nai kem aatla dekhada kare che ane jyare kai kaam karvanu aave tyare chatki jata hoy che. India is the biggest democracy in the world. But,sometimes I doubt this fact. Shu hakikat ma desh nu shashan praja thi, praja mate ane praja dwara thai rahyu che? K aa khurshi par thekdo mari besela raajkaranio aakha desh ne dhakke chadhave che?

    ReplyDelete
  4. Din bhi andhera chhaya hai phir bhi mera bharat mahan ka nara lagaya ja raha hai

    ReplyDelete
  5. Din mai bhi andhera chhaya hai
    phir bhi mera bharat mahan ka
    nara lagaya ja raha hai ¡

    ReplyDelete
  6. Abhi yaha pe bhi istarah ke log hai ki vah vapas Jana nahi pasand karate lekin kabhi kyakare majburi KA name Mahatma Gandhi.
    Kahi yesebhi haiki.....
    "MANAV BADA BALWAN
    NAHI SAMAY BALWAN".....

    ReplyDelete
  7. Abhi yaha pe bhi istarah ke log hai ki vah vapas Jana nahi pasand karate lekin kabhi kyakare majburi KA name Mahatma Gandhi.
    Kahi yesebhi haiki.....
    "MANAV BADA BALWAN
    NAHI SAMAY BALWAN".....

    ReplyDelete
  8. લેખ વાંચીને મગજની બધી ઈન્દીર્યા એક જ સવાલ કરે છે ? માન સન્માન કર્મ કરતાં વધારે ધર્મ અપાવે છે ? સમાજના બધા જ પાસાને અને સાચુ ચિત્ર બતાવવા બદલ આભાર.

    ReplyDelete
  9. લેખ વાંચીને મગજની બધી ઈન્દીર્યા એક જ સવાલ કરે છે ? માન સન્માન કર્મ કરતાં વધારે ધર્મ અપાવે છે ? સમાજના બધા જ પાસાને અને સાચુ ચિત્ર બતાવવા બદલ આભાર.

    ReplyDelete
  10. સરદાર નગર મા વસતા પાકિસ્તાન થી આવેલા સિંધી અથવા બીજી જ્ઞાતિ નાં લોકો ની પીડા અસહ્ય છે એક એક માણસ ની સ્ટોરી હૃદય દ્રવક છે

    ReplyDelete
  11. સરદાર નગર મા વસતા પાકિસ્તાન થી આવેલા સિંધી અથવા બીજી જ્ઞાતિ નાં લોકો ની પીડા અસહ્ય છે એક એક માણસ ની સ્ટોરી હૃદય દ્રવક છે

    ReplyDelete
  12. सरस स्टोरी ।

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. સાહેબ..


    ડીસામાં વસતા શરણર્થીઓને તૌ સરકારે વર્ષો બાદ ચૂંટણી કાર્ડ અને રાશન કાર્ડ આપેલા...


    સિસ્ટમમા સુધાર જરુરી છે

    ReplyDelete
  15. સાહેબ..


    ડીસામાં વસતા શરણર્થીઓને તૌ સરકારે વર્ષો બાદ ચૂંટણી કાર્ડ અને રાશન કાર્ડ આપેલા...


    સિસ્ટમમા સુધાર જરુરી છે

    ReplyDelete
  16. आपको जानकर ख़ुशी होगी की आपके और निर्णय कपूर जी और भरत भाई के प्रयासों से उनमें से कुछ लोगो को भारतीय नागरिकता मिल गई है अभी काफी लोग और हे जिन्हें नागरिकता मिलना बाकि हे उनकी पीड़ा को वर्णित नहीं किया जा सकता है उसे महसूस किया जा सकता है आपने उसे महसूस किया और मुझे याद किया उसके लिए आपका शुक्रगुजार रहूँगा और ईश्वर से प्रार्थना करूँगा उन सब परिवारों को उनका हक मिले ईश्वर से इसलिये कहूंगा क्योकि सरकार के सामने गुहार लगा कर वो भी थक चुके और हम स्टोरी करके अपना फर्ज अदा करते हे लेकिन कुभकर्णीय नींद से सरकार जागती नही है सरकार के नए मुखिया विजय भाई रूपानी उनके दर्द को महसूस करेंगे और उन्हें न्याय दिलाएंगे आपकी लेखनी यु ही चलती रहे तो न्याय जरूर मिलेगा इस उम्मीद के साथ आपकी लेखनी में मुझे याद करने के लिए एक बार फिर से आपका धन्यवाद

    ReplyDelete
  17. आपको जानकर ख़ुशी होगी की आपके और निर्णय कपूर जी और भरत भाई के प्रयासों से उनमें से कुछ लोगो को भारतीय नागरिकता मिल गई है अभी काफी लोग और हे जिन्हें नागरिकता मिलना बाकि हे उनकी पीड़ा को वर्णित नहीं किया जा सकता है उसे महसूस किया जा सकता है आपने उसे महसूस किया और मुझे याद किया उसके लिए आपका शुक्रगुजार रहूँगा और ईश्वर से प्रार्थना करूँगा उन सब परिवारों को उनका हक मिले ईश्वर से इसलिये कहूंगा क्योकि सरकार के सामने गुहार लगा कर वो भी थक चुके और हम स्टोरी करके अपना फर्ज अदा करते हे लेकिन कुभकर्णीय नींद से सरकार जागती नही है सरकार के नए मुखिया विजय भाई रूपानी उनके दर्द को महसूस करेंगे और उन्हें न्याय दिलाएंगे आपकी लेखनी यु ही चलती रहे तो न्याय जरूर मिलेगा इस उम्मीद के साथ आपकी लेखनी में मुझे याद करने के लिए एक बार फिर से आपका धन्यवाद

    ReplyDelete
  18. Aapni sarkar ola pakistan thi India aavela pure pakistani singer adnan sami ne jo permanent visa aapi shakti hoy to to aa doctor ne permanent visa nahi aapine aapni sarkar a kharekhar teni sathe anyay j karyo chhe... Ane saheb aa Hindu na name vote bank ni raajniti karva wala loko ne Hindu ni kai padi j Nathi enu aa uttam example tme aapyu chhe.

    ReplyDelete
  19. Aapni sarkar ola pakistan thi India aavela pure pakistani singer adnan sami ne jo permanent visa aapi shakti hoy to to aa doctor ne permanent visa nahi aapine aapni sarkar a kharekhar teni sathe anyay j karyo chhe... Ane saheb aa Hindu na name vote bank ni raajniti karva wala loko ne Hindu ni kai padi j Nathi enu aa uttam example tme aapyu chhe.

    ReplyDelete
  20. Very shameful on the part of govt

    ReplyDelete
  21. Very shameful on the part of govt

    ReplyDelete
  22. You didn't publish his name and Photo that is real Humanity.very nice story.Government is "Gatisheel Gujarat"!!

    ReplyDelete
  23. ભારત માં પત્રકાર ઈમાનદારી કરે તો શું હાલ થાય ???

    ReplyDelete
  24. Very touching. Example of true journalism

    ReplyDelete
  25. Very touching. Example of true journalism

    ReplyDelete
  26. બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
    અને એ પણ ટકોરાથી તુટેલા ટેરવા લઈ ને,

    ReplyDelete
  27. ભાર્ગવભાઇ વાત તમારી સાચી છે પણ આ તો એક જ આ ડોક્ટર છે સરદારનગરમાં દસ હજાર પાકિસ્તાની રહે છે અને તેમને યેન કેન પ્રકારે અહિયા પણ સિસ્ટમનો ભોગ બનવુ જ પડે છે કેટલીક વાતો બહાર આવે છે અને કેટલાક પર પુર્ણ વિરામ મુકાઇ જાય છે

    ReplyDelete
  28. Now, you will get regular comments..

    ReplyDelete
  29. This comment has been removed by the author.

    ReplyDelete