ત્રણ દિવસથી બ્લોગ લખાયેલા પડ્યા છે પણ અપલોડ કરી ન શકાયા, કારણ કે મમ્મીની
ખરાબ તબિયતના કારણે પત્ની તેમની સેવામાં વ્યસ્ત હતી અને બ્લોગ ટાઇપ થયા વિના પડી
રહ્યાં. વાંચક મિત્રોના મીઠાં ચાબખા પણ ખાધા કે બ્લોગ કેમ નથી.? આજે પણ બ્લોગ ન લખાત પરંતુ મારા મિત્ર ભરત ટાંકના એક બ્લોગે
મને આ બ્લોગ લખવા મજબુર કર્યો. ભરત ટાંક આમ તો બિઝનેસમેન પણ રોજ સવારે એ કોઇ પણ
ક્વોટનું અર્થઘટન કરીને વોટ્સ અપ કરે. છેલ્લા ઘણાં સમયથી એ બંધ હતું. અમે મળ્યાં
ત્યારે કોફી પીતા પીતાં અમારા બ્લોગના વખાણ કર્યા. મે કહ્યું તમે પણ સારૂં લખો
છો...તો લખો ને...બસ, ભરતભાઇને કરેલો લખવાનો કીડો સળવળી ઉઠ્યો. એના બ્લોગે મને
વિચારતો કરી મૂક્યો કે પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો અને
સ્વપ્નમાં પડાય એવો કાયદો,
એના બ્લોગની પૂરી વિગત નહીં લખું પણ એમના બ્લોગની શરૂઆતમાં જે બંડખોરી દેખાય
છે કે સમાજે બનાવેલા કાયદા એટલે શું ? આ કાયદાના દાયરામાં બંધાઇ રહેવું અને
બંધાવું તો કેમ ? એણે એના બ્લોગમાં પોતાના મનની મુંઝવણ લખી છે. એક સ્ત્રી મિત્ર
સાથે પહેલા ફોન નંબરની આપ લે થઇ...પછી ઘણાં નજીક આવ્યા...સુખ દુઃખની વાતોમાં સમય
ક્યાં જતો રહ્યો તેની ખબર ન હતી.
બરફ ઓગળે અને ગ્લાસમાં પાણી ભરાય એમ ધીમે ધીમે ઓગળતા સમયે બંને વચ્ચે મૈત્રી
એવી વધારી દીધી કે, જીવનની સમસ્યાઓ એવી રીતે શેર થવા માંડી કે આ ફક્ત દોસ્તી હતી
કે તાનાથી કાંઇક વધુ એની સમજણ પડતી ન હતી. પરંતુ માણસને સંબંધ વગર કે બે હ્રદયના
સંવાદ વગર ચાલતું નથી. પણ માણસને હ્રદયના સંવાદ ન મળે એટલે દેવોની દુનિયા (ભક્તિ)
અથવા પ્રાણીઓની દુનિયામાં લઇ જાય છે. અને પોતાની જરૂરિયાત અને સમજણ પ્રમાણે સંબંધ
ગોઠવે છે. પરંતુ જિંદગીના પોટલાનો ભાર ઓછો થતો નથી. કારણ કે કેટલાક માણસો જિંદગીભર
ફરિયાદીના પાંજરામાં ઊભા રહી જીવન સામે ફરિયાદ કરે છે. તો કેટલાક લોકો સતત આરોપીના
પાંરામાં ઊભા રહી જીવનભર મારાથી ખોટું થયાન અફસોસ કરી જિંદગીનો ભાર વેંઢારે છે,
ત્યારે જિંદગી ઉંચકી શકાય એવા પોટલાં જેવી ભારે લાગે છે. પરંતુ આવા લોકો જિંદગીનું
ભારે પોટલું ખોલતા નથી અને સંબંધો અને સામાજિક બંધનોના ભાર નીચે જીવે છે.
પરતું ભરત ટાંકે પોતાની જિંદગીના ભારે પોટલાને ખોલીને એમાંથી ઘણો ભાર કાઢીને
ફેંકી દીધો છે.
આ જિંદગીનો ભાર કાઢવાની તેમની કશ્મકશ એના બ્લોગમાં દેખાઇ રહી છે...હજું તો એનો
પહેલો બ્લોગ આવ્યો નથી એટલે ઘણી વાત અહીં મૂકતો નથી. પણ એક દુખી વ્યક્તિને સધિયારો
આપતા આપતા જીવનસાથી બનાવતા ભરત ટાંકના એક વાક્યએ મને ઝંઝોડી મૂક્યો છે કે, આઇ વોઝ
વેરી મચ ઓન ધ અર્થ અને ક્લાઉડ કમ ડાઉન. અંગ્રેજીમાં શરૂ થયેલા આ બિઝનેસમેનના ઋજુ
હ્રદયની કહાની એવી છે જે ખરેખર ધારે તો જિંદગીના ભારે થયેલા પોટલાં પર ભરતકામ
કરીને ધરતી પર ઊભા રહી વાદળોને નીચે લાવવા મજબુર કરી શકે છે. ચોરી મારી આદત નથી
એટલે બ્લોગનો બાકીને હ્રદયસ્પર્શી ભાગ friendship to courtshipv/s ornzship જલ્દી વાંચવા મળશે પણ ફિલ્મી કે રંગીન નહીં વાસ્તવિકતાવાળી
એવી કહાણી કે જે જિંદગીના અસહ્ય ભારનું દબાણ વહેંચી નાંખવાની તાકાત આપે છે. ભરતના
જિંદગીના ભરતકામની કહાની એના પહેલા અંગ્રેજી બ્લોગ પછી ગુજરાતીમાં હું મૂકીશ કારણ
કે, પ્રેમ, કોર્ટ અને પરિણયમાં અટવાયેલી એની જિંદગીના જન્માક્ષર મેં જોયા
છે...એમાં એને ગ્રહો કરતાં માણસો જ વધારે નડ્યાં છે. ક્યાં અને કોણ કેવી રીતે
નડ્યું વો કહાની ફીર સહી....

No comments:
Post a Comment