દેલમાલના પહેલવાનોની દારૂણ
સ્થિતિ પર લખાયેલા બ્લોગ પર કેતન જોષીએ કોમેન્ટ કરી કે સરકાર પેકેજ જાહેર કરે. પણ
એનાથી યે આગળ વધીને વરિષ્ઠ અને સંવેદનશીલ પત્રકાર હરિભાઇ દેસાઇએ આખે આખો બ્લોગ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મોકલીને લખ્યું કે, વિજયભાઇ દેલમાલના લોકો માટે તમે
માત્ર રાજકારણી નહીં હોવ એવી અપેક્ષા છે. તો વળી મારા સિનિયર કેમેરામેન સુબોધભાઇ
રણછોડ પગીના બ્લોગને વાંચીને દ્રવી ઉઠ્યા એમણે મને 2004માં પાકિસ્તાનની બોર્ડર
સુધી કેવી રીતે શુટિંગ થયું એ લખવાનો આગ્રહ કર્યો. એટલે રણછોડ પગીની બીજી પણ સાવ
અજાણી વાત લખવા મજબુર થયો છું. કારણ કે પત્રકાર શશાંક ત્રિવેદીએ પણ એની કોમેન્ટમાં
લખ્યું કે, સર માણેકશાએ રણછોડ પગી સાથે ડીનર લીધું હતું અને મરતી વખતે એમના
મોઢામાં રણછોડ પગીનું નામ હતું. ત્યારે મને એમ થયું કે સુબોધ વ્યાસની લાગણીને માન
આપવું જોઇએ.
આ વાત છે 2004ની...હું અને
સુબોધ વ્યાસ અમદાવાદથી કેમેરા લઇ ઉત્તર ગુજરાતના પ્રવાસે હતાં. પહેલા સાબરકાંઠાના
ભિલોડા ગામે ગયા હતાં, ત્યાં મારી પીટુસીની સાઇન ઓફ પર કરેલી કોમેન્ટ પછી હું એટલો
હસી પડતો કે હું પીટુસી કરી શકતો ન હતો. અને ત્યાંથી અને ફરતા ફરતા બનાસકાંઠા આવ્યા. રાત્રે ડીસાની
હોટેલમાં જમીને આડા પડ્યાં હતાં અને બંને જણા જૂની વાતો કરતાં હતાં ત્યાં વાત
વાતમાં મે કહ્યું કે અહીં ચિત્રલેખામાં હતો ત્યારે રણછોડ પગીની સ્ટોરી કરી હતી.
એણે દેશ માટે ઉમદા કામ કર્યું હતું.
સુબોધ વ્યાસની
અડધી ઘેરાયેલી આંખમાંથી ઉંઘ ગાયબ થઇ ગઇ. એણે કહ્યું કે, સાહેબ સવારે રણછોડ પગીને
મળવું છે. પાંચ વાગ્યે નીકળીએ,. મેં કહ્યું કે ઠીક છે. વિજય બારોટને લેવા પડશે.
હજું હું બીજું કાંઇ કહું એ પહેલા સુબોધ વ્યાસે 12.30 વાગ્યે વિજયને ઊંઘમાંથી
ઉઠાડી દીધો. ફોન કરીને કહ્યું કે વહેલી સવારે કેમેરા સાથે તૈયાર રહેજો. લિંબાળા
જઇએ છીએ. તમે અમારા ફોટા પાડજો. રણછોડ પગીની વાત સાથે હું ઊંઘી ગયો પણ હજું ઊંઘ
પૂરી થાય એ પહેલા સુબોધભાઇએ સાડા ચાર વાગ્યે તૈયાર થઇને મને ઉઠાડી દીધો. સવારમાં
વહેલા ચાનો જુગાડ કરી દીધો અને કહી દીધું કે ગરમ પાણી તૈયાર છે. મે નાહી લીધું છે,
ડ્રાઇવર તૈયાર છે. મારા કરતાં વધુ ઉત્સાહ સુબોધલાલને હતો. અમે ઇન્ડીકા લઇને
લિંબાળા ગયા, રણછોડ પગીનો એ જ ઉત્સાહ...થોડી વાતો કરી અને સુબોધ વ્યાસે કહ્યું કે,
અમને પાકિસ્તાનની બોર્ડરે લઇ જાવ.
રણછોડ પગી તૈયાર
થઇ ગયો. ગાડીમાં બેઠા બેઠા નળાબેટ તરફ જવા નીકળ્યા. ત્યાં માતાજીનું મંદીર છે. પણ
એ પહેલા બીએસએફની ચોકી છે. ચકોર રણછોડ પગીએ કહ્યું કે લઇ તો જાઉં પમ કેમેરા નહીં
લઇ જવાય. અહીં વિજય બારોટે કહ્યું કે જવું જ છેને તો જઇએ અમને રસ્તામાં બીએસએફની
ચોકી પર રોક્યા પણ રણછોડ પગીને જોઇને બીએસએફનો જવાન કાંઇ બોલ્યો નહીં પરંતુંએટલું
કહ્યું કે પગી સાહબ આપકે મેહમાન કે સાથ કેમેરા હો તો યહાં જમા કરવા દો. અનુભવી
વિજય બારોટે પોતાના સ્ટીલ કેમેરાની બેગ આપી દીધી. કહ્યું કે સંભાલકે રખના મેંહગા
કેમેરા હૈ. બસ જવાને અમને જવા દીધા. મારો કેમેરો ગાડીની ડેકીમાં હતો અને ગાડી ચેક
ન થઇ. બસ ઇન્ડિકા આગળ વધતી રહી. રણમાં ક્યાં જઇ રહ્યા છીએ અમને કાંઇ સમજાતું ન
હતું. રણછોડ પગી રસ્તો બતાવ્યે જતા હતાં. 30 કિલોમીટર જેવું ગયા હોઇશું અને રણછોડ
પગીએ કહ્યું કે બસ ગાડી રોકો હવે ચાલતા જઇએ.
અમે મુંજાયાઅને
પૂછ્યું કે કેમ ? તો એણે કહ્યું કે આગળ ગાડીના અવાજથી બીએસએફ પકડશે. પાકિસ્તાન
જોવું હોય તો ચાલવું પડશે. હું ચાલવાનો આળસું એટલે મે કહ્યું કે છોડો નથી જવું...પણ
સુબોધનો ઉત્સાહ ગજબનો હતો એ સ્ટોરીના મૂડમાં હતાં એણે કહ્યું કે અદભૂત સ્ટોરી થશે
? ઝી ટીવી પાકિસ્તાન કે પાસ...ચાલો જઇએ. રણમાં ગરમી..શર્ટ પરસેવાથી ભિંજાઇ ગયું
હતું. થાકતો જતો હતો, પાણીની તરસ લાગી હતી પરંતુ આગળ આગળ ચાલતા જતા હતાં. દૂરથી
અમને ગામ દેખાતા રણછોડ પગીએ અને કહ્યું કે કેટલા વાગ્યા ? મને જમીન પર સુઇ જવાનું
મન થતું હતું. રણમાં કદી આટલું બધું ચાલ્યો ન હતો. મેં પૂછ્યું કેમ ? હવે બીએસએફનો
રાઉન્ડ ચાલુ થશે. કેમેરા જોશે તો પકડાશો. રણમાં ફટાફટ શુટિંગ કર્યું, પીટુસી કરી
પાકિસ્તાન બતાવ્યું....ભારત પાકિસ્તાનની સીમા બતાવી...છેક પાકિસ્તાનની સીમા પાસે
જઇને પરત આવવાનો આનંદ હતો. થાક ક્યાં ઓગળી ગયો ખબર ના પડી ચાલતા ચાલતા હુ અને
સુબોધલાલ ક્યો શોટ ક્યાં વાપરવો, અડધો કલાકનો કાર્યક્રમ કેવી રીતે બનાવીશું તેની ચર્ચા
કરતાં હતાં. આ વાતોમાં ક્યારે ઇન્ડીકા સુધી પહોંચી ગયા તેની પણ ખબર ના પડી. ગાડી
પાછી વળી રહી હતીં. મે પૂછ્યું કે રણછોડભાઇ તમે તો રબારી છો. તમે પગી કેવી રીતે
થયા ? એ હસી પડ્યો, બોલ્યા કે સાહેબ પગલાં ઓળખું છું.
હું વિચારમાં પડ્યો પગલાં ઓળખું છું... અભણ માણસ
કવિતાની ભાષા ક્યાંથી બોલવા માડ્યો...એટલે મે કહ્યું કે કેવી રીતે ? એણે કહ્યું
કે, સાહેબ રણમાં ચાલ્યાને તમારા પગલાં પડ્યાં?....મે કહ્યું કે હા.આ પગલાં
પાકિસ્તાન સુધી ગયા કે અહીં સુધી આવીને
ગયા તે ખબર પડે.
હવે કોઇ સામાન લઇને આવ્યું હોય તો તેના પગલાં
જુદા હોય ને સામાન વગર આવ્યું હોય તો જુદા હોય. મે કહ્યું એવું થોડી હોય...એણે
ગાડી રોકાવી મને અને સુબોધ વ્યાસને નીચે ઉતાર્યા....અને કહ્યું ભાઇ તમે તમારી ઘોડી
અને કેમેરો હાથમાં લઇ લો. એ ટ્રાયપોડને ઘોડી કહેતા હતાં. અમને બંનેને ચલાવ્યા પછી
કહ્યું જુઓ ફરક....ઘોડીવાળા ભાઇના પગલાં સ્હેજ ઊંડા છે. તમારા પગલાં રેતમાં ઊંચા
છે. એટલે ખબર પડે કે ભાઇ સામાન વિના આવ્યા છે. ફરી ગાડીમાં બેસી લિંબાળા તરફ જઇ
રહ્યા હતા ત્યારે ઘણી વાર અહીં ઢોર આવી જાય તો પણ ખબર પડે કે ગાય ભેંશ કે બકરી આવી
છે...અને એ પણ ખબર પડે કે ઊંટ આવ્યું છે.
અહીં ઊંટ ટ્રેઇન કરેલા હોય...હથિયાર કે નશાનો
સામાન લઇને આવ્યા હોય તો એ પણ પગલાં પરથી કહી દઇએ છીએ કે સામાન સાથે ઊંટ આવ્યું છે
કે, સ્મગલરે ઊંટ એકલું મોકલ્યું છે. સ્મગલરો ઊંટને એકલું મોકલે એટલે નિર્ધારિત
જગ્યાએ જ આવે અને સામાન ઉતરી જાય એટલે પાછું જાય.
પોલિસ અને બીએસએફવાળા પગલાં દેખાય એટલે અમને
બોલાવે..મે અત્યાર સુધીમાં 50 જેટલા લોકો અને હથિયાર સાથે ઊંટ પકડ્યા છે. કેટલા
પકડ્યા એ યાદ નથી. એટલે બધા મને રબારીના બદલે પગી કહે છે પોલિસ, લશ્કર અને
બીએસએફવાળા મને પગીના નામે જ ઓળખે છે. પગલાં ઓળખે એટલે અમને પગી કહે. એકવાર પગલાં
ઓળખવાના અમને પ00 રૂપિયા મળે.
મેં કહ્યું કે કાલે 500 રૂપિયા મળશે..અમારા
પગલાં જોઇને...લ્યો ફાયદો થયો. ઉત્તર ગુજરાતનો રણછોડ મને કહે કે ધૂળ પૈસા મળશે.
ગાડીના પાટાં પરથી ખબર પડશે કે ગાડી આવી હતી. અને પગલાં પાછાં વળ્યા છે. આપણે
કેમેરા લઇશું એ જવાન કહેશે કે, રમછોડ પગીના મહેમાન હતાં કોઇ બોલાવશે નહીં.
મને અફસોસ થયો કે રણછોડ દોસ્તી માટે બધુ કામ
પડતું મૂકીને આવ્યો અને ટીવી પર ઝી ટીવી પાકિસ્તાન પાસે પ્રોગ્રામ દેખાશે તો એને
મુશ્કેલી થશે. મે રણછોડ પગીને કહ્યું કે ભાઇ ટીવીમાં દેખાશે તો મુશ્કેલી તો નહીં
થાય ને ? નહીંતર ન બતાવું. રણછોડ પગીનો
હાથ ઓટોમેટિક વાંકડી મૂંછો પર ગયો મને કહ્યું કે સાહેબ ખોટું કામ તો કર્યું નથી.
નહીં કેમ બોલાવે? પાકિસ્તાનથી આવનારાઓના પગલાં ઓળખવા મારી જરૂર પડશે. સાહેબ પૂછશે
તો કહીશ કે મહેમાનને લઇને ગયો હતો. હાલો હવે લિંબાળા દૂર નથી, રોટલા ખાઇએ.
હું અને સુબોધલાલ અવાચક થઇ ગયા, દેશપ્રેમ જેટલો
જ દોસ્તપ્રેમ. રણછોડ પગીના મોતના સમાચાર મને જેટલા દુખી કરી ગયા એટલા જ સુબોધને પણ
દુખી કરી ગયા. જ્યારે હું દુઃખી થઇને બંકર પાસે બેઠો હતો ત્યારે બસ યાદગીરી માટે
સુબોધલાલે કેમેરો કાઢ્યો હતો. પણ એમાં બ્લેક એન્ડ વ્હાઇટ થઇ ગયેલો, રણછોડ પગી
કેપ્ચર ન થયો. કારણ કે રણછોડ રણ છોડી ગયો. પણ બીએસએફએ તેના નામે ભારત પાકિસ્તાનની
બોર્ડર પર એક પિલ્લરનું નામ રણછોડદાસ પોસ્ટ રાખ્યું છે. પણ સલામતિના કારણે એ ફોટો
હોવા છતાં હું છાપતો નથી. પણ હ્રદયના ઊંડા ખૂણે એક સંતોષ છે કે, રણછોડ ગુમનામ નથી
રહ્યો પણ બ્લેક એન્ડ વ્હાઇટ થઇ દિવાલ પર લટકી ગયો છે. અને સરહદ પર રણછોડદાસ પોસ્ટ
બની પાકિસ્તાનીઓને છપ્પનની છાતી બતાવી રહ્યો છે.

Ranchod pagi ne salam. Aava j pagi Kutch border par che. Army sathe aa civilians pan desh ni raksha mate satark che. Salute them to.
ReplyDeleteRanchod pagi ne salam. Aava j pagi Kutch border par che. Army sathe aa civilians pan desh ni raksha mate satark che. Salute them to.
ReplyDeleteGOOD MORNING.....
ReplyDeleteHU PAN LAGBHAG DAR VARSE EK VAR BORDER NI MULAKAT LETO HOV 6U....ANE TYA NA ANUBHAV TEMAJ AFSARO SATHE THI JANVA MALYA MUJAB AA RAN6OD PAGI BHAI ETALQ BAGA TYANA JANKAR HATA KE RAN MA KOI PAGALANA NISHAN PARTHI TEO KAHETA KE AAPAGLA KETALA VAJAN SATHE HATA K VAJAN VINA.....
KHAS JANKARI MUJAB TO AA RAN6OD PAGI NA NAME NU KHAS EK BORDER PAR PILLAR PAN 6. JE BAHU MOTI WAAT 6.
E ARMY NA PAN ETALA BAGA MADADGAR HATA K MANEKSA JYARE ANTIM SAMAYEVPAN TEO NA MUKHE RAN6OD.....NAME HATU....HAVE TE AA RAN6OD PAGI MATE HATU K SHREE KRISHNA (RAN6OD) PAR HATU TE TO BHAGVANJ JANE......
GOOD MORNING.....
ReplyDeleteHU PAN LAGBHAG DAR VARSE EK VAR BORDER NI MULAKAT LETO HOV 6U....ANE TYA NA ANUBHAV TEMAJ AFSARO SATHE THI JANVA MALYA MUJAB AA RAN6OD PAGI BHAI ETALQ BAGA TYANA JANKAR HATA KE RAN MA KOI PAGALANA NISHAN PARTHI TEO KAHETA KE AAPAGLA KETALA VAJAN SATHE HATA K VAJAN VINA.....
KHAS JANKARI MUJAB TO AA RAN6OD PAGI NA NAME NU KHAS EK BORDER PAR PILLAR PAN 6. JE BAHU MOTI WAAT 6.
E ARMY NA PAN ETALA BAGA MADADGAR HATA K MANEKSA JYARE ANTIM SAMAYEVPAN TEO NA MUKHE RAN6OD.....NAME HATU....HAVE TE AA RAN6OD PAGI MATE HATU K SHREE KRISHNA (RAN6OD) PAR HATU TE TO BHAGVANJ JANE......
સુબોધભાઈ નવી જનરેશનનાં કેમેરામેન માટે બોધપાઠ આપી રહ્યાં છે કે કામ માટે કેટલા વફાદાર રહેવું..
ReplyDeleteજોરદાર દેશદાઝ...સલામ
સુબોધભાઈ નવી જનરેશનનાં કેમેરામેન માટે બોધપાઠ આપી રહ્યાં છે કે કામ માટે કેટલા વફાદાર રહેવું..
ReplyDeleteજોરદાર દેશદાઝ...સલામ
Vah Dost Bravo.
ReplyDeleteVah Dost Bravo.
ReplyDeleteSalute,Bravo
ReplyDeleteSalute,Bravo
ReplyDeleteVery nice but when you write professional jargon like p to c- please explain because a common reader won't understand it.
ReplyDeleteVery nice but when you write professional jargon like p to c- please explain because a common reader won't understand it.
ReplyDeleteભાર્ગવ ભાઈ આભાર કદાચ રણછોડભાઇ ને આપના બ્લોગ થી સાચી શ્રદ્ધાંજલિ આપવા નો મોકો મળ્યો આગળ મારી પાસે શબ્દો નથી ૐ શાંતિ
ReplyDeleteભાર્ગવ ભાઈ આભાર કદાચ રણછોડભાઇ ને આપના બ્લોગ થી સાચી શ્રદ્ધાંજલિ આપવા નો મોકો મળ્યો આગળ મારી પાસે શબ્દો નથી ૐ શાંતિ
ReplyDeleteGood one
ReplyDeleteSaras
ReplyDeleteRanchhodbhai ne salam
Bhargavbhai
Juna sansmarno amara sudhi pahochadva badal aabhar
Saras
ReplyDeleteRanchhodbhai ne salam
Bhargavbhai
Juna sansmarno amara sudhi pahochadva badal aabhar
Aapni sanvedna ane ranchod pagi ni rastranishtha ne Salam...
ReplyDeleteSalaam a ranchhod pagi ne... Ane rahi vaat madad ni to a aapne jaate j karvi pde, koi politician upr bharoso na rakhay, am kai koi package jaaher karta hashe...???
ReplyDeleteToo good. Enjoyed every word of article
ReplyDeleteToo good. Enjoyed every word of article
ReplyDeleteभार्गवभाई, "देशप्रेम जेटलो ज दोस्तप्रेम" सुंदर अवलोकन,मीहिती सभर स्टोरी हंमेशा वांचको ने जकडी राखे,खेर पण सिनीयर हरीभाई देसाई द्वारा करायेली कोमेन्ट लेखक/पत्रकार ना लखाण ने "सरस" महोर मारेछे,अदभुत ।
ReplyDeleteBhai ranchchod bhale ran chchodi gayo,aa blog vanchnara ane vanchi ne bija ne kahenara darek na dil ma e kayam jivant raheshe
ReplyDeleteBhargav very good observation and writing style
ReplyDeleteBhargav very good observation and writing style
ReplyDeleteBhargavbhai
ReplyDeleteSuperb
Continue👍👍
Bhargavbhai
ReplyDeleteSuperb
Continue👍👍
Bhargavbhai
ReplyDeleteSuperb
Continue👍👍
Bhargavbhai kharekhar ekdam mast lakhan chhe... Aa vastu aajna patrakaro e samajvani jaroor chhe.. Kaam maate dedication hovu joie... Keep it up... ��
ReplyDeleteBhargavbhai kharekhar ekdam mast lakhan chhe... Aa vastu aajna patrakaro e samajvani jaroor chhe.. Kaam maate dedication hovu joie... Keep it up... ��
ReplyDeleteBhargavbhai aa p.t.c. Shu che
ReplyDeleteYes, I have already heard about this adventurous story in brief from my dad but the detailing work in your narration is what pleases me reading. Your feeling of expressing, sharing your experience and achievement is what drives attention of the readers. Keep writing we tend to read more. Soon you will be followed by many new young fans.
ReplyDeleteવાહ...પ્રામાણિકતા નાં પ્રમાણ પત્ર ન હોય. સુબોધ નું કામ માટે નું પેશન પણ પ્રશંસા ને પાત્ર છે. ..મને પણ કચ્છ ધોરડો ના ગુલબેગ ની સ્ટોરી કરેલી એ યાદ આવી ગયું...
ReplyDeleteવાહ...પ્રામાણિકતા નાં પ્રમાણ પત્ર ન હોય. સુબોધ નું કામ માટે નું પેશન પણ પ્રશંસા ને પાત્ર છે. ..મને પણ કચ્છ ધોરડો ના ગુલબેગ ની સ્ટોરી કરેલી એ યાદ આવી ગયું...
ReplyDelete