દેલમાલના બ્રાહમણો પર લખાયેલા બ્લોગમાં મૂકાયેલા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાને આ બ્લોગના નિયમિત વાચક યોગેશ ઠક્કરે ઘણી બારીકાઇથી જોયો અને મને સવાલ કર્યો કે, આજના જમાનામાં શા માટે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો મૂક્યો ? સવાલ વાજબી હતો. મારે એ ફોટાના માધ્યમથી એ બતાવવું હતું કે, પરંપરા જાળવતા દેલમાલના બ્રાહ્મણો માટે તેમની પરંપરા 21મી સદી એમના માટે પરંપરાની જાળવણી કેટલી વસમી સદી સમી પુરવાર થઇ રહી છે. એટલે જ આજે બ્લોગનો વિષય બદલી હું ભૂતકાળમાં જવા મજબુર થયો છું. અને બ્લોગમાં ભૂતકાળ અને વર્તમાનનું બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર મૂકી આપણી અંદર ધરબાયેલી સંવેદના પર લાગેલી સમયની ધૂળને હટાવી શાંત દેશભક્તને યાદ કરવા માગુ છું.
વાત છે 1996ની બનાસકાંઠાની
સરહદોના ખૂણે ખૂણાથી વાકેફ ફોટો જર્નાલિસ્ટ વિજય બારોટની જીદ મને એવા માણસને મળવા
મંજૂરી કરી ગઇ કે, જેને મળ્યાનો મને આનંદ છે. અને એક પત્રકાર તરીકે લખાણ લખીને
કંઇક કર્યાનો સંતોષ છે પરંતુ એની ગેરહાજરીનો ગમ હજી પણ દિલના તાર હચમચાવે છે કારણ
કે હ્રદયના ઊંડા ખૂણે એ ખેદ છે કે, બનાસકાંઠાની સરહદોની રક્ષા કરનાર મારો વડિલ
મિત્ર અને વાંકડી મુંછોવોળો રણછોડ પગી ગુમનામ જિંદગી જીવી ગયો પણ પાકિસ્તાનના
સૈનિકોને બનાસકાંઠાની સરહદેથી ઘુસવા ન દીધા એટલું જ નહીં બનાસકાંઠાની સરહદો પરથી
ઊટ મરાફતે થતી હથિયાર અને ડ્ર્ગ્સની હેરાફેરી રોકવામાં સતત સફળ રહ્યો. હતો.
દેશ મટા સમર્પિત થયેલો એ
હતો અભણ રમછોડ પગી. જેણે પાકિસ્તાનથી બનાસકાંઠામાં આવેલા ઊંટના પગલાં પારખી
હબીબખાન નામના હથિયારોના સોદાગરને પકડીને પાકિસ્તાનથી લવાઇ રહેલી લાખો રૂપિયાની
પિસ્તોલે પકડાવી હતી. રણછોડ પગીને લાખો રૂપિયાની પિસ્તોલો પકડાવવા બદલ મહેનતાણામાં
માત્ર 500 રૂપિયા મળ્યાં હતાં.. પમછોડ પગીની આ વાત સાંભળી હું માનવા તૈયાર ન હતો
કે પગલાં પરથી ઊંટ પર લદાયેલો સામાન કેવી રીતે પકડી શકાય. પણ ફેટોગ્રાફર વિજય
બારોટ પોતાની વાતને વળગી રહ્યો હતો. અમે સુઇ ગામ પાલેના લિંબાળા ગામે બપોરે ત્રણેક
વાગ્યે પહોંચ્યા હોઇશું. રણછોડ પગી ઢોર ચરાવવા ગયા હતાં. હું અને વિજય એની રાહ
જોઇને હેઠા. છ વાગ્યે એક કાચા ઝૂંપડામાં રણછોડ પગી ઢોર લઇને પાછા આવ્યા ત્યારે એને
જોઇને હું વિચારમાં પડી ગયો કે માથે પાઘડી, વળ ચડાવેલી મોટી મુંછો. ખાખી ખુશકોટ,
એની બાંયમાંથી અડધુ લટકતું બનિયાન, છાતી પર મેડલ, નેમ પ્લેટ અને નીચે ધોતિયું. હું
વિચારમાં પડી ગયો કે આવો માણસ કોણ હશે ? એણે અમને જોઇને પૂછ્યું ભઆ ચ્યોંથી ? મે
કહ્યું અમદાવાદથી આવું છું, પત્રકાર છું. મારે તમારો ઇન્ટર્વ્યું કરવો છે. અને ફોટા
પાડવા છે. નિર્દોષ અને ભોળા રણછોડ પગીએ મને સવાલ કર્યો કે, પત્રકાર એટલે શું
? ભાઇ તમે પોલિસમાંથી કે બીએસએફમાંથી? મે
કહ્યું કે, હું છાપામાંથી આવું છું અને તમારા વિશે લખવું છે. એની આંખો ચકળવકળ ફરવા
માંડી એણે કહ્યુ, પણ મને તો વાંચતા જ નથી આવડતું. તમે લખીને શું કરશો?
મે કહ્યું, સારૂ તમારા ફોટા
પાડવા છે અને તમે લડાઇ લડવા ગયા હતા તે વાત જાણવી છે. રમછોડની આંખમાં ચમક આવી ગઇ.
એણે કહ્યું કે હું ક્યારેય લડાઇ લડ્યો નથી પણ લશ્કરને અને પોલિસને મદદ કરી છે. મે
પૂછ્યું કેવી રીતે ? એટલીવારમાં એમની પુત્રવધુ અમારા માટે ત્રીજીવાર ચા લઇને આવી.
અમે ત્રણેયે ચા પીધી અને રણછોડ પગીનો મૂડ બની ગયો. એણે કહ્યું, મારુ મૂળ વતન
પાકિસ્તાનના મીઠાપુરમાં છે, મારી પાસે 300 એકર જમીન હતી. 300 ગાય અને ઘેટાં બકરા
હતાં. ત્યાં હું બહુ અમીર હતો પરંતુ ભાગલા પડ્યા પછી સરહદની નજીકના હિન્દુઓની
કનડગત શરૂ થઇ. એક દિવસ પોલિસે મને માર માર્યો અને મારી ચાર બકરીઓ માગી, મે ના પાડી
એટલે મને માર્યો. મારી કમાન છટકી ગઇ. એના હાથમાંથી એની જ બંગુક લઇને એને ઢાળી
દીધો. બસ પછી ઊંટ પર બેસીને ભારત આવી ગયો...અને અહીંના લિંબાળા ગામમાં મામાને
ત્યાં આવ્યો, ત્યારથી અહીં જ રહું છું. મે કહ્યું, આમાં યુ્દધની વાત ક્યાં આવી ?
મે કહ્યું સાહેબ શોંતિ રાખો આખીય વાત કહું છું. વાત છે 1971ના યુદ્ધની એ લડાઇ ચાલુ
રહી હતી. ત્યારે બોર્ડર પર રેઢા પડેલા સુઇ ગામના જવાનો 900 મોટર અને ટેન્કર લઇને
આવી પહોંચ્યા, એ વખતે સરદારસિંહ નામના કર્નલે મનો કામ સોંપ્યું, લશ્કરના આઠ
માણસોને લઇને કુંવાળા ગામ જવાનું કહ્યું. કારણ કે સરહદના તમામ ગામોની રજેરજની
માહિતિ મારી પેસે હતી. મે ત્યાંથી પાછા જઇ કર્નલ સરદારસિંહને કહ્યું કે, અહીં
સ્થિતિ સારી છે. એટલે ભારતીય લશકરે આગળ વધીને વડચોકી કબજે કરી હતી. મને ત્યાંથી
પાકિસ્તાનના નગરપારકર ગામ જવાનું કહ્યું. વાહન તો હોય નહીં એટલે પાકિસ્તાનના કોળી
ઠાકોર દોસ્તનું ઊંટ લઇ નગરપારકર પહોંચ્યો. ત્યાં જઇ પાકિસ્તાની લશકરી ચોકી શોધી
નાંખી અને તેના ટેલિફોનના વાયર કાપી નાંખ્યાં. પછી નળાબેટ જઇને સૈનિકોને ઇશારો
કર્યો. 100 સૈનિકો સાથે અને નગર પારકર પર કબજો જમાવ્યો. સાથે સાથે મીઠાપુર અને
ભાલવા ગામ જીતી લીધા. અમારો દારૂગોળો ખતમ થવા આવ્યો હતો. માત્ર પાંચ જ બોમ્બ બાકી
હતાં. મોટી ઉપાધિ એ હતી કે, દારૂગોળો લાવવો કેવી રીતે? એ વખતે પ્લાટૂન કમાન્ડર સાધુસિંહ ગભરાયા, એમણે
કહ્યું કે, દારૂગોળો કેવી રીતે લાવશો ? મે
કહ્યું કે હું છું ને ? ઉંટ ઉપર જઇને 160 બોમ્બ અને જથ્થાબંધ કારતૂસ લઇ આવ્યો પણ એ
પૂરતા ન હતાં. હું ફરી નળાબેટ જવા નીકળ્યો. કારણ કે પાકિસ્તાનનો જાણકાર હું હતો.
ફરી નળાબેટ ગયો,. ફરીથી હથિયારો લઇને પાછો આવી રહ્યો હતો. ત્યારે મારાથી મારાથી 50
ફૂટના અંતર બોમ્બ ફૂટો અને કરચો મારા શરીરમાં ઘુસી ગઇ પણ મારે હથિયારો પહોંચાડવાના
હતાં. શરીરમાંથી લોહી નીકળતું હતું અને પરસેવો પણ થિ રહ્યો હતો. પરસેવો ઘામાં અડતા
ચીસ પજાઇ જાય તેવી ભળતરા થતી હતી. પરંતુ હું પરાણે ઊભો થયો. ઊંટને ખેંચતા ખેંચતા
ત્યાં પહોંચ્યો, ત્યારે પ્લાટૂન કમાન્ડર સાધુસિંહ મને જોઇને હેબતાઇ ગયો કે હવે
બીજો સામાન ક્યારે આવશે. કારણ કે, લશ્કરની યોજના હતી કે સવારે જામનગરથી ઉપડનારા
વિમાન આ વિસ્તારમાં હુંમલો કરે. અમારા પર બોમ્બ ન ફેંકાય એટલે રંગીન ધૂમાડૌ છોડે
એવા બોમ્બ લાવવાના હતાં. સાધુસિંહે જોયું કે હવે આ માણસ ઊભો રહી શકે એમ નથી તો હવે
સામાન કેવી રીતે આવશે? મે રમના ત્રણ પેગ માર્યા અનૈે પાછો નીકળ્યો. બોમ્બ લઇને
પાછો ફરતો હતો ત્યારે રમની અસર ઉતરી ગઇ હતી. અડધે રસ્તે હું પડી ગયો. પહેરમ લોહીથી
ભીનું થઇ ગયું હતું. જમીન પર પડતા રેતી અને માટી શરીરમાં ખૂંપી. એટલી પીડા થઇ કે
મને ડર લાગ્યો કે ક્યાંક હું બેભાન ન થઇ જાઉ. મે પાછડી ખોલી જમીન પર પાછરી અને
તેના પર સુઇ ગયો. ફરી ઊભો થયો ફરી પાઘડી સમેટી, ફરી આગળ વધ્યો, ચાલી શકાય એવી
સ્થિતિ ન હતી, પાઘડીની મદદથી જમીન પર પડતો પડતો હું નગરપારકર પહોંચ્યો. જામનગરથી
ભારતીય વિમાનો અહીં બોમ્બ ફેંકી રહ્યા હતાં આંખો સામે અંધારૂ છવાઇ રહ્યું હતું.
પાકિસ્તાનનું સૈન્ય દેખાતું હતું,. હું બેભાઇ થઇ ગયો. આંખ ખુલી ત્યારે હું
હોસ્પિટલમાં હતો. પણ ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે, પાકિસ્તાનને ભારતીય લશ્કરે
મહાત આપી છે. બધુ દુઃખ દર્દ જાણે દૂર થઇ ગયું. લશકરની સેવા કરવા બદલ સરકારે મને
ત્રણ મેડલ આપ્યા.. અને જવાનોને જમીન આપી. પણ મને કશું મળ્યું ન હતું. આજે પણ હું
ઢોર ચારીને ગુજરાતન ચલાવું છું. ક્યારેક ઊંટ અને માણસના પગલાં ઓળખવા માટે 500
રૂપિયા મળે છે. પાકિસતાનમાં રહેતા મારા સગાં મને એ વખતે કહેતા કે પાકિસ્તાન માટે જાસૂસી કર, પૈસા મળશે, પણ સાહેબ
આ પાકિસ્તાનવાળા મને આવો મેડલ થોડી આપવાના?
એ વખતે રણછોડ પગીની
પુત્રવધુ અમારા માટે બાજરીનો રોટલો અને દૂધ, ઘી ગોળ અને ખિચડી લઇને આવી.આગ્રહ
કરીને અમને જમાડ્યા અને ઓંસરીંમાં ખાટલો ઢાળીને સુવાડ્યા. રાતના ઊંઘ આવતી ન હતીં.
રણછોડ પગીને કેમ મદદ થઇ શકે, એ વિચારતો હતો. અમદાવાદ આવીને સ્ટોરી લખી.
ચિત્રલેખાના મારા તંત્રી હરકિસન મહેતાએ ખુશ થઇને છાપીને મને બિરદાવ્યો. પણ
મને કોઇ એનો આનંદ ન હતો કારણ કે સ્ટોરી છપાયા પછી રણછોડ પગી
મારા માટે તો એક સબ્જેક્ટથી વધારે કાંઇ ન હતો એવો અહેસાસ મને કોરી ખાતો હતો. પણ
અંક બજારમાં આવ્યાના પાંચમાં દિવસે હરકિસનભાઇનો ફોન આવ્યો કે, ભાઇ લિંબાળાનું
રણછોડ પગીનું એડ્રેસ આપ. વાંચકોએ મદદ માટે પૈસા મોકલાવ્યા છે. એ આપણે ચેકથી
મોકલવાના છે. હું ફોન પર જ હસી પડ્યો. મે કહ્યું હરકિસનભાઇ એને છાપું શું એને ખબર
નથી તો બેન્કમાં એકાઉન્ટ ક્યાંથી હશે. ? એમણે રોકડા પૈસા મોકલાવ્યા. ટેક્સી કરીને
લિંબાળા મોકલ્યો અને રણછોડ પગીને પૈસા પહોંચાડ્યા. રણછોડભાઇએ થોડી જમીન લીધી અને
ખેતી શરૂ કરી. પણ જમીનનો ટૂકડો એટલો નાનો હતો કે, ખાસ કાંઇ મળે એમ ન હતું. 1998માં
મારા પરમ મિત્ર અને સંવેદનશીલ હ્રદયવાળા હરેન પંડ્યા હોમ મિનિસ્ટર થયા અમે મળ્યાં
એટલે મને કહ્યું કે, ભાઇ ભાર્ગવ આપણે સાથે ફર્યા છીએ. વિદ્યાર્થી નેતાથી મિનિસ્ટર
થયો કોઇ ખોટી વાત હોય તો ધ્યાન દોરજે. મેં કહ્યું એક સાચી વાત પર ધ્યાન દોરવું છે.
મેં એમને રણછોડ પગીની વાત કરી. હરેન પંડ્યાએ તાત્કાલિક રણછોડ પગીને ગાંધીનગર
બોલાવ્યા. એ જમાનામાં 1500 રૂપિયાનું પેન્શન શરૂ કર્યું રણછોડ પગી ગાંધીનગરથી સીધા
ચિત્રલેખાની ઓફિસે આવ્યા. મને કાગળ વંચાવીને કીધું કે, સાહેબ આમાં શું લખ્યું છે ?
પેલા મૂંછોવાળા સાહેબ કહેતા હતા કે હવે દર મહીને પૈસા મળશે . મે કાગળ વાંચ્યો. એમાં
પેન્શનની વાત હતી. મે એમને વાત સમજાવી ત્યારે મને એક વાતનો આનંદ હતો કે, મૂંછોવાળા
સાહેબ એટલે હરેન પંડ્યાએ કોઇ આડંબર વિના રણછોડ પગીને મદદ કરી. એ પછી એને મળવાનું
થયું નહીં. હમણાં પાલનપુર ગયો ત્યારે મારા રિપોર્ટર મિત્ર નરેશ ચૌહાણે મને કહ્યું
કે, સાહેબ તમારો રણછોડ પગી ગુજરી ગયે લગભગ
અઢી વર્ષ થયા. મને એ વખતે સાચો દેશભક્ત ગયાનું દુઃખ થયું અને ભારતીય લશ્કર જ્યાંથી
લડ્યું હતું એ તેટૂલા બંકર પર બેસી કલાકો સુધી રણછોડ પગીને યાદ કરતો રહ્યો. મને એ
બંકર પાસેથી રણછોડ પગીના ઘરે ખાધેલી ખીચડી અને બાજરીનો રોટલો યાદ આવ્યા. પણ
લિંબાળા જઇ એના પરિવારને મળવાની હિંમત ન ચાલી. વળતી ગાડીએ પાછો અમદાવાદ આવ્યો પણ
રણછોડ પગીનો ચહેરો હજી પણ આંખ સામે આવ્યા કરે છે. ત્યારે કવિતાની બે પંક્તિઓ યાદ
આવ્યા વિના રહેતી નથી કે, કોઇક દોસ્ત એવા હોય છે સાહેબ, જેને ભૂલવા માટે તો
કાયદેસર મરવું પડે હોં...
गुजरात बोर्डर उपर ना गामो मां आवा अनेक विरला ओनी वातो घरबायेली पडीछे,मारा गाम नी नजीक कच्छ बोर्डर होवाथी आवा अनेक किस्सा साभळ्वा मल्या छे,खरेखर ज्यारे आवडा मोटा लश्कर ने पण "ऱणछोड पगी" जेवा अनेक बहादूरो नी मदद लेवी पडीछे,सरस स्टोरी,पण कदाच उंध ने कारण प्रिंटींग मीस्टेक स्टोरी वांचवा मा क्यांक क्यांक नडी ,जेम के "बुसकोट" नु खुसकोट अने खुद रणछोड नुं "पमछोड"...!!!
ReplyDeleteબહુજ સરસ. હદય સ્પર્શી .
ReplyDeleteसुंदर अने भावात्मक वर्णन
ReplyDeleteરણછોડ પગી આપણાં દેશના વોર-હીરો જનરલ માણેકશાના દિલના હીરો પણ હતા.સામ માણેકશાએ રણછોડ પગીની ગાથાઓ સાંભળીને તેમને ઢાકામાં ડીનર માટે બોલાવેલાં.તોરી મિજાજના માણેકશા ભાગ્યેજ કોઇ સામાન્ય નાગરિક સાથે ડીનર લેતાં,પરંતું 1971માં સામે પગીને લેવા માટે એ જમાનામાં હેલીકોપ્ટર ઢાકાથી ગુજરાત મોકલ્યું હતું.જોવાની વાત એ હતી કે હેલીકોપ્ટર ટેઇક ઓફ થયા પછી માણેકશા માટે લીધેલાં ગાંઠિયા અને બાજરાનો રોટલો રણછોડ પગી ભુલી ગયા હતા અને તેમણે પ્લેનને પાછું વળાયું હતું.2009માં હોસ્પિટલમાં માંદગીના બિછાને પડેલાં માણેકશાએ છેલ્લાં શ્વાસ સુધી રણછોડ પગીને યાદ કર્યા હતા તેવું ડોક્ટર્સનું કહેવું હતું.
ReplyDeleteભાર્ગવ, રડી પડાયું. તારી પાસ મર્સીડીસ કે મસમોટી બેન્ક બેલેન્સ નથી પણ આ સત્કર્મો નું બહુ મોટું બેલેન્સ છે જે કયારેય નહી ખૂટે. ઉત્કૃષ્ટ પત્રકાર અને ઉમદા માનવ એ બંને એક વ્યકિત માં મળે એ વિરલ ઘટના છે. તારામાં આ બંને છે
ReplyDeleteભાર્ગવ, રડી પડાયું. તારી પાસ મર્સીડીસ કે મસમોટી બેન્ક બેલેન્સ નથી પણ આ સત્કર્મો નું બહુ મોટું બેલેન્સ છે જે કયારેય નહી ખૂટે. ઉત્કૃષ્ટ પત્રકાર અને ઉમદા માનવ એ બંને એક વ્યકિત માં મળે એ વિરલ ઘટના છે. તારામાં આ બંને છે
ReplyDeleteHUU TIEM RIGET THIES LOAG ITRSTAD BLLOG .. WE HAPPY YOU MAY FIRAD B CARFULL YOUR HALTH ....
ReplyDeleteબહુજ સરસ. હદય સ્પર્શી
भार्गव भाई आप जो भी लिखते हो वो सीधा दील को छू जाता हैं. भगवान आपको इस तरह के सत्कर्मौ की प्रेरणा देते रहे ओर आपको उंचाइयों के शिखर पर बिठाये एसी प्रभु से प्रार्थना.
ReplyDeleteભાર્ગવ ભાઈ સાથે કેમેરામેન અવાર નવાર ગુજરાત ની સંવેદનશીલ સ્ટોરી કરી છે એક વાર રણછોડ પગી ને મળવાનું થયું હતું જેને હું મારું સૌભાગ્ય માનું છુ પ્રભુ રણછોડ ભાઈ નાં આત્મા ને શાંતિ અર્પે ૐ શાંતિ
ReplyDeleteભાર્ગવ ભાઈ સાથે કેમેરામેન અવાર નવાર ગુજરાત ની સંવેદનશીલ સ્ટોરી કરી છે એક વાર રણછોડ પગી ને મળવાનું થયું હતું જેને હું મારું સૌભાગ્ય માનું છુ પ્રભુ રણછોડ ભાઈ નાં આત્મા ને શાંતિ અર્પે ૐ શાંતિ
ReplyDeleteSaheb....hats off pela ranchhod pagi ne, ane thank you k tme aava jaanbaaz nagrik ni vaat samaaj samaksh muki...
ReplyDeleteભાર્ગવભાઈ રણછોડભાઇ ની વીરતા ની વાત આપે કરી પરંતુ રણછોડભાઇ પગી કેમ કહેવાયા અને આપણને પાકિસ્તાન સુધી કેવીરીતે લઇ ગયા તે વાત રહી જાય છે તે વાત પર લખશો તેવી મારીલાગણી છે
ReplyDeleteભાર્ગવભાઈ રણછોડભાઇ ની વીરતા ની વાત આપે કરી પરંતુ રણછોડભાઇ પગી કેમ કહેવાયા અને આપણને પાકિસ્તાન સુધી કેવીરીતે લઇ ગયા તે વાત રહી જાય છે તે વાત પર લખશો તેવી મારીલાગણી છે
ReplyDeleteBhargav really nostalgic piece.still remember that article
ReplyDeleteBhargav really nostalgic piece.still remember that article
ReplyDeleteSarkar bhale aava deshbhakto ne shishu ne tenu sanman n kare ke na kare sahay, pan tamara jeva kalamkashbi O dwara aava lekho lakha sahay thi jara ae kam nathi
ReplyDeleteSarkar bhale aava deshbhakto ne shishu ne tenu sanman n kare ke na kare sahay, pan tamara jeva kalamkashbi O dwara aava lekho lakha sahay thi jara ae kam nathi
ReplyDeleteGreat story
ReplyDeleteઆંખો ભીની થાય એવું હ્રદય સ્પર્શી લખાણ...
ReplyDeleteરણછોડભાઇ ની કદર છેલ્લે છ્લલે ભારત સરકારે પણ કરી.. આ વીર સપૂત ને લોકો સદીઓ સુધી યાદ રાખે એ માટે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરની એક ચોકીને રણછોડ ચોકી નામ અપાયું છે જે સાચી શ્રધ્ધાઅંજલિ છે..
આપે પેન્શન બાંધી આપીને જે કાર્ય કર્યું હતુ તે માટે જેટલા અભિનંદન આપુ એટલાં ઓછાં છે...
salaam, jay hind.
ReplyDeleteकिसी के मिलने पर दुःख होता है किसी के बिछड़ने पर दुःख होता है
ReplyDeleteआपने इस उक्ति को चरितार्थ किया है
किसी के मिलने पर दुःख होता है किसी के बिछड़ने पर दुःख होता है
ReplyDeleteआपने इस उक्ति को चरितार्थ किया है
It's a heart touching black and white story and highlighted the shadow of true patriotism through true journalism.
ReplyDeleteSuperb! Uncle, you have really glorified a real hero in your blog today. I wish those blog may transform into a book very soon. It could be country's best seller if translated in English.
ReplyDeleteNice story
ReplyDeleteranchhod pagi sacha desbhakt hata
Nice story
ReplyDeleteranchhod pagi sacha desbhakt hata
અમદાવાદ થી છેક લીમ્બાલા....હ્રદયથી ખૂબ ખૂબ ધન્યવાદ,ભાર્ગવભાઈ તથા સુબોધભાઈ.
ReplyDeleteઅમદાવાદ થી છેક લીમ્બાલા....હ્રદયથી ખૂબ ખૂબ ધન્યવાદ,ભાર્ગવભાઈ તથા સુબોધભાઈ.
ReplyDelete