Friday, 2 September 2016

લ્યો, બોલો રાજુ મરાયો અને ખાડિયા રમણે ચડ્યું


આજની સવાર આમ તો વાંચકોના મીઠા ચાબખાંથી શરૂ થઇ. પત્રકાર સંજય દવે એ વોટ્સ અપ કર્યો કે, બ્લેગ ન દેખાયો એટલે નિરાશ થઇને છાપાં વાંચવા શરૂ કર્યાં. આવા બધાના ફોન પણ આવ્યા....નામ લખવા બેસુ તો પાનું ભરાઇ જાય....ખેર એ બધાથી મોટી ધમકી મારા તકિયા પર પડેલી ચિઠ્ઠીની હતી. રોજ મારો બ્લોગ અપલોડ કરનારી મારી દિકરી કવનીએ લખ્યું હતું પપ્પા આજે બ્લોગ નથી લખ્યો....સાંજે ઓફિસેથી આવું એટલે સજા મળશે. સ્કૂટી પર બેસાડી પાણી પૂરી ખવડાવવી પડશે. એન્ ખબર છે કે હવે મને સ્કૂટી ચલાવતા બહુ બીક લાગે છે. પણ એને કેવી રીતે કહેવું કે આગલા દિવસે આવેલા એક વોટ્સ અપે મને વિચારતો કરી મૂક્યો હતો. અને વિષય  મળતો ન હતો. એ વોટ્સ અપ હતો કોંગી નેતા ચેતન રાવલનો...બે લીટીનો વોટ્સ અપ એ હતો કે ભાઇ બ્લોગનો લેખ સારો છે પરંતુ 1985ની ચૂંટણીમાં ઇન્દીરા ગાંધીની 84માં  થયેલી હત્યાનો સિમ્પથી વેવ હતો એવું મને યાદ છે.
વાત સાચી હતી મારાથી ગુજરાતના રાજકારણના આટાપાટાં લખતા આ વાત મારાથી છૂટી ગઇ હતી.એ ધારત તો બ્લોગ પર જ કોમેન્ટ લખીને મને ચકરડે ચડાવી શકત. પહેલી વાર અહેસાસ થયો હતો કે, ઉત્સાહ અને ઉતાવળમાં ભૂલ થાય. એટલે મને થયું કે આ ભૂલ જાહેરમાં કબુલ કરવી જોઇએ. પણ સાથો સાથે એ પણ અહેસાસ થયો હતો કે, આપણે લખેલા શબ્દો સાદા નથી હોતા. પોતાના પર આવ્યું ત્યારે એ વાતની ખબર પડી કે, સંવેદનશીલ અભિનાતામાંથી રાજકારણી બનેલા ચેતનભાઇની ખાનદાની સમજાઇ. આ ખાનદાની કદાચ એમના પિતા પ્રબોધ રાવલમાંથી આવી છે. પ્રબોધકાકા પપ્પાના મિત્ર એટલે મને રાજકારણના આટાપાટાં સમજાવતા અને ઓફ ધ રેકોર્ડવાત પણ કરતાં એકવાર એમણે મને અમદાવાદના ડોન લતીફ વિશે વાત કરી હતી. અને સ્ટોરી મજબૂત બનાવવા માટે મે એમને ક્વોટ કરીને લખ્યું હતું કે સેવ મમરા ખાતા ખાતાં પૂર્વ ગૃહપ્રધાન પ્રબોધ રાવલે કહ્યું હતું કે, લતીફ જ્યારે મળ્યો ત્યારે એ કદાવર મુસ્લીમ નેતા બની ગયો હતો. આ ઓફ ધ રેકોર્ડ વાત મે છાપી દીધી હતી. પણ પ્રબોધ કાકા બીજા દિવસે કોંગ્રેસ ભવનમાં મળ્યાં ત્યારે બધા પત્રકારોની વચ્ચે ટકોર કરતાં કહ્યું હતું કે, ભાર્ગવ એ દિવસે આપણે સેવ મમરા નહીં પણ ગાંઠિયા ખાધા હતાં. એ એમની ખાનદાની હતી કે, બધાની વચ્ચે ઉતારી પાડવાના બદલે ટકોર કરી કે ઓફ ધ રેકોર્ડ વાત ન છપાય. એ ખાનદાની ચેતનભાઇમાં પણ ઉતરી છે. એટલે જ મને વોટ્સ એપ કર્યો ત્યારે ખબર પડી કે શબ્દોની કિંમત શું હોય છે. અને એ પણ અહેસાસ થયો કે રાજકારણીની સ્થિતિ કેવી થતી હશે. પરંતુ ખરેખર કફોડી સ્થિતિમાં મુકાયા પછી કેવી રીતે બચી શકાય એનું ઉત્તમ ઉદાહરણ ખાડિયાના નેતા અશોક ભટ્ટ હતાં. પ્રેમાળ અને પરગજું નેતા અશોક ભટ્ટ એકવાર સેવા કરવાના ઉત્સાહમાં એવા સલવાયા કે આખે આખું ખાડિયા રમણે ચડ્યું હતું.
અશોકભાઇ કોઇની તકલીફ જોઇ શકતા નહીં, તરત જ મદદે દોડી જતાં. હું વાત કરી રહ્યો છું એવા સમયની જ્યારે તે ધારાસભ્ય હતાં. ખાડિયા કામેશ્વરની પોળ પર બેસીને દરબાર ભરતાં હતાં. એવામાં અચાનક એક કાર્યકર્તા ત્યાં આવ્યો અને એણે કહ્યું કે બાજુની પોળમાં રાજુ મરી ગયો. તરત જ અશોકભાઇએ કહ્યું કે ના હોય , રાજુ મરી ગયો...જવું પડે...અશોક ભટ્ટ ઊભા થયા એટલે એમની સાથે 20થી 25 કાર્યકર્તાઓ પણ સાથે નીકળ્યા. પચીસેક જણા સાથે જતા જોઇને અશોકભાઇને ખાડિયાના લોકોએ પૂછ્યું કે અશોકભાઇ શું થયું. એમણે કહ્યું કે ભાઇ રાજુ મરી ગયો....એટલે બીજા લોકો જોડાયા. ..એ સમયે પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરીન પાઠક પણ એમના ટેકેદારો જોડાયા. ટોળું વધતું ગયું...અને 400થી 500નું ટોળું થઇ ગયું. ખાડિયાની સાંકડી ગલીઓમાં 500નું ટોળું પાંચ હજાર જેવું દેખાય. પોળમાં ગયા તો ખબર પડી કે રાજુ કોઇ કાર્યકર્તા નહીં પણ પોળનો કૂતરો હતો..અને પોળવાળાએ કૂતરાનું નામ રાજુ રાખ્યું હતું. અહીં અશોક ભટ્ટ અને હરીનભાઇની ઘેટી ફસાઇ ગઇ, પણ હારેલી બાજી જીતવામાં માસ્ટર અશોકભાઇએ મોરચો સંભાળી લીધો હતો. એમણે ત્યાંથી ભાષણ ઠોકી દીધું. ભાઇઓ અને બહેનો આ રાજુ કોઇ સામાન્ય કૂતરો ન હતો. આપણો ચોકીદાર હતો, પ્રહરી હતો...એ રાત જાગતો હતો અને એટલે આપણે ચેનથી સૂતા હતાં.
આ સાંભળીને લોકોને જુસ્સો ભરાઇ ગયો. છોટે બાજપાઇ તરીકે ઓળખાતા હરિન પાઠકે પણ ભાષણ
ઠોકી દીધુ કે, કૂતરાના ત્રાસને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન કૂતરાને ઝેરી લાડુ ખવડાવે છે...એટલે આપણે આપણો ચોકીદાર ગુમાવ્યો છે. શ્વાન હત્યાં નહીં ચલાવી લેવાય.
બસ, આખા ય વાતાવરણમાં ગરમી આવી ગઇ. ગલીના કૂતરાના મૃતદેહના આત્માની શાંતિ માટે પૂજા કરાઇ. અને રાજુની સ્મશાન યાત્રા નીકળી એમાં ખાડિયાના
અસંખ્ય લોકો જોડાયા..હવે વાત અશોક ભટ્ટ અને હરિન પાઠકના હાથ બહારથી નીકળી ગઇ હતી. રાજુ નામના કૂતરાનું બેસણું યોજાયું અને એમાં લોકો આવ્યા અને ખાડિયા બંધનું એલાન અપાયું. ખાડિયા બંધ રહ્યું અને આંદોલન તૂલ પકડતું જતું હતું. અશોક ભટ્ટના ગળામાં રાજુ કૂતરાનું ફસાયેલું હાડકું નીકળીને સત્તાધારી પક્ષના ગળામાં ભરાઇ ગયું..અને પછી તો જે ભાષણો થયા એટલું તો રાજુ એની આખી જિંદગીમાં પણ ભસ્યો નહીં હોય. પણ એક વાત તો સાચી કે રાજકારણી સલવાય તો કૂતરાની વાંકી પૂછડીને પણ સીધી તો કરી શકે છે. એટલે જ કહેવાનું મન થાય કે, કંઇ પણ કરીએ ત્યારે પગલાં ભૂંસીને નીકળો મંઝીલની શોધમાં..પાછા વળવાના એક પણ રસ્તા શું કામ પાછા રાખવા...એટલે જ તો રાજુ નામના કૂતરાએ રાજકારણીઓને કાજુ ખવડાવ્યા......





50 comments:

  1. Saheb... Ratre 12:41 vagye aapno blog vanchi ne hasvu aavi gayu... Pan vanchvani khoob maja padi, ane hasta hasta blog vanchto hato tyre mari wife mari baju ma bethi hati, ane mne joine eni comment kaik aavi hati... Aatlu badhu km haso chho, ganda thai gya chho k shu...? Pachhi me ene blog ni thodi highlights kidhi to a pan khakhdine hasva lagi... Ane good night kehta pahela etlu j boli... "km.. tme raju ni shmashanyatra ma Coverage karva nohta gya...? 😂😂😂

    ReplyDelete
    Replies
    1. ભાઇ, રાજુના મોતમાં રાજકારણની ફુલગુલાબી તેજી નહોતી, એટલે બિઝનેસના કેમેરામેન માટે કવરેજનો સ્કોપ ન હતો એવું કહેવું હતું ને ભાઇ...

      Delete
  2. ભાર્ગવભાઇ રાજુના વિરહમા બધાએ માથે ટકો કરાવ્યો હતો.....?

    ReplyDelete
    Replies
    1. ભાઇ, બ્લોગ વાંચીને કૂતરાના માલિકે મારો નંબર શોધી કાઢ્યો અેમનું નામ દવેભાઇ છે. એમણે મને કહ્યું કે, કે કૂતરા પરના આંદોલનનો અંત આવ્યો ત્યારે એમણે ચવાણું અને પેંડા વહેચ્યા હતાં. પણ કોણે ટકો કરાવ્યો એ એમણે જણાવ્યું ન હતું એટલે ખરેખર કોઇ એ ટકો કરાવ્યો હતો કે કોઇનો ટકો થયો એની ખબર નથી.

      Delete
  3. Replies
    1. થેન્કયું. લો બોલો....

      Delete
  4. I remembered this episode....but your way of putting it again after so many years....is commendable.

    ReplyDelete
    Replies
    1. થેન્કયું બીટી. ભવિષ્યમાં આવા ઘણા કિસ્સા બ્લોગ પર વાંચવા મળશે...

      Delete
  5. जीव श्रुश्टि का सनमान करना हमारा धर्म ओर परम कर्तव्य हैं.

    ReplyDelete
    Replies
    1. હા ભાઇ, કરતાં જ રહીશું.

      Delete
  6. जीव श्रुश्टि का सनमान करना हमारा धर्म ओर परम कर्तव्य हैं.

    ReplyDelete
  7. रावल् साहेब नी मधुर ता अने खडिया-रायपुर नु राजकारण बन्ने थी वाकेफ छु मारा जीवन नु घड़तर बन्ने जग्या ए थयूं छे आपने कदाच् नवाई लागशे खडिया मा अबोल पक्षी चकली नी पण खाम्भी छे तेनी पण श्मशान यात्रा निकली हती

    ReplyDelete
    Replies
    1. અરે વાહ, ચકલીની પણ ખાંભી...ખાડિયા ખરેખર કદરદાન છે.

      Delete
  8. रावल् साहेब नी मधुर ता अने खडिया-रायपुर नु राजकारण बन्ने थी वाकेफ छु मारा जीवन नु घड़तर बन्ने जग्या ए थयूं छे आपने कदाच् नवाई लागशे खडिया मा अबोल पक्षी चकली नी पण खाम्भी छे तेनी पण श्मशान यात्रा निकली हती

    ReplyDelete
  9. Waw bhargavbhai Hu pan khadia no. Pan as vat mane aje janva Mali. Sambhliyu hatu kharu me. Pan detail ma aje khabar padi.

    ReplyDelete
    Replies
    1. ભાઇ ખાડિયાની ખુમારી જ અલગ છે....અહીં ચકલીની ખાંભી છે એ સુબોધભાઇ નામના વાચકની કોમેન્ટથી ખબર પડી...તપાસ કરી એનો ઇતિહાસ પણ બ્લોગ પર મૂકીશું.

      Delete
  10. Mast... humorous and still informative as well as thought provoking

    ReplyDelete
    Replies
    1. થેન્કયુ, ખાડિયાના અલગ અલગ મિજાજ અહીંની ફુલવડી અને ચટણી વિનાના ચટાકેદાર ભજિયા જેવા છે.

      Delete
  11. Mast... humorous and still informative as well as thought provoking

    ReplyDelete
  12. And now people, politicians Blane media for over highlighting, fueling and creating issue out of nothing

    ReplyDelete
    Replies
    1. ભાઇ જો દિખતા હૈ વહી બિકતા હૈ.

      Delete
  13. ભાર્ગવભાઇ રાજુની પુણ્યતિથિ ક્યારે આવે છે.

    ભૂષણભાઇ પાસે આ ભદરવા મહિનામાં
    શ્રાદ્ધનો કાર્યક્રમ રખાવીએ

    ReplyDelete
  14. જબરદસ્ત ભાર્ગવભાઈ
    ભૂષણ ચેતન રહેજો

    ReplyDelete
    Replies
    1. થેન્ક યુ ભાઇ, ભૂષણ પણ અંગત મિત્ર છે.

      Delete
  15. જબરદસ્ત ભાર્ગવભાઈ
    ભૂષણ ચેતન રહેજો

    ReplyDelete
  16. Dear Bhargav, it is your goodness which reflects here. I just thought that I should bring it to your kind notice & that's why I wrote to you. Nothing special in it. You are one guy who had a free access to the slalwart politicians of that time. They were living universities of Gujarat politics so you always had good information and knowledge of Gujarat Politics. So I thought to bring it to your notice. But it is again your goodness and boldness to mention thing on your blog. Warm regds.

    ReplyDelete
    Replies
    1. ચેતનભાઇ જેમ તમે પ્રબોધકાકા પાસેથી શાલિનતા શિખ્યા, હું એવી જ રીતે નિરંજન પરીખ પાસેથી સાચું સ્વીકારતા શીખ્યો છું. પણ પ્રબોધકાકા ચીમનકાકા શંકરસિંહ બાપુ અને નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજકારણના આટાપાટા 80ના દાયકામાં સમજાવ્યા હતાં અને આ બધા ગુજરાતના રાજકારણના હરતા ફરતા એન્સાઇક્લોપિડિયા ગણાય, જેમને ભીતરથી વાંચવાની મને તક મળી છે.

      Delete
  17. ભાર્ગવભાઇ..
    આખા બ્લોગ મા અગત્ય નુ ફકત એ છે કે
    કૂતરૂં ખાડિયા નું હતું. ખાડિયા ની ખુમારી કંઇક અલગ જ છે !!

    ReplyDelete
    Replies
    1. સાચી વાત છે. ખાડિયાના પાણીમાં જ એક જબરો મિજાજ અને અલગ ખુમારી છે.

      Delete
  18. BHADIA THI JE KAI BANE TENE AAKHI DUNIA SWIKARE ANE APNAVE 6. ANE ETALEJ ANGREJ KAHETA HATA KE WHAT IS KHADIA ? AANE KAHEVAY KHADIA KE JYA MANUSHYANI,DOG ON AND CHAKALI NI PAN KHAMBHI JOVA MALE ANE TENE LOKO POONJE PAN.

    ReplyDelete
  19. KHADIA THI JE KAI BANE TENE AAKHI DUNIA SWIKARE ANE APNAVE 6. ANE ETALEJ ANGREJ KAHETA HATA KE WHAT IS KHADIA ? AANE KAHEVAY KHADIA KE JYA MANUSHYANI,DOG ON AND CHAKALI NI PAN KHAMBHI JOVA MALE ANE TENE LOKO POONJE PAN.

    ReplyDelete
    Replies
    1. વાહ ભાઈ, ખાડિયાની ખુમારી પર હવે નવો બ્લોગ કરવો પડશે.

      Delete
  20. KHADIA THI JE KAI BANE TENE AAKHI DUNIA SWIKARE ANE APNAVE 6. ANE ETALEJ ANGREJ KAHETA HATA KE WHAT IS KHADIA ? AANE KAHEVAY KHADIA KE JYA MANUSHYANI,DOG ON AND CHAKALI NI PAN KHAMBHI JOVA MALE ANE TENE LOKO POONJE PAN.

    ReplyDelete
  21. A Novel way of admitting a mistake! After Salulbhai, this is one article that I really enjoyed reading. Especially the humorous approach in reancting the entire episode. It was like watching a movie in mind while reading! Keep entertaining us with more such articles dear🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

    ReplyDelete
    Replies
    1. મિહિરભાઇ, આવી ઘણી ઘટનાઓ મગજની હાર્ડ ડિસ્કમાં સંઘરાયેલી છે...સમય આવ્યે વિન્ડો ખુલે એમ ખુલ્લા મને બ્લોગ પર મૂકવાનું વચન છે.આ વચન રાજકારણીનું નહીં પત્રકારનું છે એટલે ચોક્કસ પળાશે....

      Delete
  22. અશોકભાઈ એ રખેવાળ રાજુ નું ડીંડક ચલાવ્યું અને પુંછડી
    પટપટાવતા પત્રકારો એ સાંભળ્યું અને છાપ્યું. આમ જનતા એ પત્રકાર અને પેપર ઉપર વિશ્વાસ મુકી સાચું માન્યું .
    હવે ખબર પડી તમે અમને શું બનાવ્યા .....❓❓❓

    ReplyDelete
    Replies
    1. મનસુખભાઇ, નામ પ્રમાણે તમે દરેકને મનનું સુખ આપતા હશો. પત્રકારો બિચારા મગજનું સુખ આપે છે....હવે વાંચકે વિચારવું રહ્યું કે મનનું સુખ લેવું કે મગજનું....પછી નક્કી કરીએ કે કોણ શું બન્યું

      Delete
  23. Asha rakhiee ke Raju ne apni sabadbhani sardhanjali gami hase... ane ha bhusan bhatt ne pan pitaji (ashokbhai) ni chaturaee...

    ReplyDelete
    Replies
    1. જગદીશભાઇ, રાજુને શ્રદ્ધાંજલિ મળી હશે કે નહીં તે ખબર નથી. પણ ભૂષણ
      ખાડિયાનું આભૂષણ છે.

      Delete
  24. Asha rakhiee ke Raju ne apni sabadbhani sardhanjali gami hase... ane ha bhusan bhatt ne pan pitaji (ashokbhai) ni chaturaee...

    ReplyDelete
  25. અને પછી તો જે ભાષણો થયા એટલું તો રાજુ એની આખી જિંદગીમાં પણ ભસ્યો નહીં હોય!! Well written.

    ReplyDelete
    Replies
    1. થેન્ક યુ સંજયભાઇ, વ્યંગ પારખવામાં તમારી ચકોર નજરને સલામ

      Delete
  26. થેન્ક યુ અર્ચિતભાઇ

    ReplyDelete
  27. This comment has been removed by the author.

    ReplyDelete
  28. It is difficult to understand the mentality of people living in Raipur, Khadiya.

    ReplyDelete