વઢવાણ નામ પડે એટલે
દિમાગમાં વઢવાણી મરચાં યાદ આવે. પણ વઢવાણમાં એક એવું વટવૃક બન્યું છે કે, જેના
મરચાંનો સ્વાદ તીખો નહીં કાયમ મીઠો હોય છે.
વાંચીને નવાઇ લાગશે પણ
વઢવાણના મોરી ખાનદાનનું એવું વટ વૃક્ષ છે કે, જે વર્ષોથી પેરેલલ કોર્ટ ચલાવે છે
અને એવો ન્યાય કરે છે કે અહીં કડવાશ લઇને આવેલો માણસ કાયમ મ્હોં મીઠું કરીને જાય
છે.
વાત છે વઢવાણના રાજવી વંશજ
ભવાનીસિંહ મોરીની....હું ત્યારે અભિયાનમાં નોકરી કરતો હતો. એક વાંચક મને
સુરેન્દ્રનગરથી મળવા આવ્યો હતો અને સાથે સિકંદરની સિંગનું પડીકું ખોલ્યું.... મેં
પટાવાળાને ચ્હા લેવા મોકલ્યો અને વાતો કરી....પહેલી મુલાકાત..વાત કરવાનો સેતુ હતો
નહીં એટલે મે વઢવાણી મરચાંની વાત કાઢી...કેવી રીતે પાકે...અને કેમ વેચાય...વગેરે
વગેરે..
વાત વાતમાં એણે કહ્યું કે
સાહેબ અમારા વઢવાણમાં પેરેલલ કોર્ટ ચાલે છે. લોકો કોર્ટમાં જવા કરતાં ભાવનીસિંહ
મોરી પાસે જાય અને ન્યાય મળી જાય....મેં પહેલા તો તેની વાત પર ધ્યાન ન આપ્યું. અને
પાનની દુકાને મસાલો (સૌરાષ્ટ્રની ભાષામાં માવો) ખાઇને છુટા પડ્યાં. એ જમાનામાં
મારી પાસે ખખડધજ સ્કૂટર હતું. ઘરે જતાં જતાં વિચાર આવ્યો કે, આ કેવો માણસ હશે કે
પેરેલલ કોર્ટ ચલાવે છે અને સરકાર પગલાં પણ લેતી નથી....?
બીજા દિવસે મે
મારા ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠીવને વાત કરી અને બપોર સુધી ગડમથલ ચાલી કે સાલુ
એડ્રેસ નથી તો જઇને શોધીશું કેવી રીતે ? ફોન નંબર વગર ક્યાંથી પકડીશું.? પણ ગૌતમલાલનું જબરૂં જનૂન હતું. મને કહે ચાલને નીકળી જઇએ. જોયુ જશે. વઢવાણ
ક્યારેય ગયો ન હતો પરંતુ ઘરેથી બેઉ જણાં કપડાંની બેગ લઇને નીકળી ગયા. પાલડીથી
લક્ઝરી બસ ઉપડે..એમાં બૂમ પડી સુરેન્દ્રનગર...સુરેન્દ્રનગર....મેં એને પૂછ્યુ કે આ
બસ વઢવાણ જાય.? એટલે લક્ઝરીનો દુબળો
પાતળો માલિક હસ્યો કે પહેલા વઢવાણ આવે...પછી સુરેન્દ્રનગર આવે. બેસી જાવ 30 રૂપિયા
થશે. હું અને ગૌતમ ત્રિપાઠી બેસી ગયા, છ વાગ્યે બસ ઉપડી રસ્તા સારાં નહીં એટલે
પહોંચતા નવ વાગ્યા. રસ્તામાં લક્ઝરી બસના માલિક સાથે વાત કરી..અતુલ શાહ એનું નામ
એણે બેફિકરાઇથી કહ્યું ગામમાં નામ દેજો. કોઇપણ લઇ જશે.
અમે ઓર મુંજાયા...પણ વઢવાણ ઉતર્યા એટલે ગૌતમ ત્રિપાઠી એટલે
અસલી બ્રાહ્મણ મને કહે પહેલા ખાઇ લઇએ પછી ઘર શોધીશું. મેં કહ્યું પહેલા ઘર શોધીએ,
પછી ખાઇશું અને હોટલ શોધી આરામ કરીશું. ગૌતમલાલને ગમ્યું નહીં. મ્હોં બગાડીને
કીધું ઠીક છે. જઇએ, પણ આ બધા બાપુ કહેવાય, પેરેલલ કોર્ટ ચલાવે છે. રાત્રે બે ચાર
પેગ માર્યા હશે અને અહીંનો દાદો હશો. સવારનું રાખો તો સારૂં. પણ મારી જીદ સામે
તેમનું કાંઇ ન ચાલ્યું.
અમે રીક્ષાવાળાને
કહ્યું કે ભાઇ ભવાનીસિંહ મોરીના ઘરે જવું છે. એણે કહ્યું ...હાલો. અમે રીકામાં
બેઠા, એ એક જુની હવેલી જેવા ડેલા પાસે લઇ આવ્યો. એણે કહ્યું કે આ બાપુનો ડેલો...મે
કીધું કેટલા પૈસા....? એણે કીધું કે બાપુના મહેમાનના પૈસા ના લેવાય. અમારો ડર વધી ગયો કે આ માથાભારે
માણસ હશે....? બે ચાર પેગ મારીને રાજાપાઠમાં હશે.? અમે હિંમત કરીને ડેલાની સાંકળ ખખડાવી. કોઇકે ડેલાનું બારણું ખોલ્યું...અમે
કહ્યું કે ભવાનીસિંહ બાપુને મળવું છે. એણે અમને એક રૂમમાં બેસાડ્યા...કપડાની બેગો
મૂકી રાહ જોતા હતા ત્યાં પાણી અને ચ્હા આવ્યા. માણસે કીધું કે બાપુ આવે છે...
થોડીવારમાં સૌમ્ય ચહેરામાં લીલા કપડાં પહેરલા એક ભાઇ આવ્યા.
અમને પુછ્યું કે ક્યાંથી આવો છો ....? શું કામ છે....? મે કીધું પત્રકાર છું. અમદાવાદથી આવું છું. આપની કોર્ટ જોવી છે અને મળવું
હતું. એણે કીધું કાલે મંગળવાર...કોર્ટ બુધવારે ભરાય. પણ મારે કાલે લોક અદાલતમાં
જવાનું છે. પરમદિવસે બધુ ગોઠવીએ,
મારા ચહેરા પર આશ્ચર્ય પથરાયું નહીં, રીતસર આશ્ચર્યનો
ફુવારો થયો..મે પુછ્યું તમે જજ છો કે વકિલ..એણે કહ્યું કે હું કાંઇ નથી. બસ માણસ
છું. પણ એ છોડો. મહેમાન વાળું કર્યું કે નહીં..? પહેલી વાર મળ્યા હતાં એટલે કેવી રીતે કહ્વું કે
જમ્યા નથી. મેં કહ્યું કે રસ્તામાં ખાધું છે, થોડી વાત કરીએ.
હું અને ભાવમીસિંહ વાતોએ વળગ્યા. ક્યારથી ન્યાય કરે
છે...કેવા લોકો માટે ન્યાય કરે છે. એમ વાતો કરતાં કરતાં રાતના અઢી વાગ્યા. એમણે
અમને કહ્યું કે મહેમાન આરામ કરો મારે પણ વહેલી સવારે સુરેન્દ્રનગર જવું છે. સવારે
સાથે ચા નાસ્તો કરીશું. હજું સવારે નાસ્તો
કરીશું એમ કહ્યું ત્યાં જ ગૌતમભાઇ ટપકી પડ્યાં. પહેલા નજીકમાં હોટલ ક્યાં છે એ કહો
એટલે સુઇ જઇએ. સવારે નાસ્તામાં થોડું વધારે રાખજો. કંઇ ખાધું નથી. આ વાણિયો તો
નહીં બોલે પણ એના પાપે હું ભૂખ્યો મરી ગયો છું. બામણને ભુખ્યા રાખવાનું પાપ લાગશે.
બાપુ કહ મહેમાન એવું ચાલે..? કહેતા કેમ નથી..? હમણાં કાંઇક બનાવડાવું. અમે ના પાડી માંડ
મનાવ્યા. પણ એમણે અમને ગેસ્ટ રૂમમાં આદરથી સુવડાવ્યા. સવારે જાત ભાતના નાસ્તા અને
અથાણાં સાથે જિંદગીમાં પહેલીવાર ખારેકનું અથાણું ખાધું. બાપુએ કહ્યું કે ભુદેવ
તૃપ્ત થયા..? ગૌતમભાઇ ફોર્મમાં આવી ગયા અને કહે કે હવે તો આખો દિ વાંધો નહીં.
અમે લોક અદાલતમાં આવવાનો આગ્રહ રાખ્યો. બાપુની ગ્રીન કલરની
ખુલ્લી જીપમાં બેસી સુરેન્દ્રનગર પહોંચ્યા.
જજ કે વકિલ ન હોવા છતાં લોકોએ સન્માનથી ખુરશીમાં બેસાડ્યા અને બાપુ બધાના
કેસનું નિરાકરણ લાવવા લાગ્યા.
કેસ સોલ્વ કરવાની લમણાજીંક અમને કંટાળો અપાવતી હતી. પણ પાંચ
વાગે ભવાનીસિંહ સ્વસ્થ થઇ હસતાં મોંઢે બહાર આવ્યા. અમે ફરી વઢવાણ જવા નીકળ્યા.
બાપુએ રસ્તામાં કીધું કે મહેમાન વહેલા જમી લઇશું. સવારે આઠ વાગ્યે આપણે ટોકિઝ
પહોંચવાનું છે.
હું વિચારતો હતો કે આ ટોકિઝ વળી શું છે. ..? સવારે ઉઠીને નાસ્તો કરીને અમે નીકળ્યા તો
ગામમાં એક ટોકિઝ અને તેના મેડે દરબાર જામેલો હતો. અમે ત્યાં જઇને બેઠા.લીલી હેટ,
કપડં લીલા, દિવાલનો રંગ પણ લીલો. સોફાનો રંગ લીલો..ચારે બાજું લીલો રંગ...અને
લહેરથી બાપુ બેઠા.
બે ભાઇઓ વચ્ચેનો ઝગડો હોય, પતિ પત્નીના છૂટા છેડા, ઉધારીનો
ઝઘડો, મારામારીની બબાલ હોય. બાપુ શાંતિથી સાંભળે અને વચલો રસ્તો કાઢે...એટલે
બાપુનો બોલ ઉથામ્યા વિના ત્યાં જ સમાધાન થઇ જાય અને ગોળ ધાણા ખાઇને બધા છૂટા પડે.
સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલી પેરેલલ કોર્ટ સાંજે સાત વાગ્યે પતી. બાપુ આખો દિવસ
જમ્યા નહીં પણ અમને બાજુના રૂમમાં જમાડ્યા..પણ લોકોને હસતા મોંઢે મોકલ્યાનો એમના
ચહેરા પર સંતોષ હતો.
કોર્ટમાં કેસ કરતી વખતે તારીખ પે તારીખમાં અટવાતો માણસ
બાપુની કોઠાસુઝથી હસીને બહાર નીકળતો. મેં બાપુને પૂછ્યું કે, જરાય ગુસ્સે થયા વિના
શાંતિથી તમે કેવી રીતે સમાધાન કરાવો છો..? હું તો આટલું સાંભળીને ગુસ્સે થઇ જાઉં. બાપુ
હસ્યાં..ભાઇ અમારા બાપદાદાના વખતથી આ પરંપરા ચાલી આવે છે. ગામમાં ખુન કે
બળાત્કારનો કેસ હોય તો જ લોકો પોલિસ કે કોર્ટમાં જાય, બાકી બુધવારે અમારે ત્યાં
આવે...અને મે જોયું કે, લોકો વઢવાણથી જ નહીં અમદાવાદ, મુંબઇ, મહેસાણા, રાજકોટ જેવી
જગ્યાઓ પરથી અહીં આવતા હતાં અને સમાધાન કરીને જતાં હતાં.
સરસ સ્ટોરી કરીને પરત આવ્યાનો આનંદ હતો. ત્યારબાદ તો
એસોસિયેટેડ પ્રેસ ચેનલ આવી અને વિદેશમાં બાપુની કહાની દેખાઇ અને વાત વિસરાઇ ગઇ. પણ
અચાનક ફરીથી ભવાનીસિંહ મારી નજર સામે આવ્યા. કારણ કે 2005માં તરણેતરનો મેળો કવર
કરવા ગયેલી અમારી ઝી ગુજરાતીની ટીમ ગાડી બગડવાના કારણે રસતામાં અટવાઇ ગઇ હતી. મારા
પર રસ્તામાં ફસાયેલી ટીમનો રાતે 11 વાગ્યે ફોન આવ્યો કે, ગાડી બગડી છે. હું
મુંઝાયો. શું કરવું બે ચાર રાજકારણીઓને ફોન કર્યાં..ઉંઘમાં એમણે જવાબ આપ્યા કે
કાંઇક કરીએ છીએ, પણ કાંઇ થયું નહીં. મેં ભવાનીસિંહનો નંબર શોધ્યો. રાત્રે 12
વાગ્યે ફોન કર્યો. બાપુએ ફોન ઉપાડતા જ કહ્યું કે જય માતાજી ભાર્ગવભાઇ..બોલો કેમ
યાદ કર્યા..?
મેં બાપુને વાત કરી, એમણે તાત્કાલિક એમના સગાઓને ગાડીઓ સાથે
ત્યાં મોકલ્યા અને મારી ઝી ગુજરાતીની ટીમને
હેમખેમ અમદાવાદ પહોંચાડવાની વ્યવસ્થા કરી...અને મને ફોન કર્યો કે ચિંતા ના કરો બધુ
થઇ જશે. હું સુઇ ગયો...સવારે સાડા ચાર વાગ્યે ફોનની ઘંટડી રણકી, મેં ફોન
લીધો...સામેથી અવાજ આવ્યો...જય માતાજી ભાર્ગવભાઇ તમારી ટીમ ઓફિસે પહોંચી ગઇ છે.,
ભાઇનો ફોન આવી ગયો. હું વિચારમાં પડ્યો...કે યાર ટીમ મારી અને બાપુએ ઉજાગરો કર્યો.
..ધન્ય છે..મેં કહ્યું..થોન્ક યુ કીધું...મને કહે ગાળ ના દયો. ભાઇ થઇને હક કરવાનો
હોય
એ પછી 2010માં ફરી વઢવાણ જવાનું થયું. બાપુના ડેલા પર ગયા
તો કીધું કે હવે અહીં નથી રહેતા. ભૂકંપમાં ઘર પડી ગયું. એટલે બંગલે રહે છે. અમે
બંગલે ગયા ત્યારે મને શરમ હતી કે યાર આ માણસને ભૂકંપ વખતે તો શું ક્યારેય ફોન નથી
કર્યો પણ ત્યાં કેવી રીતે જવું..? પણ બાપુનો માણસ અમારી કારનો દરવાજો ખોલી આગળની સીટમાં બેસી ગયો અને કીધુ કે
હાલો ત્યા જઇએ.
અમે પહોંચ્યા. મને થોડો સંકોચ હતો. પણ બાપુ મને જોતા જ
બુધવારનો દરબાર છોડીને ભેંટી પડ્યા. ન્યાય તોલવાનું થોડીવાર બાજુ પર રાખીને બીજા
રૂમમાં જમાડવાની વ્યવસ્થા કરી. અને મને પૂછ્યું કે, પેલા ભુદેવ ક્યાં..? (એટલે ગૌતમ ત્રિપાઠી)
મેં કહ્યું કે એ નથી પણ બીજા ભૂદેવ જ છે..સુબોધ વ્યાસ. તમને
બ્રાહ્મણ જમાડવાના પૂણ્ય તો અપાવીશ જ. બાપુ ખડખડાટ હસી પડ્યાં. અને ફરી ન્યાય
તોળવા લાગ્યા. સુબોધ વ્યાસ શુટિંગ કરતાં હતા, હું નીચે ઉતર્યો. તો નીચે નીરાધાર
ઘરડાંઓ માટે ટિફિન પેક થતાં હતાં અને ગરીબોને પંગતમાં બેસાડી જમાડવામાં આવતા હતાં.
બાપુનો ઇન્ટરવ્યુ કરીને મે પુછ્યું કે બાપુ જમાડવાનું ક્યારથી શરૂ કર્યું. ..? તો એમણે કીધું કે ભુકંપ આવ્યો ત્યારે ખબર પડી
કે, ગામમાં નિરાધાર વૃદ્ધોની હાલત શું છે..? અને ભોજનની કિંમત શું છે..? પછી ભોજનનું કામ ચાલુ કર્યું છે. અદાલત
બુધવારે ભરાય પણ જમણવાર રોજ હોય છે. ત્યારે મને થયું કે, લોકો કાંકરે બે પક્ષી
માર્યાની વાતો કરીને છાતી ફુલાવે છે પણ આ એવો માણસ છે કે જેણે શીખી છે કળા એવી કે
એક કાંકરે બે પક્ષી જીવતા થાય છે.

Guru....its a story of coc ( court out of court)....je aapdi bahu moti iccha che....pan maja aavi gai....dhanya che tamari yaad shakti ne...
ReplyDeleteBhargav bhai another awesome piece. When I started reading, I had some apprehension about the parallel court but to my great surprize, it seems to have been preserving human values. I would love to visit the Lok Adalat.
ReplyDeleteBhargav bhai another awesome piece. When I started reading, I had some apprehension about the parallel court but to my great surprize, it seems to have been preserving human values. I would love to visit the Lok Adalat.
ReplyDeleteEvu kehvay che k lekhak a k jene khaber hoy, kya thi sharuaat karvi ane kya puru karvu. Kya tame Vadhvaan na vakhnata marcha ni vaat karta karta Bhavani sinh Bapu ni kala ni vaat kahi didhi. Ema b emna ruaab ane zindadili nu varnan karyu che. Uppar dekhadelo photo ane tamari kaheli vaarta a mara magaj ma ek film ni reel jevi chabi banavi che. Aana thi saru to lekhak a shu lakhvanu hoy!
ReplyDeleteઆવા રાજા પ્રજાને મળે તો રામ રાજ્ય આવે.... નહીં તો અચ્છે દિનની આશામાં જીંદગી આખી વીતી જાય
ReplyDeleteઆવા રાજા પ્રજાને મળે તો રામ રાજ્ય આવે.... નહીં તો અચ્છે દિનની આશામાં જીંદગી આખી વીતી જાય
ReplyDeleteVah Bhargavbhai Vah Dost.Mori Bapu jeva Politicians hoy to,GujaratRam Rajya Hoy.
ReplyDeleteVah Bhargavbhai Vah Dost.Mori Bapu jeva Politicians hoy to,GujaratRam Rajya Hoy.
ReplyDeleteભાર્ગવ ભાઇ મોરી બાપુની
ReplyDeleteઅદાલત આજે પણ મંગળ-બુધ
ચાલુ છે.
धन्य छे आवा वीर बंका ने
ReplyDeleteजी हां,भार्गवभाई,सुरेन्द्रनगर जील्लाना वतनी तरीके अने सुरेन्द्रनगरथी त्रीस किलोमीटरनां अंतरेज घ्रांगघ्रा मुकाम होवाथी दिवसमां एकवार जरुर सुरेन्द्रनगर जवानु थतुं,बाजुमां वढवाण,1997 थी बापु विशे जाणुं पण 2001ना भुकंप वखते बापुने मलवानु थयेलु,त्यारे बापुनी डेली "कस्बा"शेरीए हती बादमां अत्यारे घोळीपोलनी बाजुमां खारवाशेरी जईने कोई पण पुछे के "बापु भवानीसिंह मोरी" तो नानु छोकरु पण बापुना "दरबार" सुघी पहोंचाडे ।गजबनी "बापु सरकार" ।
ReplyDeleteઅદ્ભુત લેખ.
ReplyDeleteVery nice Article, best wishes Mr. Bhargav
ReplyDeleteઅદ્ભુત લેખ.
ReplyDeleteઅદ્ભુત લેખ. Keep it up Bhargav
ReplyDeleteઅદ્ભુત લેખ. Keep it up Bhargav
ReplyDeleteઆહ..
ReplyDeleteવાહ...
સમાજમા ખૂણેખૂણામાં ધરબાયેલી અસ્સલ વાર્તાઓ.. અને જમીની હકીકતનું નિરૂપણ કરતા મારા આપણાં અને સહુના લાડકવાયા ભાર્ગવભાઈએ કેટલી મહેનત કરી છે એ "ટુ ધ પોઇન્ટ"મા જોવા નિહાળવા હવે તલપાપડ રહું છું..
બાપુને ખૂબ ખૂબ અભિનંદન..
આહ..
ReplyDeleteવાહ...
સમાજમા ખૂણેખૂણામાં ધરબાયેલી અસ્સલ વાર્તાઓ.. અને જમીની હકીકતનું નિરૂપણ કરતા મારા આપણાં અને સહુના લાડકવાયા ભાર્ગવભાઈએ કેટલી મહેનત કરી છે એ "ટુ ધ પોઇન્ટ"મા જોવા નિહાળવા હવે તલપાપડ રહું છું..
બાપુને ખૂબ ખૂબ અભિનંદન..
Khub saras
ReplyDeleteBhargav bhai
Porbandar ma pan kharva samaj ni aavi j adalat chale chhe ane ae pan sadi o juni
Tena upar pan lakhi sakai
Khub saras
ReplyDeleteBhargav bhai
Porbandar ma pan kharva samaj ni aavi j adalat chale chhe ane ae pan sadi o juni
Tena upar pan lakhi sakai
VERRY GOOD
ReplyDeleteસરસ ... મજા પડી ..
ReplyDeleteદીપક અંતાણી
keep up the good work..
ReplyDeleteઅમારી કાઠિયાવાડી ભાષામાં બાપુને ધણી ખમ્મા...
ReplyDeleteઅમારી કાઠિયાવાડી ભાષામાં બાપુને ધણી ખમ્મા...
ReplyDeleteAPRATIM...
ReplyDeleteસરકાર લોક અદાલત કરે છે પરંતું ભવાનીસિંહ જેવા રાજવંશી વર્ષો થી ન્યાય તોળી ને સરકાર નું ભારણ ઓછું કરવાનો યજ્ઞ સદાય ચાલતો રહે. બાપુ ને હું રૂબરૂ મળ્યો છુ લીલા રંગ નું વળગણ હું હજી નથી સમજી શક્યો જય માતાજી
ReplyDeleteસરકાર લોક અદાલત કરે છે પરંતું ભવાનીસિંહ જેવા રાજવંશી વર્ષો થી ન્યાય તોળી ને સરકાર નું ભારણ ઓછું કરવાનો યજ્ઞ સદાય ચાલતો રહે. બાપુ ને હું રૂબરૂ મળ્યો છુ લીલા રંગ નું વળગણ હું હજી નથી સમજી શક્યો જય માતાજી
ReplyDelete"बापु सरकार" ।આવા રાજા પ્રજાને મળે તો રામ રાજ્ય આવે
ReplyDelete"बापु सरकार" ।આવા રાજા પ્રજાને મળે તો રામ રાજ્ય આવે
ReplyDeleteVery good article
ReplyDeleteVery good article
ReplyDeleteVery good article
ReplyDeleteભાગ્યેજ સાંભળવા મળે તેવી બાપુ ની સ્ટોરી .બાપુ નું વ્યક્તિત્વ નજર સામે આવે છે.
ReplyDeleteભાગ્યેજ સાંભળવા મળે તેવી બાપુ ની સ્ટોરી .બાપુ નું વ્યક્તિત્વ નજર સામે આવે છે.
ReplyDeleteIf we go in to real life and incidents, writing a book may not enough for Shree Bhavaniisinh , what ever today I am, having a strong influence of his thoughts. Good job done Bhargavbhai sharing it.
ReplyDeleteIf we go in to real life and incidents, writing a book may not enough for Shree Bhavaniisinh , what ever today I am, having a strong influence of his thoughts. Good job done Bhargavbhai sharing it.
ReplyDeleteબાપુને ધણી ખમ્મા...આવા રાજા પ્રજાને મળે તો રામ રાજ્ય આવે
ReplyDeleteરંગે રાતી આંખ,
ReplyDeleteકાપી કોઇ થી કપાઇ નહી
ઇ... તો દરબાર રાજપૂત ની પાંખ..
મુછે વળ દઈ ને મલકાતા
જે હિંમત નો ભંડાર,
જેની કલમ કટારે વાતુ કરે
એવી દરબાર રાજપૂત ની સાખ.....
બાપુ...
રંગે રાતી આંખ,
ReplyDeleteકાપી કોઇ થી કપાઇ નહી
ઇ... તો દરબાર રાજપૂત ની પાંખ..
મુછે વળ દઈ ને મલકાતા
જે હિંમત નો ભંડાર,
જેની કલમ કટારે વાતુ કરે
એવી દરબાર રાજપૂત ની સાખ.....
બાપુ...
Dear Bhargavbhai, congratulations for such a wonderful article about a great person. Respected Bhavanisinhji is a great human being. You could have mentioned a few things about his unconditional love towards birds and animals as well. He is a well known personality in the field of Nature and birds conservation.
ReplyDeleteDear Bhargavbhai, congratulations for such a wonderful article about a great person. Respected Bhavanisinhji is a great human being. You could have mentioned a few things about his unconditional love towards birds and animals as well. He is a well known personality in the field of Nature and birds conservation.
ReplyDeleteroj jau su ashirvad leva bhargavbhai kai samachar deva se
ReplyDeleteवाह
ReplyDeleteWell written.For bapu I like to dedicate this...
ReplyDeleteમીઠાશ વગરની મોટપ
શું કામ ની???
જુઓ,
દરિયાના નસીબમાં
પનિહારી નથી હોતી !!
Beautiful articles that touch and inspire us to be an editor like you, thanks Mr. Bhargav Parikh & the best wishes for future posts.
ReplyDeleteGood story bhargavbhai
ReplyDeleteGood story bhargavbhai
ReplyDeleteKeep It Up, Bhai .
ReplyDeleteભાર્ગવભાઈ
ReplyDeleteઅદભૂત પિરુપણ
સિકંદર ની સીંગ...ખખડધજ સ્કૂટર...ડેલાની સાંકળ...બાપુ લહેરથી બેઠા...ખારેકનું અથાણું..
મજા પડી ગઈ ભાઈ
ભાર્ગવભાઈ
ReplyDeleteઅદભૂત પિરુપણ
સિકંદર ની સીંગ...ખખડધજ સ્કૂટર...ડેલાની સાંકળ...બાપુ લહેરથી બેઠા...ખારેકનું અથાણું..
મજા પડી ગઈ ભાઈ
Good work bhargav bhai i am unknown to you. But i can say few words that its an honour for us to represent the true and motivational life style of bhavanisinhji we are proud of our elders and we will fill proud to have an elders like bhavanisinhji
ReplyDeletegood stori
ReplyDeletegood stori
ReplyDeleteGood stori
ReplyDeleteGood stori
ReplyDeleteBhargavBhai - kalam maa ketli taakaat hoy hoy chhe e mane khabar hati, aaje taadrushya thayu. maara mitra Ni aa side ne me paheli vaar anubhavi.tamaari previous post haji vaanchavaani baaki chhe. Mane laage chhe k,m e aalas karine bhul kari!
ReplyDeleteBhargavBhai - kalam maa ketli taakaat hoy hoy chhe e mane khabar hati, aaje taadrushya thayu. maara mitra Ni aa side ne me paheli vaar anubhavi.tamaari previous post haji vaanchavaani baaki chhe. Mane laage chhe k,m e aalas karine bhul kari!
ReplyDeleteI have personally met BhavaniSinh and he is really impressive. Thanks for sharing his detailed lifestyle. I am proud of him.
ReplyDeleteI have personally met BhavaniSinh and he is really impressive. Thanks for sharing his detailed lifestyle. I am proud of him.
ReplyDeleteLila rang etle forest no Che biju k bhavani shih mama WWF Na sadasya Che vyasbhai
ReplyDeleteBhargavbhai ખૂબ અભીનંદન તમને.....
ReplyDeleteતમારી વાત ને તમે જેમ જુવાન માણહ એકજ ઘાયે દોરા ને સોય ના નાકા મા પરોવીદે
એમ તમે વાચક ના ગળે ઉતારી દીધી જોકે સામે નુ વ્યકતિત્વ પણ એટલુ જ પ્રભાવશાળી છે ભવાનીસિંહ ના તો તમે જેટલા ગુણ ગાવ એટલા ઓછા છે...
Bhargavbhai ખૂબ અભીનંદન તમને.....
ReplyDeleteતમારી વાત ને તમે જેમ જુવાન માણહ એકજ ઘાયે દોરા ને સોય ના નાકા મા પરોવીદે
એમ તમે વાચક ના ગળે ઉતારી દીધી જોકે સામે નુ વ્યકતિત્વ પણ એટલુ જ પ્રભાવશાળી છે ભવાનીસિંહ ના તો તમે જેટલા ગુણ ગાવ એટલા ઓછા છે...
👌👌👌
ReplyDeletebahu j saras. keep it up.
ReplyDeleteधन्य छे बापु भवानीसिंहजी मोरी जेवा महान राजपूतो ने....
ReplyDeleteघणी खम्मा
जय भवानी
जय राजपूतना
जय क्षत्रिय धर्म
धन्य छे बापु भवानीसिंहजी मोरी जेवा महान राजपूतो ने....
ReplyDeleteघणी खम्मा
जय भवानी
जय राजपूतना
जय क्षत्रिय धर्म
Vah bapu vah
ReplyDeleteVery informative story Bhargavbhai. Bapu Ni biji baju pan nirali che. Darbar shri Bhavani sinh Bapu is also environment conservator, hardcore bird lover and his knowledge of birding is so sharp. I got chance to meet once when i visited with my friend. Also the present generation of Mori family is so helpful, nature & bird lover.
ReplyDeleteधणा ने बापू एटले मगज मा अलग छबी उभी थाय छे.तेमना पर जोक अथवा कमैंट करे छे तेमने आवा लेख जरुर वांचवा..विचारवू.. मने मारा राजपूत समाज पर गवँ छे.जय भवानी
ReplyDeleteHello,
ReplyDeleteUncle is example of humanity, courage, and maintain his dignity he's sons are on his foot step continuing family dinesty with great spirit.
I always have a respect for uncle for his nature his down to earth personality. Simplicity a nature of helping people as much as possible. Great human being Wadhwan people should learn from him.
Thank you for lovely article keep writing such inspiration stories of great people around india. We need examples lime this for current generation.
राजपूत समाज के साथ अन्य समाज को भी क़ोई भेदभाव बिना सदैव अपनी अविरत सेवा देना और न्याय सत्यप्रिय व्यक्तित्व के धनी- भवानीसिंहजी मौर्य हर युवानो के लिए प्रेरणारुप है। रजपूती धर्म को बखूबी निभाते है । एसे विर को सो सो नमन
ReplyDeleteસાચો રાજપૂત, જે આજે પણ પ્રજાને પોતાના સંતાન ગણે છે, ધન્ય છે ભવાનીસિંહજી બાપુને ... સમજાણુ શા માટે આજે પણ પ્રજા રાજપૂતોને "બાપુ" કહી બોલાવે છે.
ReplyDeleteઆજની લોકશાહી કરતા આવા પ્રજાવત્સલ રાજપુતની રાજશાહી સારી
ReplyDelete