Saturday, 3 September 2016

અક્ષરમાં અટવાયેલો રહ્યો હું.....પણ પ્રમુખ સ્વામીનો પર્યાય ન મળ્યો


પ્રમુખ સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં જવાનું મોડું થતું હતું ટ્રાફિકમાં ઝડપથી કાર ચલાવતો હતો, ઇલા વારંવાર ટોકતી હતી કે ધીમે ચલાવ, ધીમે ચલાવ....મોડા પહોંચ્યા પણ રિસિવ કરવા માટે મીત ભાઇ અને મારો જૂનો સાથી ખૂશ્બુ બહાર રાહ જોતા હતાં....મને ફટાફટ અંદર લઇ ગયા. એક સત્સંગીએ વિનમ્રભાવે હાથમાં પાણીની બોટલ અને પ્રમુખ સ્વામીની પરિચય પુસ્તિકા આપી ત્યારે મને વિચાર આવ્યો કે પ્રમુખ સ્વામી માટે પરિચય પુસ્તિકા હોઇ શકે ? મને આ પ્રશ્ન એટલે સતાવતો હતો કે, પ્રમુખ સ્વામીને જ્યારે પહેલી વખત મળ્યો ત્યારે ચહેરા પર જે સ્મિત હતું તેવું જ નિર્મળ સ્મિત અંગત રીતે 2010ની 21 એપ્રિલે મળ્યો ત્યારે હતું. 21 એપ્રિલ, 2010ની તારીખ મને એટલા માટે યાદ છે કે, એ વખતે પ્રમુખ સ્વામીને મળતા પહેલા દરેક જણાએ હેન્ડ સેનેટાઇઝરથઈ હાથ ધોઇને મળવું પડતું હતું, જેથી તેમને કોઇ ઇન્ફેક્શન ન લાગે. કારણ કે નાદુરસ્ત તબિયત હોવા છતાં એ દરેકને મળતા હતાં. એટલું નહીં પ્રેમથી હાથમાં પ્રસાદ આપતા હતાં. એટલું જ નહીં નામથી બોલાવતા હતાં. એ દિવસ યાદ રહેવાનું બીજુ કારણ એ પણ હતું કે, જે સંત મને પ્રમુખ સ્વામી પાસે લઇ ગયા હતાં એમણે પરિચય આપવાની શરૂઆત કરી કે આ ભાર્ગવ પરીખ છેઅહીં ઝી ટીવી ગુજરાતનું કામ....બસ અહીંથી પ્રમુખ સ્વામીએ તે સંતને બોલતા અટકાવીને કહ્યું કે ઓળખું છું. આમને દુકાળમાં ગાયોને ઘાસની વ્યવસ્થા કરતાં ત્યારે મળ્યાં હતાં...હું આશ્ચર્યચકિત થઇ ગયો કે બાપાને આવું ક્યાંથી યાદ રહ્યું ? હજુ મારું મગજ એ વાત યાદ કરે ત્યાં એમણે મારા હાથમાં ભગવાનની મૂર્તિ મૂકી અને ખભે ધબ્બો મારી કંઠી પહેરાવી...અને કહ્યું કે હવે સત્સંગ કરો.
હું બાપાએ જાતે પહેરાવેલી કંઠી અને મૂર્તિ હાથમાં લઇ અવાચક થઇ ગયો. રૂમની બહાર નીકળ્યો ત્યારે અંગ્રેજીમાં કહીએ તો આઇ વોઝ સ્પીચલેસ,,,,મગજની હાર્ડ ડિસ્કમાં વિન્ડો ખૂલવા માંડી કે, હું બાપાને ક્યારે પહેલી વાર મળ્યો હતો ? યાદ છે ગુજરાતમાં સતત બીજો દુષ્કાળ હતો...અને રફાળેશ્વર કૌભાંડ થયું હતું....સરકારી ઘાસચારાનું ગોટાળાનું રિપોર્ટિંગ કરવા હું નિકળ્યો હતો અને કોઇકે મને કહ્યું કે જુઓ અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સરકારી સહાય વિના કેવું કામ કરે છે. ? મને એક સત્સંગી ત્યાં લઇ ગયાં...મેં કામ જોયું અને મને પહેલી વખત પ્રમુખ સ્વામીને મળાવ્યો. ત્યારે નાદાન બુદ્ધિ હતી. કોની સાથે કેવી રીતે વાત કરવી તેની પણ પૂરી સભાનતા ન હતી. મેં એમને સીધો સવાલ પૂછેલો કે અહીં લાખો લોકો ભૂખે મરી રહ્યા છે ને તમે જાનવરોના ઘાસચારા પાછળ પેસા કેમ ખર્ચો છો ? જરાય અશાંત થયા વિના સહજ સ્મિત સાથે એમણે મને કહ્યું હતું કે ભાઇ અહીં ગામડાંમાં તો જાનવર છે તો માણસ છે...એટલે માણસની જેમ જાનવરને બચાવવા પણ જરૂરી છે.
એ વખતે નાની ઉમરમાં કાંઇ સમજાયું નહીં પણ વર્ષો પછી સમજાયું કે, ભાઇ રૂરલ ઇકોનોમી તો ખેતી અને પશુપાલન પર ચાલે છે, દુકાળમાં પશું જીવતા હશે તો દૂધ આપશે, અને દૂધના પૈસાથી લોકોના ઘર ચાલશે. કદાચ બીજો દુકાળ આવશે તો જાનવરો એમનું વર્ષ કાઢી આપશે.
આટલી દીર્ઘ દ્રષ્ટિ સમજતા મને વર્ષો લાગ્યા હતાં. એ પછી મળવાનું થયું ન હતું. 1992માં ગાંધીનગરમાં અક્ષરધામ બન્યું ત્યારે એનું રિપોર્ટિંગ કરવા ગયો હતો. અદભૂત મેનેજમેન્ટ, મોટી સંખ્યામાં લોકો, શિસ્તબદ્ધ રીતે કામ કરે ત્યારે બીજી વખત પ્રમુખ સ્વામીને મળવાનો મોકો મળ્યો હતો. પણ પત્રકાર એટલે કૂતરાની પૂંછડી વાંકી એમ મે એમને એ વખતે ઇન્ટર્વ્યુ પત્યો એટલે પૂછ્યું કે, સંપ્રદાય આટલો વિશાળ છે તો પછી ભવ્ય મંદીરની શી જરૂર છે. ? ફરી એ જ સ્મિત સાથે કહ્યું કે ભગવાન કરાવે એવું કરવું ભગવાનની ઇચ્છા હશે તો મંદીર બની ગયું.
બહુ સહજતાથી એ વાત કરતાં કહ્યું પણ એની વેલ્યુ આજે ગાંધીનગરની વિધાનસભા કરતાં વધું છે. આજે પણ વિદેશથી કે દિલ્હીથી પહેલીવખત ગુજરાત આવતા પત્રકાર મિત્રો અક્ષરધામ જોવાનો આગ્રહ રાખે છે. દીવાળીના દિવડાની ભવ્ય સજાવટ ટીવી પર ન બતાવીઓ તો લોકો દીવાળીમાં ફોન કરીને હિસાબ માગે છે... આમ છતાં બાપાના ચહેરા પર મોટુ કામ કર્યાનો ભાવ ક્યારેય ન દેખાયો.
ત્યારબાદ આણંદમાં ચાર દિવસનો મહોત્સવ હતો. ત્યારે ફરી બાપાને મળવાનું થયું હતું. મે ડાયરી અને પેન કાઢી સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો તો એમણે એ જ સ્મિત સાથે કહ્યું કે ઇન્ટરવ્યું નહીં ..એમ જ વાત કરીએ...ઘણી બધી વાતો થઇ તેમાં વ્યસનમુક્તિ, સોશિયલ એન્જિનિયરિંગ, સંપ્રદાય વિશે વાત કરી હતી. પણ દરેક વાતમાં એટલું તો કહેતા કે , ભાઇ બીજાના સુખમાં પોતાનું સુખ જોઇએ તો સાચા કહેવાઇએ.
ઇન્ટર્વ્યુ છપાયો ન હતો કારણ કે મને એમણે ના પાડી હતી. ધબ્બો મારીને કહ્યું હતું કે પ્રસાદ લીધો કે નહીં. મે કહ્યું કે જમ્યો....એટલે ફરી હસીને કહ્યું કે, સમય કાઢીને સત્સંગમાં આવવાનું શરૂ કરો. મને ક્યાંય સુધી એ વાત ન સમજાઇ કે વારે વારે સત્સંગમાં આવવાનું કેમ કહે છે ? પછી મને ખબર પડી કે હું એમને મળ્યો ત્યારે મારા શર્ટના ઉપરના ખિસ્સામાં સિગરેટનું પેકેટ જોઇ ગયા હતાં પણ સીધું ન કીધું કે સિગરેટ છોડી દો.
પણ એ પછી હું એમને 2001માં ભૂકંપમાં મળ્યો. ત્યારે કચ્છમાં ક્યાંય ખાવાનું મળતું ન હતું. ભૂકંપનું રિપોર્ટિંગ કરતાં લાશો જોઇ હ્રદય હચમચી ગયું હતું. રાત્રે ઊંઘ આવતી ન હતી. ટેન્ટમાં રહેતા હતાં. જમવા માટે સ્વામિનારાયણ મંદીરમાં જ જવું પડતું હતું. એક દિવસ જમવાનુી લાઇનમાં મને એક સંત જોઇ ગયા, અલગ બોલાવી જમાડ્યો. રોજ નવી વાનગી બનતી, ભોજન સાદું હોય પણ રોજ અલગ હોય,
મને નવાઇ લાગતી કે રોજ નવી વાનગી કેમ હોય છે. ? મે સંતને પૂછ્યું કે પ્રમુખ સ્વામી મળશે ? મારે મળવું છે. એમણે પ્રમુખ સ્વામી સાથે મારી મુલાકાત કરાવી. અડધો કલાક બેઠા એમાં છપાય એવૂ સનસનીખેજ કાંઇ ન કીધું, મે સવાલ પૂછ્યો કે બાપા આવી ભયાનક આફતમાં રોજ નવી વાનગી ? આવું કેમ? ફરી મોઢી પર એ જ સ્મિત સાથે કહ્યું કે, ભાઇ ઘરે રોજ દાળ ભાત શાક રોટલી ખાવ છો ને ? પછી ક્યારેક હોટલમાં નથી જતાં ? મે કહ્યું જઇએ છીએ ને ?
તો હું આફતમાં રોજ એક સરખું જમાડું તો સારૂ લાગે ? એટલે જ રોજ અલગ અલગ જમવાનું હોય છે. હું ફરી વિચારમાં પડી ગયો કે, આવી ભયાનક આફતમાં પ્રમુખ સ્વામી રોજ હજારો લોકોને જમાડે છે એનો કોઇ ઉલ્લેખ નહીં પરંતુ જમનારને શું ભાવશે એની ચિંતા ? અને છતાં સખાવત કર્યાનો કોઇ ભાવ નહીં ? એટલીવારમાં એક સંત દેખાયા પ્રમુખ સ્વામીએ બોલાવ્યા અને કહ્યું કે, ફૂડ પેકેટ તૈયાર થયાં ? એમાં મરચાં મૂક્યાં કે નહીં ? મગજ ફરી ચકરાવે ચડી ગયું કે, એક તો ફૂડ પેકેટ વહેંચવાના ને એમાંય આથેલા મરચા મૂકવાના, આ કેવું ? પણ આ બાપાને પૂછવાની હિંમત ન થઇ. પણ એ વાતનો ખુલાસો એક સંતે આજે મને કર્યો કે, બાપાએ એવું કીધું કે ભાઇ અહીંના લોકો ખુદ્દાર છે. ભૂખ્યા રહેશે પણ રસોડે નહીં આવે, એમના ઘરે ટિફિન પહોંચાડો. અને કચ્છી લોકોને મરચાં ખાવાની આદત હોય છે એટલે એમાં ખાસ આથેલા મરચાં મુકાવ્યા છે.
હજ્જારો માણસોને રોજ જમાડનાર બાપા આટલી ઝીણી વાત યાદ રાખે છે ? ત્યારે નવાઇ લાગી, મને થયું કે અમે લોકોને શું ગમે અને શું ન ગમે તેનો સર્વે કાઢી છાપાનું સર્કયુલેશન કે ટી.વીની ટીઆરપી વધારવાની સ્ટ્રેટેજી ઘડીએ છીએ. તો અહીં તો કોઇ અપેકા વિના ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રખાય છે...
અગેઇન સ્પીચલેસ, એ પછી 2002માં અક્ષરધામ હુમલા પછી પ્રમુખ સ્વામીને મળવાનું થયું, થોડા ખિન્ન લાગ્યા, મને કેમેરા વિના આવવા કહ્યું, મે વિનંતિ કરી કે ટીવી પર મને એક ઇન્ટર્વ્યુ આપો ને..ભક્તો સુધી વાત પહોંચે અને લોકોમાં આક્રોશ ઘટશે. આ વખતે ચહેરા પર પેલું સ્મિત ન હતું પણ ઉદાસ અવાજે ઇન્કાર કર્યો અને કહ્યું કે ભગવાન ઠીક જ કરશે. મેં સહજ ભાવે પૂછ્યું કે, બાપા ભગવાનના ધામમાં પણ આવા હુમલા થાય તો ય તમે ભગવાન ઠીક કરશે કહો છો ?  પણ મને તો હવે શ્રદ્ધા ઊઠી રહી છે. ત્યારે એમણે એક જ વાક્ય કહ્યું હતું કે, ભાઇ તર્ક ખૂટેને ત્યારે શ્રદ્ધા જાગે છે.
હું બિમાર થયો ત્યારે મે ઘણા તર્ક કર્યા હતાં. કે હવે શું થશે. ? પછી શું થશે? પણ સાજા થયા પછી મારા દોસ્તોએ અને સગાઓએ રાખેલી બાધા પૂરી કરવાનું શરૂ કર્યું ત્યારે પ્રમુખ સ્વામીના શબ્દોનો અર્થ સમજાયો હતો કે તર્ક ખૂટે ત્યારે શ્રદ્ધા જાગે છે.
આજે એમની પ્રાર્થના સભામાં કંતાનના બેક ડ્રોપ પર થર્મોકોલ કાપીને એમના શબ્દો એમના લેખન જેવા વળાંકો સાથે મૂકાયેલા જોયાં, એમાં લખ્યું હતું કે, બીજાના સુખમાં આપણું સુખ, ત્યારે દરેક ધર્મના વડાઓને બાપાને શ્રદ્ધાંજલિ આપતા જોઇ એક શેર યાદ આવી ગયો,
જ્યાં શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર છે ?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

પણ પ્રાર્થના સભામાં પ્રમુખ સ્વામીના શબ્દો બીજાના સુખમાં આપણું સુખ...નીચે એમની સહી હતી. એ જોતા હવે જીવવનો બીજો મંત્ર બીજાના સુખમાં આપણું સુખ બની ગયો છે.  આ મંત્ર કાયમ ટકી રહે તેવી પ્રમુખ સ્વામીને પ્રાર્થના કરતાં હજુ ય હું અક્ષરમાં અટવાયો છું પણ પ્રમુખ સ્વામીનો પર્યાય મળતો નથી..... 

57 comments:

  1. भार्गवभाई,
    खरेखर,"बापा" ने वारंवार रुबरु मलवानो मोको एक पत्रकार होवाने लीघे आपणने मलेछे त्यारे जो एक वखते आपडे दर्शन नही पण स्टोरी/समाचार करवामां घ्यान होयछे एटले श्रघा उदभवानो कोई अवकाश नथी होतो,
    प्रमुखस्वामी एटले एक जिवायेलो युग,तेमनो पर्याय एटले "बीजाना सुख मां आपणुं सुख" सत्य वचन...!!

    ReplyDelete
    Replies
    1. ખરેખર સાચી વાત. પત્રકાર તરીકે કોઇને મળીએ ત્યારે એના ઓરાથી આપણે પર હોઇએ છીએ. પણ વાસ્તવમાં એની અનુભૂતિ અદ્ભભુત હોય છે.

      Delete
  2. Devine experience. Very touchy article. Jay Swaminarayan

    ReplyDelete
    Replies
    1. આ માત્ર વાંચકો માટે નહીં પણ ખુદની અનૂભુતિ બાદ લખાયું છે. કદાચ મેં પહેલી વાર કોઇ સંતને આટલી સાદગીભર્યા નીકટથી જોયા અને સહજતાથી એ અનુભૂતિ શબ્દોમાં પરિવર્તિત થઇ. થેંક્યુ

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  3. Devine experience. Very touchy article. Jay Swaminarayan

    ReplyDelete
  4. भार्गव भाई,
    परम क्रूपालू दैवी स्वरूप दयालु आत्मा श्री प्रमुख स्वामीजी महाराज को लाख लाख वंदन.
    आपको भगवान का आशीर्वाद मिला यही बहूत बड़ी बात हैं भार्गव भाई आपका जीवन सफल हो गया.

    ReplyDelete
    Replies
    1. સાચી વાત..લોકોના મોંઢે જલારામબાપાની વાતો સાંભળીએ છીએ એમ આપણે પણ કદાચ આપણા બાળકોના બાળકોને પ્રમુખ સ્વામીને જોયા હતાં એંમ કહી શકીશું.

      Delete
  5. भार्गव भाई,
    परम क्रूपालू दैवी स्वरूप दयालु आत्मा श्री प्रमुख स्वामीजी महाराज को लाख लाख वंदन.
    आपको भगवान का आशीर्वाद मिला यही बहूत बड़ी बात हैं भार्गव भाई आपका जीवन सफल हो गया.

    ReplyDelete
  6. अक्षरब्रह्म के लिए अक्षर मिलना मुश्किल है ।

    ReplyDelete
  7. अक्षरब्रह्म के लिए अक्षर मिलना मुश्किल है ।

    ReplyDelete
    Replies
    1. બહુ જ સાચી વાત. બ્લોગ લખતા પણ અક્ષરો જડતા ન હતાં. એટલે જ હું અક્ષરમાં અટવાયેલો રહ્યો હતો.

      Delete
  8. Bhai aama khas waat e 6 ke kon kem sukam koi NI madad kare 6 te mahiti leta leta aapde kem kya su kari rahya 6iye te khas dhyan rakhava jevi vaat shikhavade 6.

    Pan aajkaal to look aane kem emne madad kari kaik labh levano hase....pan aaje pan koik evaapan 6 ke koik apeksha VINA pan madad karirahya 6 ane emno upyog kari ne kato temnathi aagal aavi NE madad karnar nej bhuli jay k badnam kare 6.
    Bhai huto emaj Kahish ke bhagvan emnu pahela bhalu kare pa6i time hoy to maru bhalu kare....ke have sudhar ane 6etrato nahi....

    ReplyDelete
  9. Bhai aama khas waat e 6 ke kon kem sukam koi NI madad kare 6 te mahiti leta leta aapde kem kya su kari rahya 6iye te khas dhyan rakhava jevi vaat shikhavade 6.

    Pan aajkaal to look aane kem emne madad kari kaik labh levano hase....pan aaje pan koik evaapan 6 ke koik apeksha VINA pan madad karirahya 6 ane emno upyog kari ne kato temnathi aagal aavi NE madad karnar nej bhuli jay k badnam kare 6.
    Bhai huto emaj Kahish ke bhagvan emnu pahela bhalu kare pa6i time hoy to maru bhalu kare....ke have sudhar ane 6etrato nahi....

    ReplyDelete
  10. जय जय स्वामी नारायण

    ReplyDelete
    Replies
    1. હ્રદય પૂર્વકના જય સ્વામિનારાયણ

      Delete
  11. जय जय स्वामी नारायण

    ReplyDelete
  12. जय जय स्वामी नारायण

    ReplyDelete
  13. Satsanji banya vagar pan bhagavan savaminarayan ne tamane khub apiyu. Parmukh swamiji na blessing aap par saday rahe. Mota ganesh pura jayi aviya ke jode aavu...

    ReplyDelete
    Replies
    1. ભાઇ આપ જેવાની લાગણીઓ અને દુઆઓથી નવું જીવન મળ્યું છે. અચૂક આપની સાથે જ ગણેશપુરા જઇશું. મારા માટે રાખેલી બાધા યાદ છે....

      Delete
  14. Satsanji banya vagar pan bhagavan savaminarayan ne tamane khub apiyu. Parmukh swamiji na blessing aap par saday rahe. Mota ganesh pura jayi aviya ke jode aavu...

    ReplyDelete
  15. Satsanji banya vagar pan bhagavan savaminarayan ne tamane khub apiyu. Parmukh swamiji na blessing aap par saday rahe. Mota ganesh pura jayi aviya ke jode aavu...

    ReplyDelete
  16. Very nice and touchy , versatility blossoming

    ReplyDelete
    Replies
    1. થેંક્યુ. one has to be versatile. thnks for your observation.

      Delete
  17. Tame nadurast tabiyat hova chhata, bija prasang mathi sidha Pramukhswami maharaj ni Shraddhanjali sabha ma aavya e j aapnu swamibapa sathenu jodan batave chhe... Bas aa jodan kayam raakhjo kem k torrent power nu power station hoi eni bajuna gharma pan andharu hoi shake jo jodaan na hoi to.. pan jodan hoi to Prakash felay j.. Aapna swamibapa sathena Prasango jani ne khub aanand thayo.. Bas have satsang sabha ma Padharsho..
    Realy Very nice, and pure article.. Thank you..Jai swaminarayan.

    ReplyDelete
    Replies
    1. thanks. Dear Ronakbhai, i will try to attend satsang sabha

      Delete
  18. Simply Speechless, Simply Wordless, Simply In-A-Trance

    ReplyDelete
  19. Very nice Bhargavbhai. Hats off !! I have been following all your blogs but did not get a chance to comment till now. It's really amazing to see how you are able to put across your thoughts into words in such a simple language and yet very effective.

    Please keep blogging !!

    ReplyDelete
    Replies
    1. thank you sameer. i promise you that i will continue to wrinte blog on various subjects.

      Delete
  20. યુગ પુરુષ સદી મા એકવાર જન્મ લે છે

    ReplyDelete
    Replies
    1. બહુ જ સાચી વાત સુબોધભાઇ.

      Delete
    2. 7 PADEE.MO.Pier pakacha.bai utrgujart.khavatcha

      Delete
    3. 7 PADEE.MO.Pier pakacha.bai utrgujart.khavatcha

      Delete
  21. યુગ પુરુષ સદી મા એકવાર જન્મ લે છે

    ReplyDelete
  22. Mahan sant mate sabdono mahasagar pan ochho page...good experience..for writer and reader also...

    ReplyDelete
  23. Great...........Bargav......આ જીવતરમાં બાપાના આશીર્વાદથી વધુ કોઇ મોટી કમાણી નથી... જય સ્વામી નારાયણ. બાપા સતત કહેતા કે 'લોકોને સુખી કરવા છે'. ભાર્ગવ તું સવાયો સત્સંગી નીકળ્યો.....તારા સંસ્મરણો એક શ્વાસે વાંચી ગયો. મને લાગ્યું કે ડેસ્કટોપ પર બાપા સ્વયં હાજર છે.

    ReplyDelete
  24. Million bows to the Devine soul 'Pramukh Swami'.
    Uncle, I have partially heard the incidence of an injured soldier during attack on Akshardham. I would like to read that story with an interesting narration by you.
    As an organisation or a trust Swaminayan trust is the largest and most powerful trust around the Globe. Hatts off to the service they give to people.

    ReplyDelete
  25. સુંદર અને અદભૂત બ્લોગ લખવા બદલ ખૂબ ખૂઅભિનંદન

    ReplyDelete
  26. સુંદર અને અદભૂત બ્લોગ લખવા બદલ ખૂબ ખૂઅભિનંદન

    ReplyDelete