Monday, 5 September 2016

લ્યો, હવે પહેલવાનો જ જિંદગીની ધોબી પછાડ ખાય છે


વાત થોડી જૂની છે....પણ એના પર સમયની ધૂળ ચડી નથી. કારણ કે, ગુજરાતમાં 160 વર્ષ જૂની એક એવી ફેક્ટરી છે કે જ્યાં આજે પણ પહેલવાનોનું પ્રોડક્શન થાય છે. પણ આ બધા પહેલવાનો જિંદગીની લડાઇમાં રોજ ધોબી પછાડ ખાય છે. વાત થોડી અટપટી લાગે તેવી છે પણ સાવ સાચી છે. મહેસાણાથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલા નાનકડા એવા દેલમાલ ગામમાં સવાર કૂકડો બોલવાથી નથી પડતી પણ અહીંની સવાર જય બજરંગબલિના નાદથી પડે છે.
અહીંના બ્રાહ્મણો વહેલી સવારે ઊઠી વર્ષો જૂના અખાડામાં આવી પહેલવાનીના દાવપેચનો જરાય થાક્યા વિના સતત પ્રેકટીસ કરે છે. આ ગામનુ નામ દેલમાલ છે. પરંતુ અહીં દેવા માટે કોઇની પાસે માલ નથી. કારણ કે, દેલમાલના મોટા ભાગના પહેલવાનોને પોલિસ કે આર્મીમાં જવું છે. પરંતુ એમને ગામમાં જ રહેવું પડે છે. કારણ કે, આ નાનકડા ગામમાં પરંપરા જીવે છે. પણ કદરદાનો જીવતા નથી. 160 વર્ષ જૂના આ ગામનો એક એક બ્રાહ્મણ કર્મકાંડી નહીં પણ પહેલવાન છે. ખરેખર નવાઇ લાગે એવી વાત છે ને...પરંતુ સાવ સાચી છે.
સાડાત્રણ હજારની વસ્તિવાળું આ ખોબા જેવડું ગામ મહેસાણાથી આમ તો ખાલી 30 કિલોમીટર જ દૂર છે. પણ અહીં વિકાસ નથી પહોંચ્યો. પરંતુ પરંપરા અકબંધ છે. કારણ કે ગાયકવાડ મહારાજથી માંડીને રાજસ્થાનના રાજાઓનું રખોપુ કરનારા આ પહેલવાન અત્યારે રંક છે. અને પહેલવાનીમાં કર્મકાંડ ભૂલી ગયા છે એટલે આ બ્રાહ્મણો આજે પોથીના બદલે મગદળ પકડીને ધોબી પછાડ ખાઇ રહ્યા છે. અહીંના બ્રાહમણોની વેદનાની વાત સૌથી પહેલા મારા મિત્ર મિલન પટેલના પિતા અને જાણીતા ઇતિહાસવિદ મંગુકાકાએ કરેલી.
સેન્ટઝેવિયર્સ કોલેજ પાસેના બંગલામાં રહેતા મંગુકાકાને એક વાર મહેસાણાના ઇતિહાસ વિશે પૂછવા ગયેલો ત્યારે એમણે દેલમાલના જેઠીમલ પહેલવાનોનુી વાત કરી ત્યારે હું ય વિચારમાં પડી ગયો હતો. કે બ્રાહ્મણો તે કાંઇ પહેલવાનો હોતા હશે...વાતમાં રસ પડ્યો એટલે હુ મારા એ વખતના ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠીને લઇને મહેસાણા જવા રવાના થઇ ગયો હતો. સાંકડા રસ્તાથી દેલમાલમાં ઘુસ્યો ત્યારે નાના અમથા ગામમાં એક જગ્યાએથી જય બજરંગબલિના અવાજો સંભળાતા હતાં. અમે ત્યાં પહોંચ્યાં. એટલે મે મારા ફોટોગ્રાફર ગૌતમ ત્રિપાઠીને કહ્યું કે ભુદેવ આપણે જે બ્રાહ્મણોને મળવા જઇએ છીએ એ કેમેરાની ચાંપ નથી દબાવતા પણ ભલભલાને ધોબી પછાડ આપે છે. તમામ કામ પડતું મૂકીને રોજ સવારે પૂજા કરનારા ગૌતમ ત્રિપાઠીએ મને કહ્યું કે, હોતુ હશે. બ્રાહ્મણો તો સરસ્વતિના પૂજક કહેવાય. એ પહેલવાન હોઇ જ ન શકે. અમે જ્યાંથી અવાજ આવતો હતો તે જૂના પુરાણા મકાનમાં ગયા ત્યારે જમીન પર રેતી પાથરેલી હતી અને સંખ્યાબંધ લોકો લંગોટ બાંધીને હાથમાં મગદળ લઇને કસરત કરી રહ્યાં હતાં. ફોટા પાડીને અમે એમની પ્રેકટીસ પૂરી થાય તેની રાહ જોતા હતાં ત્યાં જ એક જમાનાના જાણીતા પહેલમાન અને જેઠીમલોના ગુરુ જમનાદાસ પહેલવાની શીખવવાનું છોડીને અમારી પાસે આવ્યા. હું કાઇ વાત કરી તે પહેલા જ ગૌતમ ત્રિપાઠીનો બ્રાહ્મણનો આત્મા ઉછળી આવ્યો. એમણે કહ્યું કે, કાકા તમારી જોડે શીખે તે બધા ોકો બ્રાહમણો છે ?
જમનાદાસ હસી પડ્યાં એમણે ઝભ્ભાનું બટન ખોલીને જનોઇ બહાર કાઢીને કહ્યું કે હું ય બ્રાહમણ છું. ત્યારે મારા કરતાં ગૌતમ ત્રિપાઠીના ચહેરા પર આશ્ચર્ય જ નહીં પરંતું અશ્ચર્યસિન્હોનો ઢગલો થવા માંડ્યો. અમારી દ્વીધા જોઇને જમનાદાસે જે ઇતિહાસ કહ્યો તે સાભળીને અમે પણ ચોંકી ગયા, એમણે બ્રાહમણોની વાત કરતા કહ્યું કે અમે મૂળ મોઢ બ્રાહ્મણો મોઢેરાના ચતુર્વેદી મોઢ બ્રાહમણ ...વર્ષો પહેલા અમારા બાપ દાદા યોગનો અભ્યાસ કરતાં અને યોગથી શ્વાસ રોકી શક્તિ કેવી રીતે ઉત્ત્પન્ન કરવી તેની વિદ્યાનો ઉપયોગ શીખ્યા હતાં અને એ સમયના રાજાઓના સેનિકોને આ વિદ્યા શીખવચા હતાં. અમારા વડવનાઓએ કર્મકાંડ છોડીને નવી વિદ્યાનો ઉપયોગ કુશ્તીમાં શરૂ કર્યો અને મલ્લ વિદ્યામાં નવી પદ્ધતિ પણ ઉમેરાઇ. એ વખતે આ કળા વધારે એટલે વિકસી કે તે સમયના રાજાઓ મલ્લા વિદ્યાનો અભ્યાસ કરવા માટે ખાસ સાલિયાણું આપતા હતાં. એમાંથી ચતુર્વેદી મોઢ બ્રાહમણોએ મલ્લ પુરાણ બનાવ્યું અને અમારી પેઢી દર પેઢીમાં મલ્લ વિદ્યા ઉતરવા માંડી
ચતુર્વેદી મોઢ બ્રાહ્મણોની આ મલ્લ વિદ્યા ખૂબ જાણીતી બની કારણ કે, દાયકવાડી રાજ વખતે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્ય પ્રદેશથી પહેલવાનો આવતા હતાં. કદાવર પહેલવાનો પોતાના પગમાં સૌનાની ઘૂઘરી બાંધીને નીકળતા હતાં. અને રસ્તામાં આવતા રજવાડા કુશ્તીનું આહ્વાન આપતા, જો એ કુશ્તીમાં જીતેત તો એ સમયે રાજાએ આ પહેલવાનને સની વધુ એક ઘુઘરી આપવી પડતી. અને જો હારી જીાય તો પહેલવાને સોનીની જીતેલી તમામ ઘુઘરીઓ રાજાને આપી દેવી પડતી. આવી જ રીતે ઉત્તરપ્રદેશથી મહેસાણા આવેલો સરજુ નામનો પહેલવાન એ જમાનામાં અજેય ગણાતો એણે ગાયકવાડ મહારાજને ત્યાં આવીને પગમાં બાંધેલી ઢગલાબંધ ઘુઘરીઓ બતાવીને કુશ્તીનું આહ્વાન આપ્યું હતું,. આ પહેલવાનની સામે ઊભું રહેવું કોઇપણ પહેલવાન માટે મુશકેલી હતું પરંતું દેલમાલના દુર્ગાપ્રસાદ જેઠીએ સર્જુને મલ્લપુરાણની નવી વિદ્યાથી એવો હરાવેલો કે, એણે સોનાની ઘૂઘરીઓ તો રાજાને પાછી આપી દીધી પણ દુર્ગાપ્રસાદનો ચેલો બનવાની તૈયારી બતાવી હતી. આ ઘટનાએ ચતુર્વેદી બ્રાહ્મણોનું જીવન બદલી નાંખ્યું. કર્મકાંડની સાથે મલ્લા વિદ્યા શીખતા જેથી મલ્લો ને ગાયકવાડ મહારાજે પોતાની સેવામાં રાખવાનું શરૂ કર્યું હતું, એ છી આસપાસના રાજા મહારાજોએ જેઠીમલ પહેલવાનોને પોતાની સાથે રાખતા આંમે શિકાર પર સાથે લઇ જતાં. ત્યારથી આ ગામ પહેલવાનોનું ગામ બની ગયું. ગામનું એક એક બાળક નાનપણથી જ કુશ્તીની તાલિમ લે છે. અહીંના નટવરલાલ જેઢી દેલમાલના અખાડામાં કુશ્તીની તાલીમ આપે છે પરંતુ એમના કહેવા પ્રમાણે મલ્લ પુરાણોમાં ખોરાક અને શ્વાસની તાકાતનું ઘણું મહત્ત્વ છે. મલ્લ પુરાણમાં અમને કુશ્તી કરનારા બ્રાહ્મણોને બ્રાહ્મણ હોવા છતાં માંસાહારની છૂટ છે. અમારા પહેલવાનોનો મુખ્ય ખોરાક માંસાહાર દૂધ માખણ અને જુવાર તેમજ બાજરી છે.
શારિરિક રીતે સક્ષમ દેલમાલના લોકો ભણતરમાં ખૂબ પછાત છે કારણ કે અહીં 1993 સુધી તો માધ્યમિક શાળા સુદ્ધાં ન હતી. અહીંના બાળકો શારિરિક રીતે  સક્ષમ છે પણ ઇચ્છા હોવા છતાં પોલિસ અને લશ્કરમાં જઇ શકતા નથી કારણ કે ભણતર નથી. જેના કારણે અહીંના જેઠીમલ પહેલવાનો હવે પહેલવાની છોડવાના મૂડમાં આવી ગયા છે. એમનું કહેવું છે કે, અમારા બાપ દાદાઓએ જિંદગીભર પહેલવાની કરી એનું પરિણામ શું આવ્યું .. આજે સારા લોકો અમને પહેલવાન કહીને પોસરાવે છે પણ કામ તો સિક્યોરિટીનું જ મળે છે.  હવે એમ થાય છે કે, અમારા છોકરાઓને પહેલવાન બનાવી ડંડા પછાડી લોકોને સલામ કરાવવી એના કરતાં તો થોડુ ઘણું ભણાવીને કારકૂની કરાવીશું પણ પહેલવાન નહીં બનાવીએ.  

29 comments:

  1. Very surprising! Aa lagbhag 20-25 varsh pahelaa ni vaat hashe ke enaathi occhu? Atyaare shun haalat hashe e Delmaal ane enaa Brahmano ni!

    ReplyDelete
    Replies
    1. ચેતનભાઇ, સ્થિતિમાં કોઇ ફરક પડ્યો નથી. બ્રાહ્મણોની હાલત હજુ એમ છે. વાત 160 વર્ષથી શરૂ થઇ છે. 20-25 વર્ષમાં અચાનક બદલાવાની અપેક્ષા હું રાખું એ કદાચ વધારે પડતું છે. મે તપાસ કરી હતી, હજુ સ્થિતિ એ જ છે.એટલે જ મે કલરના બદલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ મૂક્યો છે.

      Delete
  2. भार्गवभाई,आ खुब जुनी अने साची वात छे "देलमाल" ना पहेलवानी ब्र्हामणो नी,पांच/सात दायका जुनो ईतीहास छे,सौराष्ट्र मां हळवद मा पण अमुक ब्राह्मणो पहेलवानी करता हतां,अन्य लोकोना जीवननी शुभ शरुआत वखते पोते ईश्वरने प्रार्थना करी/करावनार गुजरातनां ब्र्हामणो नी कदर कोई सरकारे करी नथी अने एटले शास्त्रो थी शारिरीक पहेलवानी करनार कहेवाता "भूदेव" भोंय भेगो थतो रह्यों,मां सरस्वति नी क्रुपा तो आजे पण ब्राह्मणो उपर छे पण मां लक्ष्मी नी क्रुपा/आशिर्वाद मेळववा तेने खुब भटकवुं पडेछे ।

    ReplyDelete
    Replies
    1. સંજયભાઇ, ભુદેવોએ આ ભૂમિ પર માત્ર કર્મકાંડ અને ભ્રમણ નથી કર્યું ઘણું મોટું યાગદાન આપ્યું છે. યોગ સાથે યુદ્ધ કેમ થાય એની ટેકનીક પણ આપી છે. પરંતુ મને ખબર નથી કે સરસ્વતિ અને લક્ષ્મી સાથે કેમ નથી રહી શકતા. હું પણ સરસ્વતિનો ઉપાસક છું. અને લક્ષ્મી માટે મારી પણ શોધ હજુ ચાલુ છે.

      Delete
  3. भार्गवभाई,आ खुब जुनी अने साची वात छे "देलमाल" ना पहेलवानी ब्र्हामणो नी,पांच/सात दायका जुनो ईतीहास छे,सौराष्ट्र मां हळवद मा पण अमुक ब्राह्मणो पहेलवानी करता हतां,अन्य लोकोना जीवननी शुभ शरुआत वखते पोते ईश्वरने प्रार्थना करी/करावनार गुजरातनां ब्र्हामणो नी कदर कोई सरकारे करी नथी अने एटले शास्त्रो थी शारिरीक पहेलवानी करनार कहेवाता "भूदेव" भोंय भेगो थतो रह्यों,मां सरस्वति नी क्रुपा तो आजे पण ब्राह्मणो उपर छे पण मां लक्ष्मी नी क्रुपा/आशिर्वाद मेळववा तेने खुब भटकवुं पडेछे ।

    ReplyDelete
  4. Replies
    1. થેક્યુ ડિયર, ગુજરાતના પટેલોને પણ હવે પહેલવાની શીખવી પડશે.પણ આશા રાખું કે, ધોબી પછાડ નહીં ખાવી પડે.

      Delete
  5. મલ્લ પુરાણ ની વાત નવી જાણવા મળી આભાર

    ReplyDelete
    Replies
    1. સુબોધભાઇ, ભૂદેવો કાયમ પુરાણો લખવા માટે જાણીતા છે. પણ ભુદેવોએ મલ્લપુરાણ લખી પોતાની વર્સેટાલિટી દેખાડી છે. એ ઘણું બધુ કહી જાય છે.

      Delete
  6. મલ્લ પુરાણ ની વાત નવી જાણવા મળી આભાર

    ReplyDelete
  7. Atyar sudhi evu sambhalyu tu k brahman khali karmakand j karta hoy chhe, pan aa paheli vakhat janva malyu k aa loko to malla vidhya ma pan expert chhe... Thanks sir, kaik navu janva malyu... Pan aakhi vaat ma a samjhan na padi k title ma mukelo olo photo black and white km chhe...!!!

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ભાઇ યોગેશ, આર્ટિકલ પર ઝણી નજર રાખવાની તારી કળા દાદ માગી લે તેવી છે. આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ કેમ છે એનો જવાબ એ છે કે, કાલના બ્લોગમાં આપીશ ત્યારે એક લેન્સમેન તરીકે મારુ લોજિક સાચુ છે કે નહીં તે જણાવવા વિનંતિ

      Delete
  8. Daska o pahela pan BHUDEVO ni dasha pan aaj na jevi j hati....have to kashmiri pandito ni jem modi ji aava bhudevo mate alag pekej aape to saru...
    kharekhar SUNDAR article

    ReplyDelete
    Replies
    1. ભાઇ કેતન, પેકેજની લ્હાયમાં ને લ્હાયમાં કેટલાય લોકોના પાળિયા સચિવાલયમાં બની ગયા છે. પેકેજ જાહેર કરવું સહેલું છે પણ કેટલાનો અમલ થાય છે એ બધા જાણે છે. ચૂંટણી આવવા દો પેકેજોની ભરમાર થશે. તથાસ્તુ.

      Delete
  9. Replies
    1. થેન્કસ ભાઇ, ઇન્ફર્મેશન ભેગી કરવાનું ઘણું બધું વિક્રમ વકિલની મદદથી પણ શીખ્યો છું.

      Delete
  10. Very informative article keep it up

    ReplyDelete
  11. Very informative article keep it up

    ReplyDelete
  12. Interesting. Brahman ne parshuram no varso malyo chhe.
    Be careful before you call him BICHARO. 😉

    ReplyDelete
    Replies
    1. સજયભાઇ,
      શેલત અટક જ બતાવી આપે છે કે, તમારી પાસે પરશુરામનો વારસો છે.પણ ભગવાનની દયાથી હું ક્ષત્રિય નથી.એટલે આપના પ્રકોપથી બચી જઇશ.

      Delete
  13. Brahman pahelwan pan hoy e aaje janyu bhai....keep it up👌👍

    ReplyDelete
    Replies
    1. ઉપાધ્યાય સાહેબ, બ્રાહમણો ખાલી મગજથી જ પહેલવાન નથી, શરીરથી પણ પહેલવાન છે એ દેલમાલના લોકોએ માલ વગર સાબિત કરી આપ્યું છે.

      Delete
  14. Brahman pahelwan pan hoy e aaje janyu bhai....keep it up👌👍

    ReplyDelete
  15. Brahman pahelwan pan hoy e aaje janyu bhai....keep it up👌👍

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. UP BIRAR ME KAHI AKHADIYAN BHUDEV HAI......ISLIYE YE BHUDEV KAHARAHE HAI KI HAME MAT PARESAN KIJIYE.....VARNA...?????

    ReplyDelete
  18. UP BIRAR ME KAHI AKHADIYAN BHUDEV HAI......ISLIYE YE BHUDEV KAHARAHE HAI KI HAME MAT PARESAN KIJIYE.....VARNA...?????

    ReplyDelete
  19. UP BIHAR ME KAHI AKHADIYAN BHUDEV HAI......ISLIYE YE BHUDEV KAHARAHE HAI KI HAME MAT PARESAN KIJIYE.....VARNA...?????

    ReplyDelete