Wednesday, 31 August 2016

સ્મગલરે 70માં રમેલી બ્લાઇન્ડ બાજીના પત્તા રૂપાણી ફરી ચીપશે


આજે સવારે મારા મિત્ર ગુરૂચરણસિંગ છાબરાએ બ્લોગ પર લખેલી એક કોમેન્ટે મને હચમચાવી મૂક્યો. એન્જિનિયર થયેલા છાબરા વ્યવસાયે હોટેલના માલિક છે પણ માણસ મુશાયરાનો......અમે દોસ્તો એને સરદાર ગાલિબ છાબરા કહીએ છીએ..કારણ કે આખી રાત એક પછી એક આવતી એમની શાયરીએ કાયમ મુશાયરો લૂંટી લે છે.
એટલે જ કવિ હ્રદયના છાબરાએ મારા બ્લોગ પર લખ્યું હતું કે, પાતળી વોટ બેન્ક ન હોત અને હિન્દુ મુસ્લીમનો મામલો હોત તો કોઇએ પાણી કે રાણી માટે રઝળવું ન પડત. ઋજુ હ્રદયના છાબરાએ મને વિચારતો કરી દીધો કે, સાચે જ ગુજરાતનું રાજકારણ નાત જાત અને કોમવાદથી કેટલું ખદબદે છે.
નાત, જાત કોમવાદનો કાદવ નાંખનાર ગુજરાતનો રાજકારણી નહીં પણ મુંબઇનો સ્મગલર હતો. એ હતો મુંબઇને ધ્રુજાવનાર હાજી મસ્તાન 70ના દાયકામાં ગુજરાતનું રાજકારણ લાસવેગાસના કેસીનોના રવાડે ચડ્યું હતું કે, એક પાસો બાબુભાઇ જશભાઇને ન્યાલ કરે તો બીજો પાસો ચીમનભાઇ પટેલને પાયમાલ કરે. તો વળી ત્રીજો પાસો માધવસિંહ સોલંકીને માલામાલ કરનારો હતો.
એવામાં મુંબઇના રાજકારણમાં હાથ અજમાવી ચુકેલા હાજી મસ્તાને ગુજરાતના રાજકારણમાં હાથ નાંખ્યો હતો અને દલિત મુસ્લીમ ભાઇ ભાઇના નારા સાથે ગુજરાતમાં આવ્યો હતો. હાજી મસ્તાનની આ હાજરીએ ગુજરાતના રાજકારણને હચમચાવી મૂક્યું હતું અને ગુજરાતમાં જાતિના રાજકારણની શરૂઆત થઇ. મોરારજીની આંગળી પકડીને રાજકારણમાં આવેલા ચીમનભાઇ ઠેકડો મારીને સી.એમ થયા હતાં. ઇન્દીરા ગાંધી સામે બાથ ભીડી લીધી. બાબુભાઇ જશભાઇ પટેલને મુશ્કેલીમાં મૂકી દીધા હતાં. એનું નુકસાન એમણે નવનિર્માણ આંદોલનમાં ભોગવ્યું હતું. પછી પટેલોને અંકે કરી કીમલોપ પાર્ટી બનાવી ત્યાં સુધીમાં ચીમનભાઇ લોકો માટે ધિક્કારનું સિમ્બોલ થઇ ગયા હતાં. આ અરસામાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માધવસિંહ સોલંકીએ નવી બાજી રમી નાંખી હતી. પટેલોને તડકે મૂકી ક્ષત્રિય હરિજન, આદિવાસી અને મુસ્લીમની નવી અલગ વોટ બેન્ક બનાવી અને ખામ થિયરી પર સત્તા પર બેઠા. ખામ થિયરીમાં સવર્ણો તડકે મુકાયેલા હતાં...અને 1981માં પહેલું અનામત આંદોલન થયું. પણ માધવસિંહની ખામ થિયરીનો જાદુ એવો તો ચાલ્યો કે, 1985માં ફરી સત્તા પર રેકોર્ડ બ્રેક બેઠક સાથે સત્તા પર બેઠા. પણ 1985માં થયેલા અનામત આ્ંદોલને એમની ખૂરશીના પાયા હચમચાવી નાંખ્યા. એમણે ખૂરશી છોડવી પડી અને અમરસિંહ ચૌધરીને ગાદી પર બેસાડવામાં આવ્યા હતાં.
અહીં એ સમયે હાંસિયામાં ધકેલાઇ ગયેલા પટેલોને ચીમનભાઇ અંકે કરી રહ્યા હતા તો બીજી તરફ ભાજપ પણ પોતાની નવી થિયરી સાથે મેદાન બનાવી રહ્યું હતું. ભાજપ ખામ થિયરીની સામે ફાક થિયરી લઇને મેદાનમાં ઉતર્યું હતું. ફાક એટલે પટેલ, હરિજન આદિવાસી અને ક્ષત્રિય...વોટ બેન્કની થિયરી, જેમાં પટેલ નેતા તરીકે કેશુભાઇ પટેલ, હરિજન નેતા તરીકે ફકીરભાઇ વાઘેલા, આદિવાસીઓમાં સૂર્યકાન્ત આચાર્ય, અને ક્ષત્રિય નેતા તરીકે મોરચો શંકરસિંહ વાઘેલાએ સંભાળ્યો હતો. ફાક થિયરી સાથે મેદાનમાં ઉતરેલા ભાજપે પહેલા શહેરી વિસ્તારો અંકે કર્યા અને 1990માં ચીમનભાઇ સાથે હાથ  મિલાવી કોંગ્રેસને કોરાણે મૂકી દીધી હતી. પણ આગઠબંધન લાંબુ ન ચાલ્યું. ચીમનભાઇથી ભાજપ છુટું પડ્યું એટલે કોંગ્રેસના ટેકે ચીમનભાઇએ સરકાર ચલાવી પણ શંકરસિંહે ધીરજ ગુમાવી ન હતી. ફાક થિયરી મજબુત થતી ગઇ. અને 1995માં ફરીથી કેશુભાઇની સરકાર આવી અને ઉથલી ગઇ અને શંકરસિંહની સરકારનું પાટિયું લાગી ગયું હતું. શંકરસિંહ અઠંગ રાજકારણી છે, તે ભાજપને કાઉન્ટર કરવા તેર તાંસળીનું રાજકારણ રમ્યાં એટલે કે ગુજરાતમાં સૌથી મોટો વર્ગ ઓબીસીને હાથ પર લેવાની કોશિશ કરી હતી. ઓબીસી એટલે પ્રજાપતિ, ભરવાડ, આહિર જેવી 13 નાત પર રાજકારણ શરૂ થયું પણ ગણિત ઊંધું પડ્યું.

1998માં ફરી કેશુભાઇ પટેલે સરકાર બનાવી. કરમની કઠણાઇ ગણો કે ગમે તે કેશુભાઇના વખતમાં દુકાળ, અતિવૃષ્ઠિ અને ભૂકંપ આવ્યો. ગુજરાતનો ભૂકુંપ એમની ખૂરશી ભરખી ગયો,. 2001ના ઓક્ટોબરમાં કેશુભાઇની જગ્યાએ નરેન્દ્ર મોદી આવ્યા. 2002માં થયેલી કોમી હિંસા એ બધા રાજકીય પંડિતોના ગણિત ઊંધા કરી નાંખ્યા. હિન્દુતિવના વેવમાં ડિસેમ્બર 2007માં મોદીએ હિન્દુત્વની સાથે સાથે ઓબીસીને અંકે કરી સત્તા લીધી. 2012માં એમના માટે થોડા કપરાં ચઢાણ હતાં પરંતુ કેશુભાઇ પટેલે રચેલી મહાગુજરાત જનતા પાર્ટી આશીર્વાદરૂપ સાબિત થઇ. ભાજપથી નારાજ વોટ વહેંચાઇ ગયા અને મોદી ફરીથી સીએમ બન્યાં અને પીએમની રેસમાં આવી ગયાં. 2014માં નરેન્દ્રભાઇ પીએમ બન્યા અને આનંદીબેનને આનંદ કરાવવા ગાદી આપી ગયા. આનંદીબેન આનંદ ભૂલી ભાજપને મજબુત કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હતાં ત્યાં પટેલ અનામત આંદોલને પટલાણીને પલાળી નાંખ્યા, હજુ તેની કળ વળે ત્યાં દલિત આંદોલનની આંગ એવી લાગી કે, ફરી દલિત, મુસ્લીમ ભાઇ ભાઇના નારા શરૂ થઇ ગયાં. ખૂરશી નીચે લાગેલી આગ બુઝાવવા જાય એ પહેલા એમને ઘરે જવું પડ્યું અને વિજય રૂપાણીને ગાદીએ બેસાડવામાં આવ્યા. હવે વિજય રૂપાણી માટે પણ વિજય મેળવવો સહેલો નથી. કારણ કે 70ના દાયકામાં સ્મગલર હાજી મસ્તાને લગાવેલા દલિત મુસ્લીમ ભાઇ ભાઇના અંગારા હજું પણ ધુમાડા કાઢે છે. પટેલ આંદોલનમાં ભલે ફૂટ પડી હોય પણ ગ્નાતિના સમીકરણ ગોઠવવામાં એમના માટે ત્રાજવામાં દેડકાં તોલવા જેવો ઘાટ થયો છે. કારણ કે એક પલ્લામાં સોશિયલ એન્જિનિયરિંગ કરી ગ્નાતિનું રાજકારણ ગોઠવે ત્યાં બીજા પલ્લાંમાંથી બીજી ગ્નાતિ કુદી પડે છે. એટલે હવે રૂપાણીને રૂપાળો વિજય મેળવવા માટે 70ના દાયકામાં સ્મગલર હાજી મસ્તાને રમેલી બ્લાઇન્ડ બાજી માટે ફરી પત્તા ચીપવા પડશે. અને 2017 માટે ભાજપને નવેસરથી મેક અપ કરી મેક ઓવર કરવું પડશે. એમાં શંકાને કોઇ સ્થાન નથી. 

62 comments:

  1. Sirji superb
    Rupani mate kapra chadan che pan temni sathe amit shah jeva satrang kheladi pan che
    Joke bjp same dalit muslim to khara pan obc ane patel pan che
    Hardik, alpesh & mevani
    Aa mohra ne anke kare to bjp madhavsinh ni jem labh lai sake

    ReplyDelete
  2. ભાર્ગવભાઇ રાજકારણીય દાવપેચ જાણવાની મજા આવી ....Good

    ReplyDelete
    Replies
    1. thanks pravin bhai have police na davpech pan ek divas lakhvano tame idea apyo

      Delete
  3. મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની રાજકીય ચાલબાજી કસોટીની એરણ પર છે. RSSને ભૂલવું ન જોઈએ. 2017 elections interesting થશે.

    ReplyDelete
    Replies
    1. thanks kamlesh bhai you are right it will be very intresting and we get good things to write

      Delete
  4. મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની રાજકીય ચાલબાજી કસોટીની એરણ પર છે. RSSને ભૂલવું ન જોઈએ. 2017 elections interesting થશે.

    ReplyDelete
  5. Nice story.. politics ni detail janva mali..

    ReplyDelete
    Replies
    1. thanks anita i will also write untold stories of gujarat politics

      Delete
  6. Nice story.. politics ni detail janva mali..

    ReplyDelete
  7. भार्गवभाई,खुब सरस "सीत्तेर नो "सत्तो" सत्तर सुघी...!! रुबरु धणी वखत चर्चा थईछे,वांचवानी मजा पडी..!

    ReplyDelete
    Replies
    1. vah sanjay bhai good tag line have 52 na badle 17 pana ni baji ramashe

      Delete
  8. भार्गवभाई,खुब सरस "सीत्तेर नो "सत्तो" सत्तर सुघी...!! रुबरु धणी वखत चर्चा थईछे,वांचवानी मजा पडी..!

    ReplyDelete
  9. Vadhu ek superb lekh. Yes, its very tough road ahead for Gujarat BJP. Only factor that can work in their favour could be poor state of Congress unit and no visible mass leader for other communities..

    ReplyDelete
  10. Vadhu ek superb lekh. Yes, its very tough road ahead for Gujarat BJP. Only factor that can work in their favour could be poor state of Congress unit and no visible mass leader for other communities..

    ReplyDelete
  11. Mr. Chhabda JI is a great personality and his Shayaris are stress release for all. No one predicts the Gujarat politics. 2017 will b different than all earlier election but it's still pakka tht BJP is going to come again, as vision and mission created by Mr Modi. Baluchistan and Kashmir issue will play big role in 2017 UP, Punjab and Gujarat election. Dalit issue will b taken care of as all no d history. After all above, nothing is more than safety. Picture Abhi Baki hai mere dosto. Let's wait for Blind baji of Mr Rupani.

    ReplyDelete
    Replies
    1. chhabra is a such person who have tuch scrin herat and he can tuch our heart thanks for your valuable comment yogesh bhai

      Delete
  12. Bhargav bhai. Aa vakhate saheb mate pan kapra chadadh chhe.. pan atyare koi nirnay upar javu thodu jaldi chhe.. haju pan ketlay rango gujarat ni rajniti ma jova malse..

    ReplyDelete
    Replies
    1. i agree with you but i put only facts of gujarat politics not any pridiction but thanking you for your valuable comment

      Delete
  13. Bhai, bjp aa vakhate kayo dav ajmave che joiae.

    ReplyDelete
    Replies
    1. thanks bankim bhai but it is too early to say any thing

      Delete
  14. Bhai, bjp aa vakhate kayo dav ajmave che joiae.

    ReplyDelete
  15. This is wary intrasting the politics of Gujarat is a cast politics . the game like chess anymove possibly gamechenger but this time bjp player look like strong to other

    ReplyDelete
  16. Superb. In few words you have presented the history of Gujarat politics and even the game played by politicians at the cost of people. Hats off to you

    ReplyDelete
  17. Superb. In few words you have presented the history of Gujarat politics and even the game played by politicians at the cost of people. Hats off to you

    ReplyDelete
  18. रानी से सीमा सुरक्षित कर दी गई है, घोड़ा और ऊंट विपक्षी के घर में हैं। प्यादे को जरूरत पर कुर्बानी के लिये राजा के आगे कर दिया गया है। हाथी दूर से बैठ कर प्यादो की सुरक्षा सुनिश्चित कर रहा है। विपक्ष चेक भी नहीं दे पा रहा है। वह अपने ही घर में ऊंट/घोड़े में उलझा है। हाल फिलहाल सत्रह अभी सुरक्षित है।
    फिर भी अगर कुछ अनहोनी का अंदेशा हुआ तो सामने वाले को पैग लाने भेज दिया जायेगा और उतना समय काफी है सामने वाले के मोहरों को पायजामा और दाढ़ी लगाने का।

    ReplyDelete
    Replies
    1. thanks abhishek bhai aap chess ke khiladi ki bhasha bata rahe hai aur kahi bahut kah dete hon

      Delete
  19. 2017 ना चुटणी जंग मा केशुबापा नी पार्टी नथी पटेल अने दलित पायाना प्रश्नो माटे लड़वाना मूड मा छे कांग्रेस पण मजबूत थै रहीछे परन्तु आम आदमी पार्टी ने जोकर तरीके भाजप उपयोग करे तो नवाई नहीं

    ReplyDelete
    Replies
    1. thanks subodh bhai let us see what joker is doing

      Delete
  20. Vah Bhargav Ochha Sabdo Ane Andruni Samj Gujrat na rajkarni.

    ReplyDelete
  21. શાયદ ખમ થીઅરી નાં જનક ઝીણાભાઈ દરજી હતા, મને યાદ છે ત્યાં સુધી નાનપણ માં અમે ઝીના કાકા ની દુકાને બેસી એન સાંભળતા કે દેશના રાજકારણી લેબોરેટરી ગુજરાત છે અને શાયદ હજી પણ એવું જ ચાલતું રહેતું હશે . શક્ય એ પણ છે યુપી બિહાર નાં રાજકારણ ને શીખી ને આપના રાજકારણીઓ આવી થીઅરીઓ અજમાવતા હશે કે પછી અત્યાર ના પ્રસંગો ણે જોઈ ણે લાગી રહ્યું છે કે આવનાર સંસદ ની ચુતાનીઓ માટે ની લેબોરેટરી ખુલી ગઈ છે ગુજરાત માં. અહી અખતરાઓ કરો,અજમાવો અને પછી આગળ ઉપર દેશ માં લાગુ પાડો. શક્ય છે કે બધા પક્ષો એ મળી ણે સહિયારી લેબોરેટરી ખોલી હોય.

    ReplyDelete
    Replies
    1. vah tejas bhai but zina bhai darji was one of think tank of khaam theory

      Delete
  22. વાહ ભારગવભાઇ ગુજરાત ના રાજકારણ ના સોગઠાનુ સચોટ વલણ બતાવ્યુ લેખ મા ...ખૂબ સરસ જાણકારી આપી. આભાર અને મિત્ર અભિષેક પાનડેજી ની ટીખલ પણ ખુબ સરસ

    ReplyDelete
  23. વાહ ભારગવભાઇ ગુજરાત ના રાજકારણ ના સોગઠાનુ સચોટ વલણ બતાવ્યુ લેખ મા ...ખૂબ સરસ જાણકારી આપી. આભાર અને મિત્ર અભિષેક પાનડેજી ની ટીખલ પણ ખુબ સરસ

    ReplyDelete
  24. BHARGAVBHAI aane to politics kahevah k te koi na thaya nathi NE thase nahi. Jetala unda utariye etale BADHI gandaki dekhay.......

    ReplyDelete
  25. BHARGAVBHAI aane to politics kahevah k te koi na thaya nathi NE thase nahi. Jetala unda utariye etale BADHI gandaki dekhay.......

    ReplyDelete
  26. ભાર્ગવભાઈ
    દલિત,મુસ્લમ,પટેલ,મંદિર,ગાય,બીફ ક્યું પત્તું ક્યારે રમવું એ નક્કી કરવાની સત્તા રુપાણીજી ને છે ખરી ? ભાજપ ના આ બધા પત્તા મા વિકાસ નામનુ પત્તુ જેના પર મોદીજી એ દિલ્લી કબજે કર્યું તે નેપથ્ય માં જતુ રહ્યું છે.પટેલ અને દલિત સમાજ ના ઘાવ તાજા અને ઊંડા છે.બંને ના ઘાવ ને અવગણવા ની ભૂલ રુપાણીજી નહી કરે તેવી અપેક્ષા. ત્રણ ભાગ વાળી મૃત:પ્રાય કોંગ્રેસ અને રાહુલજીની સભાઓ રુપાણીજી ને બાજી જીતાડી આપશે તેવી અપેક્ષા છે બાકી રુપાણીજી પાસે એક્કા છે નહીં.

    ReplyDelete
  27. Bhargav ....Tu hamesha open Baji ramto avyo che .....pan Samaj blind Ma rame che ....joie 52 pana ni Sarkar Ma Kon jokar ,rani ne badsha ....AA jivan apne to chipva nu rahyu

    ReplyDelete
    Replies
    1. wah jindgina 52 pana chipta hafi jato manas rajniti ni baji ma kyare joker bane chhe e samji shakatu nathi pan roj pisato manas kayam joker j rahe che

      Delete
  28. Sir...aa rupaniji ne to bjp (modi) a gujarat naam ni shuttal riksha ma lift aapi chhe... Ane aa shuttal ma pahela ben ne besadya ane have aa rupani ji ne besadya... etle juo bhai aa shuttal riksha wala passenger no koi bharoso nai... Aa loko game tya (rasta ma) uthi jaay... Ane pchhi shuttal riksha wala no traas vadhi jaay etle pchhi upar walo (high command) danda mare etle sidha dor..... Ane pachha jata jata evu kehta jaay "BAS, DUVA ME YAAD RAKHNA".... (Haji Mastan)

    ReplyDelete
  29. aapni pase rajkarnani ghani andarni maahiti thi aaj roj mahitgar thayo .jaya sudhi aapna bharat ma nat jat rahese junvani vichardhara rahese taya sudhi kai koi pan pakshnu bhalu thavanu nathi bharat 21 mi sadima super power banva mate dareke potanu yogdan aapvu padse maja aavi gai saheb

    ReplyDelete