નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એની સાથે જ ગુજરાત તો દેશભરમાં જાણીતું
થયું પણ સાથે સાથે એમનું વતન વડનગર જાણીતું થયું. પરંતુ વડનગર જેના પર આધારિત હતું અને જેનો વિકાસ જે શહેરના લીધે
થયો એ ગામ પ્રસિધ્ધિથી વંચિત રહી ગયું અને એ છે વિસનગર. આ એવું ગામ છે
કે જેણે ઉત્તર ગુજરાતને દશે દિશાએ નહી વીસ વીસ દિશાથી વિકાસ આપ્યો છે. એ છે
વિસનગરફફઆ એવું અનોખું ગામ છે
કે જ્યાં લોકો હોળી રંગોથી ઉજવતા પહેલાં જુતા ખાઈને હોળીની શરૂઆત કરે છે. વાત
આશ્રર્યની છે પરંતુ વિસનગરમાં આખાય ભારતમાં ક્યાંય નહીં મનાવાતી હોય એવી ઐતિહાસિક
હોળીની ઉજવણી થાય છે. અહીંના મુખ્ય ચોક્સી બજારમાં હોળીના દિવસે દુકાનો બંધ હોવા
છતાં લોકો ઉમટવા માંડે છે. એમાંય પુરૂષો કરતાં મહિલા વહેલી આવીને બંધ દુકાનોની
આડાશમાં ઉભી રહી જાય છે. અને થોડીવારમાં ગામના પુરૂષો એકઠાં થવા લાગે છે હસતાં હાથ
મીલાવતાં એકઠાં થયેલાં લોકો અચાનક બે જુથમાં વહેંચાઈ જાય છે. ચોક્સી બજારનો એક
છેડો દિપડા દરવાજા તરફ લોકો ભેગા થાય
અને બીજું જુથ ફતેહ દરવાજા તરફ ભેગું થાય છે. બીજા કોઈ લોકો સમજે
વિચારેએ પહેંલાં અચાનક ચીચીયારીઓ શરૂ થાય છે અને બજાર વચ્ચે બંધાયેલી એક મટકીને
ફોડવા લાગી જાય છે. આ મટકી ફોડવી આસાન નથી કારણ કે ફતેહ દરવાજા અને દિપડા દરવાજાની
મતે વહેંચાયેલા લોકો મટકી ફોડવા માટે યુધ્ધ કરવા તૈયાર હોય છે અને આ યુધ્ધ હોય છે
ખાસડા યુધ્ધ.. લોકો એકબીજાને જુતાં મારવાનું શરૂ કરી મટકીથી દૂર ખદેડવાનું શરૂ કરે
છે અને જે જૂથ એમાં સફળ રહે એ ગોવિંદાની જેમ પીરામીડ બનાવી મટકી ફોડે છે. જુતા
યુધ્ધ માટે વિસનગરના લોકો આખુંય વર્ષ વપરાયેલા જુતાં ભેગા કરે છે અને એનાથી લડાઈ
લડે છે. વિસનગરના ફતેહ દરવાજાના કિરણ પટેલ કહે છે કે અહીં આ ખાસડા યુધ્ધ ક્યારથી લડાય છે એ
કોઈને યાદ નથી પણ આ એક પરંપરા છે. અને અમે બાપદાદાના સમયથી અહીં ખાસડા યુધ્ધ લડીયે
છીએ અહીં ખાસડા ખાઈને અમે આનંદ રહીએ છીએ. અને છુટા પડતી વખતે જે મટકી ફોડેએ એમાં
ખજૂર ખાઈને છૂટાપડીએ છીએ. તો દિપડા દરવાજાના જુથની આગેવાની કરનાર મુકેશ પટેલ કહે
છે કે અમારા ગામમાં દરેક જ્ઞાતિના લોકો આ ખાસડા યુધ્ધમાં જોડાય છે. મટકડી ફોડવા
અમે જનૂનથી એકબીજાની સાથે લડીએ છીએ પણ જેવી મટકી ફૂટે એટલે ફરી એક થઈ એકબીજાને રંગીએ છીએ. ખજૂર ખાઈને છૂટા પડીએ છીએ. વિસનગરના લોકો એવું માને છે કે
જો ખાસડાં યુધ્ધમાં દિપડા દરવાજા જુથ મટકી ફોડવામાં સફળ રહે અને એ તરફનું જુથ જીતી
જાય તો જુતાં મારવાનું શરૂ કરી મટકીથી દૂર ખદેડવાનું શરૂ કરે છે. એ વર્ષે વરસાદ
સારો રહે છે. એટલે બે કલાક ચાલતાં યુધ્ધમાં પણ જીતવા કરતાં વધુ દરેકની ઈચ્છા હોય
છે કે આ લડાઈ પછી મટકી ફૂટે તો એનું મોઢું દિપડા દરવાજાની તરફ રહે. ખાસડા યુધ્ધમાં
ઘણાં લોકોને જુતાં વાગે છે અને લોહી પણ નીકળે છે. પરંતુ આ લોકો ખુશીથી ખાસડાંનો
માર સહન કરે છે. કારણ કે એવી માન્યતા છે કે જેને ખાસડુ (જુતું) વાગે એનું વર્ષ
સારૂ જાય એટલે લોકો હોંશે હોંશે ખાસડા ખાવા તૈયાર હોય છે. અહીંના લોકોને વાગે અને
લોહી નીકળે તો ક્યારેય દવા લગાવતા નથી. લોહી પર કેસૂડાનો કલર લગાવે છે.
ચોકસી બજારમાં દવાની દુકાન
ધરાવતા એરોમા મેડિકલ સ્ટોરના માલિક લતીફભાઇ મનસુરીલકહે છે કે, મને ક્યારેય યાદ નથી કે ખાસડાં યુદ્ધમાં કોઇને
વાગ્યું હોય અને દવા લેવા આવ્યું હોય.
વડાપ્રધાનના વડનગરની આભા નીચે દટાઇ ગયેલા વીસનગરની આ અનોખી હોળીનો
ઇતિહાસ જાણવાનો કોઇએ પ્રયાસ કર્યો નથી. લોકો બરસાનાની લઠ હોળી યાદ કરે છે. તો
બંગાળમાં ભગવાન કૃષ્ણની પાલખી કાઢી અનોખી રીતે રમાતી હોળી છે. જયપુરમાં હાથી સાથે
લડાતી હોળી છે. તો 1700ની સાલમાં પંજાબમાં હોળી સમયે થતું શક્તિ પ્રદર્શન જેમાં
કુસ્તી અને તલવારબાજી બધાને ખબર છે પણ વડાપ્રધાનના વડનગરના વિકાસમાં જેનો મોટો
ફાળો છે એ વીસનગરના ખાસડા યુદ્ધની હોળી કોઇને યાદ નથી, આમ છતાં વીસનગરીઓને એનો અફસોસ નથી, કારણ કે વીસનગરીઓ ખાસડાં ખાઇને આખું ય વર્ષ ખુશ
રહે છે.
તસ્વીર તૌફિક મનસુરી
(વીસનગરની હોળીની રંગ પહેલા રંગીલી રાત વાંચો
આવતી કાલે)



વિસનગર ની વિશેષતા...
ReplyDeleteઅનેક દરવાજાઓ..
પ્રખ્યાત મંડી બજાર...
વાઘા-કાંટાની ઉછાળવાની..
પાન વખણાય..
સૌથી વિશેષ,
કરોડો રૂપિયા સાથે ફડચામાં ગયેલી વિસનગર કો ઓ બેંક માં અનેક લોકોના રૂપિયા ડૂબેલા તોય એક પણ વ્યક્તિએ આત્મહત્યા કરી નહોતી...!!
હાં પણ
જન્માષ્ટમીના જુગારમાં દર વર્ષે બે-ત્રણ લોકો આત્મહત્યા અચૂક કરે છે...!
નવરાત્રી સમયે અંગાર ઉપર ચાલવાની પ્રથા...
જેવી અનેક પ્રસિદ્ધિ સાથે વિસનગર કોઈ સ્પેશિયલ કાવરેજનું મોતાજ તો નથીજ....!!
Nice article on VISNAGAR ..
ReplyDeleteVery Interesting ...
ReplyDeleteવાહ ભાઈ વાહ.વિસનગર એ વિસનગર છે.
ReplyDeleteવીસરાઇ ગયેલું નગર વીસનગર
ReplyDeleteGood one about visnagar
ReplyDeleteભાર્ગવભાઈ તમે આલેખ ને આનાકરતા વધારે લખી શક્યા હોત તેવું નથી લાગતુ .આપના જેવા પીઢ પત્રકાર આવો પ્રયોગ કરે??
ReplyDeleteબહુજ સરસ માહિતી,ભાર્ગવભાઈ.
ReplyDeleteInteresting history/information
ReplyDeletegood and interesting.....
ReplyDelete