Thursday, 22 March 2018

માણસે હાથ લગાડ્યો એટલે કૂતરાને હાર્ટ એટેક આવ્યો !


1820નો ડોગ અને આજનો ડોગ
પાંચોટના કરોડપતિ કૂતરાનો બ્લોગ વાંચી વાંચક રાકેશ ચૌધરીએ કોમેન્ટ કરી કે, આવા લોકોને પ્રોત્સાહન ન આપો. શેરીના કૂતરાં લોકોને પરેશાન કરે છે, એટલે મેં તપાસ શરૂ કરી કે, કૂતરાંના કરડવાથી શું થાય ? કૂતરાંના કારણે કેટલાના મોત થયા? પણ આ બધુ શોધતા શોધતા મારા હાથમાં નવી વાત આવી કે, કૂતરાએ માણસને પરેશાન કર્યા છે તેના કરતાં વધુ માણસે કૂતરાં પર અત્યાચાર કર્યાં છે.
માણસના કારણે હવે કૂતરાને હાર્ટ એટેક આવે છે....વાંચીને નવાઇ લાગે છે ને ? પરંતુ આ નરી વાસ્તવિકતા છે. બીજા વાંચક અને મિત્ર યોગેશ ઠક્કરે  મને પત્રકારના બદલે ડોક્ટર કહ્યો છે તો યોગેશ ઠક્કરની ઇચ્છા પ્રમાણે મેં સંશોધન શરૂ કર્યું, તો તમને નવાઇ લાગશે કે, આપણે છેલ્લા 200 વર્ષમાં કૂતરા પર એટલા અત્યાચાર કર્યા છે કે, એની શક્લ સુરત બદલી નાંખી છે. એટલું જ નહીં એને હ્દય રોગ, ડાયાબિટિશ અને કેન્સરના પેશન્ટ બનાવી દીધા છે. બ્રિટિશ વેટર્નરી એસોસિયેશને કૂતરાં પર કરેલા સંશોધનો જાણીને તમે હચમચી જ નહીં ખળભળી ઉઠશો, કારણ કે, બુલ ડોગ નામના કૂતરા પર 1820થી જે પ્રયોગો થયા છે એના કારણે એની શક્લ સુરત બદલાઇ ગઇ છે. તો જર્મન શેફર્ડ કૂતરાના પગનો શેપ બદલાઇ ગયો છે. માણસ અને કૂતરાની દોસ્તી આમ તો 12000 વર્ષ જૂની છે. પહેલા વિદેશમાં કૂતરાંનો ઉપયોગ શિકાર કરતી વખતે થતો હતો...અને કૂતરા કાયમ માણસને વફાદાર રહ્યા છે. પરંતુ માણસે કૂતરા પર એટલા ખતરનાક પ્રયોગો કર્યા છે કે, આજે કૂતરાં દયનીય હાલતમાં જીવી રહ્યાં છે.

પહેલા માણસ કૂતરાને પાળતો હતો. કારણ કે તેનું શારીરિક રક્ષણ કરતો હતો. બાળકો અને વૃધ્ધોની એકલતાના સહારારૂપે પણ કૂતરાનો ઉપયોગ થતો હતો. પરંતુ 18મી સદીમાં જ્યારથી ડોગ શો શરૂ થવા માંડ્યા અને રૂપાળાં કૂતરાઓને ઇનામ મળવા મળવા માંડ્યા ત્યારથી માણસોએ કૂતરાની ઘોર ખોદવાનું શરૂ કરી દીધું છે.
કૂતરાંની અલગ અલગ નસ્લ સાથેનું ક્રો,સ બ્રીડીંગ અને પેડિગ્રી સિસ્ટમના કારણે કૂતરાના આકાર બદલાઇ રહ્યાં છે. ફ્રેન્ચ અને ઇંગ્લીશ બુલ ડોગ પર જેવા પ્રયોગો થયા છે કે આજે આ કૂતરાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને આંખ ખોલવામાં તકલીફ પડે છે. કૂકર ડોગ પર થયેલા પ્રયોગોના કારણે એના કાનનો શેપ બદલાઇ ગયો છે. એના કાનમાં ફંગસ અને બેક્ટેરિયા હોવાને કારણે એને કાનના સંખ્યાબંધ રોગો થાય છે. બોસ્ટન ટેરિયર પપી નામના ડોગની જાતિને તો હવે ક્રોસ બ્રીડિંગ પછી શ્વાસ લેવાની તકલીફ પડે છે. આ કૂતરાં જ્યારે ઉંઘતા હોય ત્યારે તેના શ્વાસોચ્છવાસનો અવાજ સંભળાય છે, અને ઉંઘમાં માણસની જેમ નસકોરાં બોલાવે છે. તો વળી ગ્રેટ ડેન્સ અને આઇરીશ વૂલ્ફ હોન્ડ પર એટલા બધા પ્રયોગો થયા છે કે, એમને હવે હ્રદયરોગની બિમારી થઇ ગઇ છે. તો વળી જર્મન શેફર્ડ અને બોક્સર નામની જાતના કૂતરાંઓને હવે ડાયાબિટિશ થવા માંડ્યો છે. એમના પર થયેલા પ્રયોગોના કારણે બ્લેડરમાં પથરી થાય છે. એટલું ઓછું હોય એમ આ બંને જાતમાં હવે કેન્સરનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તો કૂતરાંની ઘણી જાતમાં હવે ચાર વર્ષની ઉંમરે હ્રદય રોગ આવતા થઇ ગયા છે.
માણસે કૂતરાંને સુંદર અને આકર્ષક બનાવવા માટે એટલા બધા પ્રયોગો કર્યાં છે કે, હવે એમનામાં જનીનિક ખામી ઊભી થઇ ગઇ છે. 
એનું મુખ્ય કારણ એ છે કે, હવે કૂતરાઓનું બ્રીડિંગ કરાવવાનો નવો ધંધો શરૂ થયો છે. લોકો વિદેશમાં ચોક્કસ નસ્લના કૂતરાંના બ્રીડિંગ કરાવવાનો નવો ધંધો શરૂ થયો છે. લોકો વિદેશમાં ચોક્કસ નસ્લના કૂતરાંના બ્રીડિંગના 500 ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 35000થી 36000 જેટલા રૂપિયા લે છે. જેના કારણે અહીં આપેલા ફોટામાં જોઇ શકો છો. 1820નો બુલ ડોગ આજે 21મી સદીમાં કેવો દેખાય છે અને જર્મન શેફર્ડ કૂતરાંના પગમાં આવેલા ફરકને જોઇ શકો છો. પરંતુ મોટી સમસ્યા એ છે કે, આ કૂતરાં પોતાને થતી તકલીફની વાત કરી શકતા નથી. માટે જ આ જીવન માણસને વફાદાર રહેનાર કૂતરાં સાથે માણસે વફાદારી નિભાવી નથી. જેના પરિણામે માણસે કૂતરા પર હાથ મૂક્યો ત્યારથી એને ડાયાબિટિશ, કેન્સર અને હાર્ટ એટેક જેવી બિમારી થવા લાગી છે. કૂતરાંએ માણસ પર વિશ્વાસ મૂક્યો પણ માણસે કૂતરાં સાથે એવો તો વિશ્વાસઘાત કર્યો કે, એની આખી પ્રજાતિ એનું ફળ ભોગવી રહી છે.

નોંધઃ જાણીતા વૈજ્ઞાનિક શિમૉન વોલ્ફશોનના સંધોશનનો સંક્ષિપ્તમાં વખવાનો પ્રયાસ કર્યો છે.

તસ્વીર સૌજન્યઃ  શિમાન વોલ્ફશોનના રિસર્ચ પેપરમાંથી

8 comments:

  1. BHAI Jo DOG NE ADVATHI DOG NE ATEC AAVE TO TENI WIFE NI SU HALAT THATI HASE ?????

    ReplyDelete
  2. મારી પાસે ડોબરમેન છે એનું નામ એંઝૉ છે
    તેના જન્મ ના બીજા દિવસે તેની માતા નું મૃત્યુ થયું ત્યારથી તેની જવાબદારી મેં અને મારા પરિવારે સ્વીકારી
    એંઝૉ ને આજીવન ડોગશૉ માં ભાગ નહીં લેવાનું નક્કી કરેલ છે

    ReplyDelete
  3. Very good information we never knew that we have done this much with dog

    ReplyDelete
  4. ભગવાને મનુષ્ય બનાવ્યો,
    હવે મનુષ્ય ભગવાનને પડકારી રહ્યો છે .
    કાશ...
    મનુષ્ય ખરા અર્થમાં માનવતાવાદી બને તો પણ ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ થઇ જાય ....

    ReplyDelete
  5. Koi e joyu na hoy ne sambhadyu na hoy evi vividhta sathe ni blog marft jankari aapvani aapni kalam ni Kala prashasniya chhe jene hu aavkaru Ane birdavu chhu.

    ReplyDelete
  6. Really surprised that dogs are suffering from cancer and heat attacks

    ReplyDelete
  7. આ કાળા માથાના માનવીએ વિકાસની હરીફાઈમાં કૂતરાં ઉપરાંત પર્યાવરણ, ધરતી, વૃક્ષો, પશુ-પંખી વગેરે વગેરે જેવી આવી તો કંઈક કુદરતે આપેલી સોગાદને એના ઉપર રિસર્ચ કરીને પાયમાલ કરી નાંખી....

    ReplyDelete
  8. Put full research paper please

    ReplyDelete