Friday, 16 February 2018

ગાંઠિયા ખાઇ શોભાના ગાંઠિયા બનેલા રૂપાણીની વાત કોઇ માનતું જ નથી, લો આ રહ્યો પુરાવો !


રંગુનથી રાજકોટ આવેલા રૂપાણીને જન્મથી જ શુક્રની તુલા રાશિ સાથે સંબંધ છે. રંગુન, રાજકોટ, અને રૂપાણી એટલે તુલા રાશિ. તુલા એટલે ત્રાજવું પણ રૂપાણી જૈન હોવા છતાં તુલા રાશિ પ્રમાણે ત્રાજવું તોલતા આવડતું નથી. કારણ કે રાજકોટમાં ગાંઠિયા ખાઇ એમાંનામાં ગાંઠિયાના ગની કુંભ રાશિ એવી ઘર કરી ગઇ છે કે, ખુદ સીએમ હોવા છતાં ન્યાયનું ત્રાજવું તોલવાના બદલે ન્યાયના નામે લેટર લખવા માંડ્યા છે..અહૌ આશ્ચર્યમ કે અહૌ વૈચિત્રયમ?
સવારે ઉઠીને પ્રધાન પ્રચારકને પૂછ્યા વિના પાણી નહીં પીવાનો નિયમ રાખનાર રૂપાણી ન્યાયનું ત્રાજવું તોલવાને બદલે લેટર લખવા બેસી જાય છે. એમના ભેજામાં રાજકોટના જોકરના ગાંઠિયા એવા ઘુસી ગયા છે કે, ગામને હસાવતા જોકરને પણ હસવું આવી જાય.
આવા તઘલખી કામ (સોરી,  ગાંઠિયા, ખાખરા ખાનારા તઘલખી નહીં અહિંસક હોય) માટે હમણાં હમણાં બઘવાયેલા રહેતા રૂપાણી કદરૂપા નિર્ણયો કરવા માંડ્યા છે. એનો ચોખ્ખો દાખલો દલિત સામાજિક કાર્યકર અને નિવૃત્ત સરકારી કર્મચારી ભાનુભાઇનો આત્મ વિલોપનનો પ્રયાસ છે. છેલ્લા કેટલાક સમયથી નિવૃત થયેલા દલિત નેતા ભાનુભાઇ પાસે કેટલાક અભણ ખેડૂતો આવ્યા. એમણે કહ્યું કે, સાહેબ બે પેઢીથી જે જેમીન પર ખેતી કરીએ છીએ તે સરકારે ખાલસા કરી દીધી છે. અમે બેરોજગાર થઇ ગયા છીએ. ઉંઝાની આસપાસ રહેતા 50 ખેડૂતોની જમીન અચાનક ગાંધીનગરના કલમના એક ગોદાએ ખાલસા કરી દેતા આ ગરીબો બેકાર થઇ ગયા હતાં. પરંતુ તકલીફ એ હતી કે, ઉત્તર ગુજરાતમાં ગાંઠિયાનું ચલણ લગભગ નથી. એટલે જોકરના ગાંઠિયા ખાઇ જોકર નહીં થયેલા ભાનુભાઇ વણકરે ગરીબ લોકોને બે પેઢીથી ખેતી કરતા હતાં તે જમીન પાછી અપાવવાનું નક્કી કર્યું.
એમના પેન્શનમાંથી આવતા અડધોઅડધ રૂપિયા આ ગરીબોને જમીન પાછી અપાવવા માટેની મહેનતમાં ખર્ચતા હતાં. જમીન પાછી આવે તે માટે સતત મથતા હતાં. ગાંઠના રૂપિયા (ગાંઠિયા નહીં) ખર્ચી ગાંધીનગરના ધક્કા ખાતા એક ટેબલથી બીજા ટેબલે ફરતા અને ચંપલ ઘસતા હતાં. સરકારી બાબુઓનું ગજવું ગરમ થતુું ન હતું એટલે એમને કોઇ સાંભળતું ન હતું. કારણ કે આ ગરીબોને બે પેઢી પહેલા સરકારી જમીન મળી ત્યારથી ખેતી કરતાં હતાં. અને પાણી પત્રકમાં નામ ન હતું એટલે જમીન પોતાના નામે ચડી ન હતી. કારણ કે અભણ ખેડૂતોને  આ વાતની ખબર જ ન હતી.
રૂપાણી સરકારના આંકડા પોતે કહે છે કે, ગુજરાતમાં માત્ર 12.3 ટકા ખેડૂતો જ ભણેલા છે. ઉંઝા ગામના આ ખેડૂતો તો 12.3 ટકા ભણેલામાં આવતા ન હતાં. એટલે ભાનુભાઇએ પેન્શનની આવકના અડધા રૂપિયા આમની પાછળ જમીન અપાવવામાં ખર્ચવાના શરૂ કર્યાં.
ધીરે ધીરે પૈસા ખૂટતા ગયા, પણ ન્યાય અપાવવાની આ લડાઇમાં ભાનુભાઇની હિંમત ન ખૂટી. એમણે લડાઇ બમણાં વેગથી શરૂ કરી. તો સરકારી બાબુઓએ પૈસા માગ્યા ભાનુભાઇએ 50 પરિવારો માટે આ લડાઇ લડવાનું ચાલું રાખ્યું પણ લાંચ ન આપી અને ભ્રષ્ટાચારમુક્ત પારદર્શક વહીવટવાળી આ સરકારમાં લાંચ વગર કામ જ થયુ નહીં. 50 ગરીબ પરિવારોની જમીન સરકારે ખાલસા કરીને લઇ લીધી. લોહી, પરસેવો પાડીને માંડ બે ટંકના રોટલા ભેગા થતાં 50 પરિવારોનો ભૂખથી પેટનો ખાડો ઊંડો થતો જતો હતો. ભાનુભાઇને થતું હતું કે, ભૂખથી આ પરિવારોનું પેટ સંકોચાઇને કરોડરજ્જુને અડી જશે પણ અડવાણી સ્ટાઇલની બંડીમાં ચમકતા રૂપાળાં રૂપાણીને કાગળો લખ્યા તો જવાબ પણ આવ્યા નહીં. પૈસા ન હતાં એટલે કાયદેસરની જમીન પણ ન મળી.
રોટલાના ટૂકડા માટે તરસતા 50 ગરીબ પરિવારોના આંસુએ ભાનુભાઇનું દિલ પીગળાવી દીધું પણ અડવાણી બ્રાન્ડ બંડી પાછળના ખાદીના ઝભ્ભા પાછળ રૂપાણીના દિલ પર કોઇ અસર ન થઇ. થાકીને એમણે કાગળ લખ્યો કે, જો ગરીબોને એમની જમીન પાછી નહીં મળે તો એ ખૂડતો સાાથે પાટણ કલેક્ટર કચેરીએ આત્મ વિલોપન કરશે. પણ આ વાંચીને ય રૂપાણીના હ્રદયમાં રામ ન વસ્યા. રામ મંદીર બન્યુ નથી તો રામ ક્યાંથી આવે? એટલે રૂપાણીએ 17-1-2018ના દિવસે પાટણ કલેક્ટરને કાગળ લખ્યો કે, ભાઇ આ ભાનુભાઇ આત્મવિલોપન કરવાના છે, તો ધ્યાન રાખજો અને એમની તકલીફનું શું થયું તે ઓનલાઇન મૂકજો.
આ લખ્યા પછી વિદેશ વિહારી પ્રધાન પ્રચારકના વાયરસવાળા વિજય રૂપાણી ગુજરાતના વિહારમાં નિકળી ગયા. (અહીં જૈન ધર્મના ચાતુર્માસના વિહારની વાત નથી) પણ અહિંસાને વરેલી જ્ઞાતિમાંથી આવતા રૂપાણીનું સાંભળે કોણ....એમણે પત્ર લખ્યો અને પાટણના કલેક્ટરે ફાઇલમાં મૂકીને અભરાઇએ ચડાવી દીધો. વાર્તા પૂરી...ભાનુભાઇ તો પાક્કા સેવાભાવી માણસ..એ પહોંચ્યા પાટણ કલેક્ટર ઓફિસે...એમના સાથીઓને પોલિસ પકડવામાં વ્યસ્ત રહી એવામાં ભાનુભાઇએ આત્મવિલોપન કરી દીધું.
ફાયર બ્રિગેડ, પોલિસ બધા સામે જ ઊભા હતાં. પણ ભાનુભાઇને બચાવવા જતા દાઝી ન જવાય એટલે કોઇ ઝડપથી મદદે દોડીને આવ્યું નહીં. ભાનુભાઇ ગંભીર રીતે દાઝી ગયા, 50 ગરીબ પરિવાર માટે લડતો માણસ ભડભડ સળગી ગયો અને સરકારી મશીનરી જોતી જ રહી ગઇ, તો રૂપાણી ગુજરાતમાં રખડતા રહ્યા, એમને ખબર પડી એટલે બીજા દિવસે ખાદીના ઝભ્ભા પાછળના દિલમાં સંવેદના તો ના પ્રગટી પણ સંવેદનાનો સંદેશો આપતા કહ્યું કે, ભાનુભાઇની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે.
અરે વિજયભાઇ, તમે ક્યા દાનવીર કર્ણ છો તે આ જાહેરાત કરો છો. બે પૈસાની સંવેદના બચી હોત તો કહોને કે મુખ્યમંત્રીના પગારમાંથી સારવારના પૈસા આપીશ. બીજુ બધુ તો ઠીક મુ્ખ્ય મંત્રી ધારત તો જે કલમનો ઉપયોગ કરીને  ગરીબ લોકોની જમીનો છીનવી લેવાય છે, તે જ કલમનો ઉપયોગ ગરીબોને જમીન પાછી. અપાવવામાં પણ કરી શક્યા હોત.પણ બાર બાર ખાતાં ધરાવતા સીએમનું કોઇ માનતું નથી, નહીંતર કલેક્ટરે લેટર ફાઇલ કરીને અભેરાઇએ ન ચડાવ્યો હોત.
સરકારી તિજોરીમાંથી લોકોના પૈસા આપી વાહવાહી લૂંટવી છે. કારણ કે, 17મીએ નગરપાલિકાની ચૂંટણીમાં દલિતના વોટ જતા ન રહે. ભૂલ રૂપાણી કરે અને પૈસા પ્રજાના? રૂપાણીનું કોઇ અધિકારી સાંભળતું નથી એટલે જ એમના આ પત્ર પછી પણ અધિકારીઓ કોઇ ગરીબોના કામ કરતાં નથી. બનાસકાંઠામાં તો આખેઆખી કેબિનેટ લઇને ધામા નાંખ્યા હતાં ત્યાર પછી પણ ઉત્તર ગુજરાતની આ ઘટના કેટલી કમનસીબ છે.
ભાનુભાઇએ તો આ ફાની દુનિયા છોડી દીધી છે, પણ ભાનુભાઇને એટલું જ કહેવું છે કે, રૂપાણીના રાજમાં રૂપાળા થઇને રૂપિયા આપો તો જ કામ થાય છે. બાકી અધિકારીઓ પણ જેનું સાંભળતા નથી એની પાસેથી ન્યાયની શું કામ અપેક્ષા રાખો છો.? કારણ કે રૂપાણીનું ભાષણ સાંભળો ત્યારે પ્રધાનપ્રચારકની કોપી કરીને હાથ લાંબા ટૂંકા કરે ત્યારે મને તો બંગડી ખખડતી હોય એવો અવાજ આવે છે. એટલે જ ત્રાજવા જેવી તુલા રાશિમાં ન્યાય તોળતા આવડતું નથી કે ગરીબોને પરચૂરણ ગણીને ન્યાય તોળવાની તસ્દી લેવાતી નથી. અને આ બધી વાત પર પડદો ઢાંકવા રંગુનથી રાજકોટ આવેલા રૂપાણી સારવારના નામે સંવેદનાનો રંગ લગાવી રહ્યા છે.ત્યારે એક કવિતા યાદ આવે છે.

''ન દામન પર છીંટે, ન ખંજર પર કોઇ દાગ
યાર ખાદીવાલે, તુમ કતલ કરતે હૌ કે કમાલ કરતે હો''

40 comments:

  1. Dilsoji na be shabdo kahya hot toy ghanu Hatu .paduka pradhan pase biji shu apeksha hoy!

    ReplyDelete
  2. This is very tragic incident I really feel sorry to know...
    ..

    ReplyDelete
    Replies
    1. Really Rajan Bhai when I see the video man is burning in front of police I shocked and not able to eat in night

      Delete
  3. My heartfelt salute to Res.Shri Bhanubhai , a real hero of SC commubity !

    ReplyDelete
    Replies
    1. I also salute this Bhanu Bhai who fought for people and give his life

      Delete
  4. રશહીન થસી ધરા...... નૃપ્, આ ખાલી જગ્યામાં જેને જે પણ લખવું હોય એ લખી શકે છે. મગરની ખાલથી વધુ જાડી ચંડીવાળા સંવેદના વિહીન લોકોની સામાજિક સમરસતા કેવી? આ કેવું વિકાસ મોડેલ?

    ReplyDelete
    Replies
    1. Sir this is not Vikas model this is Rajasthan model

      Delete
  5. ઘણી દુખદ ઘટના .....ગાંધી અને સરદારની વાતો બંધ કરી સત્ય માર્ગે ચાલવામાં આવે તો સારું ....

    ReplyDelete
    Replies
    1. Thanks sir but any Human who have heart can't see that video sir once you see that you can't sleep again thanks for your valuable comment

      Delete
  6. Replies
    1. I have not put that man burning video other wise you will not sleep for two days gitaji but politicians are enjoying

      Delete
  7. ભાર્ગવભાઈ..ખુબ સરસ...જનતા અને પત્રકારોમાં તફાવત છે, અમદાવાદ ગાંધીનગર ના બધા પત્રકારોને ખબર છે કે વિજય રૂપાણી ને પોતાને જ ભાન નથી કે ગુજરાતના મુખ્યમંત્રી છે, મુખ્યમંત્રીની એકપણ જવાબદારી ની સમજણ નથી..એક ડાગલો ફરતો હોય તેમ ફરે છે...

    ReplyDelete
    Replies
    1. Thanks Krishna ji he is moving with invisible bangles in his hand

      Delete
  8. સુંદર અતિ સુંદર ભાઈશ્રી ભાર્ગવભાઈ

    ReplyDelete
    Replies
    1. Thanks sir once you see the video of man burning him self you can't sleep for two days sir this is not my Gujarat

      Delete
  9. Literally રડવું આવી ગયું.total ભ્રષ્ટાચાર છે આ સરકાર માં. પૈસા વગર તમારું સાચું કામ પણ આ સરકારી બાબુ કરતાં નથી. બિન્દાસ થઈ ગયાં છે. 'અમે રૂપિયા વેરી ને આ પોસ્ટ પર આવ્યા છીએ તો કેમ રુપિયા ના બનાવીએ?' આવું એ બિન્દાસ બોલે છે.ક્યાં જશે આ ભારત....

    ReplyDelete
    Replies
    1. Really Dipak ji this politicians are after money they never care for poor people

      Delete
  10. Rupani is the only option who can work as Desire and design by Delhi Suprimo. kahyagaro " kanth "kone na game? ???

    ReplyDelete
    Replies
    1. Sir Joker na ganthiya me advani no bandi paheri Nandi Thai gayo Che

      Delete
  11. I am b.j.p. leader but we are facing same problems

    ReplyDelete
    Replies
    1. Thanks Bhai for your valuable comment but you start eating Joker ganthiya from Rajkot than your problem will solve ha ha ha

      Delete
    2. Thanks Bhai for your valuable comment but you start eating Joker ganthiya from Rajkot than your problem will solve ha ha ha

      Delete
  12. ગાય ની હત્યા પર આખા દેશ ને માથે લઈ, કોમી રમખાણો કરાવનારા મહાન દેશભક્તો, માણસ ની હત્યા પર ચુપ કેમ છે ?

    નવાજ શરીફ ના જન્મદિન પર સૌથી પહેલા ટ્વીટ કરી શુભેચ્છા આપનારા તેમજ બર્લિન અને માનચેસ્ટર હત્યાકાંડ પર તરત ટ્વીટ કરી હમદર્દી બતાવનારા વડાપ્રધાન ના હાથ ની આંગળીઓ ભાંગી ગઈ છે કે શું ??

    જવાબ આપો..!!

    ReplyDelete
    Replies
    1. Only two lines for your valuable comment
      यूं तो गलत भी नहीं होते चेहरों के तवस्सुल लेकिन,
      लोग वैसे भी नहीं होते जैसे नज़र आते हैं !!!

      (तवस्सुल=अर्थ)

      Delete
  13. बस मेरे लहजे में *जी हुज़ूर* न था,

    इस से ज्यादा मेरा कसूर न था..

    ReplyDelete
    Replies
    1. Thanks for your valuable comment two lines for your valuable comment

      मरहम ना सही कुछ जख्म ही दे दो..
      महसूस तो होने दो कि तुम भूले नहीं..

      Delete
  14. સરકારી કામમાં જી હ્જુરી ચાલે છે.
    સરકાર ખરેખર બેહરી મૂંગી છે.
    ઉપ્પર વાડો બચાવે આ સરકાર થી ! ! !

    ReplyDelete
    Replies
    1. Thanks

      હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દ થી ,
      આ તારી સારવાર મને મારી નાખશે !!

      'બેફામ'

      Delete
  15. I am fully agree with you only Rajkot Walsh get benefits but we are getting nothing but.j.p. worker

    ReplyDelete
  16. "You will not sleep for two days geetaji" your comment to geeta manekji have secret answer of two days last standard politics.politicians knows what will happen after "TWO" Days. janta ki memory "two "day's ki hi hai.it is real tragedy

    ReplyDelete
  17. Sir really great tragedy for us now politicians don't want to listen poor people because election is over

    ReplyDelete
  18. Sir really great tragedy for us now politicians don't want to listen poor people because election is over

    ReplyDelete
  19. ભાર્ગવભાઈ, તમારા અનુભવ અને કામને હું સન્માન આઓઉ છુ. રૂપાણીનો વિરોધ યોગ્ય છે પરંતુ રાજકોટ, ત્યાંના લોકો અને ત્યાંના લોકોની ખાણીપીણી પ્રત્યે આપને વિશેષ અણગમો હોય તેવું આ પોસ્ટ પરથી લાગ્યું.

    ReplyDelete
    Replies
    1. Not at all I love Rajkot and people of Rajkot if you feel that I don't love Rajkot than due respect I say that people of Rajkot give me lot's of love and I again say that if you are Hurt by any word about Rajkot than I say sorry for that I never want to hurt anyone feeling I love Rajkot food rasik Bhai no Chevdo jayshiyaram na penda chatni and big list of food and good friends

      Delete
  20. Khoti vat che bhanubhai paisa lidhale hata. Ae vakhte pan kam na kri sakya. Ane have dalit parivar nu emna par presure vadhtu hatu kam karvanu ae paisa 4 year pela lai lidha hata

    ReplyDelete
    Replies
    1. Bhai you have not given your name and blaming some one is not good if you have any proof than send me I will write but I request you that without any proof don't blame person who give his life for poor people and you have no right to say anything about such person without name and proof

      Delete