આખરે વટાણાં વેરાઇ ગયા. 27 જુલાઇએ મુંબઇ કોસ્ટ ગાર્ડમાં બેઠેલા અધિકારીઓની સેટેલાઇટ ફોનથી વાત થતી હોવાના સિગ્નલે અડધી ઘેરાયેલી આંખમાંથી ઊંધ ઉડાડી દીધી.
પોરબંદરની આસપાસથી ક્યાંક જામ સલાયા પાસે સેટેલાઇટ ફોનથી વાત થતી હોવાના સિગ્નલો મળ્યાં. મુંબઇથી કોસ્ટ ગાર્ડે એલર્ટ થઇ તરત સિગ્નલ અને એના પર થતી વાતચીત ને ડીકોર્ડ કરવાનું શરૂ કર્યું. ઓફિસરોની આંખ ચમકી ગઇ. દરિયામાઁથી જામ સલાયા કોઇ મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ગુજરાત લવાઇ રહ્યો હોવાની વાત બહાર આવી. જીપીએસ સિસ્ટમ એક્ટીવેટ થઇ તો ખબર પડી કે ઇરાનથી નીકળેલા એક જહાજને બે દિવસ પહેલા જામસલાયાની બે બોટ અલ-અમીર અને નૂર એ શબ્બીર દ્વારા ભારતીય જળ સીમામાં આવવાનો રસ્તો બતાવાયો હતો. રાતોરાત જામસલાયાથી બે માણસોની ધરપકડ કરવામાં આવી. મુંબઇ કોસ્ટ ગાર્ડે ત્યાં સુધીમાં નેવીને એલર્ટ આપી જ દીધું હતું. પણ સાથોસાથ ગાંધીનગર અને પોરબંદરના કોસ્ટ ગાર્ડના હેડક્વાર્ટરને પણ એલર્ટ અપાઇ ગયું હતું.
બીજી તરફ જામસલાયાથી પકડાયેલા બે લોકોની કડક પૂછપરછ ચાલુ થઇ, પરંતુ કોઇ નક્કર માહિતી મળતી ન હતી. મોડી રાત સુધી સતત પૂછપરછના અંતે બંને જણાં ભાંગી પડ્યાં અને કોસ્ટ ગાર્ડ અને નેવી તેમજ બીજી ઇન્વેસ્ટિગેશન એજન્સી સામે ઝુકી ગયા. અને પછી તો આખો ય પ્લાન પોપટની જેમ બોલવા લાગ્યા કે, ઇરાનથી હેન્રી નામનું જહાજ ગુજરાત આવે છે અને એમાં મોટા પાયે હેરોઇન આવી રહ્યું છે. જામસલાયના ઇન્વેસ્ટિગેશનથી સતર્ક થઇ ગયેલા કોસ્ટ ગાર્ડે પોતાના ડોનિયર એરક્રાફ્ટને કામે લગાડી દીધું. એરક્રાફ્ટે દરિયાઇ સીમામાં જામનગરથી શરૂ કરી પોરબંદર સુધી તપાસ શરૂ કરી દીધી. પરંતુ હજુ તો કોઇ જહાજ દરિયામાં દેખાય તે પહેલા સેટેલાઇટ ફોન પરથી ફરી સિગ્નલ મળ્યા કે, જહાજ પોરબંદર તરફ વળી રહ્યું છે. તરત જ કોસ્ટગાર્ડે 29 જુલાઇની રાતે જ દરિયામાં પેટ્રોલિંગ કરીરહેલા પોતાના સમુદ્ર પાવક જહાજને પોરબંદરના દરિયા તરફ વાળ્યું અને ડોનિયર એરક્રાફ્ટને એ દિશામાં મોકલ્યું. સેટેલાઇટ ફોનના સિગ્નલથી જહાજનું લોકેશન મળી રહ્યું હતું. હેલિકોપ્ટરની નજરમાં જહાજ પણ આવી ગયું હતું. તો બીજી તરફ કોસ્ટ ગાર્ડનું સમુદ્ર પાવક જહાજ પણ એટલી જ ઝડપથી દરિયામાં આવી રહેલા જહાજ તરફ જઇ રહ્યું હતું. પોરબંદરથી 130 કિલોમીટર નોટિકલ માઇલ પાસે 30મીએ રાત્રે આ શંકાસ્પદ જહાજને આંતરી લીધું.
આ જહાજમાં 8 ખલાસી હતાં. એમને રોકીને પૂછપરછ કરી, તો એમની પાસેના ડોક્યુમેન્ટ કોસ્ટ ગાર્ડની આંખમાં ધૂળ નાંખવા માટે પૂરતા હતાં. એમણે હેન્ર્રી નામના જહાજના ખોટા દસ્તાવેજો ઊભા કરી કોમર્શિયલ જહાજને પ્રિન્સ-ટુ બનાવી દીધું હતું. એને એવો દાવો કર્યો હતો કે, આ જહાજ ભાવનગરના અલંગ શિપયાર્ડમાં સ્ક્રેપમાં તોડવા માટે લઇ જવામાં આવી રહ્યું છે. ડોક્યુમેન્ટ ચકાસણીમાં જ ખોટા નીકળ્યાં, ભાવનગર પણ ક્રોસ ચેક કર્યું તો ખબર પડી કે આવું કોઇ જહાજ સ્ક્રેપ માટે આવી જ રહ્યું નથી. છેવટે કોસ્ટ ગાર્ડે હેન્રી ઉર્ફે પ્રિન્સ-ટુ નામના જહાજની તલાશી લેવાનું શરૂ કર્યું. રાત્રે 12 વાગ્યે જ્યારે જહાજમાં કોસ્ટ ગાર્ડના ઓફિસર્સ ઉતર્યા ત્યારે આઠ ખલાસીઓ હતાં. અને આ આઠે ય જણાં બિહારના હતાં. જહાજમાં કઇ સામાન ન હતો પરંતુ તપાસ કરી તો બંકરમાંથી દોઢ ટન હેરોઇન મળ્યું 3500 કરોડની કિંમતનું હેરોઇન મળતા જ કોસ્ટ ગાર્ડની આખો ચાર થઇ ગઇ. વધુ તપાસ કરી તો બે સેટેલાઇટ ફોન પણ મળ્યાં. આ બંને સેટેલાઇટ ફોન પરથી થયેલા કોલની ડિટેઇલ જોઇ કોસ્ટ ગાર્ડના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં, કારણ કે, સેટેલાઇટ ફોનથી, વારંવાર, મુંબઇ, યુ.પી. બિહાર અને પશ્ચિમ બંગાળમાં વાત થયેલી હતી. કોસ્ટ ગાર્ડ અને નેવીને શંકા છે કે, આ ડ્રગ્સ પોરબંદર પાસેના ગોસાબારામાં ઉતારવાનું હતું. અને ત્યાંથી 1993માં જેમ આરડીએક્સ મુંબઇ લઇ જવાયો હતો એવી રીતે અહીંથી આ ડ્રગ્સ પહેલા મુંબઇ અને પછીથી યુ.પી., બિહાર, પંજાબ, અને બંગાળમાં મોકલવાનો હતો.
હવે કોસ્ટ ગાર્ડ નેવી અને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ હવેઆ મોટા ડ્રગ્સ પેડલરને દબોચવામાં લાગી છે. સેટેલાઇટ ફોનથી થયેલી વાતચીતના આધારે મળેલા નંબરો પરથી હવે દેશભરમાં ચાલી રહેલા ડ્રગ્સના વેપારની એક એક કડી મળવાની સંભાવના દેખાઇ રહી છે અને મોટા માથાં આમાં દબોચાય એવી સંભાવના છે. પણ એક વાત તો નક્કી જ છે કે, ગુરાત હવે ડ્રગ ટ્રાફિકિંગ માટે સુરક્ષિત સ્થાન થઇ ગયું છે. જાન્યુઆરી, 17થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી દોઢસો કરોડથી વધુનું ડ્રગ્સ અલગ અલગ જગ્યાએથી પકડાયું છે. પરંતુ 3500 કરોડનું ડ્રગ્સ પકડાવાનો દેશનો પહેલો બનાવ છે. પરંતુ જો જામ સલાયાના ખલાસીઓ સાથેની વાતચીત ઇન્ટરસેપ્ટ ન થઇ હોત તો કદાચ ગુજરાતમાં 3500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઉતરીને દેશના કયાં કયાં ખૂણે ગયું હોત તેની કલ્પના નથી. પણ એક વાત તો નક્કી જ છે કે, પંજાબમાંથી ડ્રગ્સ આવવાના રસ્તા બંધ થઇ ગયા પછી ગુજરાત હવે ડ્રગ પેડલર માટે સેફ કોરિડોર બની ગયો છે...અને ડ્રગ પેડલર પણ 70ના દાયકામાં અપનાવતા હતાં. એ જ મોડસ ઓપરેન્ડાઇથી સુકરનારાયણ બખિયા અને હાજી મસ્તાનની જેમ હવે સોનાની દાણચોરીના બદલે ડ્રગ્સની હેરાફેરી કરે છે. એ જોતા એક વાત તો સાફ છે કે, ગુજરાત હવે ડ્રગ પેડલર માટે સ્વર્ગ બની રહ્યું છે.
(પૂરક માહિતી, વિપુલ ઠકરાર, પોરબંદર)

Great job by govt.agencies...
ReplyDeleteProud of them..
Thanks bhargav bhai
હવે જો કે ક્રાઇમ પકડાવા relatively સહેલા થયા છે. પણ 3500 કરોડ નું હેરોઇન?! યુવાનોને ડ્રગ્સ ના રવાડે ચડાવવા એ પણ દેશદ્રોહ છે
ReplyDeleteReally nice work by govt agencies 👍
ReplyDeleteNice coverage
Big scandal
ReplyDeleteખુબ સરસ આર્ટિકલ, હવે આગળ જોવું રહ્યું કે સરકાર આમાં કોણ કોણ સંકળાયેલું છે એની વિગતો બહાર પાળે છે કે પછી કાયમની જેમ ફિડલું....
ReplyDeleteપછી ભલેને નવરી પ્રજા ચર્ચા કરે...
આમાં કોઈ મોટા માથાં પકડાય અને એમના ઉપર કોઈ કાર્યવાહી થાય તો જ આ મહેનત કરેલી લેખે લાગી કહેવાય, બાકી આપણને ખબર જ છે કે રાજકારણી ની ગોઠવણ થી આ લોકો ઉપર કોઈ જ એકશન લેવાતા નથી...
ReplyDeleteકોસ્ટ ગાર્ડ ને અભિનંદન
ReplyDeleteકોસ્ટ ગાર્ડ ને અભિનંદન
ReplyDeleteExclusive information. Great work
ReplyDeleteVery informative.... Great work
ReplyDeleteKeep up the good work
ReplyDeleteYes
ReplyDeleteફરી એક વખત સાબિત થયું કે ગુજરાત નો દરિયા કાંઠો સંવેદનશીલ છે, સજાગતા ને પગલે આટલા મોટા પ્રમાણ માં દ્રગ્સ નો જથ્થો ઝડપાયો, જો તે ના ઝડપાયો હોત તો ઉડતા ગુજરાત ના દ્રષ્યો થોડા મહિનાઓ માં જોવા મળત
ReplyDeleteउड़ता गुजरात
ReplyDeleteકોસ્ટ ગાર્ડ ને સેલ્યુટ. આમાં સંકળાયેલા તમામ ની સામે એક્શન લેવાય તો ગુજરાત ડ્રગ પેડલર માટે સ્વર્ગ નહીં બને.
ReplyDeleteરિપોર્ટ કેવી રીતે લખાય તે ભાર્ગવ પરીખ પાસેથી શીખવું જોઇએ. વાતને એવી રીતે રજૂ કરે છે કે જાણે સામે આખું ચિત્ર તરી આવે છે. મોદી જે રીતે કોઇ વાતને સરળ રીતે રજૂ કરીને મતદારોને પોતાની વાત ગળે ઉતારી દે છે, એવી જ રીતે આપનો રિપોર્ટ સીધો વાંચક કોમ્યુનિકેટ થઇ જાય છે. અત્યારે તમારી જેવું લખનારા ઓછા છે. જે 60થી 70 ના દાયકામાં જન્મ્યા છે તેમની કલમમાં આવી તાકાત છે. બાકી તો નવી પેઢીના પત્રકારોમાં આ કળા બહુ ઓછા રિપોર્ટર્સમાં છે.
ReplyDeleteI strongly support this opinion.
ReplyDeletea narendra modi and bhargav parikh have a same art,
ReplyDeletebuck up bhargav buck up, I got answer.
Who is next PM after Narendra modi ??
Really good narration because we can't get such information in newspapers
ReplyDelete