રવિવાર શાંતિનો દિવસ હતો. હું ભારત ઇંગ્લેન્ડ
મહીલા ક્રિકેટ મેચની વર્લ્ડ કપની ફાઇનલ જોતો હતો અને અચાનક મારા ઘરે મારો હજામ આવી
ગયો...મને આશ્ચર્ય થયું, કારણ કે, ગયા વર્ષે હું બિમાર હતો,,ત્યારે રોજ દાઢી કરવા
આવતો હતો અને આજે વગર બોલાવે કેમ આવી ગયો?
હું કાંઇ વિચારું એ પહેલા એણે કહ્યું સાહેબ એક
મદદ કરો...તો મારા છોકરાંની આ વર્ષની એન્જિનિયરિંગની ફી નીકળી જાય. હું મુજાયો કે
આખર તારીખમાં પૈસા માગશે કે શું? પણ એણે કોથળામાંથી બિલાડું કાઢ્યું. મને
કહે આ છોકરો એન્જિનિયરિંગમાં તમારા લીધે ભણે છે. એને કામ મળ્યું છે. જો અમદાવાદની
આસપાસ કામ મળે તો આ વર્ષની ફી નીકળી જાય.
હું મુંજાયો આ વળી કઇ બલા, હજુ તો એન્જિનિયરિંગના
બીજા સેમેસ્ટરમાં આવેલા આ બચુડિયું કયું કામ લઇને બેઠું છે. મેં એને ઇશારો
કર્યો....તે સીધો સોફામાં મારી બાજુમાં આવીને બેસી ગયો. મને કહે જુઓ અંકલ 12માં
માં હું તમે કહ્યું એમ ભણ્યો, એન્જિનિયરિંગમાં પણ ભણું છું. તમારૂ કહ્યુ બધુ માનું
છું પણ મને ના ન પાડતા, હું પ્રોમીસ આપું છું કે, દીદીની જેમ ભણવામાં મેડલ લાવીશ
અને કોલેજમાં ટોપરમાં દીદીની જેમ મારું નામ છપાશે.
હું મુંજાયો કે મામલો શું છે? કારણ
કે બિમાર હતો ત્યારે મારા ઘરે રહી ભણતો, મારી દીકરી જોડે શીખતો અને
એન્જિનિયરિંગમાં ગયો હતો. એના બાપે એજ્યુકેશન લોન લીધી હતી. મે એને માંડીને વાત
કરવા કહ્યું તો એણે ફોનમાંથી વોટ્સ અપ બતાવ્યો. છાપાનું કટિંગ હતું. 2017ની
ચૂંટણીના સર્વે માટે છોકરાં જોઇએ છે...એવી જાહેરાત હતી...અને છોકરો ઇન્ટરવ્યુમાં
પાસ થઇ ગયો હતો. એને સર્વેના પૈસા મળવાના હતાં.
મેં એને કહ્યું કે ભાઇ અત્યારે તું આ કામ કરીશ તો
પરીકા ક્યારે આપીશ? એ હસી પડ્યો..એણે કહ્યું કે હજુ તો
એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમેસ્ટરનો પ્રવેશ ચાલે છે....અને અમારી એન્જિનિયરિંગની
સેમેસ્ટરવાઇઝ યુનિવર્સિટી પરીક્ષા તો સપ્ટેમ્બર ઓક્ટોબર પછી આવે, જુલાઇમાં થોડી
યુનિવર્સિટીની પરીક્ષા હોય?
મને થયું વાત તો સાચી છે, હજામના છોકરાને પરીક્ષા
વિશે વધારે ખબર છે. મેં પૂછ્યું કામ શું કરવાનું છે? એણે મને
ફાઇલોનો થોકડો બતાવ્યો. મારૂં માથું ચકરાઇ ગયું. એક પોલિટિકલ પાર્ટીએ 31 ઓક્ટોબર
સુધીમાં 2017ની ચૂંટણીનું કામ શરૂ કર્યું છે. જેમાં છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં નબળી
અને અતિ નબળી વિધાનસભાની સીટો નક્કી કરી છે.
આ વિધાનસભાની સીટ પર ડોર ટુ ડોર સર્વે કરવાનો છે.
આ સર્વે સાદો નથી. ગુજરાતની 159 નગરપાલિકાના બૂથની વિગતો અને એમાં થયેલું મતદાન
શોધવાનું છે. જે તે વિસ્તારમાં કઇ પાર્ટીનું વર્ચસ્વ વધારે છે એ જોવાનું એના પરથી
પૈસા ક્યાં વાપરવા એનો સર્વે કરવાનો, એટલું જ નહીં આ છોકરાઓને આ પણ શોધવાનું કે જે
લોકોના નામ મતદાર યાદીમાં ન હોય તો એના નવા વોટર આઇડી કાર્ડ કઢાવવામાં મદદ કરવાની.
મકાન બદલાયા હોય તો વોટર આઇડી કાર્ડ બીજાના નામે બન્યુ છે કે નહીં એ જાણવાનું.
નબળી અને અતિનબળી વિધાનસભા બેઠકમાં કામ કરતાં
એનજીઓનો સંપર્ક કરી સ્થાનિક પ્રશ્નોની વિગતો એકત્ર કરવાની અને દર અઠવાડિયે મુખ્ય
કાર્યાલય સુધી પહોંચાડવાની. આ બધી માહિતિ પોલિટિકલ પાર્ટી દ્વારા તૈયાર કરાયેલા
સોશિયલ મિડિયા સેલમાં પહોંચાડતા પહેલા એને રીસર્ચ ટીમને આપવાની અને તેના આધારે
પ્રચારની રણનીતિ નક્કી થશે.
એનાથી વધારે મહત્ત્વપૂર્ણ કામ એમને સોંપાયું છે
તે એ છે કે, નક્કી કરેલી નબળી અને અતિ નબળી સીટ પર ત્રણ ચૂંટણીમાં હારેલા ઉમેદવારો
પાસેથી એમની હારના કારણો જાણવાના...પછી એ હારેલો ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતનો
પ્રમુખ હોય, ગ્રામ પંચાયત કે તાલુકા પંચાયતનો સભ્ય હોય...એની ડિટેઇલ જાણવાનું કામ
પણ સોંપાયું છે. એના માટે આખાય ગુજરાતને અમદાવાદ, જૂનાગઢ,
મહેસાણા, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છ એમ સાત ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આ
સર્વે કરીને એમને 31 ઓગસ્ટ સુધીમાં રજૂ કરવાનો છે. 32 પાનાંના આ ડોક્યુમેન્ટમાં
ઘણી વાતો હતી. હું વાંચતો હતો અને પેલા છોકરાએ કહ્યું કે અંકલ મને આ કામ કરવાના
મહીને 22000 રૂપિયા મળશે અને ટેબ્લેટ મફતમાં મળશે. એટલે અમારો બધો ડેટા સેન્ટ્રલ
ઓફિસના સર્વરમાં ઓટોમેટિક જમા થશે. અમે કેટલાને મળ્યાં અને કોને મળ્યાં એનો સાચો
અહેવાલ પણ એમાં હશે. તમે હા પાડી દો તો મારૂં કામ થઇ જાય અને ભણવાનો ખર્ચ પણ નીકળી
જાય. હું જેમ 12માંમાં તમારા ઘરે આવીને ભણતો એમ ચોટી બાંધીને ભણીશ.
એ શું કહી રહ્યો હતો તેના કરતાં મારું
ધ્યાન બીજે હતું. એક લેપટોપ અને મહીનાના સારા એવા પૈસા ઢગલાબંધ યુવાનોને મળશે. મેં
પૂછ્યું ઇન્ટરવ્યુમાં કેટલા લોકો હતાં? એણે મને કહ્યું કે
2000 લોકો લેવાના છે. પણ એન્જિનિયરિંગના છોકરાને પહેલી પસંદગી છે, કારણ કે અમારી
પરીક્ષા મોડી હોય છે અને કોમ્પ્યુટરની સાથે લેપટોપ પણ વાપરવાનું જાણતા હોય છે. 2000 છોકરાઓની બેચ છે. 28 જુલાઇથી ટ્રેનિંગ
શરૂ થશે.
મેં એના બાપા સામે જોયું, એ મને તાકી રહ્યો હતો.
હું હા પાડું છું કે ના પાડું છું. મેં કહ્યું યાર એની પરીક્ષાનું શું, અત્યારે
જશે તો? દિવસભર લોકોની હજામત કરતાં હજામે મને જવાબ આપ્યો
કે, સાહેબ એન્જિનિયરિંગની પરીક્ષા તો મોડી
જ હોય છે. આ કામ કરાય કે નહી તે કહો તો હા પાડું, ક્યાંક એ રાજકારણી ના થઇ
જાય એની બીક છે. બાકી જુલાઇ, ઓગસ્ટમાં તો એન્જિનિયરિંગની કોઇ પરીક્ષા હોતી જ નથી.
મારે હજામત કરાવવા આવે છે તે બધા વાત કરે એટલે મને ખબર હોય. મારે ત્યાં હજામત
કરાવતા લોકો ક્રિકેટ, શેરબજાર, કોલેજ અને રાજકારણની વાતો કરે એટલે મને બધી ખબર
હોય. તમે કલાક મારે ત્યાં બેસો તો બધુ ખબર પડી જાય.
મારા હજામની વાત સાંભળીને મને થયું કે યાર ચૂંટણી
વખતે પાનના ગલ્લે, ચ્હાની કિટલી પર, કોફી શોપમાં કે રેસ્ટોરન્ટમાં લોકોની વાતો
સાંભળી ચૂંટણીનું વિશ્લેષણ કરૂં છું એના કરતાં હજામને ત્યાં બેસવું જોઇએ. મારો
વ્હાલો હજામત કરે છે પણ એને શેરબજાર, રાજકારણની જેમ હજામત કરતાં કરતાં પરીક્ષા
ક્યારે છે એ પણ ખબર હોય છે. સમાજની નાડ પારખવાના મારા અભિમાન પર હજામની જાણકારીએ
ખરેખર અસ્ત્રો ફેરવી દીધો.
નોંધઃ રાજકીય પક્ષનો ડોક્યુમેન્ટ ગુપ્ત હોવાથી
પાર્ટીનું નામ લખ્યું નથી. પણ છાપાંમાં છપાયેલી જાહેરાત ઘણું બધું કહી જાય છે.

LO BOLO ATYAR SUNDHI BJP KAHETU HATU KE CONGRES MUKT BHARAT HAVE KHUD CONGRES SARVE KARAVSE KE KETALA SAMAY AME BJP NE KHARA PADISU.... MATE SARVE KARAVE 6 ANE TEMA PAN EK HAJAM SARVE MATE PASS THAYO HAVE SACHU CONGRES MUKT BHARAT JALDITHI.
ReplyDeleteJO HAJAM NE KHABAR HOY KE ENGINEERING MA HAMANA ADMISSION NU KAM PURU THAYU TO EXAM TO SEPTEMBER/OCTOBER MAJ AAVE NE !!!!
PAN SAMAJ NA AMUK LOKO POLICE NI CHAMCHA GIRI KARVAMA KHARI VAAT BHULI NE GAMETEM PRACHAR KARE 6????
Saheb... Tame pan lokoni naad parkhine lakho cho jethi vaanchavama ras pade Che... Thank you for providing such interesting human interest stories.
ReplyDeleteસાહેબ જે પક્ષ હારી ગયો તે આટલા નાણાં વાયો કયાથી ? કાયઁકતાઁ અને હોદ્દેદારો શુ ગદ્દાર છે કે રાજકારણ માટે 2000 પગારદાર માણસો લેવા પડ્યા ? વિચારવા જેવી વાત છે ?
ReplyDeleteHahaha! સામા પક્ષ વાળા 2000 પગારદાર માણસો માંથી એમનાં કેટલાંય કાર્યકર્તા ને આ નોકરી મા ગોઠવી દેશે!!
ReplyDeleteઆ રાજકારણીઓ નવયુવાનો ને કયા માર્ગે લઈ જશે?એે વિચાર થી જ મગજ ચકરાવે ચડી જાય છે. પણ મને વિશ્વાસ છે કે તેં એ યુવાન ને સાચી જ સલાહ આપી હશે.
ReplyDeleteઆ રાજકારણીઓ નવયુવાનો ને કયા માર્ગે લઈ જશે?એે વિચાર થી જ મગજ ચકરાવે ચડી જાય છે. પણ મને વિશ્વાસ છે કે તેં એ યુવાન ને સાચી જ સલાહ આપી હશે.
ReplyDeleteચોર નો ભાઈ ઘંટી ચોર... રાજકારણીઓને આ કહેવત એકદમ ફીટ બેસે છે... એટલે કયા પક્ષ પાસે કેટલા પૈસા છે અને આ પૈસા કયાંથી આવે છે એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ...!!
ReplyDeleteBadha Ek J mala na manka chhe. All are calculative n selfish. Only We are foolish.
ReplyDeleteEvery political party are same but thanks to election people are getting jobs
ReplyDeleteBoth main parties afraid of each other between patel and Thakore factors.
ReplyDeleteબનૈ રાજકિય લૉકૉ આપણ ને મુખૅ બનાવે છે
ReplyDeleteસરસ
ReplyDeleteબનૈ રાજકિય લૉકૉ આપણ ને મુખૅ બનાવે છે
ReplyDeleteBjp is far better party compare to congress..
ReplyDeleteJ loko avi comments kare Che k Bjp and congress banne party public ne murkha banave che a loko ne Mari ek salah Che k tamej election ladi jiti batao..
ReplyDeleteSir Charles Chaplin once stated that he found new n popular subjects by meeting common man. That seems to be the secret behind your variety of subjects. Why r u still a journalist?
ReplyDeleteYou should be helming a creative movie ��
Very subtle 'revealation' as the climax������