સોમવારની રાત અમરનાથની યાત્રામાં ગયેલા
યાત્રાળુઓની આતંકવાદીઓ દ્વારા હત્યા થઇ....મોડી રાત સુધી બસનો નંબર...પેસેન્જરની
યાદી, મૃતકોની યાદી વગેરે વગેરે એકઠું
કરવામાં ઘડિયાળનો કાંટો ક્યાંથી ક્યાં ફરી ગયો એ ખબર ન પડી. વોટ્સ અપ પર
યાત્રાળુઓને બચાવનારા સલીમનો ફોટો આવ્યો. એણે મુસાફરોને કેવી રીતે બચાવ્યા એની
વાતો સાંભળતો હતો.
રાત્રે એક વાગ્યે વિચાર આવ્યો કે,
કારથી તો ઘણાં યાત્રાળુઓ બચી ગયા. પણ વર્ષોથી
અમરનાથના દર્શન કરવાવાળા મારા મોટાભાઇ અને પોલિસ ઓફિસર એન.જી પટેલ હવે અમરનાથ જાય
છે કે નહીં? પરંતુ રાતના ઘડિયાળનાં કાંટાએ મને ફોન
કરતાં રોકી દીધો.
સવારે ઉઠીને બીજુ કોઇ કામ કરવાને બદલે
રિટાયર્ડ એસીપી એન.જી પટેલને ફોન કર્યો. બે ત્રણ વખત સળંગ ફોન કર્યાં પણ ઘંટડી
વાગતી રહી. મોટાભાઇએ ફોન ન ઉપાડ્યો. 9.30 વાગ્યે
વળતો ફોન આવ્યો. સ્ક્રીન પર એન.જી પટેલ નામ ઝળક્યું ને મે તરત ફોન ઉઠાવ્યો.
મોટાભાઇ મારાથી નારાજ છો કે? તબિયત ઠીક નથી
કે? સામે છેડેથી અવાજ આવ્યો કે, અલ્યા સવારે પૂજા કરૂં છું ખબર નથી? ફોન સાડા નવ પછી જ ઉપાડું ને? બોલ શું હતું?
મેં કહ્યું ભાઇ મોટરસાયકલ પર અમરનાથ
જાવ છો કે નહીં? ઉંમરની અસર વિનાનો એ જ રણકો...72 વર્ષે પણ એ જ બુલેટ અને એજ રોડ...ને એ જ અમરનાથની યાત્રા. તો ચાલુ જ
છે. મેં મળવાનું કહ્યું, તો ના પાડી,
પહેલા કહે ભગવાનના દર્શન કરવા જાઉં છું
પ્રસિદ્ધિ માટે નહીં. પણ નાના ભાઇની જીદ સામે ઝુકી ગયા. અમે મારી ઓફિસ નજીક
મળવાનું નક્કી કર્યું.
એ બૂલેટ લઇને આવી ગયાં. એમની દિકરીની
ઓફિસમાં બેઠા...કેમેરાને માઇક ગોઠવાયા.એમણે યાત્રાની વાતની શરૂઆત કરી. જે અહીં
જરાય બદલ્યા વિના પહેલા પુરૂષ એક વચનમાં મૂકું છું.....!
''ભાર્ગવ પહેલીવાર મે બુલેટ પર અમરનાથના
દર્શન કરવાનું નક્કી કર્યું હતું. પોલિસની નોકરી ચાલુ હતી. રજા મૂકી. બધા
પોલિસવાળાઓએ ના પાડી કે ભાઇ મોટરસાયકલ લઇને અમરનાથ ન જવાય. જોખમ છે. મેં કહ્યું કે
ભોલેબાબાનો આદેશ છે...એટલે જઇશ જ. હું અમે મારો દોસ્ત નીકળી પડ્યાં. બૂલેટ પર
રસ્તો કપાતો જતો હતો...અમે શ્રીનગર પહોંચ્યાં. બસ અહીંથી કઠણાઇની શરૂઆત થઇ. આર્મી
આગળ જવા દેતી ન હતી. અમારા વાહનના કાગળિયા ચેક કર્યા. પોલિસનું આઇકાર્ડ જોયું.
આર્મીના ઓફિસરે કહ્યું ''પુલિસવાલે હોકર
સિર્ફ હેલમેટ પહનકે જાતે હો? ગોલી કિસીકી
રિશ્તેદાર નહીં હોતી હૈ. ...નહીં જા સકતે હો.''
મારી પાછળ બેઠેલો મારો દોસ્ત નિરાશ થઇ
ગયો, અમે બીજો રસ્તો પકડ્યો. આર્મી ઓફિસરને ચકમો આપી
અમે બીજા રસ્તેથી ફરીને અમરનાથ તરફ જવા લાગ્યા. રસ્તામાં ભૂલો પડ્યો. પણ મનમાં
નક્કી હતું કે, અમરનાથ તો જવું જ છે. અમે પર્વતો ચઢતા
ચઢતા અમરનાથ પહોંચ્યાં અને દર્શન કરીને પરત આવી રહ્યાં હતાં. રસ્તામાં ટ્રકોનો જામ
લાગેલો હતો. ટ્રકોની વચ્ચેથી ત્રણ કિલોમીટર બાઇક કાઢી બહાર આવ્યા ત્યારે ફાયરિંગના
અવાજો સંભળાવા લાગ્યા. આતંકવાદીઓ અને આર્મી વચ્ચે મુઠ ભેડ ચાલુ હતી ગોળીઓનો અવાજ
સંભળાતો હતો. આર્મીએ કોઇ વાહન આગળ ન જાય
એની તૈયારી રાખી હતી. બાઇક ધીમે ધીમે આગળ વધતું હતું. ગોળીઓના અવાજ પણ વધતા જતાં
હતાં. માથે એક હેલ્મેટ હતી. બુલેટપ્રૂફ જેકેટ નહીં....કશું જ નહીં. મેં મારા
દોસ્તને પૂછ્યું કે, ''નીકળીશું કે રાહ જોઇએ?'' મારા મિત્રનું મગજ તો આ માહોલ જોઇને બહેર મારી ગયું હતું..એણે કહ્યું ''ઠીક લાગે એમ કર''. જોખમ તો હતું જ કે ક્યારે કઇ ગોળી છાતીને વીંધી જાય...નજર સામે
ફાયરિંગ ચાલતું હતું. બીજી તરફ અમદાવાદ પહોંચવું હતું. જો કાંઇ થયું તો? આંખ મીંચી તો બે મિનિટ માટે પત્ની અને બાળકો નજર સામે આવી ગયા. ફરી
આંખ મીંચી, ઊંડો શ્વાસ લીધો. નક્કી કર્યું કે
ડરપોક ની જેમ રાહ નહીં જોઉ. હું તો નીકળીશ.''
શાંત પહા઼ડીમાં માત્ર ગોળીબારના
સામસામા અવાજ આવતા હતાં. એમાંય વળી બૂલેટ મોટરસાયકલ લઇને નીકળવું એટલે આતંકવાદીઓ
માટે સરળ ટાર્જેટ પગ ગિયર પર હતો...અચાનક ગિયર પાડ્યું, બૂલેટ દોડવા માંડી, આર્મી ઓફિસર મને
રોકવા વચ્ચે આવ્યો. બૂલેટ 80ની સ્પીડ પર
દોડવા માંડ્યું. રજનીકાંતની ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા.
બૂલેટના આગલા વ્હીલ પાસેથી આતંકવાદીની
પહેલી ગોળી નીકળી, પણ વ્હીલ ને ન વાગી...હવે હ્રદય એક
થડકારો ચૂકી ગયું. કે બાઇકના વ્હીલમાં ગોળી વાગી હોત અને પંચર પડ્યું હોત તો ?
80ની સ્પીડ પર દોડતા બાઇક પર લાંબુ વિચારૂં ત્યાં
તો બીજી ગોળી હેલ્મેટ પાસેથી પસાર થઇ ગઇ. શરીરના રૂંવાડાં ઊભાં થઇ ગયાં. મારી પાછળ
બેઠેલા મિત્રએ મને કસીને પકડી લીધો. સ્પીડ વધારવાનો તો સવાલ જ ન હતો.
પોલિસની ટ્રેનિંગમાં ગોળીબારો કર્યાં
હતાં...ઉત્તર ગુજરાતમાં ભારત પાકિસ્તાનની સરહદે પોલિસમાં નોકરી કરી ત્યારે
ધાડપાડુંઓ સાથે સામસામે ગોળીબાર કર્યાં હતાં. પણ આવી ધાણીફૂટ ગોળીબારી વચ્ચેથી બાઇક
કાઢતો હતો ત્યારે મને મારા કરતાં મારા દોસ્તની વધારે ચિંતા હતી. ગોળીનો છરકો પણ
એને ન લાગે તે મારે જોવાનું હતું. પોણા બે કિલોમીટરનો રસ્તો જોખમી હતો.એ પાર
કરવાનો હતો. ગોળી ક્યાંથી આવતી હતી કે ખબર ન હતી....પણ બૂલેટ આગળ વધતું રહ્યું.
અમે જોખમી વિસ્તારમાંથી બહાર નીકળ્યાં....આગળ આવ્યા...12 કિલોમીટર પસાર કર્યાં અને મોટરસાયકલ બગડી...એને અમે જાતે રિપેર
કરતાં હતાં.
ત્યાં સ્થાનિક લોકો અમારી પાસે આવ્યાં,
અમને કહ્યું તુમ લોગ ભારત સે યહાં ક્યું આતે હો?
યહાં આતે હો ઔર ફંસતે હો. ભારત સે યહાં મત આયા
કરો. મારૂં લોહી ઉકળી ઉઠયું. મારો જમણો હાથ મારી સર્વિસ રિવોલ્વર પર પહોંચી ગયો.
મને એ જ ઘડીએ છએ છ ગોળીઓ એમની છાતીમાં
ધરબી દેવાનું મન થયું...જે મને કાશ્મીરમાં કહે છે કે તમે ભારતવાળા અહીં કેમ આવો છો?
એટલી વારમાં આર્મીના જવાનો અમારી પાસે
આવી પહોંચ્યાં, આંર્મી ઓફિસરનો ગુસ્સો સંભાળ્યો અને
બાઇક રિપેર કરવામાં તેમની મદદ પણ લીધી. પણ તમે ભારતીયો અહીં કેમ આવો છો? એ શબ્દો હજુ મારાં સીનામાં કોતરાયેલા છે. હું આજે પણ મોટર સાયકલ લઇ 72 વર્ષની ઉમરે મોટર સાયકલ લઇને અમરનાથની યાત્રાએ જઉં છું. આર્મી અને
સુરક્ષાદળો મને રોકે છે. કાર વિના જવા દેવાની ના પાડે છે. તેમ છતાં હું જાઉં
છું..અને દર્શન કરૂં છું. 72 વર્ષની ઉમરે
મારા ઝઝબામાં ફરક નથી પડ્યો. આટલું કહેતા તેમની આંખમાં લોહી ધસી આવતું હું જોઇ
શકતો હતો કે હાથના સ્નાયું કડક થઇ રહ્યા હતાં.
એન.જી પટેલે મને કહ્યું કે, હું દર વખતે ખાલી બૂલેટ મોટર સાયકલ લઇને જાઉં છું અને સાથે હેલ્મેટ
હોય છે. પણ હવે જે રીતે આ કાયરોએ નિર્દોષ યાત્રાળુઓને માર્યા છે....હવે હું મારી
બુલેટ પર તિરંગો લગાવી અમરનાથ જઇશ.
તાકાત હોય તો આ 72 વર્ષના જવાનની છાતી પર એક ગોળી મારી બતાવે...આ લોખંડની છાતી પરથી
ગોળી અથડાઇને ગોળી પાછી ન આવે તો કહેજે...અને બાબાનો પ્રસાદ દર વર્ષની જેમ તારા
ઘરે આપવા આવીશ.
આટલી વાત કરતાં રિટાયર્ડ પોલિસ ઓફિસર
એન.જી પટેલના ઝઝબા માટે મારી પાસે કોઇ શબ્દો ન હતાં.
હું મુંજાતો હતો કે એમને કહું કે દર
વર્ષની જેમ પ્રસાદ આપવા આવજો પણ બુલેટના બદલે કાર લઇને જાજો...પણ હું કાંઇ બોલી
શકતો ન હતો. થોડી વાર રૂમમાં શાંતિ છવાઇ રહી...મને ચુપ જોઇ એ સમજી ગયા...તરત
હાવભાવ પર કાબુ મેળવીને કહ્યું કે લે ચ્હા પી....ઠંડી થઇ ગઇ...હવે હું પોલિસમાં
નથી કે એક બૂમ પાડું અને નવી ચ્હા આવે..એમ કહીં હસી પડ્યાં.
પરંતુ 72 વર્ષના આ જવાને નવી પેઢીમાં આવી જ રીતે દેશભક્તિ જળવાઇ રહે તે માટે
યંગ બુલેટ ક્લબ બનાવી છે. આ ક્લબમાં તે આવા સ્થળે યુવાનોને બુલેટ સાથે લઇ જાય છે.
રોજ યોગ શિખવે છે. ઇમાનદારી અને સચ્ચાઇથી પોલિસની નોકરી કરી છે...અને દેશ માટેનો
ઝઝબો અકબંધ છે.
દેશ માટેની આ હિંમત અને લગન જોઇને
કાશમીરમાં છૂટમુટિયા પથ્થર ફેંકતા અને નિર્દોષ લોકોને મારતા આતંકાવાદીઓ માટે બે
લીટી લખ્યા વિના નથી રહેવાતું કે,
''અરે પાકિસ્તાની, તારી પાસે તો સફેદ મેઘધનૂષ અને રંગીન અંધારૂં છે
હવે તો કહે કે, આવા 72 વર્ષીય જવાન મારી પાસે છે...તારા વિશે
હું શું વિચારૂ?''

Sir, if I would have been posted in Ahmedabad, I would have covered his story for All India Radio..What a dynamic person!!! 😊.. Thank you for sharing wonderful motivational story.
ReplyDeleteAmarnath yatra on bike......million Salutes to this brave 72 year old young man.....Jai Hind
ReplyDeleteJay hind bhargavbhai & n g patel sir
ReplyDeleteSalute to 72 yrs old young and dynamic person..
ReplyDeleteGreat achivment.
Jay bholenath.
Salute to N G Patel sir, and hate that Kashmiri who told, "tum log Bharat se yanha kyu aate ho?"
ReplyDeleteJAY HIND
Bullet upar farva java wala vishe to sambhalyu ane joyu chhe pan baba amaranth na darshan mate bullet upar amdavad to kashmir e agharu kahevai , salam patel saheb ne ane teni shradhha ne , pan temna e sabdo ke bharat na loko kashmir shu kam ave chhe e pan dil ne chiri nakhnar chhe, kashmirio na man ma jya shudhi teo bharatiy chhe e bhav nahi ave tya sudhi Ashanti raheshe j, parantu bhole baba na patel saheb jeva bhakto chhe tya sudhi kashmir bharat nuj chhe
ReplyDeleteદ્રઢ સંકલ્પ ને કોઈ ડરાવી શકતું નથી
ReplyDeleteHats off to this 72 year Young Man....I Salute you kaka from the bottom of my heart....Tears were out while reading this..
ReplyDeleteJai Hind....
we are proud of you papa, and u would always been an inspiration to young people. we wish u follow ur dream and make it come true..may god shower blessings on u and u always remain healthy..
DeleteExcellent papa we are proud. Your are great human being. I have always inspired by you and have tried to do my best in my life. Thanks for being such a great father.
ReplyDeleteપણ કાશ્મીર ના લોકો એ તુમ ભારતિય અહીંયા કેમ આવો છો એમ કેમ કહ્યું? તે પણ ભારતીયો જ છે ને...
ReplyDeleteક્યા સમયે કઇ સ્ટોરી કરવી..
ReplyDeleteલોકોમાં દેશદાઝની ભાવનાને કેવી રીતે જગાડવી..
ભાર્ગવ સર આપે એ ખૂબ સરસ રીતે દર્શાવ્યું.
72 વર્ષના યુવાનને દિલથી સલામ કે જેવો સાચી શિવભક્તિ સાથે દેશ ના યુવાનોમાં રાષ્ટ્રભાવના ખીલવી રહ્યા છે.
છાતી વાળા માણસ ...અભિનંદન ...
ReplyDeleteYou are an inspiration to many... Proud of you uncle.
ReplyDeleteSalute to brave heart , nice inspiring story
ReplyDeleteReally inspirational.in such a age this adventure ?!!!!!.👍
ReplyDeleteSalute You sir & bhargavbhai
ReplyDeleteJay hind.
Bhart mata Ki jai
Dil to BACHHA HAI..safed bal vale sab kuchh kar shakte hai..Mr.Patel deserve for salute.
ReplyDeletePatriotism runs in his blood and pulsates his heart. Inspiring article.
ReplyDelete56" ની આને કહેવાય
ReplyDeleteAne kehvay 56" ni chati
ReplyDeleteJay Hind🇮🇳
JAY HIND, Hatts Of Patel Sir, @ Age Of 72, Apni 56 Ni Nai 72 Ni Chathi Che, Aur Age K Saath Saath Apka Manobal Bholenath Badha Rahe Hai, Keep It Up, Jaako Rakhe saiyan maar Sake Nai Koi, Baal Na Banka Kar Sakega Jo Jag Beri Hoy , Mujhe Apka jazbaa Dekh Kar Lag Raha Hai, Ki Apke Haath Kanoon Ne Bandh Rakhe h
ReplyDeleteHai, Aur Meri Khwaish Ko Bhi, Saab Warna Mai Apse Prasad Mai Kuch Aur Mangta. JAY HIND.
ReplyDeleteGood one
ReplyDeleteProud of you.You are an inspiration for not only the youth but for all ages.
ReplyDeleteપટેલ સાહેબની હિંમતને સલામ...દિલમાં હામ ને મનની હો મક્કમતા...તો બીજું શું જઈએ..
ReplyDeleteએન.જી.પટેલ સાહેબ 'મોટાભાઈ'ને શત શત વંદન! ૭૨ વર્ષના આ 'યુવાન'ની હિંમત, દેશદાઝ અને પૌરૂષત્વની પ્રશસ્તિ કરીએ તેટલી ઓછી છે. આજના યુવાનો માટે અત્યંત પ્રેરણાદાયી. ભાર્ગવભાઈ, વાસ્તવિક જીવનની આટલી સુંદર કહાણીના અત્યંત હૃદયસ્પર્શી નિરૂપણ બદલ આપ ખુબ ખુબ અભિનંદનના અધિકારી છો...
ReplyDeleteExcellent and motivational story.... Jai Hind
ReplyDeleteExtremely proud of you Mama :)
ReplyDeleteThe passion that you have for bikes even at the age of 72 is commendable.
I have known Naresh since we were11-12 years old and spent 7 years together in DBMS. Still remember him with his bullet and always daring. We met few times when I visited India. I salute his passion and courage proud to be his friend.
ReplyDeleteYogesh Patel Houston Texas
Bravo Mr. Patel.
ReplyDeleteBhargavbhai, tamari aa varta pravahita e Mara rom rom ubha Kari didha. Really. Very well said.
Mr.patel salute
ReplyDeletePM narendrabhai modi ji videsh pravas kari bar thi prerna le che pan e kya jane che ke hero apna Ahmedabad ma che
72 years na mr.patel uncle pase thi amara jeva 34years ne jani khubaj himat mali che 👍
you are my inspiration. hope i can still ride 50% of what you are doing when i reach your age. i will count myself blessed if i can do this. salute to you sir
ReplyDeleteSir U R always Inspiration for all our Rider Community....you are like Sardar Vllabhbhai Patel....No whate happen but Do whatever we have decide..suoerb article...U have your own identity..Respact you sir
ReplyDelete૫૬ ની છાતી વાળો real ભાયડો!
ReplyDelete૫૬ ની છાતી વાળો real ભાયડો!
ReplyDeletegreat sir salute you sir
ReplyDelete