Saturday, 22 July 2017

પૈસા વગર એરફોર્સ બચાવે, બાકી પૂરમાં તો પોલિસ સ્મશાનમાં હાઉસફૂલનું પાટિયું લગાવે…!

હું દર શનિવારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પાસે આવેલા હનુમાનજીના મંદીરે દર્શન કરવા જાઉં છું. શનિવારે વરસાદના રિપોર્ટિંગના કારણે મોડો નિકળ્યો. રાત્રે આઠ વાગે મંદીરે જવા નીકળ્યો અને તૂટંલા રસ્તા પર ગાડી ચલાવતો હતો.
 રસ્તા પરથી ગાડી ચલાવતા મને થયું કે, વરસાદ આવે અને રોડ પર ખાડા પડે છે પણ ગોળ ગોળ આકારના કેમ પડે છે ? 1992માં કે 1993માં મને ઇસરોના એક વૈજાનિકે એનું કારણ સમજાવ્યું હતું. મને થયું કે એ નોટ્સ શોધીને એક બ્લોગ લખીશ. ત્યાં ટ્રાફિક જામ થવા લાગ્યો 54 મિનિટે હું મારા ઘરેથી હેલ્મેટ સર્કલ પહોંચ્યો...રસ્તામાં ક્યાંય ડંડો પછાડતી ટ્રાફિક પોલિસ ન હતી.
મંદીરે દર્શન કર્યા...જોયું તો મંદીરના શેડ નીચે સાત આઠ પોલિસવાળા અડધા પલળેલા વરસાદથી બચવા ઊભા હતાં. હું જૂતા પહેરતો હતો ને એવામાં એક વોટ્સ અપ આવ્યો. એ ફોટામાં પોલિસ પાણી વચ્ચે એક પેડલ રીકામાં ચડીને પાટલૂન કાઢીને બેઠો હતો..અને ગરીબ રીક્ષાવાળો રીક્ષા ખેંચીને જતો હતો. સલામ પોલિસવાળાને કે લોકોની મદદ પછી કરવાની પણ વર્દી ભીની ન થાય તે માટે પાટલૂન કાઢીને જાહેરમાં ફરવાનું. મને યાદ આવ્યું કે, સવારથી વરસાદમાં ક્યાંય કોઇની મદદમાં પોલિસને જોઇ નથી ? વરસાદથી બચી રહેલા પોલિસવાળાઓને અમે પૂછ્યું કે અલ્યા આજે કેમ ડ્યુટી નથી? જવાબ મળ્યો કે જાવા દ્યોને સાહેબ વરસાદમાં અમે પલળિયે અને ફોન પણ પલળી જાય. ટ્રાફિક તો થયા કરે. કાલે બધા ભૂલી જશે. વરસાદ ન હોય ત્યારે ડ્યૂટી કરીએ જ છીએ ને?
વાત સાચી હતી. હું મારી કાર પર ક્યારેય પ્રેસ લખાવતો નથી કે ઝી ન્યૂઝનું સ્ટીકર પણ ચોંટાડતો નથી...એટલે મહાન પોલિસવાળા પકડે છે. સીટ બેલ્ટ કેમ નથી? કાચ ડાર્ક ફિલ્મ કેમ લગાવી છે? કહીને ડંડો પછાડે છે. એક બે વાર મે ગુસ્સે થઇને કારની ચાવી આપીને એને કહ્યું કે ભાઇ ગાડી પંચનામુ કરીને જપ્ત કરી લે ખોટા દંડ નહીં ભરૂં...તો વિચિત્ર વર્તન કરીને ફરિયાદમાં પરિચય લીધા પછી જવા દે છે. મેં ક્યારેય કોઇ પોલિસવાળાને મર્સીડીઝ, ઓડી, જેવી મોંઘી કારને રોકીને સીટ બેલ્ટ કેમ નથી બાંધ્યો અને પી.યુ.સી કેમ નથી? ફલાણા પેપર્સ કેમ નથી ? એવું પૂછતા મેં જોયા નથી.
મને થયું કે, આખાય વરસાદી મોહાલમાં ફાયર બ્રિગેડ, એનડીઆરએફ, એરફોર્સ, આર્મી કામ કરે તો પોલિસ શું કરે છે? હું ઘટનાઓને યાદ કરતો હતો...શનિવારે સવારથી ફોનની ઘંટડીઓ રણકતી હતી. ફલાણી જગ્યાએ પાણી ભરાયા છે...ફલાણી જગ્યાએ અમેફસાયા છીએ...તમે આવો તો ટી.વીમાં દેખાય તો મદદ મળશે. મને સામો જવાબ દેવાનું મન થતું કે ભાઇ તું બહાર નીકળી શકતો નથી તો હું ક્યાંથી આવી શકીશ? પણ હું પત્રકાર છું...પોલિસ હોત તો આવો જવાબ આપી શકત...ખેર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, લોકો ફસાયા પણ ક્યાંય પોલિસ ન દેખાઇ. ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોની હાલાકી જોઇ મે યાદ કર્યું કે મારા 32 વર્ષના પત્રકારત્વમાં કેટલીય વખત પૂરનું રિપોર્ટિંગ કર્યું છે. પણ ક્યાંય પોલિસ નથી હોતી. ઉલટાનું નાના રીક્ષાવાળાઓને કે બીજાને દાટી આપીને સલામત સ્થળે પહોંચી જાય છે.
મે દિવસભરની ઘટનાઓ યાદ કરી તો એનડીઆરએફની ટીમે જાન જોખમમાં મૂકીને સુરેન્દ્રનગરના કુડામાં લોકોના જીવ બચાવ્યા. માળિયા મિયાણામાં ચારે તરફથી પૂર વચ્ચે ઘેરાયેલા મકાનનાં છાપરા પર ચડેલા લોકોને જાંબાજ જવાનોએ જાનની બાજી લગાવી બચાવી લીધા. ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર ઉડાડવું કેટલું જોખમી છે એ મને ખબર છે, છતાં છતાં માળિયા મિયાણાંમાં લોકોને હેલિકોપ્ટરથી બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડી દીધા. રાતથી સ્ટેન્ડ બાય રહેલા એરફોર્સના ઓફિસર પાસેથી જ્યારે માહિતિ માટે ફોન કરતો હતો ત્યારે અત્યંત ટૂંકા જવાબ મળતા હતા કે લોગો કો રૂફ સે બચા રહે હૈ. મે સામને સે કોલ કરૂંગા. એમના માટે વાત કરવા કરતાં લોકોના જીવ બચાવવા વધારે મહત્ત્વના હતાં. દિવસભર મારા ફોન રણકતા રહ્યા...અવાજમાં ઉચાટ હતો, વાત ટૂંકી હતી પરંતુ ઉમળકો ન હતો.
સુરેન્દ્રનગર અને માળિયાના સફળ રેસ્કયુ ઓપરેશન પછી ફરી એરફોર્સના અધિકારીઓના અવાજમાં રણકો આવ્યો. હમને ઔર એનડીઆરએપને મિલકો 200 સે જ્યાદા લગો કો બચા લિયા હૈ. અબ બતાઇએ, હમ બાત કરતે હૈ. ..લાંબી વાત થઇ...
પણ થોડા દિવસ પહેલા વડસર એરફોર્સ સ્ટેશનમાં એક અધિકારી (અહીં નામ નહીં લખું)સાથે ચ્હા પીતા પીતા વાત થતી હતી કે, તમને નથી લાગતું કે વન રેન્ક વન પેન્શન હોય? કે તમારી નિવૃત્તિની વયમર્યાદા હોય તે ઓછી છે. 40 વર્ષે રિટાયર્ડ આર્મીનો જવાન ક્યાંય સેટ થતો નથી.

આ ઓફિસરે આંખ ઝીણી કરીને મને કહ્યું કે, ‘’હમ ફૌજ મેં આતે હૈ, તબ દિમાગ બંધ કરકે બંદુક લેકર આતે હૈ. હમ આગે કી નહીં સોચતે. સિર્ફ દેશ કી સોચતે હૈ, ઔર યહી જજબા હમારી ફૌજ કો મજબુત બનાતા હૈ.’’…ત્યારે મને થયું કે આપણે ચૂંટીને મોકલેલા રાજકારણીઓ પૂરમાં સર્કિટ હાઉસના એ.સી રૂમોમાં બેસી પરિસ્થિતિની સમીક્ષા કરીને વાણી વિલાસ કરે છે. કંટ્રોલ રૂમમાં આંટા મારી જગજીતસિંહ જેવું ગંભીર મોં રાખીને ફરે છે. પણ પૂર વખતે લોકોની વચ્ચે એક ધારાસભ્ય તો ઠીક કોર્પોરેટર પણ દેખાતો નથી.અને જે દેખાય છે તેમના ફોલ્ડરિયાઓ જતા પહેલા કલાક અગાઉ પ્રેસ મિડિયાને ફોન કરીને જાણ કરે છે કે અમારા સાહેબ ફલાણા વિસ્તારમાં જવાના છે...ત્યારે સત્તરવાર સ્ટાર્ચ થઇને કડક થયેલી ખાદી રાજકારણીઓ આગળ ઢીલી થઇ જતી તો ખાખી (પોલિસ) શું અપેક્ષા રાખવી? ગુજરાતમાં દંડા પછાડી દંડ વસૂલ કરવા દારૂ જુગારના અડ્ડા નાક નીચે ચલાવવાની કળામાં માહિર પોલિસને પૂર સાથે લેવા દેવા નથી, એટલે જ અહીં બે તસ્વીર મૂકી છે. રાજ્ય કોઇપણ હોય પણ પોલિસ બધે સરખી છે... જે ઘણું બધુ કહી જાય છે. બાકી તો આ ચૂંટણીનું વર્ષ છે, નેતાઓ ચૂંટાશે અને આપણે ચૂંથાઇશું.....જય હો..!

28 comments:

  1. Bilkul sachi vat bhargav bhai...Joke police na upari ane tena upari jo badhu lolam lol karta hoi to niche to aavu j hovanu

    ReplyDelete
  2. તદ્દન સત્ય ભાર્ગવભાઈ. જેટલાં કાયદા નવાં બને છે તેમાં પોલિસ ખુશ થાય છે, કટકી કરવાની નવી જગ્યા! હું એમ પૂછું છું કે FOREIGN માં તમે રસ્તા માં એકલા હોવ અને કાંઈક તકલીફ પડે અને જો પોલિસ દેખાય તો 'હાશ' થાય છે. INDIA માં પોલિસ જોઈએ એટલે બીક લાગે, આવું કેમ?

    ReplyDelete
  3. વાહ..... ખરેખર જે તે જિલ્લાના પોલીસ અધિકારીઓની જવાબદારી લોકોના જીવ બચાવાની પણ હોય છે... પણ તમે વાત સાચી કરી કે ખાખી અને ખાદી બંને માંથી કોઈ કામ નું કે વિશ્વાસ લાયક નથી..

    ReplyDelete
  4. Bhargav bhai vahu sachi vaat kahi...RAjkotma 50 ke 60 atm card sathe koi pandai to DCP press kare and purna ketla ne bachavya ke madad kari tena mate koi CP. Ke DCP epress kari hoi evu mane yaad nathi...amare RAjkotma thodu undhhu chhe.ahi varsad aave ane aji dam ma paani aa e to loko jova mate nikli pade aa vakhte RAjkotma police commissioner sah parivar aji dam par pahonchi gaya...selfie padi and adhura ma puru GSTV e interview pan karyo ke police commissioner pan aavya chhe moj manava....hahaha

    ReplyDelete
  5. Very true ..... apne ej vamalo ma fasata jaieshu...unde unde utarta jaieshu...aa desh ma ek kranti ni jarur dehkhay che ... sware avelu newspaper 5 min ma pasti thai jay che ... aa desh ne bachava mate vadhu ek divas hanuman Na mandire badha rakh

    ReplyDelete
  6. સાચી વાત છે. ઉપરથી અધિકારી કે તો મોઢું બગાડી અને નોકરી જવાની બીકે જાય છે. એટલે તો લોકો પોલીસને ગાળો અને આર્મીને સેલ્યુટ કરે છે.

    ReplyDelete
  7. Good write up

    ReplyDelete
  8. Good write up

    ReplyDelete
  9. Nice article , good timing

    ReplyDelete
  10. Very true bhargav khakhi ne khadi ,banne ni vishvasniyta aaje zero thai gai 6.koi pan prakarnu arthik rokan karya sivay business karvo hoy to khadi dharan karvi ne vat thi paisa padavva hoy to police ma bharti thai javu....aavu vakya me pan na galle gapata marta juvaniya na modhe sabhlyu hatu.kudarati honarat ke manav sarjit koi apda samaye aa khadi - khakhidhari samuday potani javabdari to thik mansai pan bhuli jay 6 e aapni badhani moti kamnasibi 6...hashe yar bhagvan emne sanmati aape...

    ReplyDelete
  11. બિલકુલ સાચી વાત સર, દેશ એટલે જ સલામત છે ,આપના જાંબાઝ જવાનો ને પગલે, ભલે ચાહે તે એરફોર્સ હોઈ કે નેવી કે પછી બોર્ડર ઉપર ના જવાન , એ જવાનો ને સો સો સલામ

    ReplyDelete
  12. Tamari vaat sachi hashe evu Hu mani lau chhu , but aapana samaj nee ek aakhi system aatali hade kharab chhe e maate samaje pan vicharava nee jarur chhe . Aapana desh ma police ne badnaam karava ni fashion chale chhe , system ne galo aapavi saheli chhe but enma solutions shodhava pan kaik karavu joi e and ek vaat biji k Gujarati ma kahevat chhe " jevu kuva ma hoy evu Hawada ma aave " so jevo samaj evi j samaj nee system hoy chhe , baki traffics police ne legally fine Na aapava ketali olakhano public lagavo chhe e to Tamane b khabar j chhe ....

    ReplyDelete
  13. આ પૉલિસવાળા ને તો હપતા કયાંથી મળે ઍમાં જ રસ હોય છે...

    ReplyDelete
  14. ભારે વરસાદ માં છેલ્લા 2 દિવસ થી હું રિપોર્ટિંગ કરું છુ.... પણ ટ્રાફિક પોલીસ ક્યાંય દેખાતી નથી. જેથી લોકો ને ટ્રાફિક સામે જઝૂમવું પડે છે...

    ReplyDelete
  15. તારી હિંમતને દાદ દેવી પડે ભાર્ગવ! પત્રકાર તરીકેની તારી ફરજ બજાવવામાં તું આર્મીના જવાન જેટલો જ નિષ્ઠાવાન છો.

    ReplyDelete
  16. BHARGAVBHAI....
    HA AMUK NETA EVAPAN 6 365 DAY MATHI 350 DAY SAVARE 08:30 THI 10:30 JAHER ROAD PAR NAHI KOI OFFICE PRAJANI SEWA MA HAJARJ HOY 6 JEMKE KHADIA NA MAYUR DAVE ANE TEJ PAETY NA EK BETA TAHEVAR AAVTA SGRUNATHJI J JOVA MALE TEVA PAN 6 ....
    EK RITE NETAO MATE NI VAAT SACHI 6. PAN SU THAY AA PARTY VINA UDHHAR NATHI.
    BADHE MOTA HORDING LAGYA 6 KE DARU MATE MAHITI AAPNAR NE AA INAM APISHU ANE DARU VECHANAR NE AA SAJA.....PAN RAYPUR DARVAJA THI KANKARIYA ROAD PAR KANTODIYA VAAS KEM KOI NETA KE P0LICE NE NATHI DEKHATU KE TYATHI NIKALTA GANDHA PAN NATHI MARTI. KAI BHI HAVE NETAO ANE POLICE NA FAMILY NE TYA THI JABARJASTI LAI JAVA NU KARAVU PADSE.

    ReplyDelete
  17. સાચી વાત સાચા સમય પર

    ReplyDelete
  18. સાચી વાત સાચા સમય પર

    ReplyDelete
  19. Tame pahela Reporter chho sachi vaat lakhavama. i salut to your good self as well as our Airforce.

    ReplyDelete
  20. Agreed. You always point out write things.

    ReplyDelete
  21. બહુ સાચી વાત છે. કોઈ પણ કુદરતી હોનારત વખતે આર્મી જ આપણને મદદ કરે છે. આર્મી ને દિલ થઈસેલ્યુટ.

    ReplyDelete
  22. Sir shu comment karu aap je satya lakho chho te kharekhar 56 inch wala nu j kam chhe.Paisa laine aatma wechta loko e aap ma thi prerna levi joie.Salute

    ReplyDelete
  23. Saheb vaat ekdum sachi Che. Thank you!!!

    ReplyDelete