Saturday, 24 June 2017

શીખવું પડશે ચિરાગોને બચવાનું, આંધીના ઇરાદા સારા નથી હોતા

રથયાત્રાના રિહર્સલનું શુટિંગ ચાલી રહ્યું હતું. મંદીર પાસેથી વોક થ્રુ કરતાં કરતાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત જોઇ મગજમાં ફિલ્મની પટ્ટીની જેમ ભૂતકાળ  ફરવા માંડ્યો અને હુ પોતે ફ્લેશ બેકમાં આવી ગયો.
1986માં સમભાવમાં નોકરીએ જોડાયો ત્યારે રિપોર્ટર તરીકે મારે પહેલીવાર રથયાત્રાનું કવરેજ કરવાનું આવ્યું હતું. અમારા ચીફ રિપોર્ટર ચારુદત્ત વ્યાસે રાત્રે દરેકને કેટલા વાગ્યે ક્યાંથી રિપોર્ટિંગ કરવું, ફોટોગ્રાફરે ક્યાં પોઇન્ટ પર ઊભા રહેવું ? તે બધું પ્લાનિંગ કર્યું. હું પણ ઉત્સાહિત હતો, પણ મને કહી દીધું હતું કે તું બચુડિયો છે...જમાલપુર સુધી જ કવરેજ કરજે. દરિયાપુર, શાહપુર, શાહપુર જેવા વિસ્તારોમાં જયેશ ગઢવી અને ચારુભાઇ જેવા સિનિયર કવરેજ કરશે. મને થયું કે આવા મોટા રિપોર્ટિંગ માટે બચુડિયો....પરંતુ 1985ની રથયાત્રા યાદ આવી ગઇ...આમ તો 1981થી રથયાત્રામાં છમકલાં થતાં હતાં. પરંતુ 1985માં કોમી તોફાનોના પગલે અડધુ શહેર કરફ્યુમાં હતું અને સરકારે રથયાત્રા કાઢવાની ના પાડી હતી. તે સમયે શંભુ મહારાજે હાથી લઇને રથયાત્રાની આગેવાની લીધી હતી, પરંતુ ત્યારથી રથયાત્રા સંવેદનશીલ થઇ ગઇ હતી. ક્યારે  ક્યાં છમકલું થશે કંઇ કહેવાય નહીં અને આખીય ઘટના કોમી રમખાણોમાં ફેરવાઇ જાય એની કોઇને કલ્પના ન હતી. અમદાવાદીઓ રથયાત્રા સંપન્ન થાય એટલે શાંતિનો શ્વાસ લેતા હતાં.
1991માં રથયાત્રા વખતે માહોલ તંગ હતો. થોડા છમકલાં વચ્ચે રથયાત્રા પસાર થઇ ગઇ. 1992માં એક પોલિસ ઓફિસર સાથે બેઠો હતો. એણે મને કહ્યું કે, ભાર્ગવભાઇ આ વખતે રથયાત્રામાં તોફાનો થશે. દરિયાપુરમાં પૂરેપૂરી શક્યતા છે. મેં સામો સવાર કર્યો કે યાર છમકલાંમાં પતી જાય છે.. આ વખતે કેવી રીતે વધશે? આઇબીમાં કામ કરતાં અને હાલ રિટાયર્ડ એવા એ ઓફિસરે મને કહ્યું કે બોસ આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં જીવન જરૂરી, ડાયાબિટિશ, બી.પી., હાર્ટએટેક જેવી દવાઓ જથ્થામાં વેચાઇ છે. મોટા પાયે કરિયાણું ખરીદાયું છે....તોફાન થશે...તૈયાર રહેજો.
મને વાત સમજાઇ નહીં...એ ઓફિસરે કહ્યું કે, અમદાવાદની તાસીર છે ...જે  વખતે તોફાન થવાના હોય અને કરફ્યુ પડે એમ લાગે તો લોકો દવાઓનો સ્ટોક કરે, કાંદા અને બટાકા જેવા શાકભાજી વધારે ખરીદે, જેથી કરફ્યુમાં બધુ બંધ હોય તો વાંધો ન આવે. હું એ વખતે સ્કૂટર રાખતો...સ્કૂટર લઇને એ જમાનામાં લતીફના રાઇટ હેન્ડ ગણાતા મહમદભાઇ (હાલ ગૂજરી ગયા છે) પાસે ગયો. એમણે થોડા શબ્દો ચોર્યા અને એણે કહ્યું કે, ભાઇ કલ મેરે  ઘર મત આઇયે, દંગે કા તો પતા નહીં..પણ મે એ વખતે પણ જોયું કે લોકો થેલીઓમાં વધુને વધુ સામાન ભરીને જતાં હતાં.
આઇબીના ઇનપુટ પછી પોલિસ પણ સતર્ક હતી. એ સમયના પોલિસ કમિશનર એમ.એમ. મહેતાએ દરિયાપુરમાં કોમી એખલાસ માટે પૂરા પ્રયત્નો કર્યાં હતાં. એ સમયના મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલને પણ અંદાજ આવી ગયો હતો. એ દરિયાપુર આવ્યા...યોગ્ય સૂચનાઓ આપી...દરિયાપુરથી રથ પસાર થઇ ગયા અને એ દિલ્હી  દરવાજાથી ગાંધીનગર જવા નીકળ્યાં...
હું બધુ જોતો હતો. દરિયાપુરથી રથ પસાર થયા..એટલે હું પણ ઘરે જવાનું વિચારતો હતો...મને થયું કે આઇબીના ઇનપુટ ખોટા જ હોય છે. સ્કૂટર લઇને શાહપુર દરવાજા પાસે આવ્યો...ફરતાં ફરતાં ખાનપુર પહોંચ્યો અને બે ત્રણ દોસ્તો સાથે ચ્હા પીતો હતો એવામાં દોડાદોડી શરૂ  થઇ ગઇ.
હું કાઇ સમજું તે પહેલા મારા દોસ્ત નાસિરે કહ્યું કે, ભાર્ગવભાઇ ઘર પે આ જાવ...શાહપુર મે બબાલ હોનેવાલી હૈ. હું સ્કૂટરની કીક મારતો હતો પણ એમણે ચાવી લઇ લીધી...અને કીધુ કે રીક્ષા મે ઘર જાવ...હું ચાલતો ચાલતો  ખાનપુરથી શાહપુર ચોકી જવા નીકળ્યો...અફડાતફડીનો માહોલ હતો. ગમે તેમ કરીને રંગીલા ચોકી પહોંચ્યો...પથ્થરમારો ચાલુ હતો. એક તરફ પોલિસ ટીયર ગેસ છોડતી હતી. એ વખતના શાહપુરના તોફાની લોકોએ અફડાતફડીનો માહોલ જોઇ રથને ખેંચીને ગલીમાં લઇ જવાનો પ્રયાસ કર્યો...ફરજ પર હાજર શાહપુર પી.આઇ જે.જે. જોશીની આંખ ચાર થઇ ગઇ. જેટલી પોલિસ હતી તે તમામને લઇ રથ તરફ દોડ્યા..અને સીધો ફાયર કર્યો. પાછળ ઉભેલા એક ઓફિસરે (નામ નથી લખતો) કહ્યું મંજૂરી વિના ફાયર ના કરો...
જોશીએ કહ્યું, મંજૂરી ગઇ તેલ લેવા...રથ ખેંચાયો તો અમદાવાદ જ નહીં... ગુજરાત ભડકે બળશે. જોશીએ ટીમ સાથે ફાયરિંગ કરતાં કરતાં રથ ખેંચ્યો...ચારે તરફથી પત્થરો  વરસતા હતાં. પેટ્રોલ બોમ્બ ફેંકાતા હતાં. મકાનના ધાબા પરથી મોટા પથ્થરો, સળગતાં કાકડા ફેંકાતા હતાં. પાછળ તલવાર અને દંડા સાથે એક ટોળું દોડતું આવતું હતું. પોલિસ પૂરી તાકાતથી રથને ખેંચી રહી હતી. રંગીલા ચોકીથી રથ ઘી કાંટા લાવવાનો હતો.
પી.આઇ જોશીની નજર મારી પર પડી, પોલિસને  બૂમ પાડી કે, પેલા ખેંપટાને પકડી પોલિસ ચોકીમાં નાંખી દો. હું કાંઇ સમજુ તે પહેલા પોલિસ મને ખેંચીને અંદર લઇ ગઇ. આંખ સામે પત્થરબાજી, સળગતા બોમ્બ, છરાબાજીથી ઘવાયેલા લોકો વચ્ચેથી ખેંચી મને પોલિસે જીપમાં બેસાડી  દીધો...જીંદગીમાં પહેલી વાર તલવારથી કોઇની ઉપર હુમલો થતાં અને ચાકુથી લોહી લૂહાણ થતાં લોકોને રસ્તા વચ્ચે જોયા..
દોડાદોડીમાં મારો કેમેરા પણ ખોવાઇ ગયો. શાહપુર પોલિસ સ્ટેશનથી નીકળી ખાનપુર મારૂં સ્કૂટર લેવા આવ્યો ત્યાર સુધીમાં શાહપુર, દરિયાપુર, રિલિફ રોડ ભડકે બળવા માંડ્યું હતું. જીવનમાં પહેલીવાર નજર સામે લોહી જોયું હતું. સ્કૂટર ચાલુ કરતાં હાથ ધ્રુજતા હતાં. રસ્તા સુમસામ હતાં. ત્યાં સમભાવનો ફોટોગ્રાફર નિખિલ ભટ્ટ મળ્યો. એની પાસેથી ફોટા લીધા..રાત્રે રિપોર્ટ લખવાનો હતો. તત્કાલિન પોલિસ કમિશનર એમ.એમ મહેતાને મળ્યો. ઇન્ટર્વ્યુ એમની કારમાં કર્યો. 12 મિનિટમાં મેં બળતું શાહપુર, રીલિફ રોડ, મિરઝાપુર, દરિયાપુરનો નજારો જોયો.
ખાનપુરથી સ્કૂટર લઇ ઘરે આવીને રિપોર્ટ લખતા પેન ચાલતી ન  હતી. ગઇ કાલ સુધી એક સાથે બેસીને જમતાં અમે અમદાવાદી દોસ્તો હિન્દુ-મુસ્લીમમાં વહેંચાઇ ગયા હતાં. એ વખતે મોબાઇલ ફોન ન હતાં. લેન્ડ લાઇનથી ફોન કરીએ તો જીગરી દોસ્ત એમ કહેતો કે ભાઇ ઘર મત આઇયેગા..સબ ખેરિયત હૈ. તેરે પાસ પ્રેસ કા પાસ હો તો હી શાંતિ કે સમય થોડા દૂધ દે જાઇયેગા...
દોસ્તી દૂધની થેલીઓની હેરાફેરી કરતી થઇ ગઇ હતી. પણ એ પછી પોલિસ કમિશનર એમ.એમ. મહેતાની સુઝ બુઝથી દરેક રથયાત્રામાં જનતા કરફ્યુ શરૂ થયો. મોટા, લાઉડ સ્પીકરમાં ભજનો વાગવાના શરૂ થયા. પણ ટાંચા સાધનો વચ્ચે પોલિસે એ પછીની રથયાત્રાઓને શાંત કરી દીધી. પરંતુ 1992માં રથ બચાવવા જતાં પાંચ માણસોના પગ પર ઇજા થઇ હતી. કેટલા મરાયા એનો આંકડો યાદ નથી. કેટલું નુકસાન થયું તે યાદ નથી.. પણ એ મંઝર હજુ પણ મારા રૂંવાડા ઊભા કરી દે છે. કરફયુમાં જે મુસ્લીમ મિત્રોને ઘરે પાસ લઇ દૂધ પહોંચાડ્યું હતું કે દવાઓ પહોંચાડી હતી એની દુઆ મને 1016માં કામ લાગી.
પરંતુ એ રથયાત્રા પછી આજે ય મને પોલિસ બંદોબસ્ત જોઇને થાય છે કે,
 ક્યારેક કોઇ રથયાત્રામાં એવો પ્રબંધ હોય કે

 પોલિસ વગર રથયાત્રા સંપન્ન હોય

36 comments:

  1. દવા પછી દુઆ જ કામ લાગે

    ReplyDelete
  2. નહીં હિન્દૂ,ના મુસલમાનની હતી,
    સદાકાળ જગન્નાથની "યાત્રા" સૌની હતી...!!
    નઝર લાગી જ્યારથી આ "જાગીરદારો"ની,
    એક કોમ બની તારી ને,બીજી મારી "જમાત" હતી....!!
    કોણ સમજાવે એ અલ્લડ તોફાની ટોળાને..?
    મંદિર અને મસ્જિદ વચ્ચે દીવાલ "દિલ"ની હતી...!!

    સાચી સદભાવના ત્યારે પણ હતી આજે પણ છે,સવાલ ફક્ત થોડી સંસ્કારી સમજ નો છે...!!
    જય જગનનાથ.

    ReplyDelete
  3. આંખ સામે દ્રશ્યો તરવરે તેવું રસાળ આલેખન - તેજસ ૈદ્ય

    ReplyDelete
  4. Nice narration and title line as well

    ReplyDelete
  5. TOTALLY SPEECHLESS SIR.....

    VERY INTERESTED

    ReplyDelete
  6. આપે રજૂ કરેલ શબ્દચિત્ર. એકી બેઠકે નિહાળ્યું..સલામ આપની લેખીની ને..!!!

    ReplyDelete
  7. Jordar Saheb... Rathyatra Vishe Ajaani Mahiti Aapva Badal Abhar....

    ReplyDelete
  8. Sachchai nu abehub varnan

    Salute

    ReplyDelete
  9. Nicely written

    ReplyDelete
  10. experience written in very smooth way please give us such untold stories thanks

    ReplyDelete
  11. Very Sensitive article Sir

    ReplyDelete
  12. વેરી નાઇસ સર

    ReplyDelete
  13. વેરી નાઇસ સર

    ReplyDelete
  14. Very nice article sir..

    ReplyDelete
  15. First of all let me congratulate for getting such type of assignment at this young age.your experience speaks in your true story.you have been worshipped in 2010 for your kindness shown in year 1986.Ifeel it was the right time.Nicely narrated.Hath kangan ko arsi kya?

    ReplyDelete
  16. Correction:Read year 2016 instead 2010.

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. Very Sensitive article, Hartley congratulations.

    ReplyDelete
  19. આ વખતે કોઈ એવા અણસાર તો નથીને ભાર્ગવભાઈ ? ચૂંટણી નજીક આવે છે.

    ReplyDelete
  20. nice wrote as usual, hats Off Tamari Kalam Ne Ane Janbaaz Joshi Saheb Ni Sujhbujh Ne, Joshi Saab Ni Agvi Sujh Vapri Na Hot To sthithi Dolavani j Hati, Ek Khwaish Khari K Rathyatra Wagar Police Bandobast Nikale. JAY HIND.

    ReplyDelete
  21. nice wrote as usual, hats Off Tamari Kalam Ne Ane Janbaaz Joshi Saheb Ni Sujhbujh Ne, Joshi Saab Ni Agvi Sujh Vapri Na Hot To sthithi Dolavani j Hati, Ek Khwaish Khari K Rathyatra Wagar Police Bandobast Nikale. JAY HIND.

    ReplyDelete
  22. after reading felt like I was a part of situation, nicely written..

    ReplyDelete
  23. Real facts...
    Speechless sir ji.
    Thanxs for knowledge sir ji

    ReplyDelete
  24. Touchy yet eye opening

    ReplyDelete
  25. This was a common factor આ couple of decades ago. The situation use to be such during Ganesh Visarjan in Baroda. Bhargavbhai, good narration. You made me see the situation as a film. Good control on words and emotions.

    ReplyDelete
  26. 👍👍👍👍👍

    આજનાં રિપોર્ટરો ને કેવી રીતે ટાંચા સંસાધનો માં ...તેં વખત નાં રિપોર્ટર કેવી જીદાદીલી થી પોતાના કામ ને ન્યાય આપતા હશે તેં કેવી રીતે ખબર હોય ......

    ગ્રેટ જોબ ...ભાર્ગવજી ..ફક્ત અે સમયની વખતો વખત ...હર અેક કામ માં આપે દુઆ મેલવી છે.લોકો ને સહાયરૂપ બન્યા છો .

    કલમ નો મરોડ માત્ર થી નહી ...પણ.આપે શબ્દો ની નેચરલ abcd ને સીધા ક્રમાંક માં ગોઠવી ....મહાભારત નાં સંજય ની જેમ ...જાણે જીવંત ....પ્રસારણ બતાવ્યુ તેવું અનુભવાયુ ..

    ખૂબ ખૂબ આભાર

    ReplyDelete
  27. 👍👍👍👍👍

    આજનાં રિપોર્ટરો ને કેવી રીતે ટાંચા સંસાધનો માં ...તેં વખત નાં રિપોર્ટર કેવી જીદાદીલી થી પોતાના કામ ને ન્યાય આપતા હશે તેં કેવી રીતે ખબર હોય ......

    ગ્રેટ જોબ ...ભાર્ગવજી ..ફક્ત અે સમયની વખતો વખત ...હર અેક કામ માં આપે દુઆ મેલવી છે.લોકો ને સહાયરૂપ બન્યા છો .

    કલમ નો મરોડ માત્ર થી નહી ...પણ.આપે શબ્દો ની નેચરલ abcd ને સીધા ક્રમાંક માં ગોઠવી ....મહાભારત નાં સંજય ની જેમ ...જાણે જીવંત ....પ્રસારણ બતાવ્યુ તેવું અનુભવાયુ ..

    ખૂબ ખૂબ આભાર

    ReplyDelete
  28. સર... આજે મને ગર્વ છે કે .. આપ મારા ગુરુ છો ...તેનું કારણ એજ છે કે મારા જન્મ ની તારીખ થી લઇ ને આજ ૨૦૧૬ સુધી આપ હિમાલય નહી પરતું સુવર્ણ પર્વત સર કર્યા છે ...અને આપ આજ રીતે ૨૦૧૬ નહી પરતું ૩૦૧૬ સુધી આજ રીતે વોક થ્રો એજ સ્ટાઈલ માં આપતા રહેશો ...જય હો ... લગે રહો સર જી ....

    ReplyDelete
  29. Thanks dear sir
    For information

    ReplyDelete
  30. ત્યારે મોદી ની જરુર હતી.
    જ્યારે તમને ખબર હોય છે કે તોફાન કોણ કરાવે છે તો બચુડિયાએ ત્યાં શું જરૂર હતી મરવા જવાની. ઓફિસ માં બેઠા લખી નાંખવાનું, લોકો ને કયાં કંઈ સમજણ પડે છે.

    ReplyDelete
  31. He Chand kis dharmaka he tu.....
    Eid bhe Teri or ashidhi bij bhe teri......

    ReplyDelete
  32. ખરેખર ભાર્ગવ ભાઇ તમારા લેખે ૧૯૮૬ ની યાદ તાજી કરી છે. ખૂબ સુંદર વર્ણન કર્યું છે સત્ય ઘટનાનું as usual જોરદાર જબરદસ્ત અને આભાર

    ReplyDelete
  33. ખરેખર ભાર્ગવ ભાઇ તમારા લેખે ૧૯૮૬ ની યાદ તાજી કરી છે. ખૂબ સુંદર વર્ણન કર્યું છે સત્ય ઘટનાનું as usual જોરદાર જબરદસ્ત અને આભાર

    ReplyDelete