સાઇબર એક્સપર્ટ બનેલી દિકરીને પાસપોર્ટમાં એક સહી કરવા માટે તાત્કાલિક મુંબઇથી અહીં દોડાવવી પડી. પોલિસ સ્ટેશનમાં પેપર્સ વેરીફાઇ થતા હતાં એવામાં પત્રકારોના એક ન્યૂઝ ગ્રુપમાં સતત મેસેજીસ આવ્યા કરતા હતાં, પરંતુ એ વખતે મેસેજીસ વાંચી શકાય એમ હતાં નહીં. કામ પત્યા બાદ ઘણા સમય બાદ શાંતિથી મેસેજીસ વાંચ્યાં, તેમાં
હતું કે ભાર્ગવ અરૂણ શૌરીના મીડિયા ફ્રીડમના ભાષણ પર તારું શું કહેવું છે?
બે દિવસ માટે
મુંબઇથી આવેલી દિકરી સાથે એની નવી નોકરીની વાતો
સમજવામાં સમય ગયો...અને પાછી રૂટિન મજૂરી (નોકરી) તો ખરી જ. મોડી રાતે અરૂણ
શૌરીનો 21 મીનિટ અને 22 સેકન્ડનો વિડિયો સાંભળ્યો અને પહેલી લાઇન ટચ કરી ગઇ.
‘’ ઇસ સે પહલે યહાં
જો તખ્તનશીન થા
ઉસે ભી અપના ખુદા
હોને કા ઇતના યકીન થા‘’
શુદ્ધ પત્રકારમાંથી
રાજકારણી બનેલા અરૂણ શૌરીના આ વાક્ય પછીના ઉદબોધને એક વાત તો સ્પષ્ટ જ કરી નાંખી
હતી કે 1970નો દાયકો હોય કે, 2017 હોય મીડિયા કાયમ કહેવાતી રીતે જ આઝાદ રહ્યું છે.
ક્યાંક ને ક્યાંક પોતાના ખ્યાલો પોતાની સ્ટોરી સાથે દરેકને કોમ્પ્રોમાઇઝ કરવું
પડ્યું છે. ઘણાંને નોકરી ગુમાવવી પડી છે ને ઘણા સરકાર સામે અવાજ ઉઠાવવામાં નોકરી
ગુમાવી રહ્યા છે. એમાં મુખ્ય કારણ બદલાયેલું પત્રકારત્વ મહત્વનું છે. પહેલા
પત્રકારત્વ મિશનરી હતું હવે મોનેટરી છે...એટલે કરવું પડે છે. આ દરેકનો એક્સ્ક્યુઝ
છે. પણ ગરીબોના હિતની વાતો કરતાં કરતાં અમીર થઇ ગયેલા રાજકારણીઓની પોલ જ્યારે
પત્રકાર ખોલે છે ત્યારે પહેલો પ્રહાર પત્રકાર પર થાય છે. પછીએ ગેરકાયદે રેતી ખનનનો
મામલો હોય કે, દારૂ જૂગારના અડ્ડાઓ હોય...ગેરકાયદે ગરીબોની જમીન પચાવવાનો મામલો
હોય, કે દલિત અને શોષિતની સમસ્યાઓ હોય સરકારી કોરડો ફરે એટલે ભોગ બનવાનું પત્રકારને
આવે છે. હુમલાનો ભોગ પત્રકારો બને છે, કેટલાયે પત્રકારોના ખુન થઇ ગયા છે....ચાર
દિવસનો શોક, ધરણાં અને પાછું એ જ રૂટિન...
એ ધરણાના ફોટા પણ
કોઇ છાપાંમાં છપાય નહીં. દિલ્હીમાં પત્રકારોએ એક થવાનો પ્રયાસ કર્યો એ સરાહનીય છે
પણ એ પછી શું?
કટોકટી વખતે
કલમમાંથી ઝરેલી તેજાબની ધાર હવે 2017માં બુઠ્ઠી થઇ ગઇ છે. કારણ કે હવે બેકાર
બેઠેલા પત્રકારને કામ આપવા કે અપાવવા બીજો આગળ આવતો નથી. સરકારને ગાળો ભાંડીને
અથવા માલિકોને ગાળો ભાંડીને છૂટા પડવું પડે છે.
ગુજરાતમાં મે મારા
31 વર્ષના પત્રકારત્વના અનુભવમાં અનેક પત્રકાર પર હુમલા થતા અને ખૂન થતા જોયા છે. પરંતુ
એકબીજાના હરીફ છાપાં અને ચેનલોને કારણે કોઇ સાથ આપતું નથી. એટલે છેલ્લે બધુ અટકી
જાય છે. અરૂણ શૌરીની એક વાત સાથે હું સંમત
છું કે, માલિકો પરના સીધા હુમલા હવે પત્રકારત્વને નપૂંસકતા તરફ દોરી જશે.. મારી
સાથેના સમકાલીન કેટલાય પત્રકારો હુમલાઓના ભોગ બન્યા હશે. ટોળાંની હિંસાનો ભોગ
બન્યા હશે. હું પણ એમાંનો એક છું. મારા એક લેખના લીધે મારે લગ્ન પછી તરત 15માં
દિવસે પોલિસ પ્રોટેક્શનમાં રહેવું પડ્યું હતું. અનેકવાર ધમકીઓનો ભોગ બનવું પડ્યું
હતું. માર પણ ખાવો પડ્યો છે. કોર્ટમાં કેસ પણ થયા છે. પરંતુ સદનસીબે તંત્રીઓ અને
માલિકો સાથે રહ્યાં છે. અલબત્ત સરકાર વિરુધ્ધ લખવા માટે બે વખત નોકરી ખોવી પડી
છે...અને સદનસીબે મળી પણ ગઇ છે.
પરંતુ બદલાયેલા
પત્રકારતવના દોરમાં પેજ થ્રી પત્રકારત્વ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પર હાવી થઇ ગયું
છે. ગરીબોની વાતને વાચા નથી અપાતી. અપરક્લાસમાં ટીવી દેખાય કે છાપું વંચાય તો
જાહેરાત મળે એની લ્હાયમાં પત્રકારત્વમાંથી પણ નાનો માણસ મરતો જાય છે. પત્રકારોની કલમ
પણ પેજ થ્રીની ચકાચોંધમાં અટવાઇ જતાં, દાંત નહોર વિનાના વાઘ જેવી થઇ ગઇ છે. એટલે
હવે પત્રકારો પછી માલિકોને પણ ધમકીઓ મળવા માંડી છે. એમના પર હુમલાઓ થવા માંડ્યા
છે, દરોડાઓ પડવા માંડ્યા છે. એનડીટીવી પર સીબીઆઇના દરોડા હોય કે, છાપાંઓને મળતી
ધમકીઓ અને નોટિસો સામાન્ય થતી જાય છે. કારણ કે અસામાજિક તત્વો હોય કે આર્થિક ગોટાળા
કરનારા હોય...રાજકારણીઓના આશીર્વાદથી એમની હિંમત ખુલી રહી છે. એટલે જ આજ સુધી
ક્યારેય કોન્ટ્રોવર્સીમાં નહીં આવેલા સમભાવ ગ્રુપના માલિકોના ઘર પર આર્થિક કૌભાંડ
આચરનારા શેરબજારના સટોડિયાઓએ નવી રીતનો હુમલો કર્યો અને કાયરની માફક ઘરમાં ઝેરી
સાપ છોડી દીધો.
પસ્તી વેચીને
પૈસાવાળો થયેલો કુશલ ટ્રેડ લિંકનો માલિક 2000માં પેપર મિલ બનાવવાનો દાવો કરે. પછી
બીજી પેપર મિલ બનાવે એ તો સમજાય કે માણસ
પ્રગતિ કરે...પરંતુ રાજકારણીઓને સાચવવામાં માહિર આ કંપનીનો માલિક વિદેશમાં ઓફિસો
ખોલી ટેક્સના છીંડાના ફાયદા ઉઠાવી પસ્તીમાંથી કાગળની હોડીઓ બનાવતા શિપિંગ કંપનીઓનો
માલિક થઇ જાય. કાયદાની આંટીઘૂટીઓમાંથી રસ્તા કાઢી 2013માંથી 2016 સુધીમાં 65
કરોડમાંથી 6450 કરોડનો આસામી થઇ જાય. કારણ કે વિદેશમાં કંપનીઓની ઓફિસ ખોલી
શેરબજારમાંથી પૈસા ભેગા કરી લે. નાના માણસોના પૈસા સેરવી લે. શેરબજારમાં કાર્ટેલ
કરી 120ના ભાવનો શેર 600એ પહોંચાડી પાછો તળિયે લાવી નાના રોકાણકારોના કરોડો સેરવી
લે અને એને મીડિયા ઉજાગર કરે તો ધમકી મળે. એટલું જ નહીં તેના માલિકના ઘરમાં ઝેરી
સાપ મોકલી મર્ડરની બીક બતાવે.
ખાટલે મોડી ખોટ એ છે
કે, પોલિસ એમને પકડે અને આ લોકો તરત જ જામીન પર છુટીને આરામ ફરમાવે છે. અત્યાર
સુધી પત્રકારો પર હુમલા થતા અને આ હુમલાની છાપાઓમાં નોંધ પણ લેવાતી નહીં. હવે
છાપાં અને ચેનલના માલિકો પર હુમલા શરૂ થયા છે, પણ પત્રકારોની જેમ માલિકો ભેગા થશે
તો નપૂંસક થઇ રહેલા પત્રકારત્વને શિલાજીત મળશે.
રાજકારણીઓ પછી બે
બદામ, સોરી સિંગચણા જેવા લોકો માલિકોનો કોલર પકડતા થઇ ગયા છે. ત્યારે પત્રકારિતાની
બુઠી થઇ ગયેલી ધારને ફરીથી તેજ કરવાની જરૂર છે. તો જ એક ઘુરકિયું ત્રાડ જેવું બની
જશે. પણ આ ક્યારે બનશે તે ખબર નથી. એટલે
ઉર્દુનો એક શેર અહીં બદલીને અહીં
મૂકું છું કે....
‘’કહતે હૈ, તવારીખ હમેશા
અપને કો દોહરાતી હૈ
અચ્છા મેરા ખ્વાબે
જર્નાલિઝમ થોડા સા દોહરાદે તો...’’
(તવારીખ-ઇતિહાસ)
પત્રકારત્વનો જૂનો
ઇતિહાસ જો ફરી દોહરાય તો કદાચ આવતીકાલનો પત્રકાર એમ કહેતો થશે કે, પેજ થ્રી બહુ
થયું.
‘’હું જોઉ છું, એ જ કહેવાનો આદી છું
એટલે જ મારા શહેરનો
મોટો ફસાદી છું’’

ચોટદાર.......
ReplyDeleteVery Revolutionary
ReplyDeleteસરસ, મુદદો સાચો છે. પત્રકારિત્વની નપુસંકતાથી લોકશાહી ખતમ થઈ જશે, બાહ્ય હુમલા અને આતંરિક રીતે થઈ મુલ્યોના ધોવાણથી સાચુ પત્રકારિત્વ બચે તે દેશહિતમા છે
ReplyDeleteBahu j Saras....Bhargav bhai..aape to Amara Dil and Mind ni Vaat ne Kahi aapi ...Dhanyawad...
ReplyDeleteખુબ જ માર્મિક રીતે આપે નપુંસક પત્રકારત્વની વાત માંડી પણ દલાલી અને ચાપ્લુસી કરવાની આદત પડી જાય એટલે નાનો માણસ દેખાય નહિ ફક્ત અને ફક્ત સ્વાર્થ હોય. પછી નપુંસકતા સિવાય બીજું કઈ નાં આવે.
ReplyDeleteSir, excellent article. Ekdum sachi vaat lakhi Che tame
ReplyDeleteભાર્ગવભાઈ,વાત સાચી અને ચિંતા વ્યાજબી છે....!
ReplyDeleteસાચી વાત અને એક થવું જરૂરી છે.
ReplyDeleteExcellent Bhargav but unfortunately page 3 journalism rules and journalism has lost its sharpness.
ReplyDeleteસરળ ભાષામાં માર્મિક રજુવાત કરી..
ReplyDeleteબહુજ ગંભીર મુદ્દાને સહજતાથી રજૂ કરી અવાજ ઉઠાવવા બદલ અભિનંદન...👍
Excellant sir ji.
ReplyDeleteGreat very true
અખબાર માલિકો ની પેઢી ઓ મા કામ કરતો કર્મચારી(પત્રકાર)પોતાનું કર્તવ્ય ભૂલી માલિકો ના લાભ માટે જ્યારે કામ કરે ત્યારે પેજથ્રી નો ઉદ્દભવ થાય છે.
ReplyDeleteસમસ્યા પેજથ્રી ની છે.
Do you know how much sambhaav earn by share market? then write
ReplyDeletewe thank you for giving such information. please give sambhaav's email id. so we can thank them
ReplyDeleteલેખથી side track,-24 વર્ષ થી bhargavbhai ને જાણું છું. Doctor માં જેમ non-commissioner doctor પણ હોય છે તેમ પત્રકારની દુનિયા માં bhargavbhai chhe. ઈજ્જત બહુ કમાઈ પણ પૈસો નહીં. ધારત તો કરોડો કમાઈ શકયો હોત, પણ નહીં. Salute છે આવા મિત્ર ને.
ReplyDeletethanks for not sugar quoting the facts and sharing the other side of monetary journalism.
ReplyDeleteReal facts.. APPTICIATED �� �� ��
ReplyDeleteAppriciated
ReplyDeleteSpeechless Sir awesome.
ReplyDeleteGreat information you save my money I am going to invest in this but now I will not invest
ReplyDeleteChinta karva thi kashu j thavanu nathi... Now, time for action....
ReplyDeleteબહુ જ સરસ રીતે રજૂ કરવામાં આવી
ReplyDeleteGood and informative
ReplyDelete