Thursday, 15 June 2017

ગોડસેની નવી ઓફિસ...ગાંધી આશ્રમ જ્યાં ગાંધીજીનું રોજ ખૂન થાય છે...


ગાંધી આશ્રમને 100 વર્ષ પૂરા થાય છે. હું ગાંધી આશ્રમના રિપોર્ટિંગ માટે ગયો હતો. નાનપણથી જોયેલો ગાંધી આશ્રમનો દરવાજો બદલાઇ રહ્યો હતો...અંદર નવાં બે મ્યુઝિયમ થઇ રહ્યા છે. રિપોર્ટિંગ કરતાં કરતાં આશ્રમનો ઇતિહાસ જોતો હતો. ગાંધીજીએ ટોલસ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમના પ્રયોગને વિકસાવવા કોચરબમાં આશ્રમ કર્યો. અનુયાયી વધતા ગયા...અને 17 જૂન 1917માં સાબરમતિના તટ પર આશ્રમ બનાવ્યો. એ વખતે ગાંધીજી બિહારના ચંપારણ્યના બેંતિયા ગામે હતાં. શ્રેષ્ઠિઓ દાન કરતાં હતાં પણ ગાંધીજીના હરિજન પ્રેમ સામે નાકનું ટેરવું ચઢાવતા હતાં. આવા સંજોગોમાં ગાંધીજીએ 100 વર્ષ પહેલા અલગ અલગ જગ્યાએ હરિજનોને લાવી ગાંધી આશ્રમમાં વસાવ્યા.
અંગ્રેજોએ ઇંગ્લેન્ડની મિલનું કપડું ભારતમાં વેચવા માટે બંગાળના વણકરોના હાથ કાપી નાંખ્યા. ગાંધીજીએ વિદેશી કપડાંની હોળી કરી હરિજનોને આશ્રમમાં વસાવ્યા...વગેરે વગરે...આપણે ઇતિહાસમાં ભણ્યા પણ બધુ પરીક્ષામાં માર્ક લાવવા પૂરતું સીમિત રહ્યું.
100 વર્ષ પહેલા ગાંધી આશ્રમમાં આવેલા હરિજનોના પરિવાર આજે ત્યાં રહે છે. એમાંના કેટલાય ત્યાં ચરખો કાંતે છે. હજુ ખાદી પહેરે છે. સફાઇ  કામ કરે છે. પરંતુ 1947માં ગાંધીજીના નિધન પછી આ આશ્રમમાં ખાદી, ખેતી અને હરિજન ઉત્થાનની વાત હતી એ કાળક્રમે ભૂલાતી ગઇ. ગાંધીઆશ્રમની જમીનો લોકોને અપાવવા લાગી, આ જમીન એવું કહીને અપાઇ કે સવર્ણો અને હરિજનો સાથે રહે તો સમરસતા આવશે. કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે વેચાઇ. ઉદ્દેશ સારો હતો પણ હરિજન ક્યાં?
ચાલો ઠીક થયું કે ઘણાં હરિજનોને મકાન મળ્યાં. પાણીના ભાવે મળ્યાં....આનંદ થયો...મારી ને તમારી શેરી સાફ કરતાં હરિજનના છોકરાંને ભણાવ્યો, ગ્રેજ્યુએટ પણ કર્યો...પણ નોકરી ન મળી...આજે ય અમદાવાદ શહેરમાં ઘણા ય હરિજન યુવકો ગ્રેજ્યુએટ થયા પછી પણ ઝાડુ મારે છે....અનામત હોવા છતાં નોકરી પામતા નથી.
મેં દિવસો સુધી રખડીને રિપોર્ટિંગ કર્યું ત્યારે આવા હરિજનો શોધ્યાં અને અભિયાનમાં લેખ છપાયો હતો...ત્યારે મારા તે વખતના તંત્રી કાન્તિ ભટ્ટે લખેલું કે, પત્રકારત્વનો એવોર્ડ મળે એવો અહેવાલ વાંચો. સ્ટોરીને એવોર્ડ તો ન મળ્યો પણ લોકોએ મને એ વખતે કહેલું કે, પરીખ એટલે સવર્ણ છો ને? બહુ પેટમાં દુઃખતું હોય તો પરીખમાંથી પરમાર થઇ જાવ, આ લેખ પછી મળેલી અનેક ગાળો મારો એવોર્ડ હતો. અલબત્ત ઘણા દલિત નેતાઓ ભાજપના હોય કે કોંગ્રેસ બંનેએ મારી પીઠ થાબડી. કંઇક કરીએ છીએ એવું કહ્યું, પણ લેખના કટિંગ પર કેટલાક કોર્પોરેટર થયા તો કેટલાક ધારાસભ્ય, પણ એ હરિજનો આજે પણ ઝાડુ જ મારે છે.
ખેર...એ વાહવાહી પછી ફરી આજે દુઃખ થયું. ગાંધીજીના એક બોલ પર પોતાના મૂળિયાં ઉખાડી હરિજન આશ્રમમાં રહેવા આવેલા હરિજન પરિવારોને ગાંધી આશ્રમની 100મી જયંતિએ અછૂત ગણીને દૂર રાખવામાં આવી રહ્યા છે. વર્ષોથી હરિજન આશ્રમમાં રહેતા ગાંધીજીના કહેવાથી અહીં આવેલા હરિજન પરિવારોને પીવા માટે પાણી મેળવવા કોર્પોરેશનના ધક્કા ખાવા પડે છે. પણ ટ્રસ્ટના મકાન હોવાથી એમને સરકાર તરફથી પૂરતું પાણી મળતું નથી. સફાઇ માટે એમના ત્યાં કર્મચારીઓ નથી આવતા. કારણ કે હરિજન વાસમાં તો હરિજનોએ જ સફાઇ કરવાની હોય ને ? એવો વણલખ્યો નિયમ હજુ 21મી સદીમાં પણ ચાલે છે.
કરોડોના ખર્ચે ગાંધીજીના સાહિત્યનું ડિજિટાઇઝેશન થાય છે. ખાદીના નામે વેપલો કરવામાં આશ્રમમાં ખાદીના ડિઝાઇનર વેર વેચાય છે. પણ નામ અપાય છે ખાદી પ્રચાર માટેનું કાર્ય. ગાંધીજીએ લોકોને ખાદીથી સ્વરોજગાર મળે તે માટે રેંટિયામાં સંશોધન કરનારને એ જમાનામાં રૂ. 5000નું એટલે કે તે વખતે પાંચ લાખથી વધુ મૂલ્ય ગણાય એટલા ઇનામ  જાહેર કર્યાં હતાં. જ્યાં મગનભાઇએ મહેનત કરી હતી તે મગન નિવાસમાં હવે જાત ભાતના ચરખાનું પ્રદર્શન કરાશે. અને અંગ્રેજી વિદેશી મહેમાનોને ચરખાનો ‘ચ’ સમજાવાશે.
સંજય દત્તની મુન્નાભાઇ ફિલ્મની ગાંધીગિરિ આવ્યા પછી સરખાની રેપ્લીકાનું વેચાણ રાતો રાત વધ્યું હતું અને નવો ધંધો શરૂ થયો. ફિલ્મ હોય કે ફેશન ડિઝાઇનિંગ હોય કે હરિજનની ઉત્થાનની વાત હોય... ખાદીના નામે ગાંધીને ગામમાં વેચવાનું શરૂ થઇ ગયું. પણ ગાંધીને પ્રિય હરિજન કાયમ અપ્રિય રહ્યો. કારણ કે ગાંધી આશ્રમમાં ચાલતી દરેક હરિજન પ્રવૃત્તિમાં સમ ખાવા પૂરતો ય એકે ય હરિજન નથી. એમાંય વળી ઓછું હોય તેમ ગાંધી આશ્રમની સો વર્ષની ઉજવણીમાં હરિજનો સાથે આભડછેટ રાખી, ગાંધીજીના અંતેવાસી હરિજનોને બોલાવાયા પણ નથી. પોતાને હાજર રાખવા કગરી રહેલા હરિજનોને ધુત્કારીને દૂર રાખવામાં આવ્યા છે.
એમણે નક્કી કર્યું કે, ટ્રસ્ટીઓની આ નીતિનો વિરોધ ગાંધી ચિંધ્યા માર્ગે કરવો...તો પોલિસે ધરપકડ કરવાની ચીમકી આપી દીધી. ગાંધી આશ્રમના સો વર્ષની ઉજવણીમાં 17 વાર સ્ટાર્ચ કરેલી ખાદી પહેરીને કહેવાતાં ભાષણ ભરડીને દલિત ઉત્થાનની પંચતંત્ર જેવી વાતો કરશે પણ દલિતોને મળવાની તસ્દી પણ નહીં લે. આ વાતનું દુઃખ એટલા માટે છે કે, 1974માં એક ગાંધી વાદીએ પુસ્તક લખ્યું હતું કે ગાંધી આશ્રમ કે ભ્રષ્ટાચારનો અડ્ડો. આ પુસ્તક પર સરકારે બાન મૂક્યો હતો.
મારા પિતા નિરંજન પરીખ અને પ્રો. મંગુભાઇ પટેલે પણ આ મુદ્દે લડત ચલાવી હતી. હાલ બંને આ દુનિયામાં નથી પણ ગાંધી આશ્રમની એ જમાનાની પ્રવૃત્તિથી વ્યથિત થઇ શેખાદમ આબુવાલાએ લખ્યું હતું કે,
 ગાંધી તું શું હતો ને શું થઇ ગયો ?
હવે તું ગાંધીનગર જવાનો રસ્તો થઇ ગયો
પણ એ જ વસ્તુને હું થોડા શબ્દો બદલીને લખું છું...કે...
‘‘ગાંધી આશ્રમ શું હતો ને, 21મી સદીમાં શું થઇ ગયો?

પ્રેમીઓનું સલામત સ્થળ અને ગાંધી વિચારના ખૂનનો અડ્ડો થઇ ગયો’’

38 comments:

  1. ખુબ સરસ લેખ છે અને રિપોર્ટીંગ પણ ખુબ સારું છે. એક વિનંતી છે કે 'હરીજન' ગેરબંધારણીય શબ્દ હોય તેની જગ્યાએ 'અનુસુચિત જાતિ' વધુ યોગ્ય રહેશે.

    આપની ઉમદા કામગીરી ને સલામ.


    જય ભારત.

    ReplyDelete
  2. Sir aap ni kalam jyare pan lakhe chhe to vanchi ne harday aanandit thay chhe.Khub Saras.

    ReplyDelete
  3. Sir aap ni kalam jyare pan lakhe chhe to vanchi ne harday aanandit thay chhe.Khub Saras.

    ReplyDelete
  4. ખુબ સરસ લેખ, અભિનંદન, પરંતુ આ એક લેખથી નહી ચાલે આ જાડી ચામડીના લોકોને જગાડવા માટે તમારે વધુ લખવું પડશે.

    ReplyDelete
  5. સર,સાચું પત્રકારત્વ એટલે આ લેખ

    ReplyDelete
  6. સર,સાચું પત્રકારત્વ એટલે આ લેખ

    ReplyDelete
  7. Very true sir

    ReplyDelete
  8. સર આપના લેખ થી વધુ સારું અને વિવરનાત્મક રિપોર્ટીંગની સમજ કેળવાય....

    ReplyDelete
  9. Bhargav, thik lekh chhe,

    Godse ni vaat barabar chhe, pan mohandas gandhi a aa gandhi ashram ni jamin koni pase thi ketlama kharidi ? Kone paisa chukvya ? Kem chukvya ? aa pan khankhod karva ma aave toh currency note upar thi photo hatavo padse ane godse nu kam barabar lagse,

    Bhai sikka ni banne baju jovi pade, sholay na Jay viru na sikka ni jem beu side 1sarkhi j hoy tevi vat na chale,
    Gandhi potani publicity na atla badha bhukhya hta, nehru ane gandhi khota kamo na bhagidar pan hta, atle nehru gandhi ne black mail karta hse,jo black mailing na hot toh sardar vallabhbhai patella vada pradhan hot,
    mate sabarmati ashram ni jagya na paisa chukvnar S_ _ _ bhai family ne aapi devi joiye.

    JAY HIND JAY HIND. JAY HIND

    ReplyDelete
  10. Bahu Himatpurvak lakhyelo lekh chhe... Sthapit hito ne na game te swabhavik chhe...

    ReplyDelete
    Replies
    1. Sthapit hito ne sachi vat sabhli ne marcha j lage bhai,

      Sholey na nakli sikka nu koi mahatv nathi,

      Satya na prayogo vachi chhe toh bija loko ne pan vacho , pachhi AK47 shodhva niklso mitr. Aajna jamana ma pan hindustan ma kup manduko toto nathi.

      Delete
  11. Adbhut! Gandhi ashram ma harijan nathi ane patrakartvama have tara jeva patrkaro nathi! Hats off to you dost for this piece of true journalism

    ReplyDelete
    Replies
    1. Gitaben, true journalism ma tme 1 jamana ma himmat purvak mumbai nu sex scandal khullu padyu htu, atli badhi himmat ni jarur nai pde sabarmati ashram ni jamin gandhi a Kevi rite Melvi ane a jamin na paisa kone, kem, chukvya a shodhva mate.

      Buck up sis, buck up

      Delete
  12. ગાંધીજી ના પૌત્ર કાનુદાદા ને વૃદ્ધાશ્રમ મા રહેવું પડયું હતું અને ત્યાર બાદ તેમનું મૃત્યુ થયું
    હાલ તેમના ધર્મપત્ની આજ હાલત મા જીવી રહયા છે
    100 વર્ષ ની સાચી ઉજવણી કયા થવી જોઈએ આપજ સમજો

    ReplyDelete
  13. Subhodh bhai, kanudada ane amna patni a varso sudhi america ma NASA ma job kari toh amna social security na dar mahine US government tarafthi lakhkho rupiya duniya ma jya jai ne rhe tya US government jive tya sudhi aape chhe, medical treatment pan america ma male, toh pachhala varso ma India ma kem aavi rite rahevu padyu ??

    Shodho mitr Shodho.
    Javab shodhi kadso pachhi tmne daya nai aave.

    ReplyDelete
  14. bhai parikh maathi parmar thai jav gandhi ji na naame tame pan varghodo kadyo

    ReplyDelete
    Replies
    1. Mr. Raja
      Bhargav parikh ma thi su kaam parmar thay ????
      Bhargav a gandhi na naame varghodo kadyo avu tmne lage chhe, pan gandhi a hindustan ni thathdi kaadi nakhi a raja sharma jota nathi.

      1 aur kup manduk

      Delete
  15. Vat Sachin pan gandhi na varsdar na that subodh Bhai kale che em koi tane pchh she nahi

    ReplyDelete
  16. અત્યંત સુંદર લેખ..પત્રકારીત્વને સલામ.અભિનંદન
    પ્રભુદાસ મોડાસા

    ReplyDelete
  17. Replies
    1. Raavan maryo tyare pan

      हे राम।
      j bolyo hto, ane a pachhi ..........

      Delete
  18. Good story very informative thanks for such fact it is thought provoking

    ReplyDelete
  19. Bhargav bhai mane gandhi ma ras nthi sorryyyyyyyyy

    ReplyDelete
  20. Aapno RAS मो कर गांधी ma nathi toh kya Rahul gandhi me hai ???

    ReplyDelete
  21. Gandhi ashram ane tena judajuda trusto na trusteeo vachche je khechtan chhe te uprant gandhi na name vasta aamuk kutumbo gandhi ne Chhaje tevu vartan kare toy ghanu. Aa deshma gandhi name Paththaro tare chhe. Gandhi ne aa deshana lokoae je rite jetala vapray tetala vaparya chhe. Dukhni vat chhe.

    ReplyDelete
  22. Dear Hemant, i did not like yr thoughts totally. Yes there could be some difference of opinions, for Gandhi's decision to prefer Nehru although most capable Sardar was united. But in history it has happened frequently.I too dislike Nehru. There could have been some complesions for gandhi. What i read is some what different, that Angrej power compelled gandhi as they liker Nehru ,An Angreji spoor & bargained with Gandhi for Kashmir or partition.otherwise a man who did so much without any political interest should not be condemned for unselfish error of judgement. Remember we do not condemn Lord Ram for agni Pariksha of Sita, although we feel for Sita. NO BODY IN THIS WORLD WILL PUT LIFE IN DANGER FOR EVEN HIS OWNS. BUT HE DID IT FOR OTHERS... i hope you may agree.

    ReplyDelete
  23. NO BODY IN THIS WORLD WILL PUT LIFE IN DANGER FOR OTHERS...

    i'm sure you are agree.

    ReplyDelete
  24. ખુબ સરસ લેખ છે વડીલ જી

    ReplyDelete
  25. ખુબ સરસ લેખ છે વડીલ જી

    ReplyDelete