Friday, 2 June 2017

લડવું છે મારે કુદરત સામે...કૃષ્ણને કહો ફરી ગીતા સંભળાવે !

હું બહુ જ નાનો હતો ત્યારે મારા મોસાળ ઇન્દોર ગયો હતો. ઇન્દોરના સાંકડા રસ્તાઓ પર એક રથ ફરી રહ્યો હતો. એમાં ચારના બદલે છ પગવાળી ગાય લઇને બાવાઓ પરી રહ્યા હતાં. લોકો છ પગવાળી ગાયને પગે લાગી પૈસા ચઢાવતા હતાં.
નાનપણમાં જોયું આ દ્રશ્ય છાપાઓમાં આવેલા ફોટાઓ સાથે ફરી યાદ આવી ગયું. કારણ કે છાપાઓમાં ફોટા હતાં કે, સિવિલમાં ચાર પગવાળા એક બાળકનું સફળ ઓપરેશન કરી બે પગ દૂર કર્યાં...અને બાળક તંદુરસ્ત છે. પત્રકાર તરીકે સ્ટોરી તો લાગી જ પણ આખી ય વાત ગૂઢ રહસ્ય જેવી લાગતી હતી. ચારપગવાળું બાળક કેવી રીતે જન્મે ?...અને જન્મે તો એનું ઓપરેશન કેવી રીતે થાય ?
હું સવાલોની વચ્ચે ઘુમરાતો હતો અને મારા માટે પણ કોયડો ગજબનો હતો. હું ઇન્ટરનેટ પર ગૂગલ મહારાજના શરણે ગયો. ઘણી લમણાફોડી કરી ત્યારે છ મહીના પહેલા શિકાગોમાં આવું એક ઓપરેશન આફ્રિકાના કોઇ બાળકનું કરવામાં આવ્યું હતું એવી જાણકારી મળી. શિકાગોની તબીબી સગવડની સામે અમદાવાદની સિવિલ હોસ્પિટલની સગવડ કમ્પેર કરો તો સીએનજી રીકા અને મર્સીડીઝ કાર જેટલો ફરક હોય. આ જ આતુરતા મને સિવિલ હોસ્પિટલ ખેંચી ગઇ. લોબીમાં સૂતા ગરીબ દર્દીઓ વચ્ચેથી ડો. રાજેશ જોષી અને ડો. જયશ્રી રામજીને શોધ્યા.
ચાર પગ વાળું બાળક જન્મે શા કારણે એ સમજવા પહેલા ડોક્ટરના સ્ટુડન્ટ બનવાનું નક્કી કર્યું. ખબર પડી કે દસ લાખ બાળકમાંથી એક બાળક આવી બિમારી સાથે જન્મે છે. આ બિમારીને પેરાસ્ટિક ટ્વીન કહેવાય. ટ્વીન સુધી સમજણ હતી પણ પેરાસ્ટીક ટ્વીન એટલે શું ? એ સમજવું મુશ્કેલ હતું. ડોક્ટરનો ઇન્ટર્વ્યુ કર્યા પછી તેને સમજવા બેઠા, પહેલા વાતની શરૂઆત ટેકનિકલ શબ્દોથી થઇ. ડોક્ટર માટે તો કહેવુ સહેલું હતું પણ મારે સમજવું અઘરૂં હતું. એટલામાં કોલ્ડ ડ્રીંક્સ આવ્યું. મને ડર લાગ્યો કે, જો ઠંડુ પીણું પીશ તો વાત ઝડપથી પતશે અને ઉભું થવું પડશે. મે પહેલીવાર નાલાયકી કરી ચા પીવાનો આગ્રહ રાખ્યો. શરમના માર્યા ડોક્ટરે ચ્હા મંગાવી..અને મને સમય મળી ગયો...એ સમજવાનો કે દસ લાખમાં એક બાળક પણ ક્યારે જન્મે?
સામાન્ય રીતે બાળકનો જન્મ અંડ કોષ અને શુક્રાણુંના મિલનથી થાય. પરંતુ જે તેમાં ટ્વીન એટલે કે જોડિયા બાળક જન્મવાની સંભાવના હોય તો અંડકોષ ફલિત થતા બે  ભાગમાં વહેંચાય. પણ દસ લાખમાં એવો એક જ પ્રસંગ બને કે જેમાં અંડકોષ બે ભાગમાં ન વહેંચાય અને જોડિયા બાળકના બદલે એક જ બાળકમાં બે બાળકના અંગો વિકસવા લાગે...
સાબરકાંઠાના નાનકડા ગામમાં જન્મેલી આ બાળકની કરોડરજ્જુથી બીજા બે પગ બન્યા હતાં. જેના કારણે તેના ચાર પગ વિકસી  રહ્યા હતાં. નાનકડા બાળકના ચાર પગ હોય એટલે એની પગની નળીઓમાં લોહી પહોંચાડવા  હ્રદયને વધુ તાકાત કરવી રહે તો બાળક મોટું થાય તો ચાલી પણ ન શકે...બેસી  પણ ન શકે.. કુદરતની કુદરતની ક્રૂરતા સામે બહુ મોટી તબીબી ચેલેન્જ હતી. કારણ કે બાળક પાંચ મહીનાનું થાય ત્યારે એક કરોડરજ્જુથી વધારાના બે પગ છૂટા પાડવા માટે મોટું ઓપરેશન થાય. પાંચ કલાકના ઓપરેશનમાં ખાસ્સું લોહી વહી જાય. બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો વળી નવી સમસ્યા ઊભી થાય. આમ છતાં ડોક્ટર રાકેશ જોષી અને ડોક્ટર જયશ્રી રામજીની ટીમે ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ડોક્ટર તરીકે આવો કેસ દસ લાખમાં એક હોય એવું મેડિકલની ચોપડીમાં વાંચ્યું હતું પણ જોયું ન હતું. મોટી ચેલેન્જ હતી. ઓપરેશન શરૂ થયું. લોહીનો પ્રવાહ રોકવો કરોડરજ્જુની એક પણ ચેતા સાથે ચેડા ન થાય તે રીતે બે પગ છૂટા પાડવા, એ દર્દીના સગાનાં ધબકારાં વધારવા કરતાં ડોક્ટરના ધબકારાં અને બી.પી. વધારવાનું કામ હતું. આમ છતાં પિડિયાટ્રિક, ન્યૂરોસર્જન, પ્લાસ્ટિક સર્જન, એનેસ્થેટિસ્ટની ટીમે ભારતમાં પહેલીવાર આવું સફળ ઓપરેશન કર્યુ અને ચારમાંથી બે પગ છૂટા પાડ્યા. પરંતુ હજુ કુદરત સાથેની આ લડાઇ પૂરી થઇ નથી. આ સફળ ઓપરેશન પછી બાળકીના પેશાબ અને ઝાડાની તકલીફ થવાની સંભાવનાને ધ્યાનમાં  રાખીને એની સઘન સારવાર હજુ ચાલુ જ છે. આ એમના માટે મોટી ચેલેન્જ નથી  પણ મગજમાંજો પાણી ભરાય તો સમસ્યા વધી જાય. આ સંભાવના હજુ પણ તેમને સચેત રાખે છે. એક મહીનામાં બાળકનું માથું એક સેન્ટિમીટર વધે તો ઓપરેશન સફળ ગણાય..પરંતુ હજુ સુધી આ સમસ્યા આવી નથી.
ડો. રાકેશ જોષી અને ડો. જયશ્રી રામજી કહે છે કે, આ કેસ અમારા માટે કોઇ સબ્જેક્ટ નથી કે પેપર તૈયાર કરી ઇનામ અને એવોર્ડ લેવા મહેનત કરીએ. પણ અમારા પછીની ડોક્ટરોની પેઢી માટે આવા  કોઇ ગરીબ દર્દીનો કેસ આવે ત્યારે ખરા અર્થમાં એક નવું જીવન આપવાનો રસ્તો બતાવી શકાશે.  ડો. રાકેશ જોષી અને ડો. જયશ્રી રામજી આ કેસને  આંતરરાષ્ટ્રીય ફલક પર મૂકીને વાહવાહી  લૂંટી શકે એમ છે. પરંતુ  એમને આ વાહવાહી કરતાં એમનું  પેશન્ટ સાજુ  થઇને હેમખેમ ઘરે  પરત જાય તેમાં વધારે રસ છે. એટલે મારી સાથેની અડધાથી પોણા કલાકની વાતચીતમાં એમનો આસિસ્ટન્ટ દર્દીની હાલત વિશે પાંચ વખત અપડેટ જણાવી ગયો. પણ મને સમજણ ન પડી. પરંતુ ઊભા થતાં જ્યારે તેમણે કહ્યું કે, હવે એને બોટલમાંથી ફલાણી દવા આપો ત્યારે ખબર પડી કે, એમના માટે દર્દીનું જીવન કેટલું મહત્ત્વનું છે ?.. આ ડોક્ટરોને મળ્યાં પછી મને જલન માતરીનો એક શેર યાદ આવી ગયો...કે...

રહસ્યોના પડદા  ઉઠાવી તો જો
ખુદા છે કે નહીં હાક મારી તો જો

ખરેખર તો કુદરત આગળ માનવી લાચાર છે એ વાત સાથે સહમત પણ કુદરતને હંફાવવાની તાકાત રાખે છે એની સાથે કદાચ કોઇ અસહમત નહીં થાય. 

37 comments:

  1. ખૂબ સરસ,માહિતીસભર....

    ReplyDelete
  2. Wah jordar sir... Pn atyare aatlu investigation journalism thtu nthi.. ane jene karvu chhe tene pn happening n cover krva ma tym jto rhe chhe.....

    ReplyDelete
  3. ऐसे विचार कैसे आते हैं आपके दिमाग मै
    वाह वाह वाह वाह वाह

    ReplyDelete
  4. Wah very nice positive story

    ReplyDelete
  5. Sir very nice story.. Got inspired to do more developmental story in Tripura

    ReplyDelete
  6. ખરેખર તો કુદરત આગળ માનવી લાચાર છે એ વાત સાથે સહમત પણ કુદરતને હંફાવવાની તાકાત રાખે છે એની સાથે કદાચ કોઇ અસહમત નહીં થાય...
    વાહ ભાર્ગવ ભાઇ વાહ !

    ReplyDelete
  7. Really great achivment by doctors.
    God bless all.

    ReplyDelete
  8. Really great achivment by doctors.
    God bless all.

    ReplyDelete
  9. GREAT WORK...
    GOD BLESS ALL...

    ReplyDelete
  10. સહુ પહેલાતો બંને તબીબોને અભિનંદન કે જેમણે આ પ્રકારનું ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું.. અને સર આપે પણ સારું સંશોધન કર્યું...

    ReplyDelete
  11. જો ભગવાન પછી પૃથ્વીઉપર બીજું કોઈ હોય તો તે ડોક્ટર છે.

    ReplyDelete
  12. Ek partakaar rite story ne follow kevi rite karvi tano aa uttam udharan che....ane khas karine doctor saathe mulakat wakhte coldrink ni jagyae cha mangavvi...aavi trick of the trade to anubhav thi j aave ane navi padhi na patrakaro matte sekhva layak che...

    ReplyDelete
  13. Great work by civil hospital team

    ReplyDelete
  14. ખાલી બાઈટ લઈને ધોયેલા મૂળા જેમ આવતા કથિત પત્રકારોને આવા સવાલો કે કુરીઓસિટી ક્યારે થશે ?

    ReplyDelete
  15. ખુબ સરસ ભાર્ગવભાઈ આવી સ્ટોરી માટે અને સમગ્ર ડોકટર ટીમને.

    ReplyDelete
  16. Sir, Very Nice Wrote As Well As informative.

    ReplyDelete
  17. Sir, Very Nice Wrote As Well As informative.

    ReplyDelete
  18. Sachej civil na sarkari doctor pan sara hoy che

    ReplyDelete
  19. hats off to see dedication of Doctors towards their patient !!

    ReplyDelete
  20. જિજ્ઞાસા થી આત્મસંતોષ તરફ દોરાયેલી સરસ લખાયેલી સ્ટોરી...

    ReplyDelete
  21. They Doctors are like Real India...Doing Greatest Work but Doesn't Need 'Credit' for It..

    ReplyDelete
  22. ભાર્ગવભાઈ ખુબ સરસ

    ReplyDelete
  23. DR.RAMJI, DR. JAYSHREE ANE BHARGAV NE KHUB ABHINANDAN


    BHARGAV, DOCTOR NE BHAGWAN MANIYE CHHE, PAN 99% DOCTOR "DOK CUTTER" J HOY CHHE, A BHAGWAN NA RUP MA RAKSHAS J BANI GAYA CHHE, LADEN, SADAM, IDI AMIN, K ISIS NA TERRORIST NA KARTA PAN THANDA KALEJE LOKO NE LUTI LE CHHE. AAVA RAKSHAH DOK CUTTER NE PAN KHULLA PADTI STORY LAVO BAPU.

    ReplyDelete
  24. તમારા લેખ નો અભિપ્રાય વ્યક્ત કરવામાં મોડુ થયુ છે પરંતુ લેખ ખૂબ ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે અને doctor ખરેખર જે ચમત્કાર કરી શકે છે તે વર્ણવવા માટે શબ્દો ઓછા પડે aeva સારા ડોક્ટર અને તેમના કાર્ય ને સમાજ સમક્ષ રજૂઆત કરવામાં તમારા જેવા પત્રકારો નો આભાર માનું છું

    ReplyDelete
  25. સરસ! આપની શૈલી સરસ હોય છે!

    ReplyDelete
  26. It's nice. If all doctors think about his/her patients then no one will worried about results.

    ReplyDelete
  27. It's nice. If all doctors think about his/her patients then no one will worried about results.

    ReplyDelete