Friday, 16 June 2017

મદનલાલ નિષ્ફળ ગયો એટલે, ગાંધીજી દસ દિવસ વધુ જીવ્યા

મુંબઇના દાદર વિસ્તારમાં નાનકડું એક ઘર હતું. જ્યાં દર વર્ષે હમણાં સુધી 17 નવેમ્બરે બાળકોને મીઠાઇ વહેંચાતી હતી. એટલું જ નહીં ભાઉજીના હુલામણા નામે ઓળખાતો આ માણસ 17 નવેમ્બરે બાળકોને મીઠાઇ વહેંચતો હતો. ત્યારે સ્કૂલમાં ગાધીજીની મહાનતાના પાઠ ભણતા બાળકો આ મીઠાઇ હોંશે હોંશે ખાતા હતાં. પણ એમને ખબર ન હતી કે, ગાંધીજીને મારવા નીકળેલો આ ભાઉજી એમને ગોડસેની પૂણ્ય તીથિની મીઠાઇ ખવડાવી રહ્યો છે.
ભાઉજી એટલે બીજો કોઇ નહીં પણ મદનલાલ પાહવા. મૂળ પંજાબી કુટુંબમાં જન્મેલો મદનલાલનો જન્મ 1927માં થયો હતો. અને તેના જન્મના 20માં દિવસે એની માતાનું અવસાન થયું હતું. અંગ્રેજોની નોકરી કરતાં એના પિતા કાશ્મીરીલાલે બીજા લગ્ન કરી લીધા અને મદનલાલને ગુરૂકૂળ આશ્રમમાં મૂકી દીધો.
મદનલાલ દસમું ભણતો હતો, ત્યારે બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હતું. મદનલાલે ભણવાનું છોડી બંદુક હાથમાં પકડી લીધી. અંગ્રેજો સાથે મળી યુદ્ધમાં જોડાયો. યુદ્ધ પત્યું એટલે અંગ્રેજોએ ભણવાનું છોડી જંગમાં જોડાયેલા તમામ લોકોને સ્કોલરશિપ આપવાનું જાહેર કર્યું પણ મદનલાલને સ્કોલરશિપ મળી નહીં.
થોડા સમયમાં હિંદુ મુસ્લીમ રમખાણો શરૂ થયા. પાકિસ્તાનના ઉંકારામાં મદનલાલે હાથ બોમ્બ બનાવવાનું શરૂ કર્યું. એક વાર બોમ્બ ફાટ્યો અને એક આંગળી પણ ગઇ. આ અરસામાં ભારત આઝાદ થયું અને અને ભારત પાકિસ્તાનના ભાગલાં પડ્યાં. મદનલાલ એની માસી સાથે પાકિસ્તાન છોડી ગ્વાલિયર આવી ગયો અને એના પિતા જે ટ્રેનથી પાકિસ્તાનથી ભારત આવતા હતાં એમાં હિન્દુઓની કત્લેઆમ થઇ ને એના પિતા કાશ્મીરીલાલ ગંભીર રીતે ઘવાયા.
આ અરસામાં અંગ્રેજો સાથે બીજા વિશ્વ યુદ્ધમાં જોડાયેલા તમામ ભારતીય સૈનિકોને પોલિસમાં ભરતી કરવાનો પંડિત જવાહરલાલ નહેરૂએ આદેશ કર્યો અને મદનલાલને પોલિસમાં નોકરીનો પત્ર નહેરૂના અંગત મદદનીશ ત્રિલોકસિંઘે આપ્યો હતો. પરંતુ પિતાના ઘવાયાના સમાચાર સાંભળીને મદનલાલનું લોહી ઉકળી ઉઠ્યું. એણે પોલિસની નોકરીને લાત મારી હિન્દુ મુસ્લીમ રમખાણોની આગેવાની લીધી. અને એ ગ્વાલિયરથી મુંબઇ અને મુંબઇથી અહમદનગર ગયો, ત્યાં એની ઓળખાણ ગોડસે બંધુઓ અને નારાયણ આપ્ટે સાથે થઇ.
એક તરફ પાકિસ્તાનથી ભારત આવતા નિરાશ્રીત હિન્દુઓની હાલતથી મદનલાલનું લોહી ઉકળતું હતું ત્યાં ગાંધીજીએ પાકિસ્તાનને રૂ. 55 કરોડ આાપવા માટે શરૂ કર્યાં અને મદનલાલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અહમદનગરમાં નાથુરામ ગોડસે, ગોપાલ ગોડસે, નારાયણ આપ્ટે, વિષ્ણુ કરકટે અને મદનલાલ પાહવા વચ્ચે મિટિંગ થઇ.
17 જાન્યુઆરી, 1948ના દિવસે મદનલાલ દિલ્હી પહોંચ્યો. ત્યાં એની મિટિંગ બીજા સાથીઓ સાથે થઇ, ગાંધીજીની હત્યા કરવાનું નક્કી થયું. 20 જાન્યુઆરીએ મદનલાલ દેશી બોમ્બ લઇ ગાંધીજીની સભામાં ગયો અને બોમ્બ ફેંક્યો. બોમ્બ ગાંધીજીથી 75 ફૂટ દૂર ફૂટ્યો...ગાંધીજી બચી ગયા પણ મદનલાલ પકડાઇ ગયો. એને જેલમાં નાંખ્યો. 30 જાન્યુઆરીએ ગોડસે એ ગાંધીજીને ગોળી મારીને ઢાળી દીધા. એ દિવસે મદનલાલ જેલમાં નાચ્યો હતો. દિલ્હીના લાલ કિલ્લામાં છ મહિના સુધી ગાંધીજીના ખૂન કેસની કાર્યવાહી ચાલી. નથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને ફાંસી થઇ તો મદનલાલને જન્મ ટીપ.
પરંતુ 17 નવેમ્બર, 1949 ના દિવસની સવાર મદન હજુ  યે ભૂલ્યો નથી. કારણ કે એ સવારે એણે અને નાથુરામ ગોડસેએ સાથે બેસીને ચ્હા અને બિસ્કિટ ખાધા હતાં અને ગોડસેને ફાંસી માટે લઇ જવાયો. ત્યારબાદ મદનલાલ જેલમાં ભણ્યો. હિન્દુ સાહિત્ય સાથે એમ.એ કર્યું. જેલમાંથી છૂટ્યો અને હરિયાણા પિતાને મળવા ગયો. એના બાપ કાશ્મીરીલાલ પાકાં કોંગ્રેસી હતાં. તેમણે કહ્યું કે, તે જે કર્યું છે તેના પ્રાયશ્ચિતનો પત્ર લખીને આપ..પછી જ ઘરમાં રહેવા દઇશ.
મદનલાલે આ વાતનો ધરાર ઇન્કાર કર્યો અને પૂણેમાં રહેતા ગોડસે પરિવાર પાસે આવ્યો. પણ ક્યાંય નોકરી ન મળી. એના પર સીઆઇડીનો સતત જાપ્તો રહેતો હતો.
ગાંધીજીની હત્યાની સાજિશના કારણે નોકરી મળતી ન હતી, છેવટે એક વકિલે મુંબઇમાં તેને પોતાની  પ્રોપર્ટી સાચવવા ચોકીદારની નોકરી આપી. આ અરસામાં મહારાષ્ટ્રીયન છોકરી મંજરી સાથે ઇલુ ઇલુ થયું અને 39 વર્ષે લગ્ન થયાં.

મદનલાલ પ્રેમલગ્ન કરીને દાદરની ખોલીમાં રહેતો હતો અને અભણ છોકરીઓને સેલ્સ ગર્લ કે પેકિંગ કરવાની નોકરી અપાવવાની એજન્સી શરૂ કરી ઘર ચલાવતો હતો. પણ 17 નવેમ્બરે એ પોતાના ઘરમાં કાયમ ગોડસેના ફોટાની પૂજા કરી બાળકોને મીઠાઇ વહેંચતો હતો. થોડા સમય પહેલા લાંબી  બિમારી પછી એનું મોત થયું. પણ એને એક વાતનો વસવસો હતો કે    ગોડસેની પૂણ્ય તીથિએ ખરીદાતી મીઠાઇ માટેના પૈસા પર ગાંધીજીનો ફોટો હતો. એને એ વાતનો મલાલ કાયમ રહ્યો કે, જો હું ગોડસેની જેમ સફળ રહ્યો હોત તો    ગાંધીજી દસ દિવસ વધુ જીવ્યા ન હોત. મદનલાલની નિષ્ફળતાએ ગાંધીજીને વધુ તો નહીં પણ દસ દિવસનું જીવતદાન આપ્યું હતું.                

15 comments:

  1. વાહ,"બાપુ"ના દસ દિવસના જીવતદાનની વાત કરી બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપી,
    ગાંધીજીના જીવનની અજાણી વાતથી વાકેફ કરવા બદલ આભાર ભાર્ગવભાઈ...!

    ReplyDelete
  2. "SATYA na PRAYOGO"
    "WHY WE KILLED GANDHI"
    "LORD MOUNTBATTEN: The LAST VICEROY" pan vanchi,

    pachhi lagyu k satya na prayogo a sympthy melva mate only and only "ASATYA" vato thi j bhari chhe.

    ReplyDelete
  3. ખૂબ જ સરસ જાણકારી મળી..અભિનંદન સર

    ReplyDelete
  4. Many people r not knowing about this fact.
    Thanxs sir.
    Good one

    ReplyDelete
  5. Blog ne publish thaye 24 hour thi vadhare thaya, pan bhargav loko ne hji samaj nathi padti atle hindustan ne vadhare durdasha, bhagla, adhogati, na panthe lai janar nehru ane gandhi ni abha ma thi hji bahar nathi aavta, atle j madanlal pahva na blog upar koi coment nathi aavti.

    Jago hindustan, Jago

    ReplyDelete
    Replies
    1. Sir, I don't understand why you are so concerned about other people's comments.

      Delete
  6. Jordar bhargavbhai maan gaye aapko

    ReplyDelete
  7. Good untold story on gandhi death nice

    ReplyDelete
  8. Not only goddelijke even madan lal wants to kill gandhiji ? Never heard about this thanks for information

    ReplyDelete
  9. Nice article and well Said. Don't give attention to those who are nagging on your blog

    ReplyDelete
  10. Very Good sir...

    ReplyDelete
  11. Dear bhargav,
    You have told the untold story of mahatma gandhiji, how their life extended for 10 days. Nicely narrated.

    ReplyDelete
  12. Nice article. It reminded me that I had interviewed Madanlal Pahva at his Dadar residence and also Nathuram Godse's brother Gopal Godse in Pune

    ReplyDelete
  13. આપની કલમને વંદન ભાર્ગવ સર.

    ReplyDelete