Sunday, 14 May 2017

ખંડણી માટે ખાં સાહેબી નહીં, કોમ્પ્યુટરગીરી કરી કરોડપતિ થવાશે



થોડા દિવસ પહેલા મારા એક પત્રકાર મિત્ર દિલિપ પટેલે વોટ્સ એપ પર થોડા શોટ્સ મોકલ્યા. સૌરાષ્ટ્રમાં એમના પરિચિત વ્યક્તિના એફબી એકાઉન્ટમાં ફોલોઅર વધતા હતાં...અને બાદમાં એકાઉન્ટ અચાનક બંધ થઇ ગયું. દિલ્હી અને મુંબઇના ત્રણ ચાર પત્રકાર મિત્રોએ પણ આવી જ વાત કરી.
વાત વિચારવા જેવી હતી. હું સાયબર એક્સપર્ટ નથી પણ કૂતુહલ ખાતર તપાસ કરી તો ખબર પડી કે આ સાયબર વોરનો એક ભાગ હતો. તમે ફેસબુક અને ટ્વીટર પર પોપ્યુલર થતા જાવ એટલે તમારા વિરોધીઓ જ ફોલોઅર્સ વધારે, તમે ઉત્સાહમાં આવી જાવ....એટલે પોપ્યુલર થવાની સાથે જ તમને સ્પામ તરીકે રિપોર્ટ કરવા માંડે એટલે સર્વરની સિસ્ટમ તમે સસ્પિશિયસ એક્ટિવિટી કરો છો એમ સમજીને બ્લોક કરી દે. ત્યારબાદ લાંબી માથાકૂટ પછી એકાઉન્ટ ફરી શરૂ થઇ શકે. ત્યાં સુધીમાં રેગ્યુલર વાંચકો જતા રહે. આવુ જ તમારી વેબસાઇટ સાથે થાય છે. વેબસાઇટ પર મારા ઘણાં મિત્રો એવા છે કે, જેમની વેબસાઇટમાં કોઇના વિરોધમાં સમાચાર હોય તો વેબસાઇટ જ હેક થઇ જાય. અથવા તેમાં અશ્લીલ ફોટા આવવા માંડે. એની પાછળના કલાકારો જબરાં હોય છે. એ આસાનીથી જાણી લે છે કે, લોડ બેલેન્સિંગ થયુ છે કે નહીં અથવા વેબસાઇટ સિક્યોર થઇ છે કે નહીં?જો આવું ન હોય તો એને હેંગ કરવી આસાન છે. એમાં ય વળી ઓછું હોય તેમ ઘણાં હોંશિયાર લોકો વીપીએન એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક પરથી સર્વર જમ્પ કરવી મલેશિયા, સિંગાપોરના સર્વરથી બેવસાઇટ હેક કરી લે છે...અને આપણી સાયબર સેલની બુદ્ધિશાળી પોલિસ બીજા દેશમાંથી હેકિંગ થયું છે એવી અજીબોગરીબ વાર્તા કરીને બધુ સગેવગે કરી નાંખે છે....પણ રોકવાના કોઇ પગલાં લેતા નથી.
આ બધાને હજી પણ પહોંચી વળાય એમ છે પરંતુ ખરેખર ચોંકાવી દેવાવાળા સમાચાર તો આજના છાપાંમાં અને ટી.વી. પર ઝળકતાં રહ્યાં અને બધાએ ગૂગલ મહારાજનો સહારો લઇને રેનસમવેર નામના વાયરસથી દુનિયાના 99 દેશમાં સાયબર એટેક થયાના ગીતો ગાવા માંડ્યા. પણ કોઇને ખબર ના પડી કે રેન્સમવેર છે કઇ બલા? એ વાયરસ નથી પણ ટેકનિકલ ભાષામાં તેને માલવેર કહેવાય.
માલવેર એટલે મેલશિયસ સોફ્ટવેર જેને એન્ટી માલવેર સોફ્ટવેર ડિટેક્ટ કરી આપણાં કોમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોનમાંથી દૂર કરે છે. પરંતુ રેન્સમવેર પણ એક પ્રકારનો માલવેર છે. જે તમારા કોમ્પ્યુટરમાં મોટા ભાગે ફિશિંગ મેઇલ મારફતે ઘુસી જાય છે.
દુનિયાના 99 દેશોમાં અચાનક થયેલા આ રેન્સમવેર નામના સાયબર એટેક ખાલી ભારતને જ નહીં દુનિયાના ઘણા દેશોને હચમાવી જ નહીં ખળભળાવી મુક્યા છે. કારણ કે રેન્સમવેર બે પ્રકારના હોય છે. એક તો ડેટા લોકર જે તમારા કોમ્પ્યુટરને અને કોમ્પ્યુટરની આખીય સિસ્ટમની બધી જ ફાઇલ્સને એન્ક્રીપ્ટ કરે છે. એટલે કે એન્ક્રીપ્ટ થયેલી ફાઇલોનો ડેટા વાંચી જ ન શાય. એટલે જ આ સાયબર એટેક પછી દુનિયાની ઘણી હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર રોકી દેવામાં આવી છે. કારણ કે દર્દીઓનો ડેટા લોક થઇ ગયો હતો.
બીજા પ્રકાર છે સિસ્ટમ લોકર...જે તમને કોમ્પ્યુટર વાપરવાથી જ રોકે છે. એટલે કે તમારા કોમ્પ્યુટર સર્વરમાં રહેલો તમામ ડેટા હ્યુમન રીડેબલ ફોર્મેટ એટલે કે, આપણે વાંચી શકીએ તેવી સ્થિતિમાં જ રહેતો નથી. એટલે તમે જે અગત્યના ડેટા તમારા પ્રાઇવેટ સર્વર અથવા કોમ્પ્યુટરમાં નાખ્યા હોય એને જોવા જાવ તો કોમ્પ્યુટર ખોલો ત્યારે કાંઇ જ ગતાગમ જ ના પડે. આ એન્ક્રીપ્ટેડ એટલે કે સામાન્ય માણસને સમજાય તે રીતે કહીએ તો વાંચી ન શકાય તેવો ડેટા પાછો મેળવવા કોઇપણ પ્રકારની કી મળતી નથી. એટલે તમે છતી વસ્તુએ પાંગળા થઇ જાવ છો.
દુનિયાના દરેક દેશ આ સાયબર એટેકથી ગભરાઇ ગયા છે. ગુજરાત સરકારમાં પણ એટલી હદે બીક પેસી ગઇ છે કે, સરકારનો તમામ ડેટા GSWANની સાઇટમાં છે. તે જીસ્વાનની સાઇટ જ બ્લોક કરી દીધી છે. જેથી સરકારનો કોઇપણ ડેટા બ્લોક ન થઇ જાય.
સાયબર એક્સપર્ટ કવની પરીખના કહેવા પ્રમાણે આજના મોટા ભાગના અખબારો અને ટી.વી ચેનલોએ ગૂગલનો સહારો લીધો છે. એટલે રેન્સમવેર વિશે ગૂગલમાં સર્ચ મારીને તેને વાયરસ એટેક છે એવું કહી દીધું છે. પરંતુ ફિશિંગ મેઇલથી લવાતો આ રેન્સમવેર ખંડણી માટે વપરાય છે. એટલું જ નહીં રેનસમવેરથી ડેટા લોક કરનાર સાયબર લૂંટારાઓ ડેટા ફરી આપવા માટે 300થી 600 બીટકોઇન માગે છે. આ એક બીટ કોઇનની કિંમત આશરે 17000 ડોલરથી પણ વધુ થાય છે. એટલે કે 300થી 600 બીટકોઇનની કિંમત લાખોમાં થઇ જાય છે.
કવની પરીખ કહે છે કે, 2016ના પહેલા ક્વાર્ટરમાં જ એટલે કે ત્રણ મહીનામાં જ રેન્સમવેરની ખંડણી પેટે 209 મિલિયન ડોલર ચુકવાયા છે. રેન્સમવેરના હથિયારથી આસાનીથી લાખો ડોલરમાં ખંડણી મળતા આ ધંધો એપ્રિલથી ફૂલ્યો ફાલ્યો છે. એટલે જ શેડો બ્રોકર્સ નામના એક ગ્રુપે 14 એપ્રિલથી રેન્સમવેરને ડમ્પ કરાવ્યું. એની માઇક્રોસોફ્ટને ખબર પડી, એને રોકવા માટે માઇક્રોસોફ્ટે નવા પેચ બનાવવાનું શરૂ કર્યું. જે રેન્સમવેરને રોકી શકે પરંતુ 12મીને શુક્રવારે તો દુનિયાના 99 દેશોમાં આનો હૂમલો માત્ર 24 કલાકમાં એક લાખ સિસ્ટમ પર હુમલો થઇ ચુક્યો હતો અને બીટકોઇનમાં ખંડણી માગવામાં આવી હતી.
ખાટલે મોટી ખોડ એ છે કે, બીટકોઇન એટલે આપણે ખિસ્સામાં રાખી શકીએ તેવા રૂપિયા નથી. એ વર્ચ્યુઅલ કરન્સી છે જે સામાન્ય રીતે પબ્લીકલી એક્સેસ નથી થતી. ગૂગલનું સર્ચ એન્જિન પણ તેનું સાચું સરનામુ બતાવી શકતું નથી.
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ કવની પરીખ કહે છે કે, બીટ કોઇન કરન્સી માટે ખાસ પ્રકારના સર્ચ એન્જિન ``ધ ઓનિયન રાઉટર’’નો ઉપયોગ થાય છે. TOR (ટોર) નામના બ્રાઉઝરમાં બીટ કોઇન ચુકવવામાં આવે છે અને બીટ કોઇન ચુકવાઇ ગયા પછી પણ તમારો ડેટા પાછો આવશે તેની કોઇ ગેરન્ટી નથી. ગુજરાતમાં બે વર્ષ પહેલા એક આવા જ હેકરને સાયબર સિક્યોરિટી પોલિસે પકડવાનો પ્રયત્ન કર્યો હતો. નિલમ ડોક્ટર નામનો આ એક્સપર્ટ પોલિસ આખી ય ગેમ સમજે તે પહેલા ભારત છોડીને જતો રહ્યો છે અને સાયબર સિક્યોરિટીના નામે છપ્પન દુ ની એક્સો બારની છાતી કાઢીને ફરતી પોલિસને ઘાઘરી પહેરાવી ગયો હતો. પરંતુ હજુ ગુજરાત પોલિસ બીટ કોઇનના બખેડાને સમજી શકી નથી.
સાયબર સિક્યોરિટી એક્સપર્ટ કવની પરીખ કહે છે કે, આ પ્રકારનો એટેક ગુજરાત માટે તો ખતરનાક છે જ. કારણ કે ગુજરાત સરહદી રાજ્ય છે, અને મોટા ભાગના સિક્યોરિટી ડેટા કોમ્પ્યુટરથી લિન્ક થયેલા છે. એ સંજોગોમાં ગુજરાતમાં આવો સાયબર એટેક થાય તો મોટી સમસ્યા ઊભી થાય એમ છે. ગુજરાતે આવા એટેક કરનાર માટે આઇટી એક્ટ, 2008માં સેક્શન 66(એફ) હેઠળ બિનજામીનપાત્ર ગૂનો ગણી આજીવન કેદની સજાની જોગવાઇ કરી છે.

મજાની વાત એ છે કે, હેલ્મેટ નહીં પહેરેલા લોકોને પકડવા કે કારમાં સીટ બેલ્ટ નહીં બાંધનારને દંડ ફટકારવામાં આનંદ લેતી પોલિસને દારૂ અને જુગારના ધંધાવાળા એક યા બીજી રીતે સાચવી લે છે એટલે સંતોષી લે છે. પણ આવા સાઇબર એટેક માટે સજ્જ થવા તૈયાર નથી. આમ, છતાં ય ભગવાનનો પાડ માનવો જોઇએ કે, આઇટીના નામે અહો રૂપમ અહો ધ્વનિનો રાગ ગાવામાંથી ઊંચી નહીં આવતી પોલિસ અને સરકાર ફેસબુક અને છૂટા છવાયા સાઇબર ક્રાઇમના ગૂના શોધી 56ના બદલે 112ની છાતી કાઢીને ફરે છે. છતાં ય સરકારની વેબસાઇટો હેક થતી રહે છે. પણ જે દિવસે આવા સાઇબર એટેકનો સામનો કરવાનો આવશે ત્યારે કયો ડાયરો માંડીને ગીત ગાશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. 

35 comments:

  1. એક દમ કડવું સત્ય કહ્યું સર

    ReplyDelete
  2. Kya baat hai sirji
    Bilkul sahi frmaya hai aapne

    ReplyDelete
  3. સાઇબર સેલની સત્ય વિગતો,તેમજ યુવા સાઇબર એક્સપર્ટ કવની. પરીખના જ્ઞાનનો સુંદર લાભ વાચકો સુધી પહોંચાડવા બદલ આભાર....!!

    ReplyDelete
  4. એકદમ સાચી વાત , જોઈએ ક્યારે સજ્જ થાયછે આપડી પોલીસ , ડીજીટલ ઇન્ડિયા ની વાતો કરીયે છીયે જોઈયે વાસ્તવ મા ક્યારે થાય છે. ડીજીટલ અને સિકયોર ઇન્ડિયા .

    ReplyDelete
  5. સો ટકા વાત સાચી છે આગણ તો હવે આઉ વધુ જ થવાનું છે

    ReplyDelete
  6. Very informative. Thanks to kavniben and u!

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. Brilliant piece. Informative and the presentation everything is superb. Keep it up Bhargav

    ReplyDelete
  9. True' knowledge , kavni Parikh ,yes need some aggressive action in syber directions for protection

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. Shai pakda hai

    ReplyDelete
  12. good quote kavni......keep it up....

    ReplyDelete
  13. Indeed this happen in coming years. Superb Sir

    ReplyDelete
  14. Now a days social media platforms act as gold mines for cyber criminal to identify and target key individuals​ for a successful breach..

    ReplyDelete
  15. સાયબરને સમજવામાં થાપ ખાઈ ચુકેલી ગુજરાત પોલીસ સુધી આ આર્ટિકલ પહુંચી જાય તો ઘણી મદદ મળી શકે..

    એથીય વિશેસ તો એવું પણ વિચારી શકાય કે
    રાજ્યની સાયબર સુરક્ષા માટે યુવા સાયબર એક્સપર્ટની મદદ થકી વધુ સજાગ બની શકાય..


    ભાર્ગવસર અને કવની પરીખનો ધન્યવાદ સાચી માહિતી શૅર કરવા બદલ

    ReplyDelete
  16. જૂની કાગળ પર લખવાની આદતો સાચવી રાખ જો ભવિષ્ય મા કદાચ એજ સાચી મૂડી હશે

    ReplyDelete
  17. Until cyber crime department don't hire cyber experts like ms. Kavni parikh cyber crime will not be solved.
    Chod do Bhagvan bharose.
    Cyber expert kavni parikh has shared good information about cyber crime and virtual currency bitcoin.
    Congrats to Ms. Kavni parikh.

    ReplyDelete
  18. સર,સરળ ભાષામાં જ્ઞાનવર્ધક વાતો શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર.

    ReplyDelete
  19. Great information about computer

    ReplyDelete
  20. Well observation and insight view

    ReplyDelete
  21. Thank you very much everyone for appreciating the efforts.

    ReplyDelete
  22. Very well put together article and analysis. Awareness on cyber crime in general public is like seeing a tip of the iceberg.

    ReplyDelete
  23. Very good information nice information by cyber expert kavani

    ReplyDelete
  24. Sachi ane saral bhasha ma loko sudhi mahiti pahochadava badal sir aapno ane khas karine ' CYBER EXPERT, BEN KAVNI ' no khoob khoob aabhar... Ane future ma pan aavi mahiti loko sudhi pahoche tevi shubheccha..

    ReplyDelete
  25. Nice article on Cyber attack. Keep sharing

    ReplyDelete
  26. Very Fast, Before News Getting Views By Public On Ur blog, Really Informative, spl Thx To Cyber Expert, Aur Subodh Bhai Ne B Sahi Kaha, Kagal Par Lakhwani aaday Sachavi Rakhjo.

    ReplyDelete
  27. Khub j saras blog lagyo ane KAVNI PARIKH dwara j Mahiti samjavvama chhe te badal khoob khoob THANKS આવનારા દિવસોમાં આ મુદ્દે વધારે પગલાં લેવા પડશે

    ReplyDelete
  28. waah sir awesome as always

    ReplyDelete