ક્યારેય
નહીં સુકાતી નર્મદાને રાજકારણીઓએ એવી ચુસી લીધી છે કે, હવે એ પાણી આપીવા તૈયાર
નથી. ચૂંટણીમાં વિકાસની ગોળી પીવડાવવા, પહેલા તો નર્મદાના દરવાજા બંધ કર્યા અને
પછી સૌની યોજનામાં સૌનું પાણી વહાવી દીધું. ચૂંટણી વખતે ટી.વી ચેનલોની ડિબેટમાં
રળિયામણો વિકાસ દેખાડવા માટે રિવરફ્રન્ટમાં પાણી વહાવી દીધું.
15
વર્ષથી નર્મદામાં સિંચાઇ અને ઉદ્યોગોને પાણી મળી રહે તે માટે સપ્ટેમ્બરના અંતથી
પાણી રિઝર્વ કરવામાં આવતું હતું. પરંતુ નર્મદાના નામે ગુજરાતીઓના ગજવામાંથી વોટ
ખંખેરવા પાણી વહાવવાનું શરૂ કરી દીધું હતું. નર્મદા રથ અને જળયાત્રાના તાયફા કર્યા
અને અધૂરામાં પૂરૂં રીવરફ્રન્ટ પરથી સી પ્લેન ઉડાડ્યું....આમ વિકાસ દેખાડવાના
ચક્કરમાં પાણી ખલાસ થવા માંડ્યું.
સરદાર
સરોવરના એક અધિકારીએ કહ્યું કે, આ પાણી વહેવડાવ્યું એટલે ફેબ્રુઆરીમાં પાણીની
સપાટી 111.86 રહેવી જોઇએ, એ ઘટીને 110.07 થઇ ગઇ. ખાટલે મોટી ખોડ એ છે કે, આપણે
નર્મદા નર્મદા કરીએ છીએ પણ 20, 606 કિલોનીટરની કેનાલો તો દાયકાઓ પછી પણ બંધાઇ જ
નથી. અને બ્રાન્ચ કેનાલોમાં પણ હજું 108 કિલોમીટરનું કામ બાકી છે. એટલે નર્મદાના
નીરને દરિયામાં વહી જવું પડ્યું છે.
આવા
બધા ભગા માર્યા પછી પાણી વગરની રૂપાણી સરકારે ગાંધીનગરથી કલમનો એક ગોદો મારી ફતવો
બહાર પાડ્યો કે, ખેડૂતો ઉનાળું પાક વાવે નહીં, ઉનાળું ખેતી માટે પાણી નહીં જ મળે. અધૂરામાં
પૂરૂ શહેરી મતોથી માંડ માંડ જીત્યા છે એટલે શહેરમાં પાણી આપવા તૈયાર થયા. પણ
રૂપાણી સરકાર પાસે પાણી નથી એટલે પાણી પર કાપ મૂકવાની વાત કરી. લોકોનો ગુસ્સો
વધેલો જોઇ, તાબડતોડ દિલ્હી દરબારમાં ખોળો નહીં, ઝભ્ભો પાથરી બેઠા અને પાછા અડવાણી
જેવી કોટી પહેરવાના શોખિન રૂપાણીએ જાહેરાત કરી કે, ડેડ સ્ટોકમાંથી જુલાઇ મહીનો
પાણી ચાલે એટલું પીવાનું પાણી લઇ આવ્યા છીએ.
દિલ્હી
દરબારમાં કુર્નિશ બજાવી આવેલી પાણીના આયોજન વિનાની રૂપાણી સરકારે થોડા પાણીની છાલક
ગુજરાતીઓની આંખમાં નાંખી છે એટલે ધૂંધળું દેખાય. પણ કમનસીબે મારા ચશ્મા પર એ છાલક
ન પડી એટલે મને આવનારા દિવસો ચોખ્ખા દેખાય છે....હવે આવનારા દિવસોમાં મારી ને
તમારી સવારની પહેલી ચા મોંઘી થશે. તમને આશ્ચર્ય લાગે છે પણ આ નરી વાસ્તવિકતા છે.
કારણ કે શિયાળામાં ખેડૂત ઉનાળું ડાંગરની શરૂઆત કરે છે. એ સુકાઇ રહી છે. ઘઉંનો પાક
સુકાઇ રહ્યો છે. તો ટેટીને તડબૂચ પણ સુકાઇ જ રહ્યા છે. ચાલો ઉનાળામાં મોંઘા ટેટી
અને તડબૂચ નહીં ખાઇએ. અને સરકાર મોંઘા દાટ ડોલર ખર્ચીને ઘઉં અને ચોખા આયાત કરી
દેશે. પણ રૂપાણી સરકાર ખેડૂતોને પશુચારા માટે જરૂરી એવા બજારી જુવાર અને રજકાનું
વાવેતર નહીં કરી શકે. મને અને તમને આ ગણિત ઝડપથી નહીં સમજાય કારણ કે આપણે શહેરમાં
રહીએ છીએ. પણ ઉનાળામાં પશુ માટે ઘાસચારામાં બાજરી જુવારના દાણા વિનાના ભાગ અને
રજકો ખોરાક તરીકે હોય છે. ઉનાળામાં મોટા ભાગના ખેડૂતો પશુપાલન પર નભે છે. આ
અરસામાં પોતાના પશુઓ માટે શિયાળામાં લીધેલા બાજરી જુવાર અને રજકાનો ભાગ ઘાસચારા
માટે આપે છે અને દૂધની આવકથી એમના ઉનાળાના દિવસો ટૂંકા થાય છે. પરંતુ પાણી વિનાના
રૂપાણી પાણી ન આપે તો આ પાક પણ નહીં થાય અને દૂધનું ઉત્પાદન પણ ઘટશે અને દૂધના ભાવ
વધશે.
ખેડૂત
સમાજ ગુજરાતના મહામંત્રી સાગરભાઇ રબારી કહે છે કે, ‘આ વખતે ખેતી માટે પાણી નહીં
હોય તો ગુજરાતને અંદાજે રૂ. 300થી 350 કરોડનું નુકસાન ખેતીમાં જશે. એટલું જ નહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે,
પશુ માટે ઘાસચારો નહીં હોય તો દૂધનું ઉત્પાદન ઓછું થશે, દૂધના ભાવ વધશે. આથી બાળકો
માટે દૂધ અને સવારે પીવાતી ચાના ભાવ પણ વધી જશે’.
સાગરભાઇની
વાત ખરેખર ચોંકાવનારી છે. દુકાળમાં જ્યારે જ્યારે મેં રિપોર્ટિંગ કર્યું છે ત્યારે
ત્યારે મેં જોયું છે કે, નાના અને સીમાંત ખેડૂતોની પાસે પૈસા ના હોય તો પોતાના
બાળકની જેમ સાચવેલા ઢૌર હવે કાં પાંજરાપોળમાં જશે અને ઘરડાં અને દૂધ ના આપતા હોય
તો છૂટા મૂકી દેશે. આ છૂટા મુકાયેલા ઢોર પાંજરાપોળમાં કે કતલખાને જશે. આમ પાણીના
તાયફાના કારણે ગુજરાતનું પશુંધન વેડફાઇ જશે. શ્વેતક્રાંતિમાં દુનિયાને દિશા બતાવનાર
ગુજરાત સંજોગોના શિકાર થઇ પિંક રિવોલ્યુશન (માંસના વેપારમાં) ફેરવાય એવો ડર મને
સતાવે છે. બુધ્ધમ શરણમ ગચ્છામિ..!.
વાત
આટલેથી અટકતી નથી. ખેડૂત પાસે પૈસો નહીં હોય તો એ તો એ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આઇટમો
જેવી કે મિક્સર, ટી.વી, ફ્રીજ, મોબાઇલ, જેલા સાધનોની ખરીદી કરતા અટકશે. કારણ કે
ગ્રામીણ બજારમાં હવે આવી ચીજોની માગ વધી છે
એટલે શહેરી વેપારી અને કંપનીઓને માર પડશે. નોટબંધી અને જીએસટીની થપાટથી
અધમૂવા થયેલા વેપારીઓ પર આડકતરી રીતે પાણી બંધીનો માર મંદી તરફ ખેંચી જશે. જેના
કારણે બજારમાં પૈસા ઘટશે.
એટલું
ઓછું હોય તેમ લોકો ભૂગર્ભ જળમાંથી પાણી ખેંચી ખેતી કરે છે. કારણ કે નર્મદાના આવ્યા
પછી કેનાલ નેટવર્કના અભાવે પણ ગુજરાતમાં ભૂગર્ભ જળથી ખેતી તો થાય જ છે. સરદાર
સરોવર નિંગમના આંકડા પ્રમાણે આજે સરકારી બોરવેલથી 10,58,551 હેક્ટર જમીનમાં
સિંચાઇથી ખેતી થાય છે અને ખાનગી બોરવેલથી 19 લાખ 14 હજાર હેક્ટર જમીનમાં ખેતી થાય
છે. લો બોલો, નર્મદાના નીરના નવલા નીતિનભાઇના અવાજમા ગવાયેલા ગીતો કેટલા સૂરિલા
છે, ખેતી કરવા માટે ખેડૂતો વીજળીથી પાણી ખેંચશે. એટલે વીજળીની જરૂરિયાત વધશે.
ઉદ્યોગોને તો વીજળીની જરૂર તો છે જ, ત્યારે વોટ મેળવવા માટે આ નર્મદાના પાણી
વેડફવાનો કારસો ગુજરાતીઓને કેટલો મોંઘો પડશે?
સી
પ્લેનમાં ઉડીને વિકાસના હાલરડાં ગાઇને ગુજરાતીઓને સુવડાવી દેનારા પ્રધાન પ્રચારકને
કોઇ આંકડાની જાણ થશે કે કેમ એતો રૂપાળા રૂપાણી કે નવલાં નીતિનભાઇએ કહ્યું હશે કે
કેમ એ ખપર નથી. પણ એ.સી ચેમ્બરમાં બેસીને વીજળી વાપરનારા આ રૂપાણી અને નીતિનભાઇના
પ્રધાનો અને એમએલએ એ.સી પાછળ જે ખર્ચો કરશે અને મીટિંગોમાં મિનરલ વોટરની બોટલો
વેડફશે અને વીજળી બાળશે એ નર્મદાના કારણે કેટલી મોંઘી થશે એની વાત આવતી કાલે.....
પણ
એક વાત તો નક્કી છે કે, પહેલેથી વીજળીની ખોટના કારણે મોંઘી વીજળી ભોગવતા
ગુજરાતીઓને આ ઉનાળામાં નર્મદાના કારણે વીજળીના પૈસા કેવી રીતે વધારે ભરવા પડશે
કેવી રીતે વાંચો આવતી કાલે......
પરંતુ એક વાત તો નક્કી છે કે, ઓ રાજકારણીઓ
ચૂંટણી માટે...
‘‘અડપલાં
કરી ગયાં તમે નર્મદા સાથે
....અને હવે કેસ કુદરત પર ઠોકશે !’’

ગત વર્ષે રાજ્ય સરકારે સુરતની તાપી નદી માટે રૂ 900 કરોડની જાહેરાત કરી હતી , એક વર્ષ પૂરું , તાપી નદી એવી ને એવી દેખાઈ છે સાહેબ , જોરદાર આપે લખ્યું છે , વાસ્તવિકતા લખી છે સર
ReplyDeleteThanks Azam bhai
Deleteભાર્ગવભાઈ, ખુબજ વેધક અને માર્મિક શબ્દો મા પરઈસ્તિથિઓ નું સાચું મૂલ્યાંકન.આ ગરવી ગુજરાત નાં માટી પગ઼ા વહીવટકર્તાઓ જો આવા ઉપયોગી બ્લોગ વાંચે તો પણ એમને થોડી દિશા મળી સકે છે.
ReplyDeleteઅભાર અને અભિનંદન બ્લોગ લખવા અને માહીતી આપવા બદલ.
Thanks Rajesh Bhai
Deleteહચમચાવી મૂકે એવી હકીકત અને એટલી જ અસરકારક રજૂઆત. આ જ રીતે વાચકો સામે સાચું ચિત્ર રજૂ કરતા રહેવા વિનંતી
ReplyDeleteThanks Gita ji
Deleteshocking
ReplyDeleteThanks Navin Bhai
DeleteBHAI PANI BATAVNAR SAHEB DELHI MA 6. AATO TEMNE VAAVELU BADHA NE UKHADWA WALA BETHA 6. JEMANA MA KHUD MA PANI NATHI TE SU NARMADA MA PANI LAVSE. ARE NARMADA SATHE TAPI PAN SUKAI TO HAVE TAPI NI PAN CHINTA....
ReplyDeleteThanks Kalpesh Bhai
Deleteજોરદાર,
ReplyDeleteઆટલુ આગળનુ તો આપ જ વિચારી શકો, salute...
પોતાના માર્કેટિંગ માટે ભાજપ સરકારે જનતાની ઘોર ખોદી નાખી છે.. અને આપે જે સત્યતા અહી બતાવી છે તે ભાગ્યે જ કોઇ ચેનલ બતાવવાની હિમત કરશે....
Thanks xitij bhai
DeleteShocking.
ReplyDeleteThanks sadhu bhai
Deleteભાઈશ્રી વિસનગર અને ગામડું જેણે અંદરથી જોયું અને જાણ્યું છે,તેજ આ ભાર્ગવ પરીખ જ આટલું તલસ્પર્શી લખાણ લખી શકે.સુંદર લેખ મારા જેવા ખેડૂત પુત્રને સ્પર્શી ગયો.
ReplyDeleteNice sirji
ReplyDeleteThanks Rajesh ji
DeleteThanks Rakesh bhai
DeleteBhargavbhai, keep writing..nice articles on Narmada & water crisis in Gujarat
ReplyDelete