નર્મદાનું પાણી
ગુજરાતને નહીં મળવાથી વીજળીની જેમ બીજું કેટલુ નુકશાન થશે એનો ડેટા ભેગો કેરી
રહ્યો હતો. નાના મોટા ઉધ્યોગોવાળા, નાના વેપારીઓની
સાથે વાત કરતો હતો ફોન અવિરત રીતે ચાલુ હતા. મુદ્દા લખતો હતો અને તેની સાથે વાત
કરતાં કરતાં એનાલિસિસ કરતો હતો. સાંજ પડી
એટલે હૂ મારા બનેવી હેમલકુમાર સાથે કારમાં અમદાવાદ પાછો આવી રહ્યો હતો. બાજુની
સીટમાં મારા ફોન ચાલુ હતા. એમના ચહેરા પર કંટાળો દેખાતો હતો. મે ફૉન બંધ
કર્યા.... એટલે મને કહ્યુ ચાલો ચા પીએ અમે ચા પીધી અને મને ઘરે મૂકવા આવતા હતા,
ત્યા પત્નીનો ફૉન આવ્યો
કે હું ઓફિસમાં એક્સિડંટ્લી પડી ગઈ છુ, પત્થરની ધાર પેસી ગઇ લાગે છે, વાગ્યુ છે...
રવિવારની સાંજ
કોઇ ડોક્ટર મળે નહી મારા ફોન ચાલુ હતાં. અમે એની ઓફિસ ગયા, લોહી નીકળતુ બંધ થયુ હતુ. તાત્કાલીક ઝાયડસ
કેડિલા હોસ્પિટલ ઈમરજન્સી વોર્ડ પહોંચ્યા. ફોન સતત રણકતો હતો મગજ ચાલતુ ના હતુ
.....ડોક્ટર સાથે વાત કરતો હતો. ત્યા બનાસકાંઠા થી ફોન આવ્યો કાપી નાખ્યો ફરી ફોન
આવ્યો કાપી નાખ્યો પણ સતત ફોન આવતો હતો કંટાળીને મેં ફોન ઉઠાવ્યો
સામે છેડેથી અવાજ
આવ્યો સોરી ભાર્ગવ ભાઈ તમને હેરાન કરુ છુ પણ નર્મદા પરનાતમારા લેખ વાંચીને રહેવાયુ
નહીં એટલે ફોન કર્યો છે, ખારીયાવાળા
દેસરાજી જોડે વાત કરોને ...હૂ મુંજાયો કે
આ દેશરાજી કોણ? મગજ દેશરાજીની
યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યુ હતુ. સામે છેડેથી અવાજ આવ્યો ભાર્ગવ સાહેબ મુ દેશરાજી
ઠાકોર બોલૂ સૂ યાદ આયો ?
મેં અવાજ ઓળખ્યા
વગર હા પાડી એટલે તેણે કહ્યુ કે બનાસકોંઠામાં આયા તા તાંણ મળ્યા તા તમોએ ટી.વી.માં મારુ બતાયેલું તારે અધિકારીઓ
મદદમાં આવેલા, હવ પાછા આયા સી,
તો મારૂં ખેતર ખેદાન
મેદાન કરવા આયા સી કૉક મદદ કરો.
મને તરત જબકારો
થયો કે જુલાઈ મહિનામાં બનાસકાંઠામાં પર આવ્યુ ત્યારે આ દેશરાજી ઠાકોરનું ઘર જ નહી
પણ સર્વસ્વ પુરમાં તણાઈ ગયુ હતું. ખેતર તો તારાજ થયા જ હતા, પણ ૭૦ વર્ષ ના દેશરાજીના પરિવારના એક સાથે ૧૭
જણ ગુજરી ગયા હતા. ૭૦ વર્ષ ના દેશરાજીએ ૧૭
જણાને એક સાથે અગ્નિદાહ આપ્યો હતો. મને મારી પત્નીની પીડા ભૂલાઇ ગયી કારણકે ૬
મહિના પહેલા દેશરાજીના ગામ પર તો આભ ફાટ્યુ હતુ, પણ ભગવાને એના પર એવો સિતમ ગુજાર્યો હતો કે
તેનું ઘર બાર ખેતર તો છિનવી લીધું પણ સાથે સાથે એના પરિવારના ૧૭ જણા પણ છીનવી લીધા
હતા. રિપોર્ટિંગ કરવા ગયો હતો ત્યારે એના ઘરનાં ફળિયામાં એના ૧૭ સગાની લાશ લાઈનમાં
પડી હતી. કોઇએ એમનું ખુન કર્યું નહતું પણ આ 17 જણા ભગવાનના સીતમનો ભોગ બન્યા હતાં.
બનાસકાંઠામાં પુરમાં તણાઈ ને મરી ગયા હતા.
જ્યારે હું એને
મળ્યો ત્યારે એ મેલા ઘેલા કપડામા બેઠેલો, પાણીના કારણે પરિવારના ૧૭ લોકોના મોત થયા હતા એટલે એની આંખમા પાણી સુકાઈ ગયા
હતા. આંખમાં આંસુ આવવાનુ નામ લેતા ના હતા. કારણકે એની આંખને ડર લાગતો હશે ક
આંખમાંથી પાણી પડશે અને ઈ આંસુથી ફરીથી બનાસકાંઠામા પુર આવશે. મને એના કરચલીવાળા
ચહેરામા કાળની થપાટો છુપાયેલી દેખાતી હતી
આમ છતાં એ હિમ્મત
નહોતો હાર્યો. થોડી કળ વળી એટલે ફરી થી જિંદગી સાથે લડવા તૈયાર થઈ ગયો. ઘરની સાથે
લગાતાર ત્રણ મહિના મહેનત કરી અને પોતાનુ ખેતર તૈયાર કરી દીધું. એ વખતે ઍનો ફોન
આવ્યો હતો કે મહેનત કરી ખેતર તૈયાર કરી દીધુ છે ઉનાળુ પાક માટે ડિઝલ પંપ ખરીદી
લીધો છે ગઈ વખતે પુરમા કપાહ [ કપાસ] નો પાક ધોવાઈ ગયો હતો. હવે મહિને ૧૦૦૦ રૂપિયાનું ડિઝલ બાળી ને ખેતી શરૂ કરી છે નર્મદાના પાણીથી ખેતી કરીશ. પાક સારો થશે... તમે
રોટલા ખાવા આવજો એનો જિંદગી સાથે લડવાનો જુસ્સો મને પણ જોમ આપતો હતો પણ આજે એના
અવાજમાં પહેલા જેવો રણકો નહોતો.
એણે મને કહ્યુ કે
અમે ખારીયાના લોકો માંડ બેઠા થયા છીયે ત્યાં આ ગાંધીનગરના સાહેબો નવો સિતમ
ગુજારે છે, પાક બળી રહ્યો છે
અને નર્મદાની કેનાલમાંથી હવે પાણી લેવા દેતા નથી, ૬ મહિના પહેલા પુર આવ્યુ ત્યારે બધા બોરવેલ ખતમ
થઈ ગયા છે. પહેલા આભ ફાડીને ભગવાને અમારી ઉપર જુલમ કર્યો, હવે સરકાર સિતમ કરે છે
દેસરાજીની વાતે
મને હચમચાવી મૂક્યો કારણકે ૬ મહિના પહેલા બનાસકાંઠામાં પૂર આવ્યુ ત્યારે એમના
બાજરી કપાસ અને શાકભાજીના પાક ધોવાઈ ગયા હતા. દેશરાજી જેવા માંડ થોડા ખેડૂત હશે કે
જેમણે મહેનત કરી ટૂંકા સમયમાં ખેતરો ખેતી લાયક બનાવ્યા હશે અને આ વર્ષે બધાએ
નર્મદાના પાણીથી સારા પાક લેવાનાં સપના જોયા હશે. પણ એમના સપના પર પાણી ફરી વળ્યુ
છે. ચૂટણીમાં મત મેળવવા પાણી વેડફી નાખનાર સરકારે ગાંધીનગરમાં બેઠા બેઠા દેશરાજી
જેવા કઈક ખેડૂતને કલમના એક ગોદાથી ખેતી
માટે પાણી નહી આપીને બરબાદ કરી નાંખ્યા છે પહેલા ભગવાને અને ચૂટણી પછી ગાંધીનગર
પહોચતાજ ભગવાન બની ગયેલા નેતાઓ અનેક લોકો ની જિંદગી સાથે ચેડા કેરી રહ્યા છે
હું આ વિચારતો હતો
ત્યાં હોસ્પિટલનો માણસ દવાનું બિલ લઇને આવ્યો અન કહ્યુ કે તમારી વાઈફને સારૂ છે
બિલ ભરી ઘરે જાઇ શકો છો બિલ ભરીને નીકળતા સવાસો વર્ષ પહેલા ગાલીબે કહેલી વાત યાદ
આવી ગઈ કે,
કૌમ તો આવામ સે બનતી
હૈ, નહી કી બાદશાહો સે…
ગાંધીનગરમા
બેઠેલા બાદશાહો સવા સો વર્ષ પહેલા
ગાલીબે કહેલી વાત સમજે તો દરેક ગુજરાતી કહેશે કે હું છુ ગુજરાત હું છું વિકાસ, નહિતર કહેશે કે હું છું બરબાદ કારણ કે હું છુ ગુજરાત.
Touching. The government is ruthless merciless...
ReplyDeleteThey are ruthless so I quote galib
DeleteOhh!
ReplyDeleteThanks for your valuable comment
Deleteહકકિતે બયાં બરબાદી બરકરાર, અબ ના હોગી જનતાકી દરકાર..
ReplyDeleteBilkul sahi bat hai aapki
DeleteShocking
ReplyDeleteYes government is not helping them
Deleteદુનિયા નાં સૌથી મોટા લોકતંત્ર ભારત માં લોકશાહી નાં નામ પર તાનાશાહી ચલાવનારા મુઠ્ઠીભર શાસકો ને સત્તા પર થી બેદખલ કરી સાચા અર્થ માં લોકો નું શાસન લાવવા માટે દેશ માં એક મજબુત ક્રાંતિ ની જરુર છે, જાતિવાદી અને મુડીવાદી શાસકો ની ગુલામી માંથી આઝાદી એજ આપણાં સૌ માટે સાચી આઝાદી ગણાશે.
ReplyDeleteજય ભારત..!!
That's true keval ji
DeleteThat's true keval ji
Delete"Sadhu aur Shaitan" Ek sikkani be bajue hoy e vaat proov to karvi pade bhai..
ReplyDeleteSachi vat gunvant ji as pdya par patu Marva no vat che
DeleteReally heart touching
ReplyDeleteThanks
Deleteહ્રદયદ્રાવક. રસહીન થઈ ધરા, દયાહીન થયો ન્રૂપ ;નહી તો ના બને આવું, બોલી માતા ફરી રડી ...
ReplyDelete