Saturday, 10 February 2018

આ ઉનાળામાં એ.સી ભૂલી જાવ, પંખો ચાલુ કરશો તો ય ગજવું કપાશે

આ ચૂંટણીમાં નર્મદાના નામે રાજકીય નાવડીમાં તરી જવા પાણી વેડફી નાંખ્યું. ખેડૂત અને પશુ પાલકોને ભૂલી જાવ. પણ આ ઉનાળામાં તમારા ખતરનાક રીતે કપાવાના છે. તમે ઘરે બેઠા હશો ને ગજવું કપાશે.
વાંચીને નવાઇ લાગે છે, પણ ગુજરાતના નેતાઓએ એવો ખેલ કર્યો છે કે, આ ઉનાળામાં એ.સી કરવું હોય તો દૂર રહ્યું, પંખો ચાલુ કરવો પણ ભારે પડી જશે. કારણ કે, દિલ્હી દરબારમાં કુર્નીશ કરીને રૂપાણી પાણી લઇ આવ્યાની વાર્તા માંડે છે, અડવાણી ડેવી કોટી પહેરીને છાતી કાઢીને કહે છે કે, કેન્દ્ર સરકાર ડેડ સ્ટોકમાંથી પીવાનું પાણી આપશે એ પાણી જુલાઇ મહીના સુધી ચાલશે.
પાણી વગરની રૂપાણી સરકારે ફરી પાછી એક વાર બધાની આંખમાં પાણીની છાલક મારી છે. પમ આ છાલક એકે એક ગુજરાતીને મોંઘી પડવાની છે. કારણ કે ગુજરાતને પાણી આપવા માટે નર્મદા ડેમની ઇરિગેશન બાય પાસ ટનલ ખોલવી પડશે. આ દરવાજા ખોલ્યા પછી ગુજરાતને પીવાનું પાણી મળશે. પરંતુ આ દરવાજા ખોલીને પાણી આપવા માટે રૂપાણી ગુજરાતીઓની પીઠમાં ખંજર ભોંકી રહ્યા છે.. અહિસંક રૂપાણીનો આ પ્રયોગ એકે એક ગુજરાતીના લોહી પાણી એક કરીને કમાયેલા પૈસા ખેંચી લેશે. કારણ કે ઇરીગેશન બાય પાસ ટનલ ખોલાશે એટલે નર્મદા ડેમમાં વીજળી ઉત્પન્ન કરતું કેનાલ હેડ પાવર હાઉસ બંધ કરવું પડશે અને વીજળીનું ઉત્પાદન પણ બંધ થઇ જશે.
નર્મદા ડેમના પાણીથી વીજળી ઉત્પન્ન કરવા માટે કેનાલ હેડ પાવર હાઉસમાં પાણી જવું જોઇએ અને નર્મદા ડેમની હાઇટ વધારીને 138 મીટર મીટર કરવાની મંજૂરી પણ એટલે જ મળી છે. કે એમાંથી વીજળી ઉત્પન્ન થઇ શકે. નર્મદા ડેમની ઇરીગેશન બાયપાસ ટનલ ખોલાય એટલે કેનાલ હેડ પાવર હાઉસમાં પાણી પહોંચે નહીં અને નર્મદા ડેમમાંથી આ પાવર હાઉસથી વીજળી પેદા નહીં થાય.
નર્મદા ડેમના દરવાજા બંધ થાય ત્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી વીજળીનું ઉત્પાદન થાય છે. આ વીજળી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને પણ આપવાની હોય છે. નર્મદા ડેમ બનાવતી વખતે થયેલા કરાર પ્રમાણે ગુજરાતે પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી વીજળી 50-50 મેગાવોટના પાંચ પાંચ યુનિટ કરીને 250 મેગા વોટના પાંચ પાંચ યુનિટ કરીને 250 મેગાવોટ વીજળી પડોશી રાજ્યોને આપવાની હતી. અને જો ગુજરાત વીજળી ના આપે તો એના પૈસા ગુજરાતે આ રાજ્યોને ચુકવવા પડશે.
ચૂંટણીમાં સૌની યોજના અને રીવર ફ્રન્ટ પર ટી.વી શોમાં દેખાડો કરવા અને સી પ્લેન ઉડાવવા માટે રીઝર્વ કરેલું પાણી વહાવી દીધું એટલે નર્મદા ડેમમાં પાણી નથી, એથી વીજળી પેદા નહીં થાય. આમે ય ગુજરાતને ઉદ્યોગ અને કૃષિ માટે બહારથી વીજળી ખરીદવી પડે છે એટલે પહેલેથી વીજળી મોંઘી જ છે. આથી નર્મદાની વીજળી નહીં મળે એટલે વધુ મોંઘી વીજળી બહારથી ખરીદવી પડશે. ઉનાળામાં ખેતી માટે પાણી નહીં હોય ત્યારે ખેડૂતો ભૂગર્ભ જળ ખેંચવા વીજળી વાપરશે અને ઉદ્યોગો તો વીજળી માટે મોં ફાડીને બેઠા જ છે. લટકામાં ઉનાળો આવે છે. એટલે ઘર વપરાશના પંખા અને એસીમાં વીજળીની માંગ વધશે. આ વધતી જતી વીજળીની માગને પહોંચી વળવા પાણી નથી એટલે રૂપાણી બહારથી વીજળી ખરીદશે.
આ વીજળી ખરીદવા માટેના પૈસા મારાને તમારા ગજવામાંથી ચુકવવા પડશે. વળી પાછો દુકાળમાં અધિક માસ તો એ થશે કે, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને વીજળી નહીં આપીએ એટલે તેમને 16 ટકા અને 57 ટકા વીજળી એમને ભાગે આવે છે તેના નાણાં પણ ચુકવવા પડશે. એનો વધારાનો ખર્ચો પણ મારે અને તમારે આપણા ગજવામાંથી કાઢવો પડશે.
પાણીનું આવું મીસમેનેજમેન્ટ 17 વર્ષ પછી થઇ રહ્યું છે. ઇરિગેશન બાય પાસ ટનલ 2001માં પાણીની તંગી વખતે ખોલવામાં આવી હતી. ત્યારે નર્મદામાં વીજળી બનતી ન હતી. પણ વીજળીની તંગી નિવારવા ગુજરાતને વીજળી ખરીદવી પડતી હતી. એ વખતે ઉનાળામાં દરેક ઘરના વીજળીના બિલે બધાને રાતા પાણીએ રોવડાવ્યા હતાં. 2001 અને 2018ની વીજળીના ભાવમાં મોટો ફરક આવ્યો છે એ જાણીને નવાઇ લાગશે કે. 2001 કરતાં 2018માં વીજળી ખરીદવા માટે 27 ટકા વધારે પૈસા આપવા પડતા હતાં. અલબત્ત કેટલા પૈસા થશે. એનો કરોડો રૂપિયાનો આકડો બલોતા સરકારી બાબુઓ ગભરાય છે. તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને વીજળીના કેટલા પૈસા ચુકવવા પડશે એ બાબતે હજુ મગનું નામ મરી પાડતા નથી.
તો અહિંસક રૂપાણીને આ વિશે પૂછ્યું  કે, અન્ય રાજ્યોને પૈસા ચુકવવાના થશે ? તો હિંસક હાસ્ય સાથે કહ્યું કે, એ બધુ જોયું જશે, અત્યારે તો પાણી મળ્યું ને?
હવે સરકાર આ વીજળી ખરીદવાના જે પૈસા થશે એ આ એપ્રિલથી અમલમાં આવનારા બજેટમાં આડા તેડા વેરાં નાઁખીને વસૂલ કરવાની છે. એટલા આ ઉનાળામાં એ.સી ચાલુ કર્યું તો વીજળીના બિલથી ગળું કપાશે અને પંખો ચાલુ કર્યો તો ખિસ્સું કપાશે. પરસેવો પાડીને ભેગા કરેલા પૈસા પર-સેવામાં જશે. ત્યારે પાણી વેડફ્યાની ફરિયાદ કરતાં કરતાં હિન્દીમાં લખાયેલો શેર યાદ આવી જાય છે.

‘’તું યે ના પૂછ કે, મેરી શિકાયતે કીતની હૈ
તુ અબ યે બતા ઔર કોઇ સિતમ બાકી તો નહીં હૈ?’’

નર્મદાના નીર નહીં હોવાથી હજું કેટલાં અને ક્યાં ક્યાં લૂંટાશો તે વાંચો આવતી કાલે?


45 comments:

  1. આ તો ભારે થવાની? ખોબલે મત આપી બેઠેલાં ભક્તો નો એવો દ્રોહ? પણ દેશદાઝે એ ઈલેકટ્રીક શોક પણ ખમી જઈ મત તો લોકસભા માં ભાજપને જ.

    ReplyDelete
  2. તવાયફોના તાયફાથી આનંદ લેતી પ્રજાનું કઈ નાં થાય, આતો કિર્મિનલ કોન્સપીરન્સી છે. હવે લોકોની આંખ ખુલે તો સારું એવી પ્રભુને પ્રાર્થના.

    ReplyDelete
    Replies
    1. Ye Dr. Mayur ji this is a criminal conspiracy but we have to understand

      Delete
  3. Shocking. How come the media is silent on this subject? You are doing a great job- one man army. Great. Keep it up

    ReplyDelete
  4. Gujarti Loko dhoka khava tevai gayel chhe... BJP "moti moti vaato ne gadhada ni lato " Credit goes to "silent " media....

    ReplyDelete
    Replies
    1. Yes gunvant ji same thing people saying in North Gujarat that moti moti vato Baki gadheda no lato apne garmi ma parseva Sathe khavani che

      Delete
  5. ભાઈ આ વાત સાચી છે પરંતુ ઊંઘતાં હોય તેને જગાડી શકાય, જાગતા ઊંઘતાં ને ના જગાડી શકાય.

    ReplyDelete
    Replies
    1. Thanks harshjit Bhai but we have to try this people to wake up

      Delete
  6. I am with b.j.p.but you are telling truth

    ReplyDelete
  7. Sir I can't understand 8 but thanks for reading

    ReplyDelete
  8. પાણી દાર સરકાર પાસે જ પાણી ના રહયું
    સરકારે મોટું કામ કર્યું નેમ ચેન્જર
    સિંચાઈ શબ્દ ની જગ્યા એ જળ સંપત્તિ
    હવે સંપત્તિ વિના ની સરકાર

    ReplyDelete
  9. Thanks for sharing hidden facts.normally such facts do not come out in popular media.i hv the confidence that money spent drom my wallet are not going into sm politicians account.

    ReplyDelete
    Replies
    1. Thanks parag Bhai for your valuable comment but your money will go by hidden taxes Baki to jay ho

      Delete
  10. Very serious matter for all...Thanks for the article with full details dear Bhargav bhai.

    ReplyDelete
    Replies
    1. Thanks Mukesh Bhai but fact is this thanks for your valuable comment

      Delete
  11. Sir now I am feeling shame on me that I voted for such politicians

    ReplyDelete
  12. સાહેબ... એકલાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જ નહીં આ વીજળીનો અમુક ટકા હિસ્સો રાજસ્થાન ને પણ આપવો પડે છે... એટલે ગુજરાતીઓ ને તો પડ્યા ઉપર પાટુ......

    ReplyDelete
    Replies
    1. Bhai Shu kariye Pani politics Nadja nu Pani mapi lidhu

      Delete
  13. Ab lagta hai ki sukhi nadi ko bhi neta log shanti nahi denge

    ReplyDelete
    Replies
    1. Bhai sukhi Nadi to thik logon KO sukha Diya hai jay ho

      Delete
  14. ઇન્ટરેસ્ટિંગ ઇન્વેસ્ટિગેશન આને કહેવાય ...
    પણ દુખએ વાત નુ છે કે

    "અંધેરી નગરી ગંડુ સા રાજા "

    જેવી સ્થિતિ મા જગત ની ચોથી જાગીર સરકાર ની કહેવાતી પ્રસિધ્ધિ અને પ્રચાર -પ્રસાર પાછળ મશરૂમ ની માયા મા મંત્રમુગ્ધ બની છે ..વશીકરણ નો આ દોર કેટલો લાંબો ચાલસે તે નક્કી નથી..અહી હાલ એવૉ યુગ છે કે પીઢ પત્રકાર રવીશકુમાર ન સહવાય માટે મનોરોગી કહેવાય છે

    " પાણી માટે શુ પ્રજાએ પૈસા ચૂકવવા પડસે ????

    એ પ્રશ્ન નો સંતોષકારક જવાબ મળે ત્યા સુધી મારો ચલાવવા ની હિમત ચોથી જાગીર નિભાવશે
    ????

    કે પછી " સહેબ " ની જીહજુરિ.ની પડેલ કુટેવ મુજબ ...સિક્કા ની અેકજ બાજુ નુ પ્રતિબિઁબ બતાવી વાહ વાહી જ કરસે ???

    ReplyDelete
  15. Bharghavbhai, Aanu Nam J Vikas. Aafat ubhi Karo ane Avasar ma feravi nakhavi aanu nam Skill India. Bhakto ni nazare Rastra Bhakti.Chhetarpindi no pardafarsh karava badal abhinandan. Mahesh Pandya

    ReplyDelete
  16. Cha hey kuch bhi ho jay lekin bhargavji sachai lahi dete hey

    Keep it up sirji 🇮🇳

    ReplyDelete
  17. કોઇપણ પ્રજા જાણી જોઇને, સમજી વિચારીને, જુઠા લોકોને, પક્ષપાતી લોકો અને ખાસ કરીને કલ્પનાઓના અખતરા કરનારા લોકોને વારંવાર મત આપી પ્રસાશન સોંપે તો તેની સજા અવશ્ય મળે છે, આ બધુ થવુ અપેક્ષિત છે.

    ReplyDelete
    Replies
    1. Thanks Krishna ji I agree with you thanks for your valuable comment

      Delete
  18. Replies
    1. Sahi me is garmi me achhe din jayenge Parul ji

      Delete