Tuesday, 9 May 2017

ગરીબીનો ઘમંડ એટલે એક પલ્લાવાળું ત્રાજવું, જે નમી ન શકે !

હું સામાન્ય રીતે ઓફિસ પત્યા પછી મારા ટ્રાવેલર્સ મિત્ર રાજા શર્માની પહેલ ટ્રાવેલ્સની ઓફિસમાં સમય ગાળવા બેસું છે. અહીં બેસવા પાછળનો મારો મકસદ બીજો કાંઇ નથી. એને ત્યાં ઇન્ટરનેટ સર્ફ કરતાં કરતાં ગામ ગપાટા કરવાનાં અને ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એર ટિકિટના બુકિંગ કરાવનારા લોકોની સાયકી સમજવા મળે છે….અને એનાથી વધારે તો કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં એના ડ્રાઇવરોની નોખી અનોખી વાતો સાંભળવાની મજા પડે છે.
કોણ ક્યા રાજકારણીને મળ્યું ? કોણે શું વાત કરી? આ બધી માહિતી એક જ જગ્યાએથી મળે છે. એનો વિશ્વાસુ ડ્રાઇવર અચાનક જ આવ્યો. હું કોમ્પ્યુટર પર બેઠો હતો અને એણે આવીને એના માલિક રાજાને કીધું કે, હવેથી હું ચોપ્રાની ગાડીમાં નહીં જાઉં. સાલા ભિખારી કી તરહ ખાના ખાને કા 150 રૂપિયા દેતા હૈ ઔર હોટેલમે નહીં, કાર મે સોને કે લિયે બોલતા હૈ. દુબારા જો ભેજોગે તો નોકરી છોડ દુંગા.
એનો ઊંચો અવાજ સાંભળીને મારું ડોકું ફરી ગયું. કોમ્પ્યુટરનો સ્ક્રીન છોડી મેં અચાનક એની સામે જોયું. એનું ગુસ્સાથી તપતું મોઢું શાંત થવાનું નામ લેતું ન હતું. મૈને જો પૈસા ઉધાર લિયા હૈ વો આપકો વાપિસ કર દુંગા. ઠેલા ચલાઉંગા, પર દુબારા ઉસકે સાથ કભી ભેજા, તો નોકરી નહીં કરુંગા.
મને ખબર હતી કે 10 હજારના પગારવાળો આ ડ્રાઇવર એના માલિક પાસેથી હમણાં જ સીત્તેર હજારની લોન લઇ ગયો હતો અને મહીને બે હજાર કપાવતો હતો…પણ એની મજબુરી કરતાં એનો ઘમંડ જબરજસ્ત હતો.
મને સમજાયું નહીં કે માથે દેવું છે છતાં નોકરી છોડવાની વાતો કેમ કરે છે ? આટલો ઘમંડ કેમ?  ખૂબ વિચાર્યું ત્યારે સમજાયું કે, એના ગુસ્સા અને ઘમંડ પાછળનું કારણ એની ચાર પેઢીનો ઇતિહાસ છે. આ સમજવા માટે થોડા ફ્લેશ બેકમાં જઇએ.
દેશ આઝાદ થયો ત્યારે દેશમાં માત્ર 16.6 ટકા પ્રજા શિક્ષિત હતી અને 83.4 ટકા લોકો નિરક્ષર હતાં. છતાં દરેકની આંખમાં સપનું હતું કે, કંઇક થઇશું અને સોનાનો સૂરજ ઉગશે. 70 વર્ષમાં ચાર પેઢી પસાર થઇ, સમાજશાસ્ત્રીઓનું માનીએ તો 1970 સુધી દરેકના હક્ક માટે ક્રાંતિ થતી તે અહિંસક હતી. 1974 પછી જ્યારે પણ હક્ક માટે નવી પેઢીની લડાઇ થઇ તે ધીમેધીમે હિંસક થવા માંડી, નવનિર્માણ, જે.પી મૂવમેન્ટ, અનામત આ બધી મૂવમેન્ટમાં હિંસા દેખાવા માંડી કારણ કે ત્યાં સુધીમાં આખું ય હિન્દુસ્તાન અમીર ગરીબ અને મધ્યમ વર્ગમાં વહેંચાઇ ગયું હતું. ઉદારીકરણના આ યુગમાં હવે મધ્યમ વર્ગની પણ ત્રણ કેટેગરી પડી ગઇ છે. ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ....એમાં પૈસાદાર અને ગરીબની વ્યાખ્યા સંકોચાતી ગઇ. કારણ કે સરળ હપ્તાથી મળતા ટીવી. કાર, ફ્રીજ એસી, મોબાઇલ જવી વસ્તુઓ હવે પૈસાદારના ખિસ્સામાંથી નીકળી ગરીબના દિલમાં આવી ગયા. એટલે જ અમેરિકાની જેમ 21મી સદીમાં પણ બે આવક અથવા તો અમે બે અમારૂં એક બાળક, ઘરમાં બે વાહન, એક મકાન અનિવાર્ય બની ગયું છે. એટલે ગઇ કાલ સુધી પૈસાદારનો ઇજારો ગણાતી વસ્તુઓ ઉચ્ચ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગ પાસે આવી ગયો એને અમેરિકનો અપબીટ જનરેશન કહે છે. પણ ગુજરાતીમાં એવો શબ્દ નથી એટલે હું એ મધ્યમ વર્ગીય લોકોને કારકિર્દીવાદી, ધંધાવાદી, ઉપભોક્તાવાદી અને મજાવાદી કહું છું.
કારણ કે મધ્યમ વર્ગને એની બડી રહેવું નથી. સમ બડી બનવું છે. એટલે જ હવે લોકો ભવિષ્યનું પ્લાનિંગ 20 વર્ષનું નહીં પણ પાંચ વર્ષનું કરે છે. સારા પર્ક્સ, સારો પગાર જોઇને કુદકા મારવાનું શરૂ કરી તે જ ગતિથી ધનિક થવું છે. એટલે જ તમે તમારી આસપાસના 100 પરિચિતોને જોશો તો તેઓ લોઅર ઇન્કમગ્રુપમાંથી મીડલ ઇન્કમ ગ્રુપમાં આવ્યા છે અને ત્યાંથી અપર ઇન્કમ ગ્રુપમાં આવ્યા છે. આમ છતાં માણસ પશુની માફક વર્તમાનકાળમાં નથી જીવતો. એ ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જીવે છે. જેના કારણે એની તકલીફો પણ ત્રીકોણિય છે. જ્યાં દરેક છેડો બીજાને નથી અડી શકતો નથી. એટલે જ મને અહીં સમભાવના સ્થાપક અને તંત્રી તેમજ ચિંતક ભૂપતભાઇ વડોદરિયાની વાત યાદ આવે છે કે, સમય પસાર થતો નથી, આપણે પસાર થઇએ છીએ.., સમય તો સ્થિર છે, જીવન અસ્થિર છે.
આ અસ્થિર જીવનમાં વીતી ગયેલી ચાર પેઢીએ પોતાની પેઢીને જે નથી આપ્યું તેના કારણે તે એની સાથેના સ્થાયી થયેલા લોકોથી પાછળ છે, એનો એને ગુસ્સો છે. પણ એ ગુસ્સો હતાશા કે પછી નિષ્ફળતા કાંતો પોતાની જૂની પેઢી પર થોપે છે, કે બાપા કશું મૂકીને ન ગયા એટલે મજૂરી કરવી પડે છે એવું વિચારે છે. પરંતુ મજૂરી તો શાશ્વત છે, પોતાની આસપાસના લોકોને એની વ્યાખ્યા પ્રમાણે સમ-દ્ધ થતા જોઇ અંદર રહેલો ગુસ્સો ખુમારીના નામે  રાજા શર્માના ડ્રાઇવરના ગુસ્સાની માફક બહાર આવે છે.ઘરે ઊડી ગયેલી ટ્યૂબલાઇટ બદલવા આવવાના ઇલેક્ટ્રિશિયન 50 રૂપિયા માગે છે. તો નળ ફીટ કરવાવાળો પ્લમ્બર એક નળ ફીટ કરીને વિઝિટિંગ ચાર્જના 80 રૂપિયા માગતો થઇ ગયો છે. ટુ વ્હીલર પર કડિયાકામ કે સુથારીકામ કરવા આવનારો પોતાની મરજીથી આવી કામની શરૂઆત કરે છે, પરંતુ સમયસર કામ પૂરૂં કરવાની જવાબદારી લેતો નથી. રોજના પ00થી 700 રૂપિયાની મજૂરી લીધા પછી ટોકવામાં આવે તો એ અધૂરૂં કામ છોડીને જતો રહે છે. એના મતે પોતે નહીં હાંસલ કરેલું સામેના પાસે છે એનો એને ગુસ્સો છે..હતાશા છે અને પોતાનું મહત્ત્વ સચવાય એમાં એનો ઘમંડ પોષાય છે. કદાચ ગરીબીની આ જ મૂડી છે. એટલે જ તમે પટાવાળો ચોકીદાર કે લેબર વર્કરને કામ ઝડપથી કરવા ધમકાવશો ત્યારે એના ગુસ્સાને હતાશારૂપી આક્રોશ ગરીબીનો ઘમંડ બનીને બહાર આવી જાય છે...એને કામ છોડવાની ચિંતા નથી...કારણ કે, એના ઘરમાં આઝાદીના સમયથી વીતેલી ચાર પેઢી પ્રમાણે હજુ જુવાર, બાજરાએ જ રસોડામાં જગ્યા મેળવી છે. બ્રેડ, પાસ્તા, જામ અને ચીઝને હજું તેના ફ્રીજમાં જગ્યા નથી મળી. કારણ કે માર્કેટિંગ સ્ટ્રેટેજી, એડવર્ટાઇઝિંગ અને પ્લાનિંગ મેનેજમેન્ટના નામે જાહેરાતોનો મારો ચાલ્યો છે, તેણે દરેકના સબકોન્શ્યસ માઇન્ડને નવી વસ્તુ ખરીદવા મજબુર કર્યા છે. કારણ કે જાહેરાતોનો મારો સીધો ડ્રોઇંગ રૂમથી બેડરૂમ અને સ્ટડી રૂમમાં ઘુસ્યો છે.
જાહેરાતોનો આ મારો માત્ર ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગને ખરીદવાના પ્લાનિંગ આપે છે...પણ ગરીબ લોકોને હતાશા અને ગુસ્સો આપે છે. જેને ગરીબી સ્વાભિમાનનું સ્વરૂપ આપે છે. એટલે જ ગઇકાલ સુધી નિર્ધન માણસ જી સાહેબ, થઇ જશે...એમ કહેતો હતો તે હવે કામ થાય એટલું જ થશે એવો જવાબ આપી શકે છે. એને હવે કાલથી ન આવતો એવો શબ્દ સાંભળવાનો ડર નથી. કારણ કે શેઠને ના પાડવાથી એનો અહમ્ સંતોષાય છે, પણ ગુમાવવાનું કાઇ નથી....શેઠિયા જોડે રૂપિયા હોય તો એના ઘરે....આપણે મૂંડી નીચી નહીં કરીએ....એવા અભિમાન સાથે ઘરે જઇ બાળકો સાથે રોટલીને ડૂંગળી ખાઇને સુઇ જશે...પણ ઝુકતો નથી. એટલે જ હવે ઘમંડ અમીરોની જાગીર રહી નથી પરંતુ ગરીબોની એસેટ બની ગઇ છે...અને એથી જ અમીરોને ના પાડવી એ ગરીબનું સ્ટેટસ બની ગયું છે..એટલે જ એકવીસમી સદીમાં અમીરો પાસેથી ઘમંડનો ઇજારો ગરીબીએ લઇ લીધો છે. ગરીબીનો ઘમંડ ભલભલાને ઝુકાવે છે. તેથી ઘરે આવેલા મિસ્ત્રી, પ્લમ્બર, કામવાળીબાઇને કામની શરૂઆત કરે તે પહેલા ચ્હા, નાસ્તો પૂછવો પડે છે...જેથી એનો અહમ્ સંતોષાય છે...પોતાનું મહત્ત્વ દેખાય છે. આ ગરીબીના ઘમંડને નાજૂક પળે અને પરિસ્થિતિ પ્રમાણે ઇન્વેસ્ટ કરવામાં જે સફળ રહે છે એ કાયમ શોષક રહેશે અને થોડાં પૈસામાં પણ શોષણ  કરી શકે છે. એટલે જ ગાલીબે વર્ષો પહેલા ગરીબીના ઘમંડ માટે લખ્યું હતું કે,
માના કી મૂશ્ત એ ખાક સે બઢકર નહીં હું મૈ, લેકિન હવા કે રહમોં કરમ પર નહીં હું મૈ...
(મૂશ્ત એ ખાક- મુઠ્ઠી ભર રાખ, જેને હવા ઉડાડી શકે)

28 comments:

  1. જોરદાર સર.....

    ReplyDelete
  2. Absolutely right bhargavbhai. This is 'the' problem we are facing daily

    ReplyDelete
  3. It's reality. Nice Narration

    ReplyDelete
  4. Bhai havey to pati ne pachi pan kaam vala bhai ke ben ne pahela puche che baireeeee

    ReplyDelete
  5. Deep thoughts....superb Bhargavbhai

    ReplyDelete
  6. Good blog we are facing same things

    ReplyDelete
  7. મહેનતકશ માણસો પાસે પોતા ની મૂડી જ મહેનત નો ઘમંડ છે જે પૈસાદારો ને પણ ઝુકાવે છે

    ReplyDelete
  8. Nice you have said true story of poor people

    ReplyDelete
  9. Vah jordar garibo ni vat sachi lakhi

    ReplyDelete
  10. Vah jordar garibo ni vat sachi lakhi

    ReplyDelete
  11. Bilkul sachi vaat chhe saheb... Aje Mara gher regular aavta plumber a evu kahi ne aavvani Na padi k hu 4 divas pachhi aaish, ek kaam thi bahar gyo chhu. Ane jo utaval hoy to aa kaam koi bija pase karai lo....

    ReplyDelete
  12. Bilkul sachi vaat chhe saheb... Aje Mara gher regular aavta plumber a evu kahi ne aavvani Na padi k hu 4 divas pachhi aaish, ek kaam thi bahar gyo chhu. Ane jo utaval hoy to aa kaam koi bija pase karai lo....

    ReplyDelete
  13. पराधीन सपने सूख नाहीं

    ReplyDelete
  14. Sir, sachej kehvayu Che ke 'Garib ne pan potani Garibai nu Abhiman hoy Che '...

    ReplyDelete
  15. aa problem nu kaaran a chhe k nehru gandhi khandan ane gandhiji ni bhayankar moti, gadheda jevi bhulo chhe,
    (1) GANDHI NI ANAAMAT SYSTEM
    (2) NEHRU NE VADA PRADHAN PAD
    (3) NEHRU GANDHI KHANDAN NI LUTFAAT

    etc etc etc etc etc etc etc etc

    ReplyDelete
  16. bhai sri bhargav, garib bhikhari na badle raja sharma na driver no dadagiri karto photo vadhare saro lagat.

    ReplyDelete
  17. વિષય ની આજુબાજુ ફરતો સુંદર લેખ...

    ReplyDelete
  18. खयाल लाजवाब

    ReplyDelete
  19. खयाल लाजवाब

    ReplyDelete
  20. Superb analysis. Great. Mane to me karela ghamand yaad aavi gaya😜

    ReplyDelete
  21. Ek Palla Walu Trajvu, Perfect Headding Of The Blog,Ane Best Word Of The Blog , Ane Amiro Ne Na Padvi E Garibo Nu Status Bani Gayo Che, That Is Only The Fact, Ema Ene Santosh Bese Che, Jema To Hoon Bhargav Bhai, travel Industry Ma MNC Or Corporate Travel Co. Na Driver Karta Sautha Vadhare Salary Apto Hois. Ane Aapu J Chu. Pan Ene Lage Che K Sheth Ne Jarur Che, Etle Aap Che, Badha Loko Aa day to day life maa face karej Che. Good written.

    ReplyDelete
  22. Kya bat he Sir mana k musht e khaq se badhkar nahi hu me

    ReplyDelete