થોડા દિવસ પહેલા ચાની કીટલી પર બેઠા
હતા ત્યારેએક મિત્રએ કહ્યું કે નોકરી નથી,
ઘરનું ભાડું ભરવાનુ અને છોકરાઓ ની ફી ચુકવવી
મુશ્કેલ થઇ ગઇ છે. ગઇ કાલ સુધી ખુદ્દાર રહેલા આ દોસ્તની વાતે મને વિચારતો કરતો
મૂકી દીધો. એની વાત સાચી હતી. પૈસા વિના જીવવું મુશ્કેલ છે. ગઇ કાલ સુધી હું એમ
માનતો હતો કે, જીવન જીવવા માટે પૈસા જરૂરી છે. પણ
પૈસો જ જીવન નથી. પરંતુ ખાસ્સા વિચાર પછી
લાગે છે કે માનવીની બે ઉપલબ્ધિ ખરેખર સૌથી ખતરનાક છે..... એક પૈસો અને બીજી રોટલી....એવું
કહેવાય છે ઇશ્વરની કૃપા હોય તેમની છઠ્ઠી ઇન્દ્રીય સતેજ હોય...... પણ સાચ્ચે જ
માણસે શોધેલી પૈસા નામની ચીજ પાસે સાતમી ઇન્દ્રીય છે. પૈસો એવો છે કે, તેની મદદથી અશક્ત માણસ સશક્તને રાખી શકે છે. ડફોળ માણસ બુદ્ધિશાળીને
પોતાના ત્યાં કામે રાખી શકે છે. પૈસો બદસુરતને ખૂબસૂરતીની પ્રાપ્તિ કરાવી શકે છે.
કારણ કે પૈસા પાસે સાતમી ઇન્દ્રીય છે. આમ છતાં ય જગતમાં કોઇ પૈસાદાર નથી. કારણ કે
દરેક માણસને પૈસા કમાયા પછી પોતપોતાની રીતે એક રેખા બાંધી દીધી છે, જેમાં માણસ પોતે નક્કી કરે છે કે, હું કમાયો છું એ પૈસો ચોખ્ખો અને શુદ્ધ છે. મારાથી વધુ કમાયેલો માણસ
ચોર છે અને મારાથી ઓછું કમાયેલો માણસ મુર્ખ છે. તો પણ ગમે તેટલું કમાયેલો માણસ
પોતાને પૈસાદાર ગણાવી શકતો નથી. કારણ કે મારી કાર સાફ કરવાવાળા માટે હું શેઠ છું,
મારા માટે મને પગાર આપનાર મારી કંપનીનો માલિક
શેઠ છે. એમના માટે એનાથી મોટું એમ્પાયર ધરાવનાર શેઠ છે. પણ શેઠની વ્યાખ્યા ક્યાંય
અટકતી નથી.
થોડા દિવસ પહેલા સુરત જવાનું થયું. એક
વ્યક્તિ એના ઘરે ખાસ આઇસક્રીમ ખાવા લઇ ગયો. નોકરે ચાંદીના ગ્લાસમાં પાણી આપી મારું
સ્વાગત કર્યું. થોડી વારમાં કાચના બાઉલમાં આવેલો આઇસ્ક્રીમ ખાવા માટે સોનાનો ઢોળ
ચડાવેલી ચમચી હતી. મે મોંઘા બાઉલમાં મોંઘી ચમચીથી આઇસ્ક્રીમ ખાધો, એ જ રાત્રે મારા પરમ મિત્ર
વિક્રમ વકીલના દીકરા પલાશ સાથે અમે એક પાર્લરમાં આઇસક્રીમ ખાધો, સ્વાદમાં કાંઇ ફરક ન હતો. પરંતુ મારા મગજમાં લાકડાની ચમચીથી આઇસક્રીમ
ખાતી વખતે સોનાની ચમચી રમતી હતી. લાકડાની ચમચીથી આઇસક્રીમ ખાતા મસ્તીથી આઇસક્રીમની
લુત્ફ ઉઠાવતો હતો. જ્યારે પેલા કાચના બાઉલમાં સોનાની ચમચીથી આઇસક્રીમ ખાતી વખતે
ચમચી અને બાઉલ અથડાય નહીં અને અવાજ થાય નહીં એનું મને સતત ધ્યાન રહેતું હતું.
ત્યાં મારા માટે આઇસક્રીમના લુત્ફ કરતાં એટીકેટ અગત્યના હતાં.
બીજા દિવસે પણ મારે સુરતના એક હીરાના
વેપારીને ત્યાં મળવા જવાનું થયું, એના સફેદ
કપડાંની ચમક...હાથમાં ગોલ્ડની હીરાજડિત આઠ લાખની ઘડિયાળ હતી. અને મારા કાંડા પર 1500વાળી ટાઇટનની કાંડા ઘડિયાળ હતી. પણ એમાંય સમય તો 11.35 જ થયો હતો.
પૈસો પૈસાને ખેંચે છે એ વડવાઓની જૂની
કહેવત છે પણ એકવીસમી સદીમાં પૈસો માણસને વજન મૂકીને નમાવે છે. ખુદ્દારી અને આત્મ
સન્માનને ખતમ કરવાનું બ્રહ્માસ્ત્ર પૈસો છે. કારણ કે માણસ દાળભાત રોટલીને શાક માટે
કમાતો જ નથી. ફોન ફ્રીજ ટીવી એ.સી અને કાર જેવા સાધનો માટે ઇએમઆઇના ચક્કર અને સમાજમાં રૂતબા માટે બ્રાન્ડેડ કપડાં
અને જૂતાથી માંડીને પેન સુધીની બ્રાન્ડ સાચવવામાં એના મૂળિયાં ઉખડી જાય છે. પરંતુ
ઔડી, મર્સીડીઝ કારમાંથી ફાટેલી જીન્સ અને સડેલી
જર્સી પહેરીને ઉતરનારને ફેશનેબલ કહેવાય છે. પરંતુ હું મીની સ્કર્ટ પહેરી સ્લીવલેસ
ટીશર્ટ સાથે માર ફ્લેટના કોટ પર બેસીશ તો લોકો મને ગાંડાની હોસ્પિટલમાં ઊંચકીને
મૂકી આવશે. કારણ કે સમાજે સફળતાની પારાશીશી માટે બાંધેલી પૈસાદારની વ્યાખ્યામાં
હું નથી આવતો.
આમ છતાં મને એક વાત નથી સમજાતી કે મેં
પાનનાં ગલ્લેથી ખરીદેલી સિગારેટ અને મારી સામે સોનાના સિગરેટ કેસમાંથી બહાર કાઢેલી
સિગરેટ એક જ બ્રાન્ડની હોય તો શું ફરક પડે છે. ? પરંતુ મેં નાંખી દીધેલી અડધી સિગરેટ કોઇ 13 વર્ષનો બાળક ઉઠાવીને બે કશ મારે ત્યારે એના ચહેરા પર દેખાતી લુફ્ત
અને આનંદની રેખા અલગ હોય છે. એ 13 વર્ષના છોકરાનો
આનંદ નથી મારી પાસે કે નથી સોનાના સિગરેટ કેસમાંથી સિગરેટ કાઢીને પીનાર પાસે...
પૈસાનો જન્મ રોટલીની શોધમાંથી થયો.
રોટલીની શોધ ન હોત તો પૈસો ન હોત તમે ગમે તેટલા પૈસા કમાવ પણ ડાઇનિંગ ટેબલ પર ત્રણ
ચારથી વધુ રોટલી ખાઇ શકવાના નથી. કારણ કે આજે કારમાં ફરતાં લોકો એવા છે કે જે ચાર
રોટલી ખાતા હતાં અને એમની સાયકલની એવરેજ 40 હતી,
ત્યારે ભૂખ હતી પણ પૈસા ન હતાં. આજે પૈસા છે તો
ભૂખ નથી. કારણ કે પૈસા નામની સાતમી ઇન્દ્રીયને પામવા માટે સતત સ્ટ્રેસમાં જીવતો
માણસ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા દોડતો નથી. સતત દોડતા રસ્તાને સફળતાનો રસ્તો
સમજી કદમ મિલાવવાનો પ્રયાસ કરે છે. જેના કારણે ડાયાબીટિશ, બ્લડપ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ
અને કોલેસ્ટોરેલનો શિકાર બને છે. આથી જ્યારે પૈસા આવે ત્યારે ભૂખ જતી રહે છે. કારણ
કે આ સાતમી ઇન્દ્રીય લેવા જતાં એના જ ખોરાક પર ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનનું પેપરવેઇટ
મૂકી દે છે.
ચાળીસી પછી જિંદગીનો આનંદ લેનાર આપણી
જૂની પેઢી કરતાં આપણે જિંદગીના બદલે ટેન્શન અને દવાનો આનંદ (?) લઇએ છીએ, એટલે જ પૈસો
ઇશ્વરે આપેલી છઠ્ઠી નહીં પણ માણસે બનાવેલી સાતમી ઇન્દ્રીય છે. જે નહીં મળવાને
કારણે 70 ટકા લોકો પોતાના મનમાં ગુસ્સો,
ઇર્ષા અને નિષ્ફળતાની લાગણી લઇને જીવે છે...અને
પૈસા નામની સાતમી ઇન્દ્રીયને શોધવા માટે મહેનત કરે છે...અને એ રોજ જીવે છે અને રોજ
મરે છે. જિંદગીનો બોજ ખભે નાંખી પોતાની કબરનો રસ્તો શોધે છે.
આમ છતાં ય કસ્તુરી મૃગ જેમ કોઇને નથી
મળતું તેમ આ પૈસા નામની સાતમી ઇન્દ્રીય કોઇને ય મળતી નથી, એટલું જ નહીં એ કોઇ શોધી શક્યું નથી. ના સાયન્ટિસ્ટ કે ના સાધુ...કારણ કે એ પણ સાતમી ઇન્દ્રીય પાછળ
છે. એટલે 10 ઝૂંપડપટ્ટી વસે એટલા વિશાળ આશ્રમ બને
છે. સાધુઓ આ સાતમી ઇન્દ્રીય પૈસાને માયા ગણાવી છોડવાનું કહે છે..પણ એમનાથી દાન
પેટીઓ છૂટતી નથી. એટલે જ આ સાતમી ઇન્દ્રીય પૈસો ઇશ્વરની દેન નથી. માણસ દ્રારા
માણસનો શિકાર કરવાનું અવાજ ન કરે તેવું
જીવલેણ હથિયાર છે.....
(આવતી કાલે અમીરીનો
નહીં પણ ગરીબીનો ઘમંડ)

ખૂબ સુંદર રજુઆત ભાઇ
ReplyDeleteપૈસો પછી એક કોમાં જરૂરી હતુ..કારણ કે એ આદિ છે પણ અનંત નથી જ નથી....
Deleteપૈસો પછી એક કોમાં જરૂરી હતુ..કારણ કે એ આદિ છે પણ અનંત નથી જ નથી....
Deleteપૈસો જરૂરીઆત છે પણ સર્વેસર્વ તો નથી જ.પૈસો જ બધુ છે તેમ સમજી તેની પાછળ દોટ મુકવી અને આપણી ધર્મ,અર્થ, કામ અને મોક્ષના ચાર પુરુષાર્થઓમાં કેવળ તેને જ ઉત્તમ ગણવો મોટી ભૂલ છે.પ્રથમ સ્થાન ધર્મ.. એટલે માનવ કર્તવ્ય..જેમાં પરોપકાર ભારોભાર હોય..બીજું સ્થાન અર્થ..ધન કમાવું પણ જરૂરિયાત પુરી કરવા,કામનું પણ એવું જ.સંતતિ પૂરતું મર્યાદિત અને આ ત્રણ તેની મર્યાદિત માત્રામાં હોય..રેખા પાર ન થાય તો છેલ્લે મોક્ષ પ્રાપ્તિના દ્વાર ખુલે..!!!!
Deleteઆ વિષય મુકવા માટે અભિનંદન સહ આભાર..પરીખ સર..
अति सुन्दर
Deleteपैसा सब कूछ नही हैं पर इस कलयुग मैं पैसा मेरा भगवान और मैं पैसों का दास यह पँग्ति कई लोगों के लिये आशीर्वाद समान हैं.
સાધુઓ આ સાતમી ઇન્દ્રીય પૈસાને માયા ગણાવી છોડવાનું કહે છે..પણ એમનાથી દાન પેટીઓ છૂટતી નથી. એટલે જ આ સાતમી ઇન્દ્રીય પૈસો ઇશ્વરની દેન નથી. માણસ દ્રારા માણસનો શિકાર કરવાનું અવાજ ન કરે તેવું જીવલેણ હથિયાર છે..... વાહ સર
ReplyDeleteVery good Bhargav
ReplyDeleteઅદભુત સાહેબ
ReplyDeleteઆશુતોષ
આ સાતમી ઇન્દ્રી નો ઉપાય કપાલભારતી પણ નથી
ReplyDeleteઅદભુત વાત લખી છે ..સાહેબ..વાંચી ને અમે વગર પૈસે ધનવાન બની ગયા...
ReplyDeleteVaah!majaa aavi gai.bahot khub
ReplyDeleteભાર્ગવભાઈ,ઇ પૈસો જ સાતમી નહીં "સાચી" ઇન્દ્રી છે,
ReplyDeleteઇ,ઇન્દ્રીવાળી વાત તમે હાચી કીધી હો...!
હુંય હવે પૈસા કમાઈને લુઘડા,બુટ, ઘડિયાળ અને કામરપટ્ટો પણ બ્રાન્ડેડ પેરુછું હો,પણ સાલું તમે આ "સીપી"ના બુસકોટ પહેરોછો,ઇ છે હું....!!?
ખાદી ના છે,😉😉😉
DeleteSuperb bhatgavbhai
ReplyDeleteAa satmi indri kya raste aavi te bahu jaruri che. Tene pami manas samaj vat to pade che pan aa indri zatka pan eva aape che k manas jive to che pan tema sukh ni mithas nahi pan dukh na kadva ghutda pito rahe
Bhargavbhai
ReplyDeleteNice article
ReplyDeleteARVIND KEJRIWAL ni gai kale baji gai te pan aa PAISA ni laahy ma j, baki AK no su vaank gno !!!!!
ReplyDeletekhi khi khi khi khi khi
પહેલા માણસ માત્ર પૈસો એ માત્ર સાધન હતો આજે પૈસા માટે માણસ સાધન બન્યો છે,પૈસો એ માણસ ની ભૂખ સંતોષવાનું સાધન હતો આજે માણસ ને પૈસા ની જ ભૂખ છે જે સાદચ ક્યારેય સંતોષાશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
ReplyDeleteઅમારા બનાસકાંઠામાં એક ઉક્તિ ખૂબ પ્રચલિત છે.. "અલ્યા પૈસાનો ઘમંડ શુ કરે છે એનાથી પેટ નથી ભરાતું" સંતોષી નર સદા સુખી...
ReplyDeleteજોકે પૈસાનું મૂલ્ય પરિસ્થિતિઓને આધીન છે. ખૂબ પૈસા હોવા છતાં ઈજ્જત ના હોય તો પૈસાનું મૂલ્ય નથી..
ભાર્ગવ સર આપે ખૂબ જ હૃદયસ્પર્શી વાત રજુ કરી ..
Paiso vartman yug ma paheli indriya bani ne betho chhe
ReplyDeleteHave hath no mel to koi nathi kahetu
Sixth sense(worship) is gift of God and seventh sense money (curse)is bio product made by human beings. Sixth sense builds relationship and seventh sense spoil relationship. Both are mind game. Good article written by heart bhargav sir.
ReplyDeleteJordar Saheb....
ReplyDeleteGhana lamba samay pachhi blog lakhyo. Kharekhar vanchvani khoob j maja aavi. Ane Ema pan olo ice-cream walo prasang to mouth watering hato....😂😂
હંમેશા ઇન્દ્રિય નું કામ હોય છે બીજા ને ઓળખવાનું બીજી વસ્તુ ને સમજવાનું કોકરિટ ના જંગલ માં આજે માનવી જાણે પોતાની 6 ઇન્દ્રિયો નું કામ ખોઈ ને સાતમી ઇન્દ્રિય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ..જે વાત તદન સાચી તો છે પણ 6 ઇન્દ્રિયો શાંતિ સલામતી અબે સૈયમતા આપે છે પરંતુ 7 મી ઇન્દ્રિય માટે સોનુ ખરીદી ને સોવાનું (ઊંઘ) ખોઈ રહ્યો છું ..
ReplyDeleteVery nice
ReplyDeleteThis is a very informative subject bhargav jee keep up the good work
ReplyDeleteWell Said. Waiting for the next one...
ReplyDeleteKeep up the good work. (y)
ReplyDeleteઅદભૂત અભિવ્યક્તિ ....ખૂબ જ સરસ
ReplyDeletebahot achhe
ReplyDeleteSachi vat aaj no Manas aaj che
ReplyDeleteBHARGAV.....PERFECT...ON DOT... SHAILENDRA MATHUR
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete👍👌 absolutely true bhargavji
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteJordar
ReplyDeleteSaheb Jordar..
ReplyDeleteBhai, Sahi Pakde Ho, really awesome, This is real fact now a days.
ReplyDelete