આજે સવારે આચનાક એક પત્રકાર
મિત્રનો ફોન આવ્યો કે સાહેબ તારકભાઇનું ઘર ક્યાં આવ્યું ? મે
આશ્રર્યથી પૂછ્યું કેમ ? એણે કહ્યું કે તારકભાઇ ગયા. સામે છેડેથી સાંભળેલો જવાબ બે
મિનિટ માટે મને બહેરો કરી ગયો. મેં ફોન કાપી સમાચાર કન્ફર્મ કરી એને આંબાવાડીનું
એડ્રેસ લખાવ્યું.
થોડીવારમાં વોટ્સ અપમાં મેસેજ આવવાના શરૂ થઇ ગયા.
પત્રકારોના એક ગ્રુપમાં શ્રદ્ધાંજલિ અપાઇ, ખબર નહીં, એક પત્રકારે લખ્યું કે એ
પત્રકાર ન હતાં. મને એ પત્રકારની જાણકારી પર અફસોસ થયો અને થોડો ગુસ્સો પણ આવ્યો. પછી
થયું કે, ખરેખર નવી પેઢી તારકકાકાને ઓળખતી જ નથી. માત્ર હાસ્ય લેખક તરીકે જ ઓળખે
છે. મેં ગાડીને બ્રેક મારી, બે મીનિટ ઊભી રાખી. પણ મારા મગજમાં ફિલમની પટ્ટી જેમ
ફ્લેશ બેકમાં જાય તેમ બધુ ફ્લેશ બેકમાં જવા માંડ્યું.
કરી હું મુંબઇથી અમદાવાદ પરત આવ્યો હતો. નવા અંક માટે
ક્રિકેટની સ્ટોરી કરી મોટેરા સ્ટેડિયમની પીચ કેવી હશે? એ વખતે ગ્રાઉન્ડ્સમેન
કાળું હતો. ગ્રાઉન્ડ્સમેન તરીકે આ વખતે તેણે કેવી તૈયારી કરી વગેરે વગેરે..
પણ હરકિશનભાઇનો આગ્રહ હતો કે કાંઇ નવું લાવો....મેં પહેલી
વાર ક્રિકેટના સટ્ટા પર સ્ટોરી કરી. એક સટોડિયાને મળી, એક કલાક બેસીને સ્ટોરી
બનાવી...એ સ્ટોરી ચિત્રલેખામાં છપાઇ. એ જમાનામાં મોબાઇલ ન હતાં. તારકકાકાનો ફોન
આવ્યો કે, ભાર્ગવ સટોડિયાની સ્ટોરી સારી છે. યાર આપણે જેઠાને અમદાવાદ લાવીએ.
હું મુંજાયો કે સવાર સવારમાં તારકકાકા શું વાત કરે છે. મેં
કહ્યું કે કાકા ઓફિસે જતા પહેલા ઘરે આવું છું. હું એમના ઘરે ગયો. મને કહ્યું કે,
યાર સટ્ટો કેમ રમાય એ સમજાવ..આપણે જેઠાને સટ્ટો રમાડી અમદાવાદની મેચ જોવા લાવીએ.
મેં માંડીને સટ્ટા વિશે વાત કરી પણ એમને સંતોષ ન થયો. મને કહે, ચાલ મને બુકીને
ત્યાં લઇ જા. હું મુંજાયો, મેં કહ્યું મારે આવતા અંકની સ્ટોરી કરવાની છે. એમણે ધડાક
દઇને ફોન ઉઠાવ્યો અને હરકિસનભાઇને કહ્યું કે તારા છોકરાને લઇ જાઉં છું. ભાર્ગવ આ
અઠવાડિયે સ્ટોરી નહીં કરે. સામે છેડેથી શું જવાબ આવ્યો એ મને ખબર ન હતી. પણ એમણે
કહ્યું કે, ચાલ નીકળીએ...મેં બુકીનો ટાઇમ લીધો. મારી પાસે એ વખતે સ્કૂટર હતું, મેં
કહ્યું ચાલો સ્કૂટર પર...પણ એમણે કહ્યું કે, હું સ્કૂટર પર બેસી શકતો નથી, આપણે
રીકામાં જઇએ. અમે રીક્ષામાં બુકીને ત્યાં ગયાં. આઠ નવ ફોન હતાં. બુકીને મે ઓળખાણ
આપી તો એ દુનિયાને ઉંધા ચશ્માનો વાંચક નીકળ્યો. 11 વાગ્યાથી અમે બુકીને ત્યાં બેઠા..એમણે
સટ્ટો ક્યાંથી રમાય, કેવી રીતે સટ્ટો રમાય, સટ્ટો કેવી રીતે કપાય..એ જોયું...જાતે ફોન પર સટ્ટો લખ્યો. આ બધુ સમજતા એમણે સાંજના
પાંચ વગાડ્યા...અને એમને સટ્ટા બજાર અને સટ્ટો બધુ સમજ્યાનો સંતોષ થયો... પછી
નીકળ્યા રાત્રે ઉંધા ચશ્માનો એપિસોડ લખ્યો...જેઠાલાલને સટ્ટો રમાડ્યો.
એ વખતે અમદાવાદમાં
પહેલી મેચ રમાવાની હતી. બીજા દિવસે નવી જીદ લીધી...મને સ્ટેડિયમ જોવું
છે...ખેલાડીઓના રૂમ જોવા છે, પીચ કેવી રીતે બને એ દેખાડ, પ્લેયર્સ રૂમ જવું એટલે
અઘરૂં કામ હતું. ત્યાં એન્ટ્રી સંભવ ન હતી. મેં નરહરિભાઇને ફોન કર્યો ને વિનંતિ
કરી કે, તારકકાકાને માત્ર જોવું છે...વ્યવસ્થા કરાવો.
નરહરિભાઇ અમીને આઉટ ઓફ વે જઇને વ્યવસ્થા કરી આપી.
નરહરીભાઇની સૂચના એટલે સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે બધા મેચની તૈયારીમાં હતાં છતાં
અમારી આગતા સ્વાગતામાં બે માણસ હતાં. પહેલા ચા નાસ્તો આવ્યો. તારકકાકાએ હસતા હસતા મને
કહ્યું કે, તમને પત્રકારોને નાસ્તો કર્યા વિના કામ કરવાનું ના ફાવે? મેં કહ્યું
એવું નથી. તરત કીધું કે ચાલ ઊભો થા જઇએ. અમે પ્લેયર રૂમ જોયો, ત્યાંથી કેવી રીતે મેદાન
જવાય, કેવી રીતે મેચ માટે પીચ બને, એ સમજવા માટે સાડા ચાર કલાક પાણી પણ પીધા વિના
બધુ ફર્યાં, સમજયા..નવો હપ્તો લખાયો.
મેચના બે દિવસ પહેલા ફરી પાછો ફોન આવ્યો. આપણે મેચ જોવા
જોડે જઇએ છીએ. મારી ટિકિટ લઇ લેજે. હું મુંજાયો. મારો પાસ તો પ્રેસ ગેલેરીનો હોય
અને વર્લ્ડ કપની મેચમાં અંદર લઇ જવા કેવી રીતે? ફરી નરહરિભાઇને ફોન કર્યો, એ
પહેલેથી જ સંકટમોચક...એટલે અમારી વ્યવસ્થા વીઆઇપી ગેલેરીમાં કરી આપી. અમે મેચ જોવા
ગયા. બોક્સમમાં બેઠા. થોડીવાર થઇ...ત્યાં નવું ફરમાન છૂટ્યું અહીં નહીં બધાની
વચ્ચે જઇને મેચ જોવી છે. મારો જેઠો
પ્રેક્ષક બનીને આવશે. ફીલ આવવી જોઇએ. હું મુંજાયો...હવે વ્યવસ્થા કેવી રીતે કરવી? નરહરિભાઇને શોધવા અઘરા હતાં...એ વ્યવસ્થામાં હતાં. મોબાઇલ તો એ વખતે હતાં જ નહીં...એક બીજા હોદ્દેદારની
મદદથી હું અને તારકકાકા પેવેલિયનમાં જઇ બેઠા..એમણે મેચ જોઇ...અને એમણે દુનિયાને
ઉંધા ચશ્મામાં ક્રિકેટનો સટ્ટો મેચથી માંડીને વ્યુઅર્સ બિહેવિયરનું જે વર્ણન
કર્યું એ રિયલથી જરાય ઓછું ન હતું.
હું વર્ષોથી મેચનું રિપોર્ટિંગ કરું છું...પણ આટલી મહેનત
કરતાં કોઇ પત્રકારને જોયો નથી. એક કોલમ લખવા માટે પત્રકાર કરતાં પણ ચારગણી મહેનત
કરનારને હાસ્ય લેખક સાથે સાથે સવાયો પત્રકાર કહેતા મને જરાય ખચકાટ થતો નથી.
નવી પેઢીના પત્રકારોને કદાચ એ ખબર નહીં
હોય કે એમણે કટોકટી વખતે સરકાર પર કરેલા વ્યંગ એટલા તીખા હતાં કે, કોઇ પત્રકારની તાકાત ન હતી કે એ
કક્ષાનું લખાણ લખી શકે. સરકાર એ સમયે પત્રકારોની ધરપકડ કરતી હતીં. લેખકોની નહીં પણ
ધારદાર વ્યંગથી સરકાર એટલી બધી બઘવાઇ ગઇ
હતી કે, એમની ધરપકડ કરવા એમના ઘરે પોલિસ પણ મોકલી આપી હતી. આ જોયા પછી એમને સવાયો
પત્રકાર ન કહેવાની હિંમત મૂર્ખા જ કરી શકે.
તારકકાકાના વ્યંગની વાત બાજુ પર મૂકીએ તો એક નેતાનો સૌથી
વધુ વાંચી શકાય એવો નોન પોલિટિકલ ઇન્ટર્વ્યુ કરવાની ક્ષમતા તારકકાકામાં હતી. એના
માટે જો જૂના અંક જોશો તો ખબર પડશે કે, પોલિટિકલ વાત કર્યા વિના નરેન્દ્ર મોદીનું ધોતિયું
કેવી રીતે ઢીલું કરી શકાય.
અદ્ભુત વર્ણનશક્તિ અને ગજબની રમૂજની તાકાત છતાં નમ્રતા અને
પ્રેમ એમના સુકલકડી શરીરમાં ઠાંસી ઠાંસીને ભરેલો
હતો. એમના માટે કોણ ક્યા છાપામાં કે મેગેઝીનમાં કામ કરે છે, તે ક્યારેય મહત્વનું ન હતું. માત્ર પત્રકાર કે
સાહિત્યકાર હોય તે પૂરતું હતું. એટલે જ તેમણે ઇન્ડિયા ટુ ડે ગુજરાતીમાં શીલાબેનના
કહેવાથી એક્શન રિપ્લે આત્મકથા લખી હતી અને અમારા જેવા જ્યારે મુંજાય ત્યારે કાયમ મદદમાં તૈયાર રહેતા, અલબત્ત
પ્રેમાળ અને દિલેર સ્વભાવના લીધે લોકો એમની લાગણીનો લાભ પણ ઉઠાવતા, ઉધાર પૈસા લઇ
જતાં...પણ પાછા ન આપતાં. આ બધુ એ જાણે, પણ
હસીને કહેતા કે જુઠુ બોલીને ભલે લઇ ગયો,
કંઇ વાંધો નહીં ફરી તે માગવા નહીં આવે.
ચિત્રલેખા છોડ્યા પછી પણ એમની સાથેના સંબંધો એવા જ રહ્યાં. એમનો
પ્રેમ એટલો જ અવિરત રહ્યો. મારી અને ગીતા
માણેકની ઇચ્છા હતી કે તારકકાકાનું એક જુદુ પુસ્તક બનાવીએ. અમે ટપુડાનો
તરખાટ પુસ્તક બનાવ્યું. ઇચ્છા પ્રમાણે એડિટિંગ કર્યું, એમને ઓછું ગમ્યું, મને હસતા
હસતા જરાય ગુસ્સા વિના કહ્યું કે, તુ રિપોર્ટર સારો છે, પ્રકાશક ના બનતો. મને તું
પાટલુનમાંથી ચડ્ડીમાં ફરતો સારો નહીં
લાગે.
વ્યંગ સમજી ગયો. બીજીવાર પુસ્તક છાપવાનો ચાળો છોડી દીધો. મારી ઇચ્છા હતી કે, ઝી ગુજરાતીમાં એમની સિરિયલ બને.
એમણે મને કહ્યું કે, ઉંધા ચશ્માનો કરાર થઇ
ગયો છે. બાકી જે જોઇએ તે લઇ જા. એમના
ત્રીઅંકી અને એકાંકી નાટકો પરથી સિરિયલ બનાવવાનું નક્કી થતાં
વાર લાગી અને ઝી ગુજરાતી બંધ થયું....અને તારકકાકાના નાટકો પરથી સિરિયલ બનાવવાનું
સપનું અધુરૂં રહી ગયું. પણ દરેક નાટક પાછળ એમણે કરેલી મહેનત સમજવી પ્રેસ નોટિયા
પત્રકાર માટે સમજવી અઘરી છે. કારણ કે સામુદ્રિક શાસ્ત્ર, સાયકોલોજી

સુપર્બ ટાઇટલ અને
ReplyDelete"ઉંધા ચશ્માં ને સીધી શ્રદ્ધાંજલિ" ભાર્ગવભાઈ...!!
ખરેખર તમે જે વાત કહી મહેનત કરવાની એ આજ ના જમાના પત્રકાર કરતા જ નથી કારણ કે પાત્ર ને પોતાના લેખન માં લાવવા માટે આટલી મહેનત આવા મહાન લેખકજ કરી શકે...
ReplyDeleteA treat after a long time. Great one indeed.
ReplyDeleteA treat after a long time. Great one indeed.
ReplyDeleteTarak kaka na khub najik thi darshan karavi didha bhargavbhai.
ReplyDeleteTarak kaka amar rahe
ReplyDeleteVery nice Bhargav. Tarak Mehta ni aa judi j baju te raju kari chhe. Temni safalta badha ne dekhay chhe pan eni pachhal ni mahenat nahi. Tarak Mehta ne aapeli sachi shraddhanjali.
ReplyDeleteRIP
ReplyDeleteઆટલા વર્ષો બાદની આખી ઘટનાને અક્ષરસહ યાદ રાખવુ પણ અઘરું કાર્ય છે આપે ખુબજ સરસ રીતે રજુ કરીને તારકકાકાને નજર સામે જીવંત લાવી દીધા..
ReplyDeleteઆભાર આપનો
2 min for Tarak Mehta ��
ReplyDeleteગોકુલધામવાસી થયેલ હાસ્યતારકને ઊંધા ચશ્માએ
શબ્દાંજલિ......
દુનિયાને ઊંધા ચશ્માથી જોઈને માણસને સીધા ચશ્મા પહેરાવી દેનાર તારકનું સ્મારક આજે પ્રત્યેક ભારતીયના દિલમાં શાશ્વત રીતે સ્થાપિત થઈ ચૂક્યું છે....
એ રીતે તારક સ્વર્ગસ્થ નહીં પણ હ્રદયસ્થ થયાં છે.....
તારક એટલે સૌથી વધુ વંચાયેલો એક માત્ર ગુજરાતી સર્જક....એને 'જ્ઞાનપીઠ' નથી મળ્યો પણ આખાંય ભારતીય સમાજે એને 'ધ્યાનપીઠ'થી પોંખ્યાં છે....
તારક 'સબ' પે છાયા રહા હૈ...
ટેલિવિઝનના અાકાશમાં સૌથી વધુ ચમકેલો તેજસ્વી તારો એટલે શુક્રતારક.....
એનું સમગ્ર જીવન ક્યારનુંય પંચમહાભૂતમાં વિલીન થયેલું હતું....
આ પંચમહાભૂત એટલે
.
.
.
એની કલમમાંથી વહેતું જેઠાલાલરૂપે ગુજરાતી વહાલ....
રોશનની વાણી તારકના પંજાબી લોચનની સાક્ષી પૂરી જાય.....
ઐયરના લહેકામાં આખુંય દક્ષિણ ભારત તારકનું સૈયર થઈ પ્રગટે.....
મરાઠીની માદકતા એના આત્મારામને ભીડે ને બીડે.....
હંસરાજ હાથીની દાક્તરીમાં તારકની દવાની મસ્તી અમસ્તી અમસ્તી જ ગોકુલધામને તંદુરસ્તી દઈ જાય.....
એના દેહને એણે એટલા માટે જ મેડિકલ લેબમાં દાન કરવાનું વિચાર્યું હશે..
ટપુસેનાના રૂપે તારકનું બાળપણ ગોકુલધામના ફળિયામાં જ્યારે રમવા ઉતરે છે....
ત્યારે કેટલીય બારીઓના કાચને એની ઇર્ષા આવે છે.....
તારકની યુવાનીની તુફાન એક્સપ્રેસ જ્યારે ગોકુલધામમાં દસ્તક દે છે ત્યારે ગોકુલધામના 'પોપટ લાલ' થઈ જાય છે.....
ચંપકચાચા એટલે વડલો....ચંપકચાચા એટલે ગોકુલધામનો મોભ.....
તારકનું વૃદ્ધત્વ અને બુદ્ધત્વ ચંપકચાચારૂપે ગોકુલધામના શ્વાસે શ્વાસે જીવે છે....
તારક એટલે એક પરફેક્ટ ભારતીય ડીશ......
જેમાં જેઠાલાલના ગુજરાતી ફાફડા-જલેબી છે.....
તો બાજુમાં દયાના ગુજરાતી થેપલાં પણ....
એકબાજુ ઐયરનાં ઈડલી-સંભાર તો
બાજુમાં જ બબીતાનાં બંગાળી રોસોગુલ્લાં.....
માધવીના મરાઠી આચાર સાથે તારકનો ગુજરાતી વિચાર મિશ્રિત થાય છે....
ને અંતે તારકની રસ્સી છેક પંજાબ સુધી જઈ રોશનની પંજાબી લસ્સીને ખેંચી લાવે છે...
આ બધાં રસના અંતે તારકનો હાસ્યરસ મુખવાસરૂપે આવીને આપણા સાંપ્રદાયિક્તા, પ્રદેશવાદ, જાતિવાદ, જેવાં અપચાને દૂર કરી
છેવટે
બિનસાંપ્રદાયિક્તા,ધર્મનિરપેક્ષતા,સર્વધર્મસમભાવ અને વસુધૈવ કુટુંબકમની ભાવનાનાં મીઠાં ઓડકાર દઈ જાય છે.......
અંતમાં.... ગોકુલધામવાસી થયેલ તારકજીને શત્ શત્ વંદન...
શૈલેષ જોષી 'આર્યન'
મહેતા સાહેબની ખોટ ક્યારેય નહીં પુરાય, એ એક હાસ્ય લેખક,સવાય પત્રકાર ઉપરાંત મુઠ્ઠી ઉંચેરા માનવી હતા.
ReplyDeleteભાર્ગવભાઈ તમે અહીં જે સંસ્મરણોનો ઉલ્લેખ કર્યો તે બદલ આપનો આભાર
Well said, superb
ReplyDeleteTaarak काका की फाइनल एग्जिट के लिए मैं सिर्फ इतना कहूंगा कि हंसते हंसते आंख में पानी आ गए
ReplyDeleteમહેતાજી ને આપના બ્લોગ માં જીવંત નિહાળ્યા.વાહ!!!અદભુત!!
ReplyDeleteAmazing title as well as blog. Comedy and critic weaved in together to make it perfect !!
ReplyDeleteSir, khub sunder title ane Mehta saheb na ek alag j vyaktitva thi vakef karava badal tamaro aabhar.
ReplyDeleteSuperb
ReplyDeleteVah
ReplyDeleteAaje khabar padi ke ulta chasma na lekh aatla chotdar kem chhe
Tame nasibdar chho ke aava mahan savaya patrakar sathe ghano samay pasar karvano samay malyo
Tarak kaka bhale aapni vache nathi parantu hamesha tamna lekho aapne "CHINTA MUKT KARTA RAHESE"
તારકકાકા ને રૂબરૃ કરાયા તે બદલ આભાર સાહેબ પણ સાહેબ તમારા જેટલોજ નસીબદાર છુ સદ નસીબે તારકકાકા પર છેલિ ડોકૃયુમેનટરી મે સુટ કરીહતી 2016 મા વીપુલ આચારીયા સાથે
ReplyDeleteતારકકાકા ને રૂબરૃ કરાયા તે બદલ આભાર સાહેબ પણ સાહેબ તમારા જેટલોજ નસીબદાર છુ સદ નસીબે તારકકાકા પર છેલિ ડોકૃયુમેનટરી મે સુટ કરીહતી 2016 મા વીપુલ આચારીયા સાથે
ReplyDeleteએકદમ ભાર્ગવભાઇ જાણે કે તારકભાઇને મળીરહ્યા હોય તેવો અહેસાસ કરાવ્યો છે.
ReplyDeleteAbout Vartan taraf bhai vishwas aaje Khabarovsk padi
ReplyDeleteપત્રકાર તારક મહેતા સાથેના આપના સ્વ-અનુભવોએ આ લેજન્ડરી હાસ્ય લેખકની છુપી શક્તિઓને દુનિયા સમક્ષ મુકી..સરસ
ReplyDeleteBhargav bhai... Great and full of thoughts..... for great person... Appreciate for sharing your memories.
ReplyDeleteBhargav bhai... Great and full of thoughts..... for great person... Appreciate for sharing your memories.
ReplyDeleteસાચી શ્રધ્ધાંજલી....
ReplyDeleteએમના વિષે જે જાણતા ન હતા તે જાણ્યુ... અને શીખવા પણ મળ્યુ.. આપ બન્ને પાસેથી...
Very nice Bhargavbhai. Tarak Mehta ni aa judi j baju aape raju kari chhe. Temni safalta badha ne dekhay chhe pan eni pachhal ni mahenat nahi. Tarak Mehta ne aapeli sachi shraddhanjali.
ReplyDeleteVery nice Bhargavbhai. Tarak Mehta ni aa judi j baju aape raju kari chhe. Temni safalta badha ne dekhay chhe pan eni pachhal ni mahenat nahi. Tarak Mehta ne aapeli sachi shraddhanjali.
ReplyDeleteએક લેખક -કવિ કે નાટ્યકાર નુ દિલ અને લાગણીઓ માત્ર તેની નજીક જનાર પૂરી નથી ઓલખી શકતો -કેમકે તે માટે તે પ્રકાર નુ દિલ અને સમજ પણ જોઇએ -આપે તારકભાઈ નુ માત્ર સાનિધ્ય નહી પણ તેમની લાગણીઓ ના સ્પંદનો ને પણ ખુબજ નજીક થી અનુભવ્યા છે -જે તમારા શબ્દો થકી અમે અનુભવી રહ્યા છીએ.હાલની જર્નાલિસ્ટ પેઢી માટે આ પ્રકાર ના અનુભવો અઘરુ અને કપરુ કામ છે -કેમકે તેના માટે દિલ -દિમાગ સાથે "ટાઇમ" પણ જોઇએ -જે કોઈ આપી શકે તેમ હુ નથી માનતો- ભાર્ગવ સર -આપે ઇતિહાસકારો યાદ રાખે તે રીતે સ્વર્ગસ્થ તારકભાઈ ને "શ્રધ્ધાજલી" આપી છે -ભગવાન આવા " નવરંગ "ફિલ્મ ના કવિ સમાન આત્મા ને વારવાર "સહિત્યકાર " તરીકે જન્મ આપે તેવી પ્રભુ પાસે હદય થી પ્રાથના કરૂ છુ -
ReplyDeleteReally Khoob Saras Bhai & You Are really Lucky Guy, Tamne Emni Jode Samay Vitavano Ane Emni Jode Sukh Dukh Share Karwano Moko Malyo, Bhagwan Emni atma Ne Shanti Aape, Sau Thi Saras Anu Heading Lagyu, Tarak Kaka Ne Salaam, Rip
ReplyDeleteNice blog
ReplyDelete