મેં અલગ અલગ પાર્ટી ના નેતાઓ ને ફોન કરવાનું શરૂ કર્યું , કોંગી નેતાઓ રાહુલ ગાંધી સેવામાં મહેસાણા હતા, ભાજપ ના બધા નેતા અચાનક અર્જન્ટ કામમાં આવી ગયા, મેં નાની નાની પાર્ટી ના નેતાઓને ફોન કર્યા, ફોન ઉઠાવતાની સાથે જ સામે છેડેથી જવાબ આવ્યો બોલો સાહેબ બહુ દિવસે યાદ કર્યા। મેં વિષય કહ્યો તો અમના અવાજ માં થી ઉમળકો જતો રહ્યો , મને કહ્યું "ભાર્ગવભાઇ અમદાવાદ ની બહાર છુ." બીજા એ બીજું બહાનું કાઢ્યું તો ત્રીજા એ ચોથું બહાનું કાઢ્યું.
ફોન કરી ને થાકી ગયો છેવટે નાની પાર્ટી છોડી સમાજસેવા કરતા એક નેતાને મળ્યો, એમણે ખુલ્લેઆમ કહ્યું કે, "નાની પાર્ટી પાછલા બારણેથી બિલ્ડર અને ઉદ્યોગપતિઓને કમીશન લઇ કાળા નાના સફેદ કરી આપે છે, આ ધંધો જોઈ ને જ રાજકારણ છોડી દીધું છે." ઇન્ટરવ્યૂ પત્યો, કોફી પી ને છુટ્ટા પડ્યા, ત્યાં સુધી માં સાંજ પડી ગઈ. એક મોટી પાર્ટી ના જાણીતા નેતા પણ અર્થશાસ્ત્ર ના નિષ્ણાંતનો ફોન આવ્યો , ભાર્ગવભાઇ મિટિંગમાં હતો, ફોન ન ઉઠાવાયો, બોલો શું હતું? મેં વિષય કહ્યો અને કહ્યું કે હવે ડેડલાઇન પતી ગઇ, ઇન્ટરવ્યૂનો કોઈ મતલબ નથી.
આ નેતાએ સામેથી કહ્યું, વાંધો નાઈ બહુ દિવસથી મળ્યા નથી કોફી પીએ. વસ્ત્રાપુર પાસેના કોફફીબાર માં અમે મળ્યા, કાળા નાણાની વાત થઇ, વાત ચાલતી હતી ત્યાં મારા સી.એ। નો ફોન આવ્યો, ભાર્ગવભાઇ તમારા રીટર્નમાં સહીઓ નથી થઇ અને નવા વર્ષ નું પ્લાંનિંગ કરવા, નવરા પડો એટલે ઓફિસે આવો.
મારું મગજ હવે દેશના અર્થકારણ, કાળું નાનું આ બધા વિષયો વિચારતું બંધ થઇ ગયું, જાન્યુઆરીમાં દોઢ લાખના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ કેવી રીતે લેવા, પત્નીના દોઢ લાખના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ કઈ રીતે લેવા, એ વિચાર માં પડી ગયો. ફોન પછી મને શાંત જોઈને આ નેતા એ પૂછ્યું કે, શું થયું? કેમ સિરિયસ થઇ ગયા?
મેં કહ્યું, તમે મોટા અર્થશાસ્ત્રી છો પણ મારા જેવા નાના માણસ ને તો મુશ્કેલી જ છે. હું 30 દિવસ મજૂરી કરું, પગાર આવે એટલે ટેક્સ કપાઈ જ જાય. ચાલો , વાંધો નહિ. પણ હમણાં દિવાળી પછી બૂટ ખરીદવા ગયો. સેલમાંથી બુટ લીધા તો ય ₹600 વેટ ભર્યો.
સમજણ નથી પડતી કે 30 દિવસ હું મજૂરી કરું પગાર આવે એટલે, ટેક્સ ભરું પછી મોબાઈલ ખરીદું તો પણ ટેક્સ ભરવાનો. મોબાઈલનું બીલ ભરું, એમાં ટેક્સ ભરવાનો. ઘરે ફોનનું બિલ ભરું એમાં ટેક્સ ભરવાનો...ફ્રિજ ખરીદું... ટી.વી. ખરીદું એમાં ટેક્સ ભરવાનો....મેં કાર ખરીદી, એનો ટેક્સ ભરવાનો. પેટ્રોલ પુરાવું તો ટેક્સ ભરવાનો.... રોડ પર કાર ચલાવું તો એનો ટેક્સ ભરવાનો, લાયસન્સ બનાવવાનો ટેક્સ ભરવાનો. રેસ્ટોરન્ટમાં ખાવા ગયા તો ટેક્સ ભરવાનો,...ફેમિલી સાથે ફિલ્મ જોવા જવાનો ટેક્સ ભરવાનો...
આટલુ ઓછું હોય એમ નાગા તો ના ફરાય એટલે કપડાં તો પહેરવા જ પડે, કપડાં ખરીદો તો પણ ટેક્સ ભરવાનો, કરિયાણું ખરીદો તો ટેક્સ ભરવાનો, ખાવાનું બનાવવા માટે ગેસ લો, તો ટેક્સ ભરવાનો, ઘરમાં કોઇ બિમાર હોય તો તેની દવા પર પણ ટેક્સ ભરવાનો. પણ રોડ ટેક્સ ભર્યા પછી ખાડાવાળા રસ્તા પર તમારી ગાડીના જમ્પર ખરાબ થઇ જાય તો એનું કાઇ નહીં, પીવાના પાણી માટે ટેક્સ ભરવાનો પણ ચોખ્ખું પાણી પીવા ના મળે તો ઘરે આર.ઓ મંગાવો એના પૈસા આપવાના પણ શુધ્ધ પાણી આપવાની સરકારની જવાબદારી નહીં.
આટ આટલા ટેક્સ ભર્યા પછી અમને શું મળે.?...મેડિકલ સુવિધા ? તો કહે ના, શુદ્ધ પાણી? તો ના, સ્ટ્રીટ લાઇટ? તો ખરાબ, સેન્સેક્સ વધે ને ઘટે,શેરબજારમાં કમાવ તો ટેક્સ અને નુકસાન જાય તો પણ ટેક્સ, તાણી તૂસીને ઘડપણ માટે બચત કરો અને તેના પર વ્યાજ મળે તો વ્યાજ પર પણ ટેક્સ ભરવાનો અને મળે તો શું? ઘરડાં થાવ એટલે ટેક્સ ભરીને મરી ગયા હોવ તો સરકાર તરફથી કોઇ સોશિયલ સિક્યોરિટી નહીં, આ ક્યાનો નિયમ? 10 રૂપિયાની કટિંગ ચ્હા આપવા વાળો અમારી જેમ ઇન્કમટેક્સ ન ભરે પણ ખેડૂત ઇન્કમટેક્સ ન ભરે પણ બજારમાંથી ખરીદી કરે ત્યારે સરકાર તો ટેક્સના નામે એના ગજવા પર પણ કાતર તો ફેરવી જ નાંખે છે. ટેક્સમાંથી કોઇ બચતું નથી. શ્વાસ લેવાનો ટેક્સ નથી એ સારૂં છે.
મારો ગુસ્સો જોઇ એ અર્થશાસ્ત્રીએ પોતાનું જ્ઞાન પાથરતા કહ્યું કે, ભાર્ગવભાઇ, સમજો દેશની વસતિ સતત વધતી જાય છેે. લોકોની જરૂરિયાત વધે છે. લોકોની સેવા માટે જ ને? દેશને વિચારતો કરો?
મે તેમને તરત સવાલ કર્યો કે સાહેબ મારા,....સંતતિ નિયમન માટે કરોડોની જાહેર ખબર આપો છો તો ય વસ્તી વધે છે. અરે એ તો છોડો લોકો તમારી જાહેરાતથી પ્રેરાઇને સંતતિ નિયમનમાં વપરાતા સાધનો પણ સંતાઇને ખરીદે છે. તમને ખબર છે ? સંતતિ નિયમનના સાધનો પર પણ ટેક્સ છે. તો ય વસ્તી વધે છે એનું શું? એને તો ગરીબો માટે બક્ષી દો તો કદાચ વસ્તી વધારો અટકશે. કારણ કે કારણ કે આ સાધનો સસ્તા થશે તો વસ્તી વધારો ઘટશે.
મારી આ દલીલ સાંભળી જાણીતા અર્થશાસ્ત્રી કમ રાજકારણી થોડા નારાજ થઇ નીકળી ગયા. પણ કોફી બારમાં બિલ મારે ચુકવવું પડ્યું. કેશ લેસ માટે કાર્ડ આપ્યું તો બિલ આવ્યું, એમાં પણ ટેક્સ લાગેલો હતો.
લો બોલો મારે મફતની સલાહ આપવાનો પણ ટેક્સ ભરવો પડ્યો. પણ એ નેતા કાર લઇને નીકળી ગયા ત્યારે મને થયું કે ભાઇ ચાલો માર્ચ આવે છે, આપણે હવે ઘરે જઇને બેન્કની પાસબુક જોઇને સાવ અમસ્તુ નિષ્ફળ નિષ્ફળ નાહક નાહક ટેક્સ ટેક્સ રમવાનું છે. પણ 1990માં સ્કૂટર પર ફરતા નેતાઓ આજે કરોડોના બંગલામાં અને એસયુવી કારમાં ફરે છે, એમણે તો આરામથી ઉંઘવાનું છે.
જય હો ટેક્સ મહારાજ કી,
કારણ કે બ્લોગ લખવા પર ટેક્સ નથી એ બદલ સરકારનો આભાર,
Jordar....
ReplyDeleteTax e to bahu kari
ReplyDeleteભાર્ગવ, આ બધો પ્રોબ્લેમ કેમ છે? કારણ કે દેશ આઝાદ થયો એ પહેલા થી કોંગ્રેસ નામ ના ધંધા ના માલિકો એ
ReplyDelete(ખાદી ના કપડા પહેરવા ની સલાહ આપનાર થી જ શરુઆત કરવી પડે)
જે રીતે દેશ ને લૂટવા નું ચાલુ કર્યું હતુ એ એમના વારસદારો એ તો ગુરુ કરતા ચેલા સવાયા ની જેમ ચારેકોર થી ચોરી ચોરી ચોરી ચોરી ચોરી ચોરી ચોરી કરવામાં એટલા બધા પાવરધા થઇ ને લૂંટવા મંડી ગયા છે કે પીનઢારા પણ બહુ જ નાના ચોર ગણાય. તું ને હું બહુ સારી રીતે એવા નેતા ઓ ને જાણીએ છે કે જે સમાજ ની વચ્ચે સદાચારી થઇ ને ફરે છે પણ દેશ ને એ જ લોકો એ કેટલો બધેા ચૂસી લીધો છે.
સરકાર ને ટેક્ષ આપો તો જ લોકો ના સગવડ અને સલામતી માટે ના કામો કરી સકે, તું તારા પગાર માં થી ટેક્ષ આપે છે અને મને ટેક્ષ આપનારા લોકો માટે ખુબ જ માન અને તારા માટે અભિમાન પણ છે. દરેક વસ્તુઓ ઉપર ઓછોવત્તો કર ચૂકવીએ છે ત્યારે આ દેશ ને ખાદી ના કપડા પેરી ને લૂંટનારા પીનઢારા ઓ ને જાહેર માં નાગા કરી મારી મારી ને મારી નાખવા જેટલો ગુસ્સો દેશ ના બધા લોકો ને આવતો જ હોય છે પણ તું હું અને દેશ ના સારા સમજુ(જે ખાદી પેરતા નથી) માણસો એ અેેવા નેતા ને સપોર્ટ કરવો જોઈએ જે દેશ નું કોઈપણ જાતના સ્વાર્થ વગર કામ કરતો હોય (ભલે ૫ વાર કપડા બદલે, તન ચોખ્ખું હશે તો મન પણ ચોખ્ખું રહે), લોકો ભલે ગમે તેવી વાતો કરતા હોય પણ હું ને તું બરાબર જાણીએ છે કે ચોર કોણ છે અને સારો કોણ છે. દેશ ને અત્યારે સ્માર્ટ નેતા ની જરૂર છે ચોર કે ડોબા ની નઈ. જયારે સીધી રીતે કર ચૂકવીએ એટલે 1990માં સ્કૂટર પર ફરતા નેતાઓ આજે કરોડોના બંગલામાં અને એસયુવી કારમાં ફરે છે એમના ઉપર ગુસ્સો આવે એ સમજી શકાય છે. પણ મેરે ભાઈ જય હો ટેક્સ મહારાજ કી,
કારણ કે બ્લોગ લખવા પર ટેક્સ નથી અને બ્લોગ ની કોમેન્ટ્સ લખવા ઉપર પણ ટેક્ષ નથી એ બદલ સરકારનો આભાર.
જય ભારત
પુણ્ય પ્રકોપ! ભાર્ગવભાઈ, તલાટી જેવા revenue ના નોકરઆતો જુઓ, શું દેશને ફોલી ખાધો છે! પોલિસ ડિપાર્ટમેંટ જુઓ. ફાલતું પોસ્ટ પર નેતાઓ... જવા દો,...
ReplyDeleteSuperb. You have expressed the pain of common man. Keep it up
ReplyDeleteGood stori bhargavbhai
ReplyDeleteThank Almighty that in your utter frustration, you have spared the speculation of tax being levied on those who carry out their humane requirements including the nupitals!!!!! If the material of constructing a toilet is being taxed, would the process itself also be taxed???!!!
ReplyDeleteYour article has activated my adrenaline and i shiver at the facts underlined in your article - thought-provoking.
સર સમસ્યા આપણી જ છે, આપણે અવાજ નથી ઉઠાવ્યો, આપણે એટલે જનતા એ, બધું જ સાંભળ્યું, વિશ્વાસ કર્યો, ના ગરીબી દૂર થઈ, ના 15 લાખ આવ્યા, કાયદા ઓછા થવાને બદલે દર રોજ એક નવો નિયમ સરકારે લાદયો, આ બધું થવાનું કારણ એ કે આપણે સહનશીલ પ્રજા છીયે, એટલે આપણે વિરોધ કરવાની , લડાઈ લડવાની , ક્રાંતિ કરવાની માનસિકતા 1947 બાદ ગુમાવી ચુક્યા છીયે, આઝાદી ના નામે આપણે અફીણી નીંદર માણીયે છીયે, જ્યારે જાગશુ ત્યારે શું થશે એ કહેવું મુશ્કેલ નથી,
ReplyDeleteઅવાજ ઉઠાવનારા આજે ચૂપ થયાં છે,જ્યારે શાહનશીલતા તૂટી જશે ત્યારે જુવાળ ઉઠશે..
ReplyDeleteआखिर हमारा भरा हुआ टेकस का सारा पैसा गया कहाँ????
करप्शन में ,
इलेक्शन में ,
अमीरों की सब्सिड़ी में ,
माल्या जैसो के भागने में
अमीरों के फर्जी
दिवालिया होने में ,
स्विस बैंकों में ,
नेताओं के बंगले और कारों मे,
और हमें झण्डू बाम बनाने मे।
अब किस को बोलूं
कौन चोर है???
आखिर कब तक
हमारे देशवासी यूंही
घिसटती जिन्दगी
जीते रहेंगे?????
मै जितना देश और
इस पर चिपके परजीवियों के बारे मे सोचता हूँ, व्यथित हो जाता हूँ।
समय आ गया है कि
किसी की भक्ति से बढ़ कर
देश व देशवासियों के बारे मे सोचें ।
શ્રી ભાર્ગવ ભાઇ તમારો લેખ ખૂબ જ સરસ લાગ્યો આમ આદમી એ માત્ર ટેકસ ભરીને લાચાર થઈને જીવવું પડે છે બાકી દેશની સૌથી મોટી સમસ્યા એ વસ્તી વધારો જ છે પરંતુ ચીન જેવા પગલા આપણે લઈ શુકતા નથી કેટલાય લોકો દેશભક્તિ ના નામે સરહદ પર તો આપણે ટેકસ ભરીને કુરબાની આપીએ છીએ આને બદલવા નિયમ ઘડવાવાળાની નિયત હોવી જોઈએ આપણે ભોગ આપવાનો અને એમણે ભોગવવાનું એવી વાતો છે.
ReplyDeleteપરિમલ ગાર્ડન કે લૉ ગાર્ડન પૌઆ ની લારી પર પૌઆ વેચતા ને કોઈ ટેક્સ લાગતો નથી ભલે તે કોર્પોરેશન ની જગ્યા પર દબાણ કરે અને ચોંકાવનારી વાત તો એ છે કે આ પૌઆ વાળા કે ઈડલી વાળા ની રોજ ની સાત થી આઠ હજાર ની આવક છે પરંતુ દબાણ વાળા તેમને ખસેડે તો લોકો જ કહે છે ગરીબ ના ઘંઘા બંધ કરાવ્યા આમાં ગરીબ કોણ તેજ નથી સમજાતું હવે ભજીયા બનાવી વેચવા પડશે.....
ReplyDeleteSachi vat tax bhari Ganda Thai gaya modi ne moklo Khabarovsk pade keva lootaya chiye
ReplyDeleteજોરદાર...
ReplyDelete