Monday, 19 December 2016

અંગ્રેજી ભાષા ગુજરાતીની અહેસાનમંદ છે, કારણ કે....!

શુક્રવારે મારા મિત્ર મિહિર મહેતાએ મને હચમચાવી મુક્યો. મિત્ર તુષાર શુક્લની કવિતાનો સંગીતમય વિડિયો મોકલ્યો...સાડા ચાર મિનિટના આ વિડિયોએ ખરેખર મને વિચારતો કરી મુક્યો કે આજના દિવસમાં ખરેખર હાય હેલ્લોની સામે આવો અને આવજો કહેવાની સંસ્કૃતિને આમને સામને લાવીને મૂકી દીધી છે.
ગુજરાતી ભાષા પર અંગેરજી ભાષા હાવી થઇ ગઇ છે. પણ વાસતવમાં અંગ્રેજી ભાષા ગુજરાતીની અહેસાનમંદ છે. આશ્ચર્ય લાગે છે ને... પરંતુ આ નરી વાસ્તવિકતા છે. કારણ કે આ વર્ષે ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરીમાં નવા 500 શબ્દો ઉમેરાયા હતાં, તેમાં 240 શબ્દો ભારતીય ભાષાના છે. અને મજાની વાત તો એ છે કે, એવા ઘણાં શબ્દો છે કે જે તમે રોજબરોજ બોલો છો...પણ એવું અંગ્રેજી કરતાં અંગ્રેજોને પણ નથી આવડ્યું. એટલે ગુજરાતી શબ્દો નવી ઓક્સફર્ડ અંગ્રેજી ડિક્શનરીમાં આવી ગયા છે. એમાંના થોડા શબ્દો હું અહીં મૂકું છું, જેમાં પાપડ, ભેળ પૂરી, બાસમતિ, ઘી, ચટની, મંત્ર, શોલ, શરબત, ખાટ જેવા ગુજરાતી શબ્દોએ અંગ્રેજીને સમૃદ્ધ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. આમ છતાં આપણને ગુજરાતીનો ગર્વ ઓછો છે. કારણ કે અંગ્રેજીને સફળતાની ગેરંટી માનવામાં આવે છે. અંગ્રેજી બોલનારને સન્માનથી જોવામાં આવે છે અને ગુજરાતી બોલનારા ત્રીજી ચોથી શ્રેણીનાં માણસ ગણાય છે.
આમ છતાં મજાની વાત એ છે કે, ગુજરાતી ભાષા એવી છે કે, જેના ઉચ્ચારણ જે લખાય છે, એવા જ હોય છે. અંગ્રેજીમાં ઓનેસ્ટ કહેવું હોય તો અંગ્રેજીમાં honest લખાય છે પરંતુ હોનેસ્ટ નથી કહેવાતું. એમાંય વળી અંગ્રેજીમાં સ્પેલિંગની ભૂલ થાય તો એને ગમાર ગણવામાં આવે છે. જ્યારે ગુજરાતીમાં જોડણી ખોટી હોય તો એની કોઇ નોંધ લેવાતી નથી. અરે એ તો છોડો તમને ક્યારેય યાદ છે કે, રેસ્ટોરન્ટમાં જમવા જઇએ ત્યારે એવું કીધુ હોય કે પનીરનું શાક અને બે રોટલી આપજો. ....ના..ના આપણે કહીએ છીએ કે પનીર કી સબ્જી ઔર દો રોટી ઔર બાકી બતાતે હૈ. કારણ કે મોટા ભાગના ગુજરાતીઓને ગુજરાતી બોલવામાં શરમ આવે છે. પરંતુ અંગ્રેજી બોલવામાં શરમ નથી આવતી. તૂટ્યુ ફૂટ્યુ અંગ્રેજી બોલતા પણ શરમાતા નથી.
આમ છતાં મજાની વાત એ છે કે, પીપલ લિગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયાના સર્વે પ્રમાણે અમેરિકામાં ગુજરાતી બોલવાવાળાની સંખ્યા 19 ટકા વધી છે. પણ આ સમૃદ્ધિનો ગર્વ આપણને નથી. એટલે જ મને વોટ્સ અપ પર આવેલી કવિતાએ હચમચાવી મૂક્યો, રવિવારે એક જગ્યાએ ડિમોનેટાઇઝેશન, સોરી નોટબંધી પર મારે બોલવાનું હતું.  50 જેટલા શ્રોતા હતાં. અને પાંચ વક્તા હતાં, નોટબંધીથી થયેલી અસર વિશે વાત કરવાની હતી. હું સ્થળ પર પહોંચ્યો ત્યારે યજમાનોએ મારૂ સ્વાગત કર્યું. ચ્હા બિલ્કિટ સાથે ગુજરાતીમાં વાતો કરી. મારી પહેલાના વક્તા ગુજરાતી જ હતાં. પણ એમણે એક વાક્ય કહ્યું કે, આઇ એમ સોરી, આઇ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ ગુજરાતી, સો આઇ વીલ સ્પીક ઇન ઇંગ્લીશ. બીજાએ પણ એવું કહી વાતની શરૂઆત કરી.
મોટા ભાગના શ્રોતા ગુજરાતી હતાં. મારુ માથું ભનકી ગયું. મને જૂના દિવસો યાદ આવ્યા. કોઇ એક્સપર્ટનો ઇન્ટર્વ્યુ કરવા ઝી ગુજરાતી ચેનલ તરફથી જતો ત્યારે ઘણા ગુજરાતીઓએ મને આવું સંભળાવ્યું હતું.
મેં અંગ્રેજીમાં વક્તવ્ય આપવાનો વિચાર માંડી વાળ્યો. મેં કહ્યું કે હું અંગ્રેજીમાં બોલવાની તૈયારી કરીને જ આવ્યો હતો. પણ મેં ગુજરાતીમાં જ વાત કરી, કદાચ કેટલાય શ્રોતા મને બીજી કે ત્રીજી શ્રેણીનો વક્તા સમજ્યા હશે, પણ મને એનો અફસોસ નથી. પણ અહીં એક વાત નિખાલસતાથી કબુલ કરૂં છું કે, મને પણ અંગ્રેજી શબ્દોનું ગુજરાતીકરણ કરવામાં પરસેવો વળી જાય છે. જેમ કે ટી એટલે આપણે ચ્હા કહીએ છીએ પણ એનું સાચુ ગુજરાતી દુગ્ધ જલ મિશ્રિત શર્કરાયુક્ત પર્વતીય બૂટી કહેવાય છે. હું આ ગુજરાતીમાં ચાની કિટલીવાળાને જઇને કહું તો એ મને કહેશે કે અહીં તો ચા મળે છે, આવું કાંઇ મળતું નથી. રેલવેના સિગ્નલનું ગુજરાતી પણ આવું જ છે...અગ્નિ રથ આવન જાવન સંજ્ઞા સૂચક લોહ તામ્ર પટિકા, તો વળી સિગારેચનું ગુજરાતી પણ આવું જ છે શ્વેતરંગીય ધૂમ્રસેવન દંડિકા....
આ બોલચાલની ભાષામાં શબ્દો ભુલાઇ ગયા છે. પરંતુ 1849માં દલપતરામે પહેલો ભૂત નિબંધ લખ્યો હતો. અને 1863માં પહેલું નાટક લક્ષ્મી છપાયું હતું. પરંતુ ગુજરાતી ભાષામાં પહેલા હિન્દી જેવી જ શિરો રેખા એટલે કે લિટી કરવામાં આવતી હતી. પરંતુ સમયાંતરે સરળતા માટે શિરો રેખા દૂર થઇ અને હિસાબ કિતાબ માટે આ ભાષા લખાવા લાગી. જેને ''વાણિયાશાહી'' અને ''મહાજન લિપિ'' તરીકે ઓળખાતી હતી. કાળક્રમે શબ્દો અપભ્રંશ થયા અને ગુજરાતી બનતી ગઇ. પહેલો શબ્દકોષ લખનાર પણ કોઇ ગુજરાતી ન હતો, અંગ્રેજ હતો. પછી  ગોંડલ મહારાજા ભગવતસિંહે  ભગવત ગો મંડળ બનાવ્યું હતું. પરંતુ મને એક વાતનું ગૌરવ છે કે, સંબંધોનો ખીચડો મારી ગુજરાતી ભાષામાં નથી. અહીં અંગ્રેજીની જેમ નજીકના સંબંધોને અંકલ આન્ટીમાં બાધી દેવામાં નથી આવતા. મામા મામી, કાકા કાકી, માસા માસી, ફોઇ ફુઆ, અંકલ આન્ટીમાં સમાઇ જતા નથી.
આમ છતાં અંગ્રેજીને સફળતાની ગેરંટી મનાય છે. એટલે જ હેલ્લો, હાયની સામે આવો અને આવજોની સંસ્કૃતિ આમને સામને ઊભી છે. એટલે જ મારે મારી આ વાત તમારા સુધી પહોંચાડવા વિજાણુ સંદેશા સંચાર માધ્યમ એટલે કે ઇમેઇલનો સહારો લેવો પડે છે. આમ છતાં ય મને ગર્વ છે કે,
ગુજરાતી ધૂળ નથી મારૂં કૂળ છે
કારણ કે ગુજરાતી મારી ભાષા છે. 

17 comments:

  1. Saheb Garv Che aapanne ke aapne Gujarati chie...

    ReplyDelete
    Replies
    1. ખૂબ જ સારી અને સાચી વાત કરી છે શાહેબ

      Delete
    2. ખૂબ જ સારી અને સાચી વાત કરી છે શાહેબ

      Delete
  2. ભાર્ગવભાઇ ખરેખર ગુજરાતી ભાષા વિશે ગણું જાણવા મળ્યું. ..

    ReplyDelete
  3. Are a bdhu java do, hu comment to english ma karu chhu, pan vanchvu to gujarati ma j pade ho bhai...!!! Ane etle j gujarati hova ne karane me mara dikra ne "dad" kahevdavane badle "pappa" bolta j shikhvaad yu chhe...

    ReplyDelete
  4. વાહ ભાર્ગવ સર -અંતરના અદ્ભુત શબ્દો સાથેનો આ બ્લોગ દરેક "ગજ્જુ" લોકો માટે ગર્વ લેવા જેવી બાબત હોવીન જોઈએ ....ઈતિહાસ નાં પાનાની અંદર ડોકિયું કરું તો ...... માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે
    પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ . ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ
    સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે
    ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે

    ReplyDelete
  5. ગુજરાતી હોવાની અનુભીતી અને ગર્વ કરવાની વાત ફરી યાદ આવી ગઈ, આમ તો જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે ગુજરાતી ની ચોપડી મા ભદ્રમ ભદ્ર નો પાઠ આવેલો જે વાંચવા નો પ્રયાશ કર્યો, ત્રણ વખત વાંચ્યા બાદ સમજાયો .. એ દિવસ ફરી યાદ આવ્યા

    ReplyDelete
  6. We Gujarati love to speak and teach our children English.
    How ever most of them pronounce S as SH & SH asS.
    Please read your comments,some one has appreciate you and wrote you SHAHEB😊😁

    ReplyDelete
  7. દેવનાગરી લિપિ સાચી ભાષા માટે ગૌરવ છે

    ReplyDelete
  8. સર, અમારા ગામડામાં હજુ આજે પણ 'આવો' અને 'આવજો'ની પરંપરા અકબંધ છે..ભલે, ઘણા પરિવારોના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે, પરંતુ 'ઘરની' ભાષા તો ગુજરાતી જ હોવાથી આજે પણ ગુજરાતી સાથેનું તાદાત્મ્ય જીવંત જ છે..હા, હોટેલમાં મેનુ જોઈ ઓર્ડર આપીએ ત્યારે સાલું હિન્દીમાં 'भैया' કહીને ઓર્ડર અપાઈ જાય છે..પછી ભલે ઓર્ડર લેનારો ગુજરાતી કેમ નાં હોય..! આ ધીમેં ધીમે સ્વભાવમાં વણાઈ ગયું છે.. બાકી આપે જે લખ્યું છે તે બિલકુલ સાચુ જ છે.. ભલે આપણે આપણી ભાષા 'ભદ્રમભદ્ર' માં આવતી ભાષા જેવી શુદ્ધ ગુજરાતી ના બોલી શકીએ..પણ આપણી આસપાસ જે બોલાય છે તે તો બોલવી જ જોઈએ...

    ReplyDelete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. potani j maatrubhasha shikhva maate na tuition class dhamdhokar rite chalta joya che. pan a fakt 10th ane 12th ma gujarati ma pass thai javay ana maate j chalu che. "spoken english" ni jem "spoken gujarati" na class ma balako ne mokalta karta haji ghano lambo samay lagshe

    ReplyDelete
  11. Vah now I feel proud to be a gujarati

    ReplyDelete
  12. અશ્વદ્વયાકૃષ્ટચતુશ્વક્રકાચગવાક્ષસપાટાચ્છાદનસમેતરથ sir આ શબ્દ નો અર્થ શું છે એ જણાવવા નમ્ર અપિલ છે અમારી......,?

    ReplyDelete