Wednesday, 7 December 2016

લે આખી ય જાત ઓઢાડુ તને ! ઓ ડીગ્રી હવે ક્યાં સંતાડુ તને ?


છેલ્લા એક મહીનાથી મારો કેમેરામેન પરેશાન છે. એની દીકરીને ઘડીકમાં મેડિકલમાં એડમિશન મળે છે, માંડ પૈસાનો જુગાડ કરીને દોઢ લાખ ફી ભરેછે ત્યાં પાંચ દિવસ પછી એડમિશન કેનસલ થાય છે.
અપસેટ થયેલી દીકરીને સાંત્વના આપવા કે તેનું મન મનાવવા માટે સમય આપી શકતો નથી. નોકરીના ચક્કરમાં દિકરીનું ભવિષ્ય ઉજાળવાના પ્રયાસો નિષ્ફળ થતા દેખાતા... એક બાપ તરીકે અકળાય છે. અચાનક એક છાપામાં જાહેરાત વાંચી કે આયુર્વેદિક કોલેજમાં એડમિશન મળશે. કોરી ચેકબુક અને ડેબિટ કાર્ડ સાથે દિકરીને એડમિશન માટે મોકલે છે. નંબર આવતા એડમિશન કમિટીવાળો નવી રોન કાઢે છે. ફોર્મના રૂ. 15000 છે.... અને તેમ છતાં એડમિશન મળવાની તો પાછી ગેરંટી યે નથી અને એડમિશન ના મળે તો નાણાં પાછા પણ નહીં મળે. એટલું જ નહીં પૈસા તો રોકડા જ ચુકવવા પડશે.
એડમિશનની આશાએ બાપ બેન્કમાં 15000 લેવા જાય છે. દિકરી માટે મેનેજર ને કાકલૂદી કરે છે. બેન્કમાંથી નાણાં મળતા નથી. મારા દોસ્ત પાસેથી ઉધાર પૈસા લઇને મારતી મોટરસાયકલે એડમિશનના સ્થળે  જાય છે. તો જવાબ તૈયાર હતો કે ફોર્મ ખલાસ થઇ ગયા છે....કાલે આવો...
50 સીટની કોલેજમાં 25 સીટ મેનેજમેન્ટની છે. અને 25 સીટ જનરલ માટે. એના માટે થઇને 75 ફોર્મ 15000માં વેચી દીધા. એટલે 50 જણાના પંદર હજાર રૂપિયા લેખે સાડા સાત લાખ રૂપિયા તો એડમિશન પહેલા જ ચાંઉ કરી લીધા. હજુ બીજા ફોર્મ વેચવાનો છે પણ પૂછનાર કોઇ નથી. પરેશાન સુબોધલાલ શુટિંગ પતાવ્યા પછી આખી વાત માંડીને કરે છે.... ત્યારે તો મારા રૂવાંડા ઊભા થઇ જાય છે. 70ના દાયકામાં ચંબલના ડાકુઓ બંદુક બતાવીને લૂંટતા હતાં. અને એકવીસમી સદીમાં લોકો એડમિશન ફોર્મ દેખાડીને લૂંટે છે.
મને થયું કે શિક્ષણ કેટલું મોંઘું છે. મારી દીકરીની મોંઘીદાટ ફી ભરવાના ફાં ફાં મે પણ માર્યા છે. મિત્રની મદદથી લેટ ફી સાથે એની ફી પણ ભરી છે. ત્યારે મને થયું કે ભણવાનું અહી મોંઘું છે કે પરદેશમાં પણ?
શિક્ષણને સમજવા માટે હું કોમ્પ્યુટરના ગુગલ ગુરૂના શરણે ગયો. અમેરિકામાં શિક્ષણ,, ઓસ્ટ્રેલિયામાં ભણતર વગેરે જોતો હતો ત્યાં મારી નજર એક સમાચાર પર અટકી ગઇ. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટિ પર એના વિદ્યાર્થીએ કેસ કર્યો છે. ફૈઝ સિદ્દિકી નામના છોકરાએ કેસ કર્યો છે...કે મારી પાસેથી પરસેવાની કમાણીની ફી લઇને પ્રોફેસરોએ મને સરખો ભણાવ્યો નથી એટલે મને સારી નોકરી મળતી નથી.  કારણ કે મારા માર્ક્સ ઓછા આવ્યા છે.
મને સતત ડર રહ્યા કરે છે કે જો મને સારી નોકરી નહીં મળે તો હું એજ્યુકેશન લોન કેમની ભરી શકીશ ? એના કારણે હું ડિપ્રેશનમાં આવી ગયો છું. પ્રોફેસરોએ મને સરખુ નહીં ભણાવવા બદલ મારી ફી પાછી મળવી જોઇએ. મારા ભવિષ્ય સાથે થયેલા ચેડાનું વળતર મળવું જોઇએ, એટલું  જ નહીં મને થયેલા માનસિક ત્રાસનું વળતર મળવું જોઇએ. આ કેસનો ચુકાદો બ્રિટનની હાઇકોર્ટમાં આ મહીનાના અંતે આવવાનો છે. પરંતુ, આ કિસ્સાએ મને હચમચાવી મૂક્યો કે, એક બગડેલું બટાકું શાકવાળો આપણને આપી દે તો આપણે તેને પાછું આપીને પૈસા પાછા લઇ લઇએ છીએ. તો લાખો રૂપિયા ભરીને છોકરાઓને ભણાવીએ તો  એનું વળતર માગવાનો કોઇ અધિકાર નથી ?
મેં હિસાબ માડ્યો કે મારી દીકરીને કોમ્પ્યુટર એન્જિનિયર અને પછી સાયબર સિક્યોરિટીમાં માસ્ટર ડીગ્રી અપાવવા માટે કેટલી ફી ભરી? સરવાળો કર્યો તો કુલ છ લાખ 60 હજારો ખાલી ફીના જ થયા છે. જેમાં કોલજમાં જવા આવવાનો ખર્ચ, ચોપડાનો ખર્ચ નથી ગણ્યો. માત્ર એજ્યુકેશન ફી જ છે. મારી દીકરી ટોપ ટેનમાં હોય છે, પણ આટલી ફી ભર્યા પછી યુ ટ્યુબના વિડિયો જોઇને જ પરીક્ષાની તૈયારીઓ કરવી પડે છે. ટોપ ટેનમાં હોવાથી એની નોકરી કે ભવિષ્યની ચિંતા હવે નથી ? પણ એની સાથે ભણનારા બીજા છોકરાઓનું શું ? જે વિદ્યાર્થીઓ 40 કે 45 ટકા લાવીને પાસ થાય છે એનું શું ? એમની ડીગ્રી લીધા પછી સારી નોકરી ના મળે તો તેના માટે જવાબદાર કોણ? આનો કોઇની પાસે જવાબ નથી.
મેં આ સમાચાર વાંચ્યા પછી અનેક લોકોને ફોન કર્યા તો ખપર પડી કે, થોડી નામાંકિત સ્કૂલમાં 50થી 60 હજાર સ્કૂલ ફી છે. પણ ભણ્યા પછી શું તેની કોઇ ગેરંટી નથી. સારી નોકરી મળે તો તમારૂ નસીબ અને ન મળે તો ય તમારૂં નસીબ....ખરાબ મીઠાઇ કે ફ્રૂટ આવી જાય તો શર્ટ કે પેન્ટ ખરાબ આવી જાય તો ઝઘડીને પૈસા પાછા લઇ આવીએ છીએ. પણ છોોકરાઓના સારા ભવિષ્ય માટે ખર્ચેલા નાણાં પાછા મળતા નથી.
ધોરણ 10 અને 12ના પરિણામો આવે ત્યારે 55 ટકા રઝલ્ટ ....60 ટકા રિઝલ્ટ એવું રિપોર્ટિંગ કરીએ છીએ. પણ વિચાર આવે છે કે નપાસ થયેલા છોકરાઓને સરખું નહીં ભણાવવા માટે જવાબદાર કોણ? એમને ફી પાછી કેમ ન મળવી જોઇએ? એમના જીવન સાથે થયેલા ચેડાને કેમ ભૂલી શકાય ? એવું તે કેવું શિક્ષણ કે દર વર્ષે 40થી 45 ટકા છોકરાઓ નાપાસ થાય અનેકોઇની જવાબદારી યે નહીં ?

આપણા દેશમાં બ્રિટન જેવા કાયદા કેમ નથી ? મોબાઇલ ફોન, ફ્રીજ કે કાર બગડે તો કન્ઝ્યુમર કોર્ટમાંથી વળતર મળે, પણ શિક્ષણના કારણે  ભવિષ્ય બગડે તો કોઇ વળતર નહીં. પગાર વધારો લઇ વર્ષમાં 90 દિવસ ભણાવતા શિક્ષકોની કોઇ જવાબદારી જ નહીં? ડીગ્રી પછી બેકાર રખડતા લોકોની જવાબદારી કોઇની યે નહીં. પણ શું કરીએ કચડાવાની અને માર ખાવાની આદત છે એટલે અવાજ દબાયેલો છે. છોકરાઓ પાછળ જિંદગી ઘસી નાંખી પણ વળતર ના મળે તો નસીબને કોસીએ છીએ. ત્યારે ખરેખર એક વાત બહુ સ્પષ્ટ છે કે, એકવીસમી સદીમાં ખરેખર વિદ્યાર્થી ફી ભરીને રહેંસાઇ રહ્યો છે. કારણ કે યુનિવર્સિટીએ અધૂરૂં કતલખાનું છે. અહીં એનું ગળું કપાય છે અને આપણે ગળું કાપતા શિક્ષણ વિદોને પૈસા આપીને કહીએ છીએ કે, મારા બાળકનું ભણતરની કરવતથી ગળું કાપો ટીચર...મગર હુજુર આહિસ્તા, આહિસ્તા,..જનાબ આહિસ્તા...આહિસ્તા...

24 comments:

  1. Je desh ma loko swamani nathi rahya e desh ma kayda ni kya vat karvi. Deshvasiyo andhkar ni garta ma dhakelaya che. Anamat na aanodlan ane anamat pratha hoy tya kashuj shakya nathi
    aa desh ane deshvasiyo ram bharose chalta hoy tevu lage che

    ReplyDelete
  2. મારી દીકરી હજુ 7 વર્ષની જ છે પણ આર્ટિકલ વાંચ્યા પછી લાગ્યું કે હવે મોંઘી શિક્ષા માટે આગોતરું આયોજન કરવું જ પડશે...

    ReplyDelete
  3. અતિ સુંદર્ અદભૂત અને આંખોમાંથી આંસુ લાવી અતિશય ગુસ્સાની લાગણી જન્માવે તેવો લેખ છે. માટે તમે જે પાસા માટે સમાજનું ધ્યાન દોર્યુ છે તે કાર્ય ખરેખર અવર્ણનીય છે. તમારે ખૂબ ખૂબ આભારા આ ગંભીર મુદા ને તમે હિંમતપૂવર્ક અને રજૂ કર્યો છે.

    ReplyDelete
  4. Bogus degree wala samaj Na prabhari bani ne betha che ..... enu shu? Shikshan Sanstha nu veparikaran Ek yaksh prashna che ....kavi Rajendra shukla e potana dikrao ne school Na pagathiya per pag mukayo nathi to pan te dikrao aaje Samaj ne Gyan api rahya che....

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. જોરદાર....
    ભાર્ગવભાઇ અહી આવેલા ત્યારે આ‌ મુદ્દે વાત થયેલી..તેમના કેમેરામેનની સામે આ વાત ચાલુ હતી ત્યારે સુબોધભાઇના ચહેરા પર લાચારીની વેદના સ્પષ્ટ દેખાઇ આવતી હતી..
    રહી વાત કેસની તો 2009 મા આવેલા right to education act હેઠળ હવે પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા બાળકોના વાલીઓ જો બાળક શિક્ષણમા નબળુ હોય તો શિક્ષક સામે પોલિસ કેસ કરી શકે તેવી જોગવાઇ કરવામા આવવાની વાત હતી પણ આ વાતને જાણી જોઇને દબાવી દેવામા આવી છે, જેથી કોઇ આ મુદ્દે જાગૃતના થાય અને કેસ ના કરે...અને એના બદલે શારીરિક સજાની સામે કેસ કરવાની જોગવાઈ કરવામા આવી..
    બાકી ભાર્ગવભાઇના તમામ બ્લોગ હુ વાચુ છુ, એક આગવી શૈલી છે‌ એમની..

    ReplyDelete
  7. જોરદાર....
    ભાર્ગવભાઇ અહી આવેલા ત્યારે આ‌ મુદ્દે વાત થયેલી..તેમના કેમેરામેનની સામે આ વાત ચાલુ હતી ત્યારે સુબોધભાઇના ચહેરા પર લાચારીની વેદના સ્પષ્ટ દેખાઇ આવતી હતી..
    રહી વાત કેસની તો 2009 મા આવેલા right to education act હેઠળ હવે પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા બાળકોના વાલીઓ જો બાળક શિક્ષણમા નબળુ હોય તો શિક્ષક સામે પોલિસ કેસ કરી શકે તેવી જોગવાઇ કરવામા આવવાની વાત હતી પણ આ વાતને જાણી જોઇને દબાવી દેવામા આવી છે, જેથી કોઇ આ મુદ્દે જાગૃતના થાય અને કેસ ના કરે...અને એના બદલે શારીરિક સજાની સામે કેસ કરવાની જોગવાઈ કરવામા આવી..
    બાકી ભાર્ગવભાઇના તમામ બ્લોગ હુ વાચુ છુ, એક આગવી શૈલી છે‌ એમની..

    ReplyDelete
  8. Mane e samzatu nathi k avu Shane that chhe?
    Phulda badha dubi jata ne pathara tari jay chhe.
    Nice blog.

    ReplyDelete
  9. પછાત શિક્ષણ વ્યવસ્થ ઉપરથી લૂંટારુ કોલેજો ભારત માં જ જોવા મળે બાર સાયન્સ ના રિઝલ્ટ ને છો મહિના થયા હજુ રિસફલિંગ ચાલે છે અને સ્ટુડન્ટ ડોક્ટર નું ભણશે?

    ReplyDelete
  10. Me etle j nakki kryu chhe k mara dikra ne kaa to politician banavvo chhe kaa to businessman, koi mathakut j nai... Pn saheb aa bdha kissa aankh ughadnara chhe aapne ane samaj na loko a aama thi bodhpath lai ne aware thavani jarur chhe...

    ReplyDelete
  11. I have to make savings for my son really eye opening

    ReplyDelete
  12. great write up bhargav very depresing and irritating situation

    ReplyDelete
  13. Excellent write up and couldn't have said it better!! Nailed it !

    ReplyDelete
  14. thought provoking

    ReplyDelete
  15. khub j saras bhargav bhai

    ReplyDelete
  16. excellent write up

    ReplyDelete
  17. નોટ બંદી બાદ હવે શિક્ષણ ક્ષેત્રે પણ ક્રાંતિ લાવે મોદી સાહેબ પાસે એવી અપેક્ષા ... શક્ષણ ના નામે આમ આદમીઓ નું લોહી ચુસ્તી આ જળો ને જડમુળ થી નાશ કરે એવી ગુજારીશ।

    ReplyDelete
  18. ભાર્ગવભાઈ, તમારી લેખન સૂઝ અતિ સુંદર ...શબ્દો નું ચયન અને વર્ણન એકદમ સરળ અને જોડી રસખનાર છે..સામાન્ય લાગતી બાબતો કેટલી જટિલ બની જાય છે ? દેશ ને બદલનારા ઇતિહાસ સર્જનાર નિર્ણયો અદના આદમીની જિંદગી સમૂળગી ઉથલ પાઠલ કરી ધકે તેવી બીના અને એની પીડા નો આછોય અણસાર આ રાજકારણીઓ ને ક્યારેય થશે??

    સંવેદના અને કરુણા નો સાક્ષાત્કાર કરાવતી કથા. ખોટી કહી ન શકાય અને સાચી ન હોય તો સારું એવી અંતરની ઈચ્છા ..!! હ્ર્દય ના માંહ્યલાને સ્પર્શતો સિદ્ધુ સટ લખાણ..તમારી કલમને સલામ ..




    ReplyDelete
  19. Very Correctly & Symanticly presented. The crux of your article being - Should the Students have the facility of a"Education Tribunal " to present their grievances. They deserve it.

    After reading this article I am wondering why aren't you in the Education field!!!!👍🏻🌹😊

    ReplyDelete
  20. thank you everybody for the opinion. bhargav

    ReplyDelete