વડાપ્રધાન નરેન્દ્ર મોદી
દિલ્હીથી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સૌની યોજનાના ઉદ્ઘાટન માટે જામનગરના ધ્રોળ પાસે
આવ્યા. પત્રકાર તરીકે અમદાવાદથી અમે ધ્રોળ
ગયા. સરકારી પ્રેસ નોટ વાંચી રહ્યો હતો કે સૌની યોજનાથી કેટલું પાણી આવશે. કેટલો
પાક વધશે. એ સમજવાની કોશિશ કરતો હતો કે ત્યાં જ નીતિન પટેલનું ભાષણ શરૂ થયું.
અહો રૂપમ અહો ધ્વનિના નાદ
વાગવા માંડ્યા... પ્રધાનમંત્રી .નરેન્દ્ર મોદીના વખાણ શરૂ થયા...અચાનક જ નીતિનભાઇએ
બોમ્બ ફોડ્યો કે, સૌની યોજનાનું ઉદ્ઘાટન થયું ત્યારે અચાનક જ પાણી છૂટયું અને તેનું
શુટિંગ કરી રહેલા કેમેરામેનને પાણી વધતું જોઇ મોદીએ બુમ પાડી ભાગવા કહ્યું. એનો
જીવ બચી ગયો પણ કેમેરો તણાઇ ગયો. આ સાંભળીને મારા કાનના એન્ટેના ઉંચા થઇ ગયા,
ડેમની ઉપર ઊભેલા મોદીએ એવી કે કેવી બુમ પાડી કે નીચે ઊભેલા કેમેરામેનને પાણીના
ઘૂઘવતા અવાજમાં સંભળાઇ...અથવા કેમેરામેનના લેન્સ કરતાં એના કાન મજબુત હતા કે અવાજ
સંભળાયો....
આ સવાલનો જવાબ જડતો નથી
પરંતુ આ અવાજ સંભળાયો કેવી રીતે એ સમજાય તે પહેલા તાળીઓના ગડગડાટ શરૂ થયા...પાણી
આવશે...આર્થિક સ્થિતિ સુધરશે એવી વાર્તાએ એકાએક પંચતંત્રની વાર્તા બની ગઇ....બધા
અભિભૂત થઇને એનો વિડિયો શોધવામાં લાગી ગયા પણ બચી ગયેલો કેમેરામેન ભુલાઇ
ગયો....શોધ્યો પણ જડ્યો નહીં.
ખેર એ વાત સાથે જ મારું મગજ
ભૂતકાળની ફિલ્મની પટ્ટીની જેમ મને ફ્લેશ બેકમાં લઇ જવા લાગ્યું. સૌરાષ્ટ્રમાં પાણીની
અછતથી બેહાલ ખેડૂતો જોયા હતાં. દુષ્કાળમાં સુક્કી ભઠ્ઠ ધરતી જોઇ હતી. પણ એનાથી વધારે
યાદ આવી બનાસકાંઠા અને ભારત પાકિસ્તાનના બોર્ડરના ગામડાંઓની...2003માં ઉત્તર
ગુજરાતમાં અમારો કોઇ રિપોર્ટર ન હતો. મને ચેનલ હેડ શ્રીનીવાસન ભટ્ટે કહ્યું કે યાર
કુછ એસા લે આઓ કિ ઉત્તર ગુજરાતમે આલ્ફા ગુજરાતી કા નામ બન જાયે. (એ વખતે ઝી
ગુજરાતી આલ્ફા ગુજરાતી હતું.)
હું અને કેમેરામેન સુબોધ
વ્યાસ ઇન્ડિકા લઇને નીકળી પડ્યાં. સીધા ડીસામાં વિજય બારોટને ત્યાં પહોંચ્યાં.
વિજયના ઘરેથી એની કેમેરા બેગ સાથે તેને ઉઠાવી સુઇ ગામ જવા નીકળ્યાં. થોડેક ગયા
ત્યાં વિજયે કહ્યું કે જમી લઇએ આગળ કંઇ નહીં મળે....પણ મારો સ્વભાવ જિદ્દી...મે
કહ્યું કે ના પહેલા સુઇ ગામ જઇને સ્ટોરી કરવી છે...ભલે...પછી કહેતો નહીં કે ભુખ્યો
રાખ્યો....
વાત સાચી નીકળી ક્યાંય ખાવા
માટે સમ ખાવા પૂરતી ય નાની હોટલ કે લારી સુદ્ધાં ન મળી. ખાવાનું શોધવાના ચક્કરમાં
તરસ પણ લાગી ગઇ.મેં ડ્રાઇવરને કહ્યું કે અલ્યા પાણીની બોટલ શોધ તરસ લાગી છે. વિજય
હસવા લાગ્યો કે ભાઇ તને ખાવા નથી મળ્યું પરંતુ પાણી પણ નહીં મળે. અહીં તો લોકોના
પાણી ન મળવાના કારણે લગ્ન પણ નથી થતા. હું તેના પર ગુસ્સે થયો કે ભાઇ ભુખ અને
તરસથી અહીં મારો જીવ જાય છે ને તને મજાક સુઝે છે. ? એણે કહ્યું કે સાચ્ચે પાણીના કારણે અહીં આખું
ગામ વાંઢું છે. લોકો 40-50 વર્ષે પરણવાની રાહ જુએ છે. મેં કહ્યું કે પૈસા ના હોય
અને લગ્ન ન થાય એ વાત સમજાય પાણી ના હોય અને લગ્ન ન થાય એવી વાત ફેંકવાનું બંધ
કર...સુબોધલાલે પણ મારી વાતમાં સૂર પુરાવ્યો....વિજયે કીધુ કે ચાલ લઇ જાઉં.
અમે સુઇ ગામની
સ્ટોરી પડતી મૂકી આગળ ગયા...ભારત પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલા ભરડવા ગામે પહોંચ્યાં.
ગામમાં ગાડી આવી એટલે નાના છોકરાઓનું ટોળું ઘેરી વળ્યું. સામે પાણીની ટાંકી દેખાતી
હતીં. એટલે મે કહ્યુ કે અલ્યા પાણી ટાંકી દેખાય છે ને પાણી નથીની વાત કરે છે. વિજય
શાંત હતો. ગામના સરપંચને બોલાવ્યા. ખાટલો ઢાળીને અમને બેસાડ્યા....મે વાતની શરૂઆત
કરી કે ગામમાં પાણીની ટાંકીથી કેટલા ગામને પાણી અપાય છે.? સરપંચે કહ્યું કે નળ
ખોલતા આવડે છે.? નીચે જઇને જુઓ કે કેટલું
પાણી આવે છે. ? દસ દિવસે ટેન્કર આવે છે
ત્યારે ન્હાવા મળે છે. બાકી તો પાણી પીવા અને રસોઇ માટે સાચવીએ છીએ. ભાઇ અહીં પાણી
નથી એટલે તો અડધુ ગામ વાંઢું છે. અહીં કોઇ છોકરીને પરણાવતું નથી. હાં અહીંની
છોકરીને પરણવા જરૂર તૈયાર થઇ જાય છે. મેં તરત વાત કાપીને પૂછ્યું કે કેમ એવું? છોકરાના લગ્ન ન થાય અને છોકરીના થઇ જાય ? તો એમણે કહ્યું કે પાણી માટે લડનારી છોકરી
મજબુત હોય એટલે તેના લગ્ન થઇ જાય. પરંતુ પાણી ના હોય તો છોકરી દુઃખી થાય એટલે છોકરાઓના
લગ્ન નથી થતાં. 35 કિલો મીટરથી પાણી પાણી કરી રહેલા સુબોધલાલ અને મારી તરસ ક્યાં
ગઇ એ ખબર ના પડી. અમને સ્ટોરી દેખાવા
માંડી. 540 જણાની વસ્તિમાં અડધો અડધ કુંવારા હતાં. એકપછી એક વાંઢાઓને અમે મળતા
ગયા..કોઇ 30નો તો કોઇ 35નો તો કોઇ 45નો....અને 50 વર્ષનો વાંઢો પણ પૈણું પૈણું
કરતો મળ્યો.
હું ઇન્ટરવ્યુ
કરવા માંડ્યો. ગુજરાતીની સાથે સાથે હિન્દી ચેનલ માટે પણ સ્ટોરી હતી. મે તેમને
હિન્દી બોલવાનું કહ્યું. એણે ના પાડી દીધી. મે કહ્યું કે ટી.વીમાં દેખાશો તો લગ્ન
થશે. લગ્નની વાત સાંભળી તેની આંખમાં ચમક આવી. એણે હિન્દી બોલવાનું શરૂં કર્યું,
સાબ મેરે ગામડે મે પોણી નહીં હૈ. ઇસિ લિયે છોડી પરણતી
નહીં હૈ. મેં 50 વર્ષે ભી વાંઢા હું. યે ધોતિયા સાંધને કે
લિયે કોઇ નહી હૈ.
હું એનું હિન્દી
સાભળી હસી પડ્યો કારણ કે વાંઢાનું હિન્દી શું કરવું ? મે સુબોધલાલની સામે જોયું...તેની નજર કેમેરા
લેન્સમાં હતી પણ એનું પણ હસવાનું ચાલું હતું. મે તેને પુછ્યું કે પૈસા છે ? તો એણે એ જમાનામાં કીધું કે 50 લાખ રૂપિયા
છે....ને 60 એકર જમીન પણ છે...પણ હું વાંઢો છું.
અહીંના ગામના
લોકો કેમ વાંઢા છે તેનું એક માત્ર કારણ માત્ર પાણી નથી...એમની પાસેની પાતળી વોટ
બેન્ક પણ છે. અહીં સૌરાષ્ટ્રની જેમ 55-55 વિધાનસભાની સીટ નથી. એટલે એમના માટે
પાણીની કોઇને ચિંતા નથી. એમને પાણીની લ્હાયમાં રાણી નથી મળતી અને અમે તરસ્યા પાછા
ફરતા હતાં. ત્યારે મન કહેતું હતું કે, અહીંના લોકો કદાચ પાણીને જોઇને કહેતા હશે કે
પાણી તું મળી જાય તો હું નસીબને પુરસ્કાર આપું. પછી નથી જાણવું કે હાથની રેખાઓમાં
શું લખ્યું છે.?

क्या बात है सरजी। आपने बहुत ही आसान शब्दों में बड़ी बात कही है। और भी ऐसी ब्लॉग पढ़ना चाहता हूँ। कृपया लिखते रहें।
ReplyDeletethanks dear for your valuable comment
Deleteक्या बात है सरजी। आपने बहुत ही आसान शब्दों में बड़ी बात कही है
Deleteक्या बात है सरजी। आपने बहुत ही आसान शब्दों में बड़ी बात कही है
DeleteGreat
ReplyDeleteઆ રિયાલિટી છે. પણ આજે શું પોઝીશન છે ગામની? કદાચ સુધરી નહિ જ હોય. ભાર્ગવભાઈ good one. Keep it up.
ReplyDeletebhai 500 vote na gam nj kone padi hoy loko vandhaj mari rahya chhe
Deleteઆ રિયાલિટી છે. પણ આજે શું પોઝીશન છે ગામની? કદાચ સુધરી નહિ જ હોય. ભાર્ગવભાઈ good one. Keep it up.
ReplyDeleteGujarat model?
ReplyDeletenamo namo
DeleteGujarat model?
ReplyDeleteGujarat model?
ReplyDeleteGOOD STORY LEKIN ME AASHA RAKHATA HU KI AAPKE NEWS ME AANE KE BAAD YAH GAV ME PAANI PAHOCHA HOGA AUR SABHI KI SHADI BHI HOTI HOGI....GREAT.....
ReplyDeleterani shodhta lokona dhotiya fati gaya che pan sandhva valu koi nathi
DeleteGOOD STORY LEKIN ME AASHA RAKHATA HU KI AAPKE NEWS ME AANE KE BAAD YAH GAV ME PAANI PAHOCHA HOGA AUR SABHI KI SHADI BHI HOTI HOGI....GREAT.....
ReplyDeleteGOOD STORY LEKIN ME AASHA RAKHATA HU KI AAPKE NEWS ME AANE KE BAAD YAH GAV ME PAANI PAHOCHA HOGA AUR SABHI KI SHADI BHI HOTI HOGI....GREAT.....
ReplyDeleteGOOD STORY LEKIN ME AASHA RAKHATA HU KI AAPKE NEWS ME AANE KE BAAD YAH GAV ME PAANI PAHOCHA HOGA AUR SABHI KI SHADI BHI HOTI HOGI....GREAT.....
ReplyDeleteGOOD STORY LEKIN ME AASHA RAKHATA HU KI AAPKE NEWS ME AANE KE BAAD YAH GAV ME PAANI PAHOCHA HOGA AUR SABHI KI SHADI BHI HOTI HOGI....GREAT.....
ReplyDeleteAnkh ma pani aavi jay evo lekh. Excellent expression. It touches the readers' heart because its not a table or Internet story but based on your hard earned experience. Keep it up. 🖒🖒🖒
ReplyDeleteit always tuch your heart because you have a heart you are not a politition
DeleteAnkh ma pani aavi jay evo lekh. Excellent expression. It touches the readers' heart because its not a table or Internet story but based on your hard earned experience. Keep it up. 🖒🖒🖒
ReplyDeleteSuperb Bhai..waiting for more..
ReplyDeletei promise to give more untold stories
DeleteSuperb Bhai..waiting for more..
ReplyDeleteMaja Padi Saheb... Lakhta rahejo book banshe.
ReplyDeletebhai tari sathe kareli story yaad chhe next e lokoni lachari ni vat karishu
DeleteMaja Padi Saheb... Lakhta rahejo book banshe.
ReplyDeleteભાર્ગવભાઇ..
ReplyDeleteબહુ જ સરળ સૌમ્ય રજૂઆત..
તારણ એ કે વાંક પાતળી વોટ બેંક..બહુ જ સાચી વાત ...
ભરડવા ગામમાં પાણી નથી કેમ કે વ્યવસ્થા માં,રાજકારણીઓ માં પાણી નથી. ત્યા હિંદુ મુસ્લિમ હજી પાણી માટે ઝગડયા નથી..નહી તો આ જ રાજકારણી ઓ ત્યાં પાણી પાણી કરી નાખે..સવાલ વોટબેંક નો છે ..
guru i was not finding closing line but your poem give me punch line to close story
Deleteભાર્ગવ ભાઈ, એક વાત તો નક્કી કે ગામ લોકોને પાણી અને રાણી નાં મળે.. પણ બીજુ સત્ય એ પણ છે કે પત્રકારોને સ્ટોરી મળે પણ પાણી તો નાં જ મળે..
ReplyDeleteખૂબ જ સારુ લખ્યું છે જે અમારાં માટે પ્રેરણાદાયક છે, આમ જ લખતા રહો..👍
bhai story ni bhukh maj pani ni taras ni khabar padi chhe
Deleteભાર્ગવ ભાઈ, એક વાત તો નક્કી કે ગામ લોકોને પાણી અને રાણી નાં મળે.. પણ બીજુ સત્ય એ પણ છે કે પત્રકારોને સ્ટોરી મળે પણ પાણી તો નાં જ મળે..
ReplyDeleteખૂબ જ સારુ લખ્યું છે જે અમારાં માટે પ્રેરણાદાયક છે, આમ જ લખતા રહો..👍
मेरे भाई भार्गव भाई आप इतनी संवेदन शील बात को कितने सरल शब्दों मैं लोगों के सामने रखते हो ओर दुनिया को वास्तविकता का परिचय करवाते हो यह बात बहूत मायने रखती है पर क्या इन बातों का अधिकारियों पर कोई असर होगा,भगवान आपकी इस बात को सही कानो मैं डाले ओर उन वॉटर बेड पर सोने वालों को शायद इन परिस्तिथियों पर कोई अछा काम करने की कोई प्रेरणा मिले यही ईश्वर से प्रार्थना है. पर इस तरह लिखते रहना कभी तो कोई होगा जो इन जैसों को पानी ओर रानी दोनो दे पाये.
ReplyDeleteduggal bhai aap ki duva kabhi khali nahi gayi hai vahe guru ki kripa aur aap ki duvaon se khada huva hun to unhe bhi rani aur pani mil jayenga
Deleteપાણીદારોના પાણી ...પાણીની સ્ટોરીમાં જ ચમકી ઉઠે....
ReplyDeletepanidar banav va ma tamaro pan falo chhe thanks bhai
Deleteપાણીદારોના પાણી ...પાણીની સ્ટોરીમાં જ ચમકી ઉઠે....
ReplyDeleteSuperb story Sir ji...
ReplyDeletethanks nisarg where are you i have not seen you in fild from long time
DeleteSuperb story Sir ji...
ReplyDeleteन्यूज़ मा केमरामेन नु काम करता 20 वर्ष थया घणी बधि नक्कर हकीकतों ऊपर काम कर्यू छे परंतु 2003 नी घटना ने भार्गव भाई ए याद करावी जीवन रिवाइंड मा गयुं एक स्फूर्ति मली परंतु वीडियो जर्नालिस्ट तरीके सरकार द्वारा प्रजा माटे नक्कर काम थाय त्यारे ज पत्रकार राजी थाय छे
ReplyDeletebhai t.v. par mahenat reporter ni dekhay pan cameraman pan mahtwa na hoy che
Deleteआभार
Deleteआभार
Deleteभार्रिगवभाई,आ रिस्पोन्स जोयो ?
ReplyDeleteलोको ने अने पत्रकार मित्रो ने नवा नवा अनुभवो वांचवा मां रस होय नही के "आपवडाई"..!!
कारण के दरेक पत्रकार पोत पोतानी जग्या उपर धणा संधर्ष पछी पहोच्यो होयछे,अथवा पहोचवा मथामण करतो होय छे,कोई पण(सारो)पत्रकार क्यारेय कमजोर नथी होतो फक्त समय अने मोके " चोको" मारवा मां ते सचिन ने पण टक्कर आपे तेवो होय छे....!!!
thanks for your valueable comment
Deleteन्यूज़ मा केमरामेन नु काम करता 20 वर्ष थया घणी बधि नक्कर हकीकतों ऊपर काम कर्यू छे परंतु 2003 नी घटना ने भार्गव भाई ए याद करावी जीवन रिवाइंड मा गयुं एक स्फूर्ति मली परंतु वीडियो जर्नालिस्ट तरीके सरकार द्वारा प्रजा माटे नक्कर काम थाय त्यारे ज पत्रकार राजी थाय छे
ReplyDeleteHu vaat kari se saheb..." Hedo taare " ekaad story aapne karta aaiye ane ola disa wala ne tya" vagharelu dahi" pan khata aaiye... Ane haa... Hu pani ni bottle sathe lai ne aaish ho... 😂😂👍👍👍
ReplyDeletevah thakkar you remember our banaskantha trip this time we will go with shisha not bottle
DeleteHahaha...
DeleteHahaha...
DeleteGOOD ONE.. when nitinbhai spoke that about camera man i was searching u....in our electronic media press box...i was sure that something must be coming on this ...n u delivered.
ReplyDeletegood one...hope to read few more.
thanks dear for your valuable comment
DeleteNice Story
ReplyDeletethanks dear
Deletethank you bhai...
Deletethanks dear
ReplyDeleteGood job
ReplyDeleteGood job
ReplyDeletethanks dhanesh bhai
Deleteલખતાં રહો. સારું વાંચનારા તરસ્યા છે.
ReplyDelete-દિલીપ ગોહિલ
Thanks dilip bhai
DeleteBhargav bhai Bhaskar no photo tamarind vat ne something aape che khotu vat ne khuli padva badal anhindan
ReplyDeleteThanks dear
DeleteThanks dear
Delete👍👍👍👍
ReplyDeleteThanks tejas bhai
DeleteGOOD STORY
ReplyDeleteGreat
ReplyDeleteThanks pravin bhai
DeleteExcellent expression Sir
ReplyDeleteHaider
Excellent expression Sir
ReplyDeleteHaider
Thanks haidar bhai
DeleteExclusive Stories Deserve Exclusive Laurels. You are yourself Exclusive and these exclusive episodes walk down to Greet you! Born with a Golden Fate!!������������������������
ReplyDeleteThanks mihir bhsi for your valuable comment
Deletebai gart wark you do nou a day after your halth not good ....log liev and do wark for gujart caomn man
ReplyDelete