વહેલી સવારે ફોનની ઘંટડી
વાગી, મને કેન્સર થયા પછી હું મોડો ઉઠું છું. એટલે ફોન પત્ની સંભાળે..પણ દિલ્હીનો
નંબર જોઇને એણે મને ઉઠાડ્યો. ફોન ઓફિસથી જ હતો. અડધી ઉંઘમાં જ ફોન ઉપાડ્યો....અને
સામેથી અવાજ આવ્યો. ગુડ મોર્નિંગ સર, સોરી નીંદ સે જગાયા, મગર આજ કી એક સ્ટોરી હૈ,
બરોડા સે મંગવા દોગે? મેં કહ્યું દેખતા હું...દસના બદલે સાડા આઠે
ઉઠી પહેલા છાપું હાથમાં લીધું ફરી દિલ્હી ફોન જોડ્યો, કૌન સી સ્ટોરી? સામેથી જવાબ આવ્યો..સર બરોડા મે એક
બાપ અપને બેટે કી લાશ લેકર આઠ ઘંટે તક રાસ્તે પર બૈઠા રહા. ઉસે સેન્ટિ વિઝ્યુઅલ કે સાથ સ્ટોરી કરવાઓ....
મારા મગજની નસો
તણાઇ ગઇ...મે કહ્યું ક્યા યાર ઐસી સ્ટોરી પર બાત કરતે હો...યાર ગરીબ કી સંવેદના કી
સ્મશાન યાત્રા પર ખેલોગે ક્યાં ? સામેથી અવાજ આવ્યો..વાહ સર ક્યા ટેગલાઇન દે દિયા...સંવેદના
કી સ્મશાનયાત્રા આધા ઘંટા બન સકતા હૈ.
મારો અવાજ ઊંચો થઇ ગયો.
ગુસ્સો વધી ગયો....મે કહ્યું ગરીબો કી લાચારી ટીઆરપી મીટર નહીં બન સકતી..મોર્નિંગ
ડ્યૂટી ઇન્ચાર્જ સે બાત કરવાના કહીફોન કાપી નાંખ્યો. પણ મગજ ચકરાવે ચડી ગયું હતું
કે શું પત્રકારત્વ ગરીબોની સંવેદના, કે લાચારી, સાથે રમવા માટે છે. મગજ શાંત થતું
ન હતું. પત્નીને કહ્યું ચા બનાવ..અને છાપા પર નજર નાંખી લીધી....ત્યાં ફોનમાં
વોટ્સ અપના એલર્ટ પર એલર્ટ આવ્યે જતાં હતાં..રોજની ટેવ પ્રમાણે વોટસ અપ જોવાનું
શરૂ કર્યું. ...હું પહેલા મારા દોસ્ત છાબરા, સતનામ દુગ્ગલ અને અમરીશના વોટ્સ અપ
જોઉ છું. એમણે મોકલેલી સારી કવિતા, સારા ક્વોટ મૂડ બનાવે છે. પછી વારો આવે એટીએસ,
એનસીબી અને ફ્રેન્ડસ ગ્રુપ્સનો....એટીએસ, એનસીબી વગેરેમાં કાંઇ ન હતું. ત્રીજા
ગ્રુપમાં ગુજરાતીમાં લાંબો મેસેજ હતો કે વડિયા ગામની છોકરી વેશ્યાવૃતિ છોડી પરણવા
માગે છે...વગેરે વગરે...ફરીએક વાર ગરીબોની લાચારી સામે આવી. કારણે કે 1986માં
જ્યારે હાઇકોર્ટનું રિપોર્ટિંગ કરતો ત્યારે એડવોકેટ મગનભાઇ બારોટ પાસે પહેલો કેસ
આવેલો કે બનાસકાંઠાના વડિયા ગામમાં ખુદ મામો જ ભાણી પાસે દેહ વિક્રયનો ધંધો કરાવે છે. અને એ છોકરી લગ્ન કરીને
આમાંથી છૂટવા માગે છે એટલું જ નહીં આખું ગામ આ ધંધો કરે છે. સ્ટોરીમાં રસ પડ્યો પણ
કોર્ટમાં કેસ ચાલુ હોવાને કારણે કાંઇ થઇ શકે એમ ન હતું. કેસ ને ફોલો કરતો રહ્યો
અને બે નોકરીઓ બદલાઇ ગઇ. કેસ દાખલ થયો ત્યારે સમભાવમાં હતો અને પછી ગુજરાત
મિત્રમાં..અને અહીં એનજીઓની મદદથી ગામમાં સુધારો કરવાની સરકારે જાહેરાત
કરી..ત્યારે જન્મભૂમિમાં હતો.
1991ની સાલ હતી.
જનસત્તા પાસે દોસ્તો સાથે ગપ્પા મારતો ઊભો હતો ત્યારે આદરણીય ઘનશ્યામ ભાવસાર
આવ્યા, ચા પીધી અને પુછ્યું કે, મને પૂછ્યું છોકરાં કેમ સ્ટોરીઓ ઓછી દેખાય છે. ? કેમ આવું ? મે કહ્યું થરાદ પાસે જવું છે વડિયા ગામની સરસ
સ્ટોરી છે.પણ ક્યાં આવ્યું તે ખબર નથી. મને ઉપર જનસત્તાની ઓફિસે લઇ ગયા...ડીસાના
ફોટોગ્રાફર વિજય બારોટ સાથે વાત કરાવી અને કહ્યું નીકળ તારી સ્ટોરી થઇ જશે...
હું સીધો જન્મભૂમિ
દોડ્યો...હરિન્દ્રભાઇને મુંબઇ ઓફિસે ફોન કર્યો. આખી સ્ટોરી કીધી...બસ પછી તો
અમદાવાદથી એસ.ટીમાં બેસી ડીસા પહોંચ્યો...વિજય બારોટના સ્ટુડિયો પર ગયો...
વિજય બારોટ મારાથી મોટી
ઉમરના પણ પહેલી મુલાકાતમાં જ તમેમાંથી તુ પર આવી ગયા, વિજયે કહ્યું કે ઘરે
જઇએ..પપ્પા પણ પત્રકાર છે...અને વિજયના સ્કૂટર પર ઘરે ગયા, ચતુરકાકાને
મળ્યો,,,કારણ કે ચતુરકાકા ડીસાના જાંબાજ પત્રકાર જ નહીં પરંતુ મારા પિતાના પણ
મિત્ર હતાં. નિરંજન પરીખની વાતો કરી એમણે મારી આંખ તો ભીંજવી પણ એંમની ય આંખો
ભિંજાઇ ગઇ. વિજયની દિકરી નાની કાંઇ સમજી નહીં. એના દાદાના ખોળામાં બેસી સાંભળી
રહીં. પણ વિજય વડિયા જવાની સલાહ આપતો ન હતો...પણ ચતુરકાકાના ઓર્ડર સામે લાચાર હતો.
અહીં તહીંની ઓળખાણ કાઢી અમે ગામમાં જઇ સ્ટોરી કરી. 1991માં જન્મભૂમિ અમદાવાદ,
મુંબઇ ઉપરાંત ફુલછાબ, કચ્છમિત્ર, અને પ્રવાસીમાં એક સાથે છપાઇ. લોકોએ વખાણી,
વાંચકોના પત્રો આવ્યા અને હું ફુલાઇને ફાળકો થઇ ગયો.
1994માં ફરી થરાદ તરફ
અભિયાન માટે રિપોર્ટિંગ કરવા જવાનું થયું. વિજય બારોટ સાથે જ હતાં. મેં કહ્યું
ચાલને વડિયા જઇએ કેવી હાલત છે તે જોઇએ. વિજય હસ્યો...એણે કહ્યું કે પહેલા કરતાં
વધુ ધંધો થાય છે. છોડ ને યાર...પણ મારી જીદ સાથે અમારી એમ્બેસેડર વડિયા ગામમાં ઘુસી. અમે સરપંચ
રૂપાજીના ઘરે ગયા,પહેલીવાર મળવા માટે એને સમજાવવો પડ્યો હતો. આ વખતે એણે સામેથી
બોલાવ્યા, ખાટલો ઢાળીને ચા પીવાનો, જમવાનો આગ્રહ કર્યો, જમાડ્યા પણ ખરા...જમતા
જમતા મેં પુછ્યું. હવે ગામમાં કેવું છે ? બધુ સુધર્યું કે નહીં?
રૂપાજીએ હસતા હસતા કહ્યું
કે, તમારા ગયા પછી બીજા છાપાંવાળાઓ આવ્યા હતાં..ગામ વિશે છપાયું અને અમારો તો ધંધો
વધી ગયો. પૈસા પણ વધારે મળે છે. મારી હાલત હવા ભરેલા ફુગ્ગામાંથી હવા નીકળી જાય
એવી થઇ ગઇ. મેં વિજયને ઇશારો કર્યો, હું જેની સાથે વાત કરું એના ચાલાકીથી એ ફોટાં
પાડી લેતો. અમદાવાદ આવીને કચકચાવીને સ્ટોરી લખી. ચીમનભાઇ એ વખતે સી.એમ હતાં. એમણે
બોલાવી વાત કરી. દરોડા પણ પડાવ્યા, પણ ધંધો ચાલુ જ રહ્યો, ભાજપના અશોક ભટ્ટે
સ્ટોરી વાંચી સત્તા પર આવીશું તો ગામમાં ધંધો બંધ કરાવવાનું પ્રોમીસ આપ્યું, સમય
જતો ગયો....ભાજપ સત્તા પર આવ્યો, મેં યાદ કરાવ્યું પણ થોડા સમયમાં કેશુભાઇની સરકાર
પડી ગઇ, નવેસરથી 1998માં ભાજપની સરકાર બની. અશોકભાઇનો એક રાતે ફોન આવ્યો, સવારે
તૈયાર રહેજો આપણે બહારગામ જઇએ છીએ. સવારે લાલબત્તીવાળી ગાડી મારા ઘરે હતી. અશોકભાઇ
સવારે મારા ખોબલાં જેવડા ઘરમાં અખબારનગરમાં હતાં. અમે ગાડીમાં બેઠાં, મેં પૂછ્યું
કે ક્યાં જઇએ છીએ ? અશોકભાઇએ કહ્યું કે વચન પાળવા..વડિયા....
કોઇ તામજામ વગર અમે વડિયા
પહોંચ્યા અશોકભાઇ સમસ્યા સમજી તેના મૂળ સુધી ગયા અને પછી સરકાર તરફથી જમીન
અપાઇ.....અનાજ અપાયું....હા આ કાર્યક્રમ ધામધૂમથી થયો તેમાં હું ન હતો. પણ 1999માં
મેં ફરીથી સ્ટોરી કરી..ત્યારે પણ સ્થિતિમાં કોઇ ફરક પડ્યો ન હતો. પણ છોકરીઓના રાજસ્થાન બાજુ લગ્ન થવા
માંડ્યા હતાં.
બસ પછી આ સ્ટોરી
વિશે વિચારવાનું છોડી દીધું. સ્ટોરી ભૂલી ગયો...2002માં ઝી ન્યૂઝમાં જોડાયો. લાંબા
સમય પછી કોઇ અંગ્રેજી છાપાએ 2007માં આ સ્ટોરી કરી. મને દિલ્હીથી ફોન આવ્યો કે ઇસ
પર સ્ટોરી કરની હૈ. મે આ સ્ટોરી ન કરવાની દલીલ કરી પણ કોઇ માન્યું નહીં. મારા
કેમેરામેન સાથે થરાદ ગયો, સાથે વિજય પણ હતો. ગામમાં ગયા...બહેનોએ અમનો વિનંતિ કરી
સાહેબ હવે બસ કરો...બેટીઓનો વહેવાર શરૂ થયો છે. એ બંધ થઇ જશે..કોઇ લગન નહીં કરે.
જે ધંધો કરે છે તે ગામ બહાર રહે છે. અને સાચ્ચે જ ગામની બહાર આવા લોકો જ રહે છે.
મેં દિલ્હી ફોન
કર્યો, મારા બોસ મોહિતશંકર તિવારીને વાત કરી..પહેલા તો તેઓ માનવા તૈયાર ન હતાં.
પછી એ પણ ઝુકી ગયા અને આ ગામની છોકરીઓ સુધરીને કેવી રીતે ભણે છે, પરણે છે, તેના પર
અડધો કલાકનો પ્રોગ્રામ કર્યો, ત્યારે એક સંતોષ સાથે પાછો ફરતો હતો કે 1991થી શરૂ
કરેલી લડાઇ 2007માં થોડી તો સફળ રહીં.
ઝુંપડામાં રહેતા
ગરીબ લોકોને ગંદકીની બહારની જીંદગીના સપનાં જોતા તો કર્યાં.....પણ સ્થિતિ બદલાઇ
નથી. આજે પણ છાપાંમાં લાચાર કે ટીવીમાં લાચાર ગરીબની રઝળતી લાશ અને વોટ્સ એપ પર
ગરીબોની સંવેદનાની અર્થી કાઢવાની કોશિશોને જોઇને પહેલી વાર આ બ્લોગ લખાયો છે. કારણ
કે વડોદરામાં આઠ કલાકે ગરીબ બાપના દિકરાને માંડ માંડ મળેલા કફન પછી લાશને અગ્નિ
આપતા એ કેટલો અંદરથી સળગ્યો હશે એ હું મહેસુસ કરૂં છું. એટલે જ સુધરી રહેલા
વડિયામાં પણ મારી કે તમારી સ્ટોરી કઇ કઇ મા ના દિલને કેટલા સળગાવશે તેની ઝાળ
અત્યારે મને દઝાડી રહી છે. આ સંવેદનાનો અહેસાસ પહેલી વાર ભૂપત વડોદરિયાએ કરાવ્યો
ત્યારે જવાનીના જોશમાં સમજ ન હતી. 1987માં લાશ પાસે બેસી અગ્નિ સંસ્કાર માટે પૈસા
માગી રહેલા એક માણસના નિખિલ ભટ્ટના ફોટાએ મને સેન્ટી ફોટોલાઇન લખવા મજબુર કર્યો
હતો. અને કવિ ધૂની માંડલિયાએ એ લાઇનોમાં પોએટિક ટચ આપી હાર્ટ ટચિંગ બનાવી હતી. પણ
બીજા દિવસે સવારે છાપુ હાથમાં આવ્યા પછી ભૂપતકાકાની નારાજગી વહોરવા પડી હતી.
ત્યારે મોં ફટ થઇને મે કહ્યું હતું કે સારા કામની કદર નથી. ભૂપતકાકાનો સહેજ બી
અવાજ ઊંચો ન થયો. પણ એટલું કહ્યું કે તમે મોટા થશો એટલે સમજાશે પણ મારે ગરીબની
સંવેદના પર સમભાવનું સર્ક્યુલેશન નથી વધારવું. આજે ઉમર વધતાં એ વાત ખરેખર યાદ આવે
છે.....પણ સંવેદનાની સ્મશાન યાત્રા નીકળતા રોકી શકાતી નથી.....

Bhargav bhai. ..very touchy narration of your experience ... nicely written. Regds.
ReplyDeletethanks dear
DeleteBAI grat fater.and son ...I red fater HORSE NIRJANBHAI AND U ...U GRAT ...TAKE CAR..HTH
DeleteBAI grat fater.and son ...I red fater HORSE NIRJANBHAI AND U ...U GRAT ...TAKE CAR..HTH
Deleteતમે મોટા થશો એટલે સમજાશે પણ મારે ગરીબની સંવેદના પર સમભાવનું સર્ક્યુલેશન નથી વધારવું. આજે ઉમર વધતાં એ વાત ખરેખર યાદ આવે છે.....પણ સંવેદનાની સ્મશાન યાત્રા નીકળતા રોકી શકાતી નથી.....vah
ReplyDeletei thank that i worked under such editor
Deleteતમે મોટા થશો એટલે સમજાશે પણ મારે ગરીબની સંવેદના પર સમભાવનું સર્ક્યુલેશન નથી વધારવું. આજે ઉમર વધતાં એ વાત ખરેખર યાદ આવે છે.....પણ સંવેદનાની સ્મશાન યાત્રા નીકળતા રોકી શકાતી નથી.....vah
ReplyDeleteVah bhargavbhai vah kharekhar garib ni sawedna koi samjtu nathi vat sachi che
ReplyDeleteApne kai kari pan sakta nathi
lachari garib ni j nahi garib patrakaron pan chhe jenma vachche garibi ane mahina nu antar chhe
DeleteWaah. Jyaare samaachaar ane safaltaa (circulation ke TRP) vachche no farak samajaashe tyaare kadaach kaink thai shakashe.
ReplyDeleteThanks friends I will now write untold stories thanks again
DeleteThanks friends I will now write untold stories thanks again
Deletechetan bhai avij samvedna prabodh bhai ma pan hati
DeleteBhargavbhai superb write up. Its good that you are again writing. You have presented true angle. Please keep it up.
ReplyDeletethank you bhai..aapni tayiyat kevi chhe?
Deleteદાદા
ReplyDeleteઅદભૂત
સંવેદનાની સ્મશાનયાત્રા..
ગરીબ ની લાચારી પણ
અમીરો ને લુત્ફ આપે છે ...
Great comant
Deleteसर क्या खूब पर लाश पे पत्रकारिता नही होनी चीहीये मगर आज का संदेश पढ़ कर दुख हुआ क्या यही पत्रकारिता है ?
ReplyDeletekya kare sab khel hai
Deleteसर क्या खूब पर लाश पे पत्रकारिता नही होनी चीहीये मगर आज का संदेश पढ़ कर दुख हुआ क्या यही पत्रकारिता है ?
ReplyDeleteA true answer to journalism of sensationalism by few...(vadia story) don't know what to call them
ReplyDeleteA true answer to journalism of sensationalism by few...(vadia story) don't know what to call them
ReplyDeletethanks dear i try that people should understand journalism
DeleteA true answer to journalism of sensationalism by few...(vadia story) don't know what to call them
ReplyDeleteIt is nicely written because written from heart, not by mind.i my proud of you bhargav. Keep it up.
ReplyDeletethanks i belive that heart is right not mind
DeleteIt is nicely written because written from heart, not by mind.i my proud of you bhargav. Keep it up.
ReplyDeleteભાર્ગવભાઈ બોલ્ગ ચાલુ કરવા માટે અભિનંદન.એક બે દિવસ ના ટુકા ગાળામાં વાડીયા ગામ ની-બ્લોગ -સ્ટોરી-વાત વાંચવા મળી .
ReplyDeleteग्रेट
ReplyDeletethanks
DeleteBhargav after reading this I can only say this- proud to be your friend. Keep writing it's marvellous
ReplyDeletethank you.
DeleteBhargav after reading this I can only say this- proud to be your friend. Keep writing it's marvellous
ReplyDeleteBhargav after reading this I can only say this- proud to be your friend. Keep writing it's marvellous
ReplyDeletei proud that i have such friend who understand me
DeleteSmashan ma hata manso hazar kya hata e.....
ReplyDeleteJyare e Andar thi salagto hato ......
avi samvedna vacche ni sawar
vah patel blog lakhto karva ma tamaro falo ochho nathi b.b. par besi ne pahelu suchan tamaru hatu mane t.v. thi blog sudhi mu milan karavnar pan milan ja che
DeleteBhai Bhargav je che e badhu taru che ....dushmano ni sankhya vadhe e chalse ....nitro ni sankhya na vadhvi joie
DeleteLook forward to more write-ups....
ReplyDeletei promise that you will always get some un told story
Deletethank you.
DeleteBhargavbhai, Eye opening, said sense on sensitive matter we almost are ignorant or became insensitive. Thanks for sharing the perspective of human side one should feel.
ReplyDeleteNeeraj Parikh
Bhargavbhai, Eye opening, said sense on sensitive matter we almost are ignorant or became insensitive. Thanks for sharing the perspective of human side one should feel.
ReplyDeleteNeeraj Parikh
i try to open other side of story
DeleteSensitive and eye opening blog! Very well written, Bhargavbhai! Looking forward to the next one!
ReplyDeleteVallabhi
here is anext one and waiting for your comment
DeleteRealistic.
ReplyDeletethankas kamlesh bhai
Deleteઅનુભવ સિધ્ધ જ્ઞાનની આપલેનુ આ વર્ણન દર્શકો અને દર્શકોને વાંચન પીરસતાં મીડિયા હાઉસૉ નુ વર્તમાન માનસચિત્ર પણ રજૂ કરે છે.અહી અે વાત ચોક્કસ થી કહેવા માંગુ છું.કે પત્રકાર ગમે તેવો કઠોર દિલ નો હોય પણ જ્યારે તે ફિલ્ડ માં ફરતો થાય છે ત્યારે તે લોકો ની પીડા -લાગણીઓ-આઁસુઓ-અને અપેક્ષાઓને પણ ધીરેધીરે સમજતો થાય છે.અને આ રીતે તે અનાયાસે લાગણીઓ થી ધબકતું દિલ ધરાવતો મ્રુદુભાષી "માણસ"બની જાય છે.જેના માટે બહુમાન કહી શકાય તેવુ નામ "પીઢ પત્રકાર"અપાયુ છે.તે કક્ષામાં પહોચેલા આપ અને અન્યો ની કલમે કંડારવામાં આવેલી આ પ્રકાર ની "મન ની વાત"અમારા જેવાં નવોદિત માટે વારસામાં પીરસાયેલ જ્ઞાન બંને છે -આભાર સાહેબ
ReplyDeleteરહી વાત વાડીયા ની તો -કહાની મી નવો વલાક મે બે દિવસ પહેલાંજ જોયો -અમદાવાદ માં પ્રેસ સમક્ષ વાડીયા ની યુવતી નુ હિંમતવાન બની પાણીગ્રહણ કરનાર યુવક માટે ચોમેર થી લાગણીઓ નો ઘોઘ વહેતા હુ પણ તેના વ્યક્તિત્વ થી આકર્ષાયો -અને સંશોધક ભાવે મે તપાસ કરી કે આ મહાન યુવક કોણ છે ?????
નવાઈ વચ્ચે મને તેના "રાહ" ગામ થી પુરાવા મલ્યા કે આ સમાજ ઉઠ્ઠાન ભેખઘારી યૂવકે થોડા વર્ધાષો અગાઉ ઘાનેરા ની એક યુવતી ને ભગાડી હતી.અને તેની સાથે પણ પ્રેમલગ્ન કર્યુ હતું.જોક તે બાદ યુવતીને તરછોદી હતી.જોકે પરિવારે તે બાદ તેના લગ્ન કરાવ્યા હતાં.અને હાલ હયાત પત્ની સાથે આ યુવક બે બાલકો નો પિતા છે.અને કુંવારો હોવાનુ તરકટ રચી "વાડીયા"ની યુવતી ને અપનાવનાર ઉદારવાદી પ્રેમી બન્યો હતો.આ સ્ટોરી મે 29 ઓગસ્ટે "સંદેશ ન્યુજ" માં આધાર પુરાવા સાથે જાહેર કરાતાં યુવક નો ઉદારવાદી નીતિ નો ભાંડો ફૂટી ગયો હતો.અને યુવક -પ્રેમિકા ને મૂકી રફુચક્કર થઈ ગયો હતો.હાલ ની તાજા સ્થિતિ માં આ પ્રેમપ્રકરણ નો કરુણ અંજામ આવ્યો છે.અને તરછોડાયેલી પ્રેમિકા અમદાવાદ ઓઢવ નારી સંરક્ષણ માં છે.
ત્યારે સવાલ થાય છે કે સમાજસેવા નો મોટા ઉપાડે ઢોલ પીટતા એનજીઓ અને અન્યો અે વાડીયા ની યુવતી ના રક્ષક માતા-પિતા બની યુવતી કોની સાથે પરણાવી રહ્યાં છે.તેની કેમ ચકાસણી ન કરી ??
વાડીયાની યુવતીઓ આજ રીતે લાગણીઓમાં છેતરામણીનો વારવાર ભોગ બની રહી છે.તેમની સાથે થતી પીડાદાયક પજવણી ને તે મૂક જુબાનીઅે જોઇ રહી છે....સમજી રહી છે....અને જાણે કહી પણ રહી છે....જો સરકાર -સમાજ -અને આવા સમાજસુધારકો કઈ જ નહી કરી શકે તો અમે નાછુટકે ખાનદાની વ્યવસાય અપનાવાઈઅે.....
કેમકે ""ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હે ""
આભાર -ધનેશ પરમાર @ સંદેશ ન્યુજ-બનાસકાંઠા
અનુભવ સિધ્ધ જ્ઞાનની આપલેનુ આ વર્ણન દર્શકો અને દર્શકોને વાંચન પીરસતાં મીડિયા હાઉસૉ નુ વર્તમાન માનસચિત્ર પણ રજૂ કરે છે.અહી અે વાત ચોક્કસ થી કહેવા માંગુ છું.કે પત્રકાર ગમે તેવો કઠોર દિલ નો હોય પણ જ્યારે તે ફિલ્ડ માં ફરતો થાય છે ત્યારે તે લોકો ની પીડા -લાગણીઓ-આઁસુઓ-અને અપેક્ષાઓને પણ ધીરેધીરે સમજતો થાય છે.અને આ રીતે તે અનાયાસે લાગણીઓ થી ધબકતું દિલ ધરાવતો મ્રુદુભાષી "માણસ"બની જાય છે.જેના માટે બહુમાન કહી શકાય તેવુ નામ "પીઢ પત્રકાર"અપાયુ છે.તે કક્ષામાં પહોચેલા આપ અને અન્યો ની કલમે કંડારવામાં આવેલી આ પ્રકાર ની "મન ની વાત"અમારા જેવાં નવોદિત માટે વારસામાં પીરસાયેલ જ્ઞાન બંને છે -આભાર સાહેબ
ReplyDeleteરહી વાત વાડીયા ની તો -કહાની મી નવો વલાક મે બે દિવસ પહેલાંજ જોયો -અમદાવાદ માં પ્રેસ સમક્ષ વાડીયા ની યુવતી નુ હિંમતવાન બની પાણીગ્રહણ કરનાર યુવક માટે ચોમેર થી લાગણીઓ નો ઘોઘ વહેતા હુ પણ તેના વ્યક્તિત્વ થી આકર્ષાયો -અને સંશોધક ભાવે મે તપાસ કરી કે આ મહાન યુવક કોણ છે ?????
નવાઈ વચ્ચે મને તેના "રાહ" ગામ થી પુરાવા મલ્યા કે આ સમાજ ઉઠ્ઠાન ભેખઘારી યૂવકે થોડા વર્ધાષો અગાઉ ઘાનેરા ની એક યુવતી ને ભગાડી હતી.અને તેની સાથે પણ પ્રેમલગ્ન કર્યુ હતું.જોક તે બાદ યુવતીને તરછોદી હતી.જોકે પરિવારે તે બાદ તેના લગ્ન કરાવ્યા હતાં.અને હાલ હયાત પત્ની સાથે આ યુવક બે બાલકો નો પિતા છે.અને કુંવારો હોવાનુ તરકટ રચી "વાડીયા"ની યુવતી ને અપનાવનાર ઉદારવાદી પ્રેમી બન્યો હતો.આ સ્ટોરી મે 29 ઓગસ્ટે "સંદેશ ન્યુજ" માં આધાર પુરાવા સાથે જાહેર કરાતાં યુવક નો ઉદારવાદી નીતિ નો ભાંડો ફૂટી ગયો હતો.અને યુવક -પ્રેમિકા ને મૂકી રફુચક્કર થઈ ગયો હતો.હાલ ની તાજા સ્થિતિ માં આ પ્રેમપ્રકરણ નો કરુણ અંજામ આવ્યો છે.અને તરછોડાયેલી પ્રેમિકા અમદાવાદ ઓઢવ નારી સંરક્ષણ માં છે.
ત્યારે સવાલ થાય છે કે સમાજસેવા નો મોટા ઉપાડે ઢોલ પીટતા એનજીઓ અને અન્યો અે વાડીયા ની યુવતી ના રક્ષક માતા-પિતા બની યુવતી કોની સાથે પરણાવી રહ્યાં છે.તેની કેમ ચકાસણી ન કરી ??
વાડીયાની યુવતીઓ આજ રીતે લાગણીઓમાં છેતરામણીનો વારવાર ભોગ બની રહી છે.તેમની સાથે થતી પીડાદાયક પજવણી ને તે મૂક જુબાનીઅે જોઇ રહી છે....સમજી રહી છે....અને જાણે કહી પણ રહી છે....જો સરકાર -સમાજ -અને આવા સમાજસુધારકો કઈ જ નહી કરી શકે તો અમે નાછુટકે ખાનદાની વ્યવસાય અપનાવાઈઅે.....
કેમકે ""ઇન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હે ""
આભાર -ધનેશ પરમાર @ સંદેશ ન્યુજ-બનાસકાંઠા
vah dhanesh bhai sachi samvedna tame joi thanks
DeleteVery nicely written.. pls. Keep it work up..
ReplyDelete