Saturday, 7 April 2018

પાણી જોઇને પાણી પાણી થઇ ગયેલા રૂપાણી માને છે કે, હું ન્હાઇશ તો જ વિકાસ થશે!


થોડા દિવસ પહેલા હોળી હતી ત્યારે વિજય રૂપાણી પોતાનું રૂડું રૂપાળું મોંઢું વિલાયેલું કરીને અપીલ કરતા હતા કે, ગુજરાતમાં પાણીની તંગી છે એટલે હોળીમાં પાણીનો બગાડ ન કરવો. અરે વિજયભાઇએ તો રૂપાળાં શબ્દો વાપરીને પરિપત્ર બહાર પાડી બધી ક્લબોને આદેશ આપ્યો કે, હોળીમાં કોઇએ રેઇન ડાન્સ સાથે હોળી ન રમવી. હોળીના રસિયાઓ પણ ડાહ્યા ડમરા થઇને એક બીજાને ટમેટાં મારીને આ વર્ષે રેઇન ડાન્સ વિના હોળી રમ્યા. ત્યારે મને થયું કે ચલો વિજયભાઇને આ સારૂં સૂઝ્યું, વળી પાછું કોઇકે વિજયભાઇને બત્તી પકડાવી કે, રાજ્યના ડેમોમાં પાણી નથી એટલે ખેડૂતોને ઉનાળાના પાક માટે પાણી નથી આપવાનું. ખેડૂતો માથે હાથ દઇ ચૂપચાપ બેસી ગયા અને કેનાલ પર પોલિસ પહેરો ગોઠવાયો. વાણી વિલાસના વાયરસનું ઇન્જેક્શન લઇને બેઠેલા વિજયભાઇને વળી કોઇકે કહ્યું કે, બધુ સારૂ સારૂ જ બોલવાનું...એટલે તેમણે પાણી પર વાણી વિલાસ કરવાનું શરૂ કર્યું. ત્યાં કોઇકે કહ્યું કે, વિજયભાઇ તમે વધુ રૂપાળાં લાગો તો વિકાસ થાય. વિકાસનું નામ પડતાં જ વિજયભાઇને વલૂખ ઉપડી અને એમણે ગાવા માંડ્યું કે, મારે ન્હાવું છે, હું નહાઇશ તો જ વિકાસ થશે, એટલે એમણે આણંદના વોટરપાર્કમાં ન્હાવાનું નક્કી કર્યું છે. આમ તો ઘરના એક ખૂણામાં ચૂંટણી વખતે ભજનમંડળી લઇને ભજન ગાવા બેઠેલા વિજયભાઇને હમણાં સંગીતનો ચસ્કો લાગ્યો છે. એટલે 13 ગાડીઓનો કાફલો લઇને ફરતા રૂપાણી આઠ માર્ચે સંગીતમય જલસા વચ્ચે ન્હાવા પડશે. પ્રજાને પીવાનું પાણી મળે કે ન મળે પણ વિજયભાઇ ન્હાવાનું નહીં છોડે. આણંદના એક ગામ પાસે ભારતનો સૌથી મોટો વોટરપાર્ક બની ગયો છે. પાણીની કારમી તંગી ભોગવતા ગુજરાતમાં ભોગ વિલાસ માટે બનેલા આ વોટર પાર્કનું એક ફિલ્મી મોડલ અને સંગીતકાર મહીલાના સંગીતમય સૂરો વચ્ચે વિજયભાઇ વોટર પાર્કમાં ન્હાવાના છે અને પ્રજાને નવડાવવાના છે. અડવાણી જેવી બંડી પહેરવાના રવાડે ચડેલા રૂપાણી હવે મહીલા સંગીતકારના સારંગીના સૂર સાંભળશે પછી મહીલા મોડલોને જોશે અને લાખ્ખો લીટર પાણીમાં બનેલા આ વોટર પાર્કમાં ન્હાશે. બીજી બાજુ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર અને અમદાવાદમાં પાણી માટે લોકો ટેન્કરની આગળ ડબલાં લઇને લાઇન લગાવશે અને રૂપાણી વધુ રૂપાળાં થવા વોટર પાર્કમાં ધૂબાકા મારશે. 80થી 90ના દાયકામાં પાણી તકલીફ વખતે સૌરાષ્ટ્રને ગજવનાર વિજય રૂપાણી તરસ્યા ગુજરાતના વિકાસ માટે પાણીનો ફરી વેડફાટ થવા દેશે. એક જમાનામાં પાણી માટે માટલાં ફોડનાર વિજયભાઇને વોટરપાર્કમાં ન્હાતા પાણીનો વેડફાટ નહી પણ વિકાસ દેખાશે. ત્યાંથી અડવાણી બ્રાન્ડ બંડી પહેરી મોદી સ્ટાઇલમાં હાથ હલાવતા કહેશે કે, મિત્રો, વોટરપાર્કથી વિકાસ થયો છે! અહીં લોકો ઉનાળામાં ન્હાવા આવશે. એટલે ટુરિઝમ વધશે, નાના વેપારીઓને ફાયદો થશે. વગેરે, વગેરે... ! કારણ કે વિદેશથી વાણી વિલાસના વાયરસનું ઇન્જેક્શન લીધા પછી વિજયભાઇએ વાણી વિલાસ પર વિજય મેળવ્યો છે. પરંતુ એ ભૂલી જાય છે કે, અડવાણી બ્રાન્ડ બંડી પહેરી મોદી સ્ટાઇલમાં હાથ હલાવશે તો મીસ મેચ થશે, કારણ કે અત્યારે બધા ભાજપીઓને અડવાણીને અડવાની ના પાડી છે એમ ખેતી અને પાણી માટે તરસતી પ્રજા એમને અડશે નહીં, પછી ભલે ને આણંદમાં પાણીમાં આળોટવાનો આનંદ ન લે! હું નાનો હતો ત્યારે મને ગાવાનો ચાળો ચડ્યો હતો. મારા રાગડાથી ત્રાસીને પડોશીઓએ મને ખખડાવ્યો અને હું રડ્યો, ઘરે આવીને જીદ પકડી કે, હું ગાઇશ જ ! ત્યારે મારા દાદીએ પંચતંત્રની વાર્તા કહેલી કે, ગાવાના શોખિન ગધેડાને શિયાળ સાથે દોસ્તી થઇ, શિયાળ મસ્તીથી ફરતો હતો અને ઉનાળામાં મસ્તી મારતો હતો. ગધેડાએ કહ્યું કે, દોસ્ત હું મજૂરી કરીને મરી જાઉં છું અને ગરમીમાં દુઃખી થાઉ છું. તું મસ્ત કેવી રીતે રહે છે! હું બાજુના ખેતરમાં ચોકીદારની નજર ચુકવીને શેરડી ખાઉં છું એટલે ઠંડક રહે છે અને મોજ આવે છે. ગધેડાએ કહ્યું કે, મને પણ લઇ જા. શિયાળ અને ગધેડો સંતાઇને શેરડીના ખેતરમાં ગયાં, શેરડી ખાઇને તૃપ્ત થયા એટલે ગધેડાએ કહ્યું કે, મજા આવી, હવે હું ગાઇશ. શિયાળે ના પાડી કે અવાજ ના કરતો ખેડૂત આવશે તો મારશે. ગધેડાએ જીદ પકડી કે ના, હું તો ગાઇશ જ. શિયાળ સમજીને ત્યાથી સરકી ગયું, ગધેડાએ ગાવાનું શરૂ કર્યું એટલે ચોકીદારને ખબર પડી એટલે એણે ગધેડાને બરાબરનો માર્યો. આ પંચતંત્રની વાર્તા સાંભળ્યા પછી મેં ગાવાનું બંધ કરી દીધું છે. ત્યારે રૂપાણી હવે ન્હાવાની જીદે ચડ્યા છે ત્યારે પાણીની તંગીથી ત્રાસેલા લોકો જો એમના ન્હાવાના ધૂબાકા સાંભળશે તો અડવાણીની બંડીવાળા રૂપાણીને અડવાની ના પાડી દેશે. પરંતુ ખબર નહીં પૂર વખતે અત્યંત સંવેદનશીલ દેખાતા રૂપાણી હવે પાણીની તકલીફમાં એમના પ્રિય જનોને પાણી વેડફવા વોટર પાર્ક બનાવી આપી લોકોને કેમ વેદના આપે છે એ સમજાતું નથી. પાણી જોઇને પાણી પાણી થતા રૂપાણી ન્હાવાની જીદ પકડીને બેઠા છે. કારણ કે રંગૂનથી રાજકોટ આવેલા રૂપાણી ગાંધીનગર સીધા એક્સપોર્ટ થઇને આવ્યા છે. એટલે એમણે પંચતંત્રની વાર્તા નહીં સાંભળી હોય. એટલે જ ન્હાવાની જીદ લઇને બેઠા છે. વોટર પાર્કમાં એમના ન્હાવાનો ધૂબાકાનો અવાજ ગુજરાતમાં બેઠેલા ચોકીદારો સાંભળશે તો શું થશે? એ તો આવનારો સમય જ કહેશે!

21 comments:

  1. Kheduto ne na padanara Vinaybhai water park ne khullu mukshe. Vikas model chahera ne khullo Padava badal bhargavbhai ne Abhinandan. Mahesh Pandya

    ReplyDelete
  2. જોરદાર કલમ બતી સારી પકડાવી...

    ReplyDelete
  3. I am with b.j.p.but I agree with you

    ReplyDelete
  4. રંગુનવાસી રૂપાણી ને પાણી પાણી થવાનુ મન એટલે થાય છે જો રાવણ ના તાંત્રીક પ઼યોગ ની જેમ રામ પર વિજય મેળવવા નિકળેલા રાવણે પોતાના વિમાનને દરિયામાં ચલાવી જોયુ હતુ તેવીજ રીતે અંબાજીના દશઁને મોદીની યાત્રા પણ પાણી ની રેલમ છેલ જેવી રહી હતી . જેનો શિયાળ પાણી બગાડે ત્યાં ગધેડો તો બગાડશે જ પછી ભલેને શેરડી બીજા વષેઁ ન ઉગે !!!!

    ReplyDelete
  5. સરકારના વડા તરીકે સમય સમયે વાતાવરણ મુજબ જાહેર જીવનમાં નિર્ણયો લેવા જોઈએ અને પ્રજાજનો સમક્ષ દાખલો બેસે તેવી જીવન શેલી નું આચરણ હોવું જોઈએ.

    લાલ બહાદુર શાસ્ત્રી જેવું.

    વાણી અને વર્તનનો ભેદ આજની પ્રજા ખૂબ જ સારી રીતે સમજે છે. તમે આકરી ભાષામાં આક્રોશ વ્યક્ત કરી લોકોની લાગણીને અદલોઅદલ વાચા આપી છે.

    ReplyDelete
  6. Jordar Amara b.j.p.vala samje to saru

    ReplyDelete
  7. Sir JORDAR AAP NE KAHEVA KE AA AAPDA HARAKH GELA CM RUPANI KE TEMNI TEAN NE KAHEVA.
    JYA JATEJ JAHER KAREL KE PANI BACHAV NA MOTA BANGA FUKNAR KHUD PANI VEDFAVA NIKLYA 6. AA KETALU YOGYA 6 ??? PA6A HAVE MEDIA-PRESS AA BABATE VIRODH MA LAKHE ETALE BJP NA ANUAAIYO KAHE AAMNE VIKAS MA RAS NATHI ONY NEGATIVE MAJ RAS 6. PAN BHAI AAPNA BHAGVAN NE PU6O NE TO PAN AAJ JAVAB AAPSE......

    ReplyDelete
  8. Master Stroke , Aa Lekh Emna Sudhi Pahonchi Jay , Ane Jo Cancel Kare To Tamaro Yogdan Samjhvu , Ane Jo Na Thay To E Tame Shiyal Wali Faraj Aada Kari Didhi, Etle Danda Padwana E To Final J Che , Kaash Aa Kaik Evu Thaat K J Aa Kurshi Par Bese Ene Akkal Aai Jay. To E Majaa Majaa Padi Gai Hot , Jawa Do Apde Su J Badha Nu Thase E J Apdu Thase , Aa Bhai Jase To Kok Bijane Besadwa Fari Kok Avse Delhi Thi , Fari Kok Ne Asha Besase K Mane Banavase Babaal Na Ghar Thase , Kharcho Apda Mathe , .....G Aap Nahai Lo Saheb , Kai Nai Be Ghadi Manas Upar Thi To Chokhho Feel Kare.

    ReplyDelete
  9. Master Stroke , Aa Lekh Emna Sudhi Pahonchi Jay , Ane Jo Cancel Kare To Tamaro Yogdan Samjhvu , Ane Jo Na Thay To E Tame Shiyal Wali Faraj Aada Kari Didhi, Etle Danda Padwana E To Final J Che , Kaash Aa Kaik Evu Thaat K J Aa Kurshi Par Bese Ene Akkal Aai Jay. To E Majaa Majaa Padi Gai Hot , Jawa Do Apde Su J Badha Nu Thase E J Apdu Thase , Aa Bhai Jase To Kok Bijane Besadwa Fari Kok Avse Delhi Thi , Fari Kok Ne Asha Besase K Mane Banavase Babaal Na Ghar Thase , Kharcho Apda Mathe , .....G Aap Nahai Lo Saheb , Kai Nai Be Ghadi Manas Upar Thi To Chokhho Feel Kare.

    ReplyDelete
  10. સત્ય લખવા માટે હિંમત જોઈએ અને આવી હિંમત ભાર્ગવભાઇ સિવાય કોણ કરી શકે ?

    ReplyDelete
  11. Our b.j.p. people understand than Gujarati will get benefits otherwise jayshree ram

    ReplyDelete
  12. Hahahahaha ..... Very nice

    ReplyDelete
  13. Very Bold Article Bhargavbhai 👍

    ReplyDelete
  14. Such eye opening articles needed.will open eyes of politicians.Hope they be clean.

    ReplyDelete
  15. All these politicians have slave mentality.That is the reason they adopt dress code of Modi or Advani .They have nothing of their own to show.

    ReplyDelete
  16. હજી તો ઉનાળાની શરૂઆત છે ને તમે આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા વકરવાની છે, એટલે પાણી સમજી વિચારીને વાપરજો... પણ આ પાણી વગરના રૂપાણીને કોઈક સમજાવો કે જો સરકાર આમ જ તાયફા કરતી રહેશે તો આવનારા દિવસોમાં આ પ્રજા પાણી વગર રહેશે કઈ રીતે..?

    ReplyDelete
  17. જાપાનીઝ કહેતી છે.....શરાબ અેટલે પાણીનું થોડું પાગલપન.....મતલબ....પાણી જોઇને રૂપાણી

    ReplyDelete
  18. We are b.j.p. municipal counselor people come to us with their water problem but we are helpless please keep writing such type of things so our leader can understand

    ReplyDelete