સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી એટ્રોસિટી એક્ટમાં સુધારા માટે દલિત અને આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા. ખોટું નથી. અસ્તિત્વ ટકાવી રાખવા વિરોધ કરવો વાજબી છે. શાંતિપૂર્ણ વિરોધમાં પથરો નંખાયો બપોર પછી જ્યારે જીજ્ઞેશ મેવાણી મેદાનમાં આવ્યો. ઉનાના દલિતોની આગ પર પોતાના રોટલા શેકી છાતી પર દલિત નેતાનું પાટિયું લગાડીને ફરી રહેલા જીગ્નેશ મેવાણી ધારાસભ્ય ધમાલ કરવા જ બન્યો હોય એવું લાગે છે. મુંબઇમાં વર્ષો સુધી જમીન પર સુઇ રહેનાર જીગ્નેશને ગુજરાત કરતાં મુંબઇના કેટલાક લોકો વધુ નજીકથી ઓળખે છે. ખાવાનાં સાસા હતા ત્યારે જીજ્ઞેશ મુંબઇની ગલીઓમાં વડા પાઉં ખાઇને દિવસ ગુજારતો હતો. હવે એ બ્રાન્ડેડ કપડાં અને ઘડિયાળમાં દેખાય છે. કારણ કે એ હવે ઉનાના દલિતકાંડ બાદ ગુજરાતમાં એનાર્કિસ્ટ પોલિટિક્સ રમવાની કળા શીખી ગયો છે. એનાર્કિસ્ટ પોલિટિક્સ એટલે કે, સરકાર અને વ્યવસ્થા સામે નારાજ લોકોનો ગુસ્સો ભડકાવી પોતાની સાથે કરવા. એમના ગુસ્સામાં ઘી હોમી હોળી કરી નાસી જનારો આ નેતા હવે દલિતો પરના અત્યાચારને સળગાવી એનાર્કિસ્ટ પોલિટિક્સ રમી રહ્યો છે. પોલિસ, પોલિટિશિયન અને ગલીના નેતાથી ડરતા લોકો સામે મસીહા બનવા પોલિસને જાહેરમાં ગાળો બોલી ખુદ વિડિયો ઉતરાવી તેને વાયરલ કરાવી, શિયાળમાંથી સિંહ બની જાય છે.
ઉના કાંડમાં દલિતોને માર પડ્યો, ત્યારે એને પડતાં ચાબખાંનું દર્દ એ વિડિયો જોતા મને પણ મહેસુસ થતું હતું. દલિતોને જાહેરમાં માર મારવો, એ કોઇ રીતે સ્વીકારી શકાય એમ નથી, પરંતુ એમને ઉશ્કેરવા કેટલા યોગ્ય છે? ભાનુભાઇએ દલિતો માટે આત્મ વિલોપન કર્યુ ત્યારે ખબર જોવાને બહાને હોસ્પિટલના આંટા મારી મીડિયા સામે તેજાબી ભાષણ આપી એ.સી. રૂમમાં સંતાઇ ગયેલો જીજ્ઞેશ થાનગઢમાં ત્રણ દલિતોના મોતના મુદ્દે રાજકારણ ન રમાયું એટલે ચૂપ રહ્યો. બોટાદ જિલ્લાની દલિત છોકરીના વાળ ખોપરીમાંથી ઉખડી ગયા અને કાન પણ કપાઇ ગયો ત્યારે હોસ્પિટલનો આંટો મારી ભાષણ ભરડી દલિતનો મસીહા બનવા નીકળી જાય છે. આજે પણ એટ્રોસિટી એક્ટમાં સુધારો કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે બંધના એલાનમાં શાંતિપૂર્વક દેખાવો કરી રહેલા દલિતોને ભાષણ આપ્યા પછી અમદાવાદમાં તોફાનો થયા અને ગુજરાતના કેટલાય નાના મોટા શહેરોમાં દલિતોએ તોફાનો કર્યા.
સ્વભાવિક છે કે દલિતોને એટ્રોસિટી એક્ટમાં સુધારાની વાતથી પોતાના અસ્તિત્વ સામે જોખમ દેખાય અને અંદરથી ગુસ્સો હોય, એમાં ખોટું નથી. કારણ કે, વર્ષોથી પિડાતો આ વર્ગ છેલ્લા ત્રણ વર્ષમાં જ અત્યાચારનો સૌથી વધુ ભોગ બની રહ્યો છે. એમનામાં ગુસ્સો ગજબનો છે, પણ ધરબાયેલો છે. કારણ કે, 2015માં ગુજરાતના દલિતો પરના અત્યાચારના 1046 એટલે કે રોજના ત્રણ બનાવ બન્યા છે. બીજા શબ્દોમાં કહું તો દર આઠ કલાકે ગુજરાતમાં એક દલિત પર અત્યાચાર થાય છે. 2016ના આંકડા પ્રમાણે એક વર્ષમાં દલિતો પર 1365 એટલે કે દર સાત કલાકે એક દલિત પર અત્યાચાર થયો છે. 2017ના ઓગસ્ટ મહીના સુધીના આંકડા આનાથી વધુ ખરાબ છે. માત્ર ઓગસ્ટ મહીના સુધીમાં 1085 એટલે કે આઠ મહીનામાં દર ચાર કલાકે દલિત પર અત્યાચાર થાય છે. એવા સંજોગોમાં એટ્રોસિટીએક્ટમાં સુધારો દલિતોના દબાયેલા ગુસ્સાને ઓર ભડકાવે છે અને એ ખોટું નથી. આવું થાય ત્યારે પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકાય ત્યારે દુનિયાના દરેક દેશમાં પિડિતોનો આક્રોશ સામે આવે. એમને સતત લાગે કે, કાનૂન વ્યવસ્થા એમને રક્ષણ આપતી નથી. દબાયેલો કચડાયેલો વર્ગ પોતાના મસીહા તરીકે એક સુપરમેનને શોધે છે. અને સત્તા સામે અવાજ ઉઠાવનાર તેમને સુપરમેન લાગે છે. જેને અંગ્રેજીમાં એક્ઝીસ્ટાલિઝમ કહેવાય છે. ફ્રાન્સમાં આવી જ રીતે પિડિતોએ અને દબાયેલા વર્ગોએ એક્ઝીસ્ટાલિઝમના કારણે અનેક લોકોની હત્યા કરી હતી. દરેક પિડિત પોતાનો ગુસ્સો વ્યક્ત કરવાનો રસ્તો શોધે છે. એ સંજોગોમાં આવા છૂંછી કરીને દરમાં સંતાઇ જતા જીજ્ઞેશ મેવાણી જેવા નેતા એમના ગુસ્સાને આગ આપી ગુમ થઇ જાય છે. જેના કારણે સત્તાનો વિરોધ કરવા એનાર્કિસ્ટ પોલિટિક્સ ઊભું થાય છે. જેમાં લોકોને પોલિસ, પોલિટિશિયન, ન્યાયતંત્ર પરથી ભરોસો ઊઠી જાય છે, અને તેઓ લોહિયાળ ક્રાન્તિ તરફ વળી જાય છે. આવું જ કામ અત્યારે દલિતો સાથે જીજ્ઞેશ મેવાણી કરી રહ્યો છે. એટલે જ ઉનાની સળગતી આંચ પર ઉની રોટલી શેકનાર જીજ્ઞેશ, ઉનાના પિડિતો પોતાનો ધર્મ બદલવા નીકળ્યા છે, ત્યારે પીળો બ્રાન્ડેડ શર્ટ પહેરી બરાડા પાડી નારાજ દલિતોને ઉશ્કેરવાને બદલે ઉનાના પિડિતોની મદદે કેમ જતો નથી?



Very bold and appropriate
ReplyDeleteGreat views...hope he reads
ReplyDeleteGlad.keep it up....
ReplyDeleteએકદમ બેલેન્સ આર્ટિકલ. ગુજરાતના હિતની વાત છે. મેવાણી પબ્લિસિટી ભૂખ્યો છે અને તમારા મિડિયાવાળાએ બહુ ચગાવ્યો છે. આ બધા સમાજને વટાવી ખાનારા લોકો છે. એમનો સમાજ એમને ઓળખે તો સારૂ.
ReplyDeletejournalism with courage. Great Article. Kudos.
ReplyDeleteVery true,but Ruling party also use such issues for political benefit,especially at the time of election.
ReplyDeleteBetter course would be Media must avoid giving coverage to anti social elements.No where their names be published or printed.Nowhere their photos be published or released.Let them be ignored
ReplyDeleteખૂબ જ સુંદર વિશ્લેષણ કર્યું છે અને આ કારણે જ તમારા બ્લોગ પર વારી જવાય છે
ReplyDeletejordar
ReplyDeleteદલિત કે અલ્પસંક્ષત લોકો ને તકલીફ થાય ત્યારે લોકો ને ઉશ્કેરવા રજ નું ગજ કરવું આ સામાન્ય થઈ ગયું છે.
ReplyDeleteપરંતુ સવર્ણો ને પડતી તકલીફ ને ઘરાર આંખ આડા કાન કરવા મા આવેછે. સવર્ણ શબ્દ પણ લખેલો કોઈ અખબાર મા જોવા નથી મળતો
તડ ને ફડ, સાચોટ👌
ReplyDeleteGreat thing you wrote I am politician so I can't come openly but great job you have done
ReplyDeleteVery close to reality 👏👌
ReplyDeleteJordar bapu selut tmne sir
ReplyDeleteVery bold n balanced article.
ReplyDeleteVery true
ReplyDeleteઆ બધું કેન્દ્રની સરકાર ઉથલાવી નાખવા માટે થઈ રહ્યું હોય એવું લાગે છે અને જો ખરેખર એવું જ હોય તો પછી સંસદના બંને ભવનમાં દરેક પાર્ટીના થઈને 79 સાંસદો દલિત છે એ લોકો રાજીનામું આપી દે તો સરકાર આપોઆપ પડી જશે... પણ આ લોકો એવું કરશે નહીં કારણકે આ લોકોને મલાઈદાર પદ અને સત્તા જવાનો ડર છે.... અને રહી વાત જીગ્નેશ ખાન મેવાણીની તો એ એકદમ હાજી મસ્તાનના નકશે કદમ ઉપર ચાલી રહ્યો છે તે બિલકુલ સાચી વાત છે....
ReplyDeleteAppreciated to highlight the past with facts without any fear or favour as no any senior/single journalist dared neither write nor broadcast such thing till today.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteAA MEVANI-FEVANI JEVAO NE AAPDI MEDIA NA KETALAK KATKI KHAVUOE UP KARYA HAVE BHOGVO....
ReplyDeleteSU AANO KOI JAVAB 6???
KAL ISI TARAH DALITO KE JARIYE BHARAT BANDH ELAN ME AHMEDABAD ME EK BETA NE APNE PITAJI KO AMBULANCE ME LE JATE TRAFIC ME AMBULANCE FASI VAH BETA APNE PITAJI KO APNE KANDHE PAR UTHAKE LEGAYA LEKIN VAH APNE PITAJI KO NAHI BACHA PAYA KYA INKA PITAJI YAH BANDH KA ELANWALE VAAPAS LAPAYENGE....YESA BANDH KYA KAM KA ???
https://m.facebook.com/story.php?story_fbid=1757531977647160&id=791080327625668
આ સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા જે સંશોધન કરવા કહ્યું છે એની એટ્રોસિટી નો મુદ્દો પણ ઉમેરવા જેવો ખરો ....
ReplyDeleteમારી દૃષ્ટિ ...
એટ્રોસિટી નો સદુપયોગ અને દુરુપયોગ આંકડા સાથે માહિતી વધુ રસપ્રદ હશે .....!!!
આરક્ષણ પ્રેમિયોં ને આરક્ષણ આપો સારી વાત છે .પણ તેમને દર્રેક જગ્યા એ આરક્ષણ આપો .આરક્ષણ મેડવનાર જ કોઈ ગુનોહ કરે તો તેને સજા માં પણ જડપ કરવી જોઇએ .તેમના કેસ પણ આરક્ષણ ના લીધે સૌ પેહલા ચલાવ્વાના .ત્યાં કેમ જડપ નથી જોઇતિ ? ત્યાં કેમ એવું કે સાહેબ સમય આપો ! ! !
ReplyDeleteના આરક્ષણ એટલે આરક્ષણ .બધે તમે પેહલા
👍
ReplyDelete