હું
સવારે તળાવ પર જતો હતો. ગાડી ફ્સાયેલી હતી એટલે ચાલતો નીકળ્યો. ફોન પર વાત કરતો
કરતો ચાલતો જતો હતો. એવામાં કથ્થઇ કલરની હોન્ડા કાર વારંવાર હોર્ન મારી મારી
બાજુમાં આવતી હતી. રસ્તાની સાઇડમાં હતો તો પણ કોણ હેરાન કરે છે ? જોયું તો મારો જીગરી ન્યૂઝ ટ્વેન્ટી
ફોરનો બ્યૂરો ચીફ ભૂપેન્દ્રસિંહ ઠાકુર હતો.
ગુસ્સો
બરફની જેમ ઓગળી ગયો. મે કહ્યું અરે ભૂપ્પી..., ત્યાં જ એણે કહ્યું કે, ગાડીમાં બેસો, પછી વાત,...પ્યારા દોસ્તની મીઠી ફરિયાદ
ચાલુ..ઓફિસે ચ્હા પીવા નથી આવતા, ફોન નથી કરતાં... વગેરે વગેરે...મેં કહ્યું કે યાર એમ જ...એણે તરત ખુશ થઇને કહ્યું કે, ભાર્ગવભાઇ હવે વજન વધ્યું છે, ક્યાં નીકળ્યા? મેં કહ્યું કે, આંટો મારવા, ચલ ચ્હા પીએ. ભૂપેન્દ્ર અને એના
કેમેરામેન પ્રિતેશે કહ્યું કે, ચાલો અમારી સાથે...ચ્હા પીશું, કલાકમાં આવીએ.
હું
ગાડીમાં બેઠો, વાતોની
શરૂઆત થઇ, ભૂપેન્દ્ર
વચ્ચે બિમાર હતો, મને ખબર ન હતી. એની પત્ની પણ બિમાર પડી ગઇ હતી, એની વાતો થઇ...એણે કહ્યું કે, પાણીની સ્ટોરી કરવા જાઉં છું.કંટાળશો
તો નહીં ને? મેં
કહ્યું જિંદગીમાં આ જ કર્યું છે, ચાલને જૂના દોસ્તોને મળીશ. તું સ્ટોરી કરજે, શહેરમાં જવાતું નથી, મને એક દોસ્તના ત્યાં ઉતારી દેજે. સ્ટોરી પતાવીને વળતા મને પાછો લઇ
લેજે. એણે મને મારા દોસ્તની ઓફિસે ઉતાર્યો અને એ સ્ટોરી કરવા નીકળ્યો. મારો દોસ્ત બહારગામ હતો. એના માણસે
મને ચ્હા પીવડાવી. મેં એને પૂછ્યું ભાઇ ક્યા તાજા? એણે કહ્યું ભાર્ગવ સાબ આપકો વો ગદુડિયે
કા શુટિંગ કરને લે ગયા થા ના? વો બસ્તી જલ ગઇ. (બ્રાઉન શુગર પીવાવાળાને ગદુડિયા કહે છે.) મને યાદ
આવ્યું કે એ વખતે ઝુંપડામાં કેમેરા લઇને હું અને સુબોધ વ્યાસ બ્રાઉન શુગરના કાળા
કારોબારનું શુટિંગ કરવા ગયા હતાં. લોકોએ અમને ઘેરી લીધા હતાં અને બ્રાઉન શુગરના
ધુમાડાથી સુબોધલાલની હાલત ખરાબ થઇ ગઇ હતી અને અમને આ ભાઇએ બચાવીને બહાર કાઢ્યા
હતાં.
મેં
તરત કહ્યું કે, બહુ
લોકો મર્યા હશે નહીં ? એણે કહ્યું કે, મર્યા તો નથી પણ 280 ઝૂંપડા
બળી ગયાં. ગીચ વસ્તી મેદાન થઇ ગઇ છે. હું ઇન્તેજારી રોકી ન શક્યો. મેં કહ્યું, ચાલ જઇએ. બળબળતા તડકામાં બાઇક પર અમે
ત્યાં પહોંંચ્યાં. ચંડોળા તળાવમાં બળેલા
ઘરો પાસે લોકો પોતાનો બચેલો સામાન શોધતા હતાં. એક લાલ શર્ટ અને બ્લ્યુ
જિન્સ પહેરેલો યુવાન ગરીબ અને ઘરડાં લોકોને મદદ કરતો હતો. કોઇને ઘરવખરીનો સામાન તો
કોઇને દવા આપતો હતો.
હું
એની પાસે ગયો. એ ગરીબોને સાંત્વના આપતો હતો. એમના બળી ગયેલા રાશન કાર્ડ, આધાર કાર્ડ , અને બીજો સામાન પાછો મળે તે માટે ઓફિસરો જોડે વાત કરતો હતો. અંગ્રેજી
ફાંકડુ બોલતો હતો. બધા એને સન્નીભાઇ કહીને બોલાવતા હતાં. મને કોઇ એનજીઓ વાળો છોકરો
લાગ્યો. એ એક ઘરડાં માજીને ઉંચકીને બેઠા
કરવાની કોશિશ કરી રહ્યો હતો અને મેં મોબાઇલથી ક્લીક કર્યો. અમારી આંખો મળી. એણે
તરત જ કહ્યું ભાર્ગવ અંકલ આપ ઇધર? બતાયા ભી નહીં ? હું ભૂતકાળમાં જતો રહ્યો. થોડા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયાથી ભણીને
ઇન્ડિયા આવેલો મારા મિત્ર શરીફખાન પઠાણનો ભત્રીજો
શહેઝાદખાન હતો. હું પહેલીવાર મળેલો ત્યારે ભારત દેશમાં ગરીબો માટે કાંઇક
કરવાનું તેનામાં ગજબનું ઝનૂન એની આંખમાં હતું. એ સેવાનું કામ કરતો અને ચૂંટણી
લડીને કોર્પોરેટર થયેલો છે. એ વખતે પણ શહેઝાદમાં લોક સેવાનું જબરૂ ઝનૂન હતું. અહીંના
વિસ્તારમાં સન્નીભાઇના હુલામણા નામથી ઓળખાતા શહેઝાદને મેં પૂછ્યું કે, ક્યા મામલા હૈ?
અમે
એક તૂટેલી ચારપાઇ પર બેઠા. એણે કહ્યું કે, 25 માર્ચે રાત્રે ગેસનો બાટલો ફાટ્યો
અને 280 ઝૂંપડા બળી ગયાં. બધાનો સામાન બળી ગયો. લોકો પાસે ખાવાનું નથી. અમે બધાએ
ભેગા થઇને ઘરવખરી અપાવી છે. અમારી સાથે
સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો, જગન્નાથ મંદીર અને બીજા હિન્દુ મુસ્લીમ સંગઠનના લોકોએ ભેગા થઇને એમને ટેમ્પરરી ઘર બને એટલો
સામાન અને અનાજ ભેગુ કરી આપીએ છીએ.
આ
લોકોના રાશન કાર્ડ, આધાર કા્ર્ડ પણ ઘરવખરીની સાથે બળી ગયા
છે. આ મહીને રાશન લાવવું પણ ભારે પડશે. એટલે ઓફિસરો સાથે વાત કરીને વ્યવસ્થા કરી
રહ્યો છું. પણ ગરીબોનું કોઇ સાંભળતું નથી.
રાશનકાર્ડ નહીં હોય તો અનાજ નહીં મળે અને
આધાર કાર્ડ નહીં હોય તો ગેસનો બાટલો નહીં મળે. હજી સુધી એમની એફઆઇઆર જ નોંધાઇ નથી.
એફઆઇઆર નોંધાય તો કાંઇ કામ બને,
મેં
તરત જ એડવોકેટ શમશાદ પઠાણને ફોન લગાવ્યો. શમશાદ પઠાણે જે કાંઇ વાત કરી એ સાંભળીને
મારાં રૂંવાડા ખડા થઇ ગયા. શમશાદ પઠાણે કહ્યું કે, ભાર્ગવભાઇ 280 ઘરમાંથી 93 ઘરમાં ગેસના
બાટલા ફાટી ગયા છે. પોલિસ એફ.આઇ.આર નથી
નોંધતી એટલે ગેસનું નવું કનેક્શન નહીં મળે. આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા પૂરાવા નહીં હોવાને કારણે બીપીએલ કાર્ડ કે
અંત્યોદય કાર્ડ નહીં બને. બધુ જ બળી ગયું
છે. એટલે પાણી, વીજળી અને ગટરની સુવિધા નથી. આ લોકોના
દિવસો કેવા જશે? જીવતે જીવ નર્કની જિંદગી જીવી રહ્યા છે, પણ સાંભળવાવાળું કોઇ નથી. હિન્દુ
મુસ્લીમ સેવાભાવી સંગઠનો દિલ ખોલીને આ ગરીબોને મદદ કરી રહ્યા છે. પણ પોલિસને એક એફઆઇઆર નોંધવાાની ફુરસદ નથી. જો એફ.આઇ.આર
નોંધાય તો કોર્ટમાં કેસ કરી શકું અને આ ગરીબોને કાંઇક મળે.
હું
વાત કરતો હતો અને શહેઝાદ સાંભળતો હતો. એ થોડું મરક્યો અને મને કહ્યું કે, ભાર્ગવ અંકલ, મેં જ્યારે કહ્યું કે, ગરીબોની સેવા કરવી છે, ત્યારે તમે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાથી ભણીને બીજું કાંઇ કામ
કર...અહીં ધૂળને ઢેફાં લેવાનાં છે? હવે જુઓ, ઝૂંપડીઓમાંથી ધૂળને ઢેફામાં આવેલાને
મદદ કરી જે સંતોષ મળે છે એ કદાચ મને મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવાથી ન મળત.
હું
શહેજાદની વાત સાથે સહમત થયો.. અમે એની ગાડીમાં બેસી પાછા આવતા હતાં ત્યાં એના
માણસને કહ્યું કે, ભાર્ગવ અંકલ કે લિયે ઉનકી સ્પેશિયલ ચાય લેકે ઓર રૂમ ટેમ્પ્રેચરવાલી
બિસ્લેરી કી બોતલ લાના, ઠંડા નહીં પીએંગે. સહી હૈ ના?
હું
એની સામે જોઇ રહ્યો. એના વિસ્તારના ગરીબોની તકલીફ સાંભળતો વળી પાછો ફોન કરવા
લાગ્યો. મારી ચ્હા આવી. બળેલા ઝૂંપડા, લાચાર ગરીબ ઘરડાં માણસો, આધારકાર્ડ અને રાશન કાર્ડ માટે ટળવળતા
લોકો, આંખ
સામે ફરતા હતાં. પાણીની આખી બોટલ ગટગટાવી ગયો. દિલમાં બળતરા ચાલુ હતી. મારી મનપસંદ આખા દૂધની ચ્હાનો સ્વાદ
જાણે કડવો લાગતો હતો.
એટલી
વારમાં ભૂપેન્દ્રસિંહ આવી ગયો. હું ખિન્ન
હતો. ભૂપેન્દ્ર પાણીની તકલીફની વાત કરતો હતો. પણ એની વાતમાં મારૂં ધ્યાન ન હતું.
હું બારીના કાચમાંથી બહાર જોતો હતો. ત્યારે જલનકાકા (જલન માતરી) સાથે જ્યાં છેલ્લે
આઇસક્રીમ ખાધો હતો એ જગ્યા યાદ આવી ગઇ અને સાથે જ એમની કવિતાની બે લાઇન યાદ આવી
ગઇ....
ખુદા તું સાચ્ચે જ મૂડી વાદી છે !
નહીંતર, તે બધાના તકદીર સરખા લખ્યા હોત !
ત્યારે
મેં એમને કહ્યું હતું કે, ભગવાન સામેની ફરિયાદ બંધ નહીં કરો? તો એમણે બીજો શેર કહ્યો હતો.
રોશની ચાહિયે તો ખુદ ચિરાગ બનાઓ !
દુઆઓ સે ચાંદ નહીં નીકલતે !
કદાચ
શહેઝાદખાન પણ ઓસ્ટ્રેલિયાથી ભણીને આવ્યા પછી રોશની માટે ખુદ ચિરાગ બનાવી રહ્યો
છે....દુઆ માંગીને ચાંદની રોશની નથી ફેલાવતો...!



આ દેશ આવા શહેઝાદ ખાનોને લીધે જ ટકી રહ્યો છે. તેને સો સલામ અને આવી વાતો લોકો સુધી પહોંચાડવા માટે ભાર્ગવ પરીખને
ReplyDeleteસાહેબ પોલીસ પાસે એફ આઇ આર ન લખવા ઝુંપડ પટ્ટીઓ ખાલી કરવાનુ કોભાંડ તો જવાબદાર નથી ને ????
ReplyDeleteમુખ્યમંત્રી આવાસ યોજના જેવુ ???
Great.. Bhargavbhai
ReplyDeleteમસ્ત
ReplyDeleteઅદભૂત લખાણ છે સાહેબ.... પણ એક વાતની ખબર ના પડી કે આ ઝૂંપડપટ્ટી વાળા લોકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, ગેસના બાટલાનું કનેક્શન વગેરે સરકારી દસ્તાવેજ કોણે ઈશ્યૂ કરી આપ્યા...? જો એમણે એમની જાતે જ ઈશ્યૂ કરાવ્યા હોય તો એમને બીજી વખત ઈશ્યુ કરાવવામાં કોઈ તકલીફ પડશે નહિ, પણ જો કોઈ રાજકારણી ની સાંઠ - ગાંઠ થી આ દસ્તાવેજ ઈશ્યુ થયા હશે તો આ લોકોને તો ખરેખર ભગવાન જ બચાવી શકશે....
ReplyDeleteनेकी कर दरिया में डाल ,सनसनी मीडिया कभी ऐसे कामो को उजागर नही करती ऐसे में ये ब्लॉग बहुत जरूरी है , सराहनीय भरगावभाई
ReplyDeleteनेकी कर दरिया में डाल ,सनसनी मीडिया कभी ऐसे कामो को उजागर नही करती ऐसे में ये ब्लॉग बहुत जरूरी है , सराहनीय भरगावभाई
ReplyDeleteGreat job sir
ReplyDeleteGreat sarji such to aap hi late hey kash sabhi media wale aap ki tarah hote
ReplyDeleteJay Hind 🇮🇳
Good job , Bhargavji
ReplyDeleteAchi bate hame pata chalti hai
Shahjad Khan ko salam ...!!
भार्गव भाई चंदोला तालाब पर जो घटना घटी उसमें पूरी सरकार या कोई संस्था या किसी और का कोई हेल्प नहीं है इसमें इसमें सिर्फ नवाब खान परिवार और एम एस सोशल ग्रुप बस उनकी ही मेहनत है और उनकी हेल्प है और शहजाद खान (सनी बाबा)
ReplyDeleteहमारा हीरो है
Excellent coverage.Other media must cover such incidents.they wrongly cover useless politics and waste their and our time
ReplyDeleteThe accident took place at the chandola lake the victoms were only helped by SUNNY BHAI , NAWAB KHAN FAMILY & M.S.SOCIAL SAMITY. Till now non of the government help has been achieved by victoms of chandola fire.
ReplyDeleteVery good.....keep it up
ReplyDeleteGood job sirji
ReplyDeleteમાનવતાનું પુણ્ય કાર્ય આનાથી બીજું કોઈ નથી..
ReplyDeleteરીયલ સ્ટોરી સારી લખી છે. જાણે નજર સામે બધુ બની રહ્યું હોય એવું લાઈવ છે.
ReplyDeleteVery nice
ReplyDeleteJaydeep
ReplyDelete