Friday, 8 September 2017

વાંચકોના પ્રેમ પછી આશિર્વાદ ફળ્યા, હરિશે હંગેરીમાં હિન્દુસ્તાની હંગામો કરી સિલ્વર મેડલ જીત્યો


ગઇકાલે મોડી રાત્રે વોટ્સ અપ પર એક વિડિયો આવ્યો અને મેસેજ આવ્યો કે ભારત કે લિયે સિલ્વર મેડલ જીત ગયા હું. એ મેસેજ હતો હરીશ વર્માનો..જેના પર થોડા સમય પહેલા વાંચકોએ એટલા પ્રેમ અને આશિર્વાદ વરસાવ્યા હતા કે, એ હેન્ડ રેસલિંગ માટે હંગેરી જઇ શક્યો છે. હરિશ દિવ્યાંગ છે. અહીં બ્લોગમાં મે એના વિશે એક વાર લખ્યું હતું કે દેશ માટે મેડલ જીતનાર હરિશને હંગેરી જવા માટે આમંત્રણ મળ્યું છે એની પાાસે હંગેરી જવાના પૈસા નથી. દેશ માટે મેડલ જીતીને આવવાની તમન્ના છે પણ પૈસાના અભાવે જઇ શકતો નથી.
વાંચકોના પ્રેમનો વરસાદ થયો..લોકોએ મદદ માટે તૈયારી બતાવી. પ્રકાશ ઝા, અભિલાષ ઘોડા, વિકી શાહ, સુરતના મુકેશ ભાવસાર, પત્રકાર અનિલ પટેલ, નિખિલ વસાણી, એનજીઓ ચલાવતા શિવરાજસિંહ ગોહિલ, મયૂર જોષી અને ફૂલછાબના પૂર્વ તંત્રી મહેશ દોશી, આશુતોષ પંડ્યા, સુબોધ વ્યાસ, યોગેશ ઠક્કર, સમેત ઘણાં સંવેદનશીલ વાંચકોએ બ્લોગ ફોર્વર્ડ કર્યો.
અસર એ આવી કે રાજકોટની લાયન્સ ક્લબના મહેન્દ્રભાઇ, ભરત બારાઇ, પીઆર વ્યવસાય સાથે સંકળાયેલા વિકી શાહ, અમરેલીના નિખલ વસાણી અને હજુ કેટલાક નામ ભૂલી ગયો છું..આ તમામના ફોન આવ્યા. બે મહીનામાં ઘણાં વાંચકોના નામ ભૂલી ગયો છું, અહીં લખી ન શકાયા હોય તો તેવા તમામ વાંચકોની માફી માગુ છું. પણ આ તમામે હરીશને મદદ કરવા હાથ લંબાવ્યો. પરિસ્થિતિ એ આવી કે, એક દિવસ હરિશનો ફોન આવ્યો, સાબ પૈસે બહોત આ રહે હૈ...મેરી જરૂરત પૂરી હો ગઇ હૈ, ક્યા કરૂ ? ઔર પૈસા નહીં લે સકતા.
એણે હંગેરી જવાનો ખર્ચ થાય એટલા જ પૈસા લીધા અને બાકીના દાતાઓને વિનમ્રતાથી ના પાડી દીધી. હરિશની આ ઇમાનદારીનું ગુજરાતી ખમીર હતું. કારણ કે દાતાઓ તો ખોબલે ખોબલે પૈસા આપવા તૈયાર હતા અને એનું ખમીર વધુ પૈસા લેવા તૈયાર ન હતું. હરિશનો ઉત્સાહ બમણો હતો. દિવસભર પ્રેકટીસ કરતો, મને વચ્ચે વચ્ચે ક્યારેક પોતાની તૈયારી વિશે વાત કરતો. એમ કરતાં એનો હંગેરી જવાનો દિવસ આવી ગયો. દિલ્હી એરપોર્ટ થી એણે હંગેરી જતા પહેલા મને ફોન કર્યો કે, આશિર્વાદ આપો કે મેડલ જીતીને આવું. મેં હરિશને એ વખતે શેર સંભળાવ્યો હતો કે,
પૂરે ગુજરાત કે હાથ ઉઠે હૈ તેરી જીત કે લિયે
પૂરે ગુજરાત કી દુઆઓ મેં શામિલ હૈ તેરી જીત આમીન કી તરહા
હરિશના ગળે ડૂમો ભરાયો એ મને ફોન પર સમજાતું હતું. એણે કહ્યું મોટાભાઇ હું ભારત માટે મેડલ જીતીને આવીશ. મેં કહ્યું આમીન અને જય શ્રી કૃષ્ણ..
મને કલ્પના ન હતી કે, આગળ શું થશે ? ગઇ કાલે મોડી રાત્રે કોમ્પિટિશન પતી. અને એનો વિડિયો વોટ્સઅપ પર આવ્યો કે હંગેરીમાં 39મી આંતરરાષ્ટ્રીય રેસલિંગની ચેમ્પિયનશિપમાં તે સિલ્વર મેડલ જીત્યો છે.
વોટ્સ અપ પર વિડિયો જોઇ...મને મારી દિકરી કવની યુનિવર્સિટિમાં ટોપર તરીકે મેડલ લઇને આવતી હતી એ વખતે જે આનંદ થતો હતો એટલો આનંદ થયો. મારી ખુશી હું તમારી સાથે એટલા માટે શેર કરૂં છું, કારણ કે કદાચ આવો જ આનંદ હરિશને મદદ કરનાર અને મેડલ જીતીને લાવવા માટે દૂરથી પણ આશિર્વાદ આપનાર દરેકને થશે.
એટલે જ મને અહીં એક પંક્તિ યાદ આવે છે. કોની લખેલી છે તે યાદ નથી. પણ એણે લખ્યું છે કે,
હસ્ત રેખા સુકાઇ જાય એ સારૂ નહીં
કોઇના આંસુ લૂછીને એને પલાળી લઇએ.

નોંધ પહેલા આર્ટિકલ….
 ચારસોની ચોયણીને નવસોનું નાડુ
હાલ ભાઇ હાલ તને વિકાસ દેખાડું...

શિર્ષક આપવા બદલ મિલન પટેલનો આભારી છું..અને જેટલા લોકોએ બ્લોગ વાંચ્યો, ફોરવર્ડ કર્યો અને મદદ કરી એ તમામ લોકોનો દિલથી આભાર માનું છું. કારણ કે એમની જ દુઆ અને આશિર્વાદથી આજે ગુજરાતનું ગૌરવ વધ્યું છે.

18 comments:

  1. अति सुन्दर विचार हैं आपके और हरीश वर्मा को बहूत बहूत बधाई.भार्गव भय इन विषयों पर अब कहाँ कोई लिखता हैं आपने पहेल की हैं यह सहरानिय हैं.धन्यवाद धन्यवाद धन्यवाद

    ReplyDelete
  2. અદભુત...આ હરીશ નો વિજય તો છે જ સાથે એ સૌ કોઈ નો વિજય પણ છે જેમણે હરીશ ને હંગેરી જવા મદદ કરી... આપવા માટે હાથ હંમેશા ઉઠતો જ રહે છે જરૂર હોય છે એ હાથ ને એક યોગ્ય પાત્રતાની જે હરીશ માં હતી જે સાબિત થયું છે, સર હરીશ ના સિલ્વર માં એ તમામ વાચકો સાથે આપનો પણ સુવર્ણ ફાળો

    ReplyDelete
  3. Congratulations Harish, Bhargavbhai and friends for the success of Harish and your selfless contributions. Samay per support na kari shakva no afsos che.

    ReplyDelete
  4. ભાર્ગવભાઈ અને હરીશભાઈ આ પ્રબળ ઈચ્છા નું પરિણામ છે
    પંગુમ લંગયતે ગિરિમ
    યત કૃપા તમહમ વંદે
    કૃષ્ણમ વંદે જગતગુરુમ

    ReplyDelete
  5. Congrts to Harish Bhai...
    And bhargav Bhai,by his efforts it can be done

    ReplyDelete
  6. Hearty congratulations to Harish and specially to Shri Bhargav bhai for his efforts. Bhargav bhai keep it up. We are with you always.

    ReplyDelete
  7. સાલા આ રાજકારણીઓ ઉત્સવો પાછળ લખલૂંટ ખર્ચો કરે છે અને યોગ્ય ઉમેદવાર ની જગ્યાએ એમનો માનીતો આ લાભ લઇ જાય છે...અને આ હરીશભાઈ જેવા બિચારા દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના વાળા લોકો સરકારી મદદ નો લાભ લઇ શકતા નથી... અને સાહેબ Thanks For Credit...

    ReplyDelete
  8. Congratulations Harishji,
    Bhargavji isaka credit aap ko jata hai isaliye aap ko bhi congratulations.....!!!!!

    ReplyDelete
  9. It's a result of strength of your blog and strength of harishbhai. He has to finish with the gold for the bhargav and all well wishers and helpers. Congrats both of you.

    ReplyDelete
  10. Harish Medal jityo ana mate "ABHINANDAN"
    Bhargav ne double "ABHINANDAN"

    Raate ungh ma thi jagi ne blog vachyo tyarthi blog ma comment lakhi abhinandan aapva hta, atyare pan phota padva javanu modu thay chhe pan....... lakhya vagar rahi na sakyo, Harish ni mahenat fali, pan hu pahela abhiinandan bhargav ne aapu chhu, aajna jamana ma jyare crodo no pagar laine "NAMCHIN" banela patrkaro ("Lokpriy" nahi) ne rajkarni yo na Lak--- galchva sivay kai aavdtu nathi, jyare bhargav jevo patrkar mara aatla badha patrkar mitro ma 1 ne matr 1 j chhe, Hu atle j bhargav ne krishna nu "SUDARSHAN CHAKRA" kahu chhu, j potani kalam thi PAPIO(politician) no vadh kari nakhe chhe ane HARISH(Govardhan parvat) jeva ne unche uthave chhe.

    ReplyDelete
  11. Congratulations Harish. May God bless you and you win more acknowledgements. Putting comment as anonymous as I don't be want to reveal my identity. I promise to help such heroes whenever needed.

    ReplyDelete
  12. હરીશ ભાઈને help કરનાર સર્વે અભિનંદનને પાત્ર છે, સૌથી વધારે શ્રેય ભાર્ગવભાઈને જાય છે, તેમણે આ રજૂઆત અહીં ના કરી હોત તો હરીશનું સ્વપ્નું સાકાર ન થાત. કદાચ સરકારે મદદ કરી હોત તો હરીશભાઈમાં જીતવાનું આટલું ઝનૂન પેદા નાં થયું હોત.

    ReplyDelete
  13. You are absolutely right hemantbhai from Chicago

    ReplyDelete
  14. અિભનંદન હરીશ ને તથા જેમણે મદદ કરી તેમને પણ.
    મેરા ભારત મહાન

    ReplyDelete
  15. આંગળી ચીંધવાનું પુણ્ય આને કહેવાય.

    ReplyDelete