હું અમે મારા કેમેરામેન
સુબોધ વ્યાસ એક સ્ટોરી માટે ધોળકા તરફ જઇ રહ્યા હતાં. જ્યા જવાનું હતું તે જગ્યા
શોધતા હતાં. પાંચ છ જગ્યા પર પૂછ્યું, જીપીએસ ચાલુ કર્યું ...ધોળકાથી લોલિયા તરફ
જઇ રહ્યા હતાં. રસ્તામાં નાનાં ઢાબાં આવતા હતાં.
ચ્હા પીવાની ઇચ્છા
થઇ....હું થોડો ચોખલિયો એટલે સાફ સૂથરાં ઢાબા પર કાર ઊભી રાખી. બહાર પાણી પૂરીનો
ઠેલો હતો. અંદર બેસવાની પણ જગ્યા હતી. ચ્હા
અને નાસ્તો મળતો હતો. અમે ચ્હાનો ઓર્ડર આપ્યો. દુબળા પાતળાં માણસે ચ્હા
બનાવવાનું શરૂ કર્યું, એણે ચ્હા આપી આવી
ઉજ્જડ જગ્યાએ આવી સારી ચ્હા મળશે ? જાણી નવાઇ લાગી! ચ્હા આપનારના કપાળ પર ચાંલ્લો
હતો અને ..ચોટી હતી, મેં કહ્યું ભૂદેવ સરસ ચ્હા હતી...મજા આવી
ગઇ. એણે તરત કહ્યું સાહેબ દરબાર છું.
હું વિચારમાં પડી ગયો,
ધોળકા પાસેનો દરબાર અને ચ્હા આપ્યા પછી સાહેબ કહે? સાફ સૂથરાં કપડાં, સારા જૂતા
અને નમ્રતા જોઇ હું મારી જાતને એની સાથે વાત કરતાં ન રોકી શક્યો. મેં પૂછ્યું
દરબાર જગ્યા પોતાની છે? મૂંછમાં મલકીને
કહે આમ હા...અને આમ અમારી છે. વાતનો તંતુ બંધાય ત્યાં એક બીજો ગ્રાહક
આવ્યો...ચાઇનીઝ ફૂડ પાર્સલ કરાવવા..બે જણાએ વડાપાંઉના ઓર્ડર આપ્યા..એણે મને
કહ્યું, આવું સાહેબ બેસજો...
મારી નજર ઢાબા પર ગઇ. એક
આખી દિવાલ પર સ્પ્રેથી ડ્રોઇંગ કરેલું....સાફ સૂથરી રીતે ચાઇનીઝ સોસના બાટલા
ગોઠવાયેલા, આસિસ્ટન્ટ જોડે તેણે ઓર્ડર બનાવડાવવાનું શરૂ થયું. ખૂણામાં સાફ સૂથરૂં
ફ્રીજ સરસ ડિઝાઇનના શો કેસમાં ફૂડ પેકેટ, કોલ્ડ ડ્રીન્ક્સની બોટલ્સ...પહેલી નજરે
ખબર પડે કે, યંગસ્ટર્સ માટે નાના ગામ પાસે આઉટિંગ માટેની બેસ્ટ જગ્યા હતી. પણ લોકો
ફૂડ પાર્સલમાં લઇ જતા હતાં. ઓર્ડર પતાવી એ બાપુ અમારી પાસે આવ્યા. મેં કહ્યું આ
શહેરી સ્ટાઇલનું સુંદર ડ્રાઇંગ બનાવવાના બહુ પૈસા થયા હશે, નહીં? એ હસી પડ્યા...મને
કહ્યું, મે જાતે બનાવ્યું છે. મેં કહ્યું હોટલના બદલ આ જ કરવું હતું ને? પૈસા મળત!
એ ફરી હસ્યો, મને કહ્યું
કે, તમારી પાસે કેટલી ડીગ્રી છે? મે
કહ્યું કેમ? એણે કહ્યું મારી પાસે 40 ડીગ્રી છે. પણ કોઇ કામ નથી આપતું. મમારી
ભ્રમરો તણાઇ ગઇ, આવું કેમ ? એણે બહુ સહજતાથી કહ્યું કે, હું 14 વર્ષ જેલ કાપીને
આવ્યો છું! 14 વર્ષની જેલમાં મેં ફુરસદ મળે એટલે ભણવાનું કામ કર્યું છે. ર છ મહીને
એક ડીગ્રી લીધી છે. પણ જેલનો થપ્પો લાગેલો છે એટલે કોઇ કામ આપતું નથી.
હું કાઇ કહું તે પહેલા તો
સુબોધ વ્યાસ દોડતા ગાડી પર ગયા અને કેમેરો લઇ આવ્યા હું એમની સાથે બેસીને વાત કરવાનું
શરૂ કરૂં ત્યાં તો એમણે શુટિંગ શરૂ કરી દીધું. મેં એમનું નામ પૂછ્યું તો કહ્યું કે
મારૂં નામ નરેન્દ્રસિંહ રાઠોડ છે. મારા ભાભીએ કૌટુંબિક ઝઘડામાં આત્મહત્યા કરી અને
મરણોત્તર નિવેદનમાં અમારા આખા ય પરિવારના નામ લખાવી દીધા. મારા પિતા સરકારી નોકરી
કરતાં હતાં. મારી માતાની ઉંમર ખરી...ભાઇ પોલિસમાં નોકરી કરતો હતો.
હજુ લૌકિક ક્રિયા પતાવી
અમે સ્મશાનેથી આવ્યા એટલે સીધા જેલમાં નાંખી દીધા, કાનૂની લડાઇ શરૂ થઇ, જેલમાં
પિતાજી બિમાર પડ્યા...હું જેલમાં હતો...બિમારીમાં પિતાનું અવસાન થયું...કોર્ટ
કચેરીની લડાઇમાં જમીન પણ જતી રહી...આશા હતી કે કાંઇ કર્યું નથી, તો છૂટી જઇશું. પણ
કાનૂની આંટીઘૂંટીમાં ભરાયેલા રહ્યાં...જન્મટીપની સજા થઇ. કોર્ટમાં સતત હારથી હું
નિરાશ થઇ ગયો...હું ગુંડાઓ અને ખુનીઓ વચ્ચે ગૂંગળાતો હતો...જેલની ભીંત પર ડ્રોઇંગ
કરતો હતો. એક વાર જેલરે આ જોયું...મને કહ્યું..ડ્રોઇંગ આવડે છે? મેં કહ્યું કે,
ગાતા આવડે છે...વગાડતા આવડે છે...એમણે મને કહ્યું કે તું ભણ, ડીગ્રી હશે તો બહાર નીકળીશ...ત્યારે
સારૂં કામ મળી જશે. તું શાંત સ્વભાવનો છે..તો ભણવાનું શરૂ કર...
સાહેબ, જેલનું કામ પતે
એટલે હું ચોટલી બાંધીને ભણવા માંડ્યો. જેટલા સર્ટિફિકેટ કોર્સ હતાં તે
તમામ કરવાનું શરૂ કર્યું. દર છ મહિને મહેનત કરીને એક ડીગ્રી લેતો હતો. આંખમાં
સપનું હતું કે, 14 વર્ષ પછી બહાર નીકળીશ ત્યારે આટલી બધી ડીગ્રી સાથે સારી નોકરી કરીશ
અને પરિવાર સાથે જિંદગી ગુજારીશ. મેં મારી સાથેના કેદીઓને પણ ભણાવવાનું શરૂ કર્યું..40
ડીગ્રીઓ લીધી...જેલમાંથી બહાર આવ્યો...ત્યારે નાનો અમથો મારો દીકરો કોલેજમાં જતો
થઇ ગયો હતો.
જેલમાં મહેનતના પૈસા
હતાં, પણ થોડા હતાં. છાપામાં જાહેરાત જોઇ અમદાવાદ અને બીજા શહેરોમાં ઇન્ટરવ્યુ આપવા જતો અને બધે જ સિલેક્ટ
થઇ જતો હતો. ઇન્ટર્વ્યુના અંતે પૂછતા કે પહેલા ક્યારેય કામ કર્યું છે ખરા?
જવાબમાં હું કહેતો કે જેલમાં હતો! તરત ઇન્ટરવ્યુ લેનારાના ચહેરાના
હાવભાવ બદલાઇ જતાં અને કહેતા કે, પછી જણાવીશું, કહી કાઢી મૂકતા, કેટલીક જગ્યાએ તો
પગાર પણ નક્કી થઇ જતો હતો. અને જ્યાં ખબર
પડે કે, જેલમાં સજા કાપીને આવ્યો છું...એટલે 40 ડીગ્રી કાગળ બની જતી હતી. છ
મહીનાના ધક્કા ખાધા પછી બધા પૈસા ખલાસ થઇ જતા, મને થયું કે, હું ભણ્યો કેમ? ભણતી
વખતે આંખોમાં સપનાના કાજળ આંજ્યા કેમ? મને
એવું થવા લાગ્યું કે હું એક અરીસો છું અને સામે સો પત્થર લઇને લોકો બેઠા છે. બસ
મને તોડવા માગે છે. દીકરાને સારૂં ભણીને સાહેબ થવાનું શા માટે હું કહું છું? એવા
વિચારો આવતા હતાં.
આ મનોસ્થિતિમાં હું ગામના
સીમાડે બેઠો હતો, હું મુકેશના ગીત ગણગણતો હતો ત્યાં ભરતસિંહ મંડોરિયા બાપુ આવ્યા..એમણે
કહ્યું કે કાં ઉદાસ છો દરબાર? મેં એમને આપવીતી કહી અને એમણે કહ્યું કે, યાર તમે
કુકિંગ જાણો છો ને? સંગીત જાણો છોને ? ડ્રોઇંગ જાણો છો ને? આપણે ધંધો કરીએ. બાપુની જમીન પર અમે શેડ બાંધી
નાનકડી હોટલ કરી, જેલમાં કૂકિંગના કલાસ કરી ડીગ્રી લીધી હતી. હવે હોટલ ચાલવા લાગી
છે.
હું મંત્રમુગ્ધ બનીને
સાંભળતો હતો...નરેન્દ્રસિંહ શાંત થયા...ગળે ડૂમો
ભરાઇ ગયો હતો ! મેં વાત બદલવા કહ્યું કે બાપુ ડીગ્રીઓ બતાવોને! જોવી
છે..અમે એમના ઘરે ગયા, એમની ઢગલાબંધ ડીગ્રી જોઇ હું બઘવાઇ ગયો. બાજુમાં પડેલા
હાર્મોનિયમને જોઇ મેં કહ્યું કે કાંઇક સંભળાવો. નરેન્દ્રસિંહે મને ગમતી ગઝલ
સંભળાવી..ઉઠવાનું મન થતું ન હતું. પણ અમદાવાદ પાછું પહોંચવું હતું. અમે પાછા
બાપુની હોટલ સ્પાઇસી મૂંડા પર આવ્યા. મે અમસ્તા જ પૂછ્યું, બાપુ હવે તો હોટલ ચાલી ગઇ...પછી શું કરશો? બાપુની આંખમાં
ચમક આવી...એમણે કહ્યું કે, હું હવે જેટલા લોકો જેલમાંથી બહાર આવે પછી એમને અહીં નોકરી
આપીશ, એટલે પૈસાની તંગીના લીધે કોઇ ખોટું
કામ ન કરે...અને ડીગ્રીના કાગળિયા લઇને જેલનો થપ્પો લાગ્યા પછી કોઇ રખડે નહીં.
નરેન્દ્રસિંહની વાત સાંભળીને
મને થયું કે, જેલ સુધારણા કાર્યક્રમમાં બધા ભણે છે. એમની આંખમાં પણ જેલની બહાર
નીકળીને કામ મળવાના સપનાં હશે તે પૂરાં થશે? ગાડીમાં બેસતા બેસતા મને બાપુએ ગાયેલો
શેર યાદ આવી ગયો!
‘‘નીંદ સે મેરા તાલ્લુક હી
નહીં હૈ
ફીર ખ્વાબ મેરે ઘર પે આતે ક્યું હૈ’’ !

Superb bhargavbhai
ReplyDelete"MERA BHARAT MAHAN"
ReplyDeleteWe Indian need changes in our MIND.
Nice reporting Bhargav.
કોઇના આશ્રિત ન રહેતા નરેન્દ્રસિહે પોતાની આવડત થકી હોટલનુ નાનુ તો નાનુ પણ જે કામ શરુ કર્યુ છે તે જ કાબીલેદાદ છે.. અને ખાસ તો પોતાના પર જે વીતી તે અન્ય કેદીઓ પર ના વીતે એ માટે છેલ્લે તેમણે અન્ય કેદીઓને પણ નોકરી આપવાની વાત કરી એ જ બાપુની મોટાઇ બતાવે છે..આવો માણસ કદી કોઇનુ ખોટુ કરે જ નહી... બાકી બાપુ પાસે તો નોકરી ના મળવાનુ એક સજ્જડ કારણ છે જે તેમને જેલ થયેલી..જો કે એવા પણ કેટલાક લોકો છે તેઓ કોઇ પણ સજા પગર આજે પણ સર્ટી લઈને બેસી રહય છે... હુ આપના વોટસઅપ પર એવા જ એક સાબરકાંઠાના ભાઈના ફોટો મોકલીશ...
ReplyDeleteએક સામન્ય માણસની વ્યથા અને કથાને અમારી વચ્ચે વહેચવા બદલ આભાર...
motivational story
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteNice One Sirji....
ReplyDeleteVery nicely wrote and it show societies mindset for prisoners. We need to change our mindset for them. Narendrasinh is very positive person who survive is own but not every one. so we need to stand for that. Great write upend nice story Bharagavbhai...
ReplyDeleteવાહ ભાર્ગવભાઇ..
ReplyDeleteअब तो ज़ब्त भी बग़ावत पे है ,
और कितना आज़मायोगे मुझे !
(ज़ब्त=सहनशीलता)
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteExcellent. This is called indepth journalism. Congratulations.
ReplyDeleteHeart touching story sir ji..
ReplyDeleteवक़्त एसा ही चल रहा हे साहब जूठो की बोलबाला और सच्ची बात करनेवालो का दुनिया छीन लेती हे निवाला
ReplyDeleteबात करने से अच्छी नहीं लगती समजने से सही लगनी चाहिये
ऐसे हज़ारों नरेन्द्र हे जिनकी ज़िंदगी
नरेंद्र ने दाव पे लगा रखी हे
Manishbhai congressi, don't blame modi for this matter, this case happen in 15 years past and that time congress govt.
DeleteMr. Manish. Blame garbage people Nehru and Gandhi.
Manishbhai, do not blame Modiji unnecesarily.congress party has done all malpractices.
DeleteVery nice and touching
ReplyDeleteVery nice and touching
ReplyDeleteકર્મનિષ્ઠ ને જેલ શુ કે મહેલ શુ
ReplyDeleteભગવાન પાસે પ્રાર્થના કરો તો ભગવાન પાસે માગવું પડે
પરંતુ સારા કર્મ કરો તો ભગવાને આપવું પડે.
It shows the mindset of society.... Very nice and touching story dear...
ReplyDeleteStrong and bravely covered....
Not narendra but those employers who rejected him are victims. Because of such rigid ppl, innovative persons are getting down day by day..Hats off to narendra bhai who didn't lose his courage and shame on the society....He is real darbar...
ReplyDeleteMoreover, I must say, the emotions are being narrated superbly....This incident of darbar teach us the truth that.........Life is not all about how to survive in the storm but how to dance in the rain
ReplyDeleteBhargavbhai abhinandan jamini sachchai varnvi chhe aap e gov na loko e bodh levo joie.New India mate haju ghanu karvu rahyu.
ReplyDeleteવધુ એક ટુ ધ પોઇન્ટ વાર્તા.. જે સભ્ય સમાજના કહેવાતા છોછ ને ઉઘાડો પાડે ..
ReplyDeleteઅદભૂત
અદભૂત
Deleteજોરદાર સાહેબ...
ReplyDeleteહૃદય સ્પર્શી જીવંત વાર્તા,આવા અનેક નરેન્દ્રસિંહ છે જેઓ સમય ની થપાટ ખાઈ જીવી રહયા છે અને એ પણ ખુમારી સાથે...અદ્દભુત
ReplyDeleteAAJ VISTAR NA MLA AUCTION MINISTER 6 ANE AAMNI AA DASA.....PAN BANDIVAN MA RAHI NE JE DIGRI MELAVI TE KOI NA NELVI SHAKE.....
ReplyDeleteDIGRI GAME TETALI HOY PAN NASHIB ANE AAVDAT NAHOY TO DIGRI KOI KAM NI NAHI.....ANE VAGAR DIGRI WALA PAN AAJ TOP PAR 6.
VIKAS AANE KAHEVAY.. . ANE LAGBHAG AA VISTAR NA TALATI BEN 6 JEMNA HUSBAND AHMEDABAD MA TEA STALL ANE PAN NO GALLO CHALAVE 6.....
...KE 40 DIGRI 6 JOB NATHI MALATI KAI NAHI PAN HAVE DIGRI LENARA NE PROSAHAN MATE SARU SHUDDH BHOJAN- NASTO AAPU....E EMNI AAVDAT SUZBUZ 6. BHAI VIKAS AABE KAHEVAY....
આખા લેખ ના છેલ્લા બે લીટી ના શેર એ જિંદગી બતાવી જાય છે કે કરતે હે તો હોતા હે કુછ ...હોતહે.. કુછ ઓર જિંદગી ચાહતી હે કુછ ...ઓર હમ કરતે હે કુછ ....
ReplyDeleteસલામ જિંદગી ...
Waah Sir... Adbhoot katha... Bapu ni positivity ne salaam... Bapu ni hotel nu address aapsho to jarur malavu gamashe...
ReplyDeleteNice inspiring story. Very Positive. Such stories are Gem in the dark arena of negative journalism
ReplyDeleteભાર્ગવભાઇ, સુંદર લેખન.. ઉત્સુક્તા પૂર્વક વાંચનનો આનંદ ધણા સમય પછી આવ્યો.. સજેશન આપવા માટે ધણો વામણો છુ, છતાં ઇચ્છા થઇ એટલે કહેવાની હિંમત કરુ છુ.. આ લેખ ચિત્રલેખામાં છપાય એવો છે.. મોકલાવશો તો ચોક્કસ છપાશે જ અને વાંચકોને એક મેચ્યોર લેખકનો પરિચય થશે..
ReplyDeleteSirji aap Jo ye blog likhte hoto pata chalta hey ki sahi main duniya kesi hey
ReplyDeleteSach samne Lane ke liye aap ko abhinandan
Jay Hind 🇮🇳
Bhargav ne "SIRJI" na kaho, kejriwal ane bhargav ni sarkhamni kari a mane bilkul na gamyu.
DeleteBhargav ni mafi magi lo, ane have koi ne khujliwal jode na sarkhavta.
angrejo ni "SIR" ni mansikta ne feki do.
kharab lagyu hoy toh 4 rotli ochhi khajo.
Jor dar saheb
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteઅત્યંત હ્રદયસ્પર્શી કથા. સૌથી વધારે મને એ ગમ્યું કે તમે તાદ્રુશ્ય વર્ણન કર્યું છે,જાણે આપણે પણ એ dhaba પર ભાર્ગવ ભાઈ અને સુબોધ ભાઈ સાથે જ ચા પીવા ગયા હોય એવું લાગે. ગુજરાતી લેખો વાંચવા નું ઘણાં સમયથી બંધ કરી દીધું હતું, ફરી થી ગુજરાતી લેખો વાંચવામા ઇન્ટરેસ્ટ લવડાવવા બદલ આભાર!
ReplyDeleteસારા કમૅ નાં ફળ મળે જ છે નોકરી ના મળી પણ ધંધો તો મળી ગયો.. કોઈ ઠુકરાવી દે તો કોઈ મદદ પણ કરે છે
ReplyDeleteસારા કમૅ નાં ફળ મળે જ છે નોકરી ના મળી પણ ધંધો તો મળી ગયો.. કોઈ ઠુકરાવી દે તો કોઈ મદદ પણ કરે છે
ReplyDeleteVery nice. Touching story.
ReplyDeleteસામાન્ય રીતે રિપોર્ટર સારી સ્ટોરીની ક્રેડિટ એકલા લેતો હોય છે. પણ ભાર્ગવભાઇએ સુબોધભાઇની ન્યૂઝ સેન્સ ને સ્માર્ટલી કંડારી છે.હુ કાઇ કહુ તે પહેલા સુબોધ વ્યાસ દોડતા જઇ કેમેરો લઈ આવ્યા...અદ્ભૂત રજુઆત...સુબોધભાઇને પણ સરસ એપ્રિશિયેટ કર્યા..બીજાની કદર કરવા ઉદાર દિલ જોઇએ...છપ્પનની છાતીથી કાઇ ન થાય. આપની ઉદારતાને સલામ. સુબોધભાઇને ધન્યવાદ.
ReplyDeleteWah Bhargav
ReplyDeleteSir very nice human interest story. Thank you very much!!!
ReplyDeleteSaras story, thanks
ReplyDeleteSuperb sir
ReplyDeleteઅદભૂત
ReplyDeleteબહુ સરસ રીતે વર્ણન કર્યુ છે એક નિર્દોષ ને જયારે સજા થાય ત્યારે તેમના પર શુ વિતે છે એ તો એ ખુદ ને જ ખબર હોય
ReplyDeleteઆપણો સમાજ કેટલો દંભી છે એનું આ ઉદાહરણ છે. આપણે માણસ નો ભૂતકાળ જોઈએ છીએ, પરંતુ વર્તમાન માં એની પાસે રહેલી કુશળતા ની કદર નથી કરતા. નરેન્દ્ર સિંહ જેવા લોકોને સલામ...
ReplyDeleteક્યારેક વિરોધીઓ પણ લાઇફ બનાવી દેતા હોય છે સાહેબ
ReplyDeleteભાલચંદ્ર દાદા
Nice story sirji
ReplyDelete